સવાલ લખી મોકલનારઃ પ્રશાંત ચૌહાણ
આગળ શું વાંચશો?
- આખરે છે શું આ ડીપ કે ડાર્ક વેબ?
- સરફેસ વેબ : આપણા સૌની પહોંચમાં
- ડીપ વેબ : આપણી પહોંચ બહાર, પણ બધું ગેરકાયદે ન પણ હોય
- ડાર્ક વેબ : સામાન્ય યૂઝર્સની તદ્દન પહોંચ બહાર
- ડાર્ક વેબમાં પણ બધું જ સંપૂર્ણ ગેરકાયદે નથી
- ડાર્ક વેબ સુધી પહોંચી કઈ રીતે શકાય?
- ટોર નેટવર્ક શું છે?
- ટોરનો કોઈ પણ ઉપયોગ કરી શકે?
તમે ‘સિલ્ક રોડ’ કે ‘સિલ્ક રૂટ’ શબ્દ સાંભળ્યા છે? મોટા ભાગે તમારો જવાબ હા હશે પણ, અર્થ તમારી ઉંમર પ્રમાણે જુદો જુદો હશે. જો તમે ચાલીસી વટાવી ગયા હશો તો તમારે માટે ‘સિલ્ક રૂટ’ એટલે સદીઓ પહેલાં દુનિયાના વિવિધ ખંડોને જોડતો વેપારો ધોરી માર્ગ. પરંતુ જો તમે આજની સ્માર્ટ ટેકનોલોજીથી પ્રમાણમાં ઠીક ઠીક પરિચિત હશો તો તમારે માટે ‘સિલ્ક રૂટ’નો અર્થ સાવ જુદો હશે. આજના સમયમાં ‘સિલ્ક રૂટ’ શબ્દ ઇન્ટરનેટ પર ડ્રગ્સના ઓનલાઈન વેપાર માટે વપરાય છે! અખબાર, ટીવી કે વેબસાઇટ્સમાં તમે અવારનવાર ઇન્ટરેટા સંદર્ભે ‘ડીપ વેબ’ કે ‘ડાર્ક વેબ’ જેવા શબ્દો પણ સાંભળતા વાંચતા હશો.
ડીપ કે ડાર્ક વેબમાં બધું જ ગેરકાયદે હોય એવું નથી. વિવિધ કોર્પોરેશન કે સરકારી વિભાગોનાં નેટવર્ક અને પાસવર્ડ વિના જ્યાં પહોંચી ન શકાય એવું બધું જ કન્ટેન્ટ પણ ડીપ વેબનો હિસ્સો ગણાય છે.
‘સિલ્ક રોડ’, ‘સિલ્ક રૂટ’, ‘ડીપ વેબ’ કે ‘ડાર્ક વેબ’ જેવા શબ્દોનો નવી ટેક્નોલોજી મુજબ લગભગ એક સરખો અર્થ થાય છે – ઇન્ટરનેટની અંધારી આલમ! ખરા અર્થમાં અંધારી કેમ કે ઇન્ટરનેટના આ ભાગ સુધી આપણે તો ઠીક, ગૂગલ જેવું ‘સર્વવ્યાપી’ અને ‘સર્વશક્તિશાળી’ સર્ચ એન્જિન પણ પહોંચી શકતું નથી.