અહેવાલ મુજબ ભારતના નવ ટકા લોકો પોતાની ઓળખ સાબિત કરવા આઇરિસ સ્કેન (આંખની રેટિનાની ડિઝાઇનની થતી ઓળખ – વધુ માહિતી સપ્ટેમ્બર ૨૦૧૬ અંકમાં)નો ઉપયોગ કરવા તૈયાર છે. બીજા દેશોમાં આ પ્રમાણ ફક્ત ૩ ટકા છે. ફિંગરપ્રિન્ટ બાબતે ૪૦ ટકા લોકો સાથે ચીન આગળ છે અને ભારત ૩૧ ટકા સાથે બીજા ક્રમે છે.