વિકલાંગોમાં પણ અનેક લોકો એવા છે કે જેઓ ૭૦ ટકા કે એથી વધુ વિકલાંગતા ધરાવે છે. તેઓની આ વધુ વિકલાંગતાને લીધે, શારીરિક હલનચલન કરવામાં તેમ જ એક સ્થળેથી બીજા સ્થળે જવા કે આવવા તેઓને પારાવા૨ મુશ્કેલીઓ પડે છે, જેને પરિણામે તેઓની જિંદગી દ૨મિયાન કેટલાંક કાર્યો ક૨તી વખતે તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તેઓની આવી દયનીય પરીસ્થિતિમાં ઇન્ટરનેટ સેવા તેઓને આર્શીવાદરૂપ નીવડી શકે એમ છે. આ સેવા અનેક ક્ષેત્રોમાં તેઓને ઉપયોગી બની શકે એમ છે જેમાંથી કેટલાંક ક્ષેત્રો આ મુજબ છે.
(૧) ઉચ્ચ અભ્યાસમાં (૨) નોકરીની શોધમાં (૩) સ્વરોજગારના વિકાસમાં (૪) સર્જનાત્મક પ્રતિભાના વિકાસમાં (પ) મનોરંજન સાથોસાથ જ્ઞાન મેળવી આપવામાં (૬) સામાજિક સંપર્કો જાળવવામાં (૭) કેટલાંક બિલ ઓનલાઇન ભરી આપવામાં (જેને પરિણામે દોડધામ તેમ જ લાંબીલાંબી ક્તારમાં ઊભા ૨હેવામાંથી મુક્તિ) વિકલાંગોમાં પણ અનેક લોકો એવા છે કે જેઓ આ સેવાનો ઉપયોગ કરીને પ્રગતિના પથ પ૨ અગ્રેસ૨ થઈ ૨હેલ છે.