ભારતમાં ડ્રોનના ઉપયોગ માટેના કાયદાઓનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે. ભારતમાં મૂવી અને એડ ફિલ્મ્સના શુટિંગ ઉપરાંત લગ્નપ્રસંગ કે અન્ય ઇવેન્ટ્સમાં ડ્રોનનો ઉપયોગ સામાન્ય થવા લાગ્યો છે. અમદાવાદમાં રથયાત્રા જેવા પ્રસંગે પોલીસ બંદોબસ્ત માટે પણ ડ્રોન વપરાવા લાગ્યા છે અને હવે પહેલી વાર ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારતમાં ડ્રોનના ઉપયોગનાં ધારાધોરણો નિશ્ચિત કરવાની કવાયત શરૂ કરી છે.