fbpx

તેઝ હોય કે ભીમ, મુખ્ય આધાર યુપીઆઇ શું છે એ સમજીએ…

By Himanshu Kikani

3

ગયા મહિને વધુ એક ઓનલાઇન પેમેન્ટ સુવિધા લોન્ચ થઈ – ગૂગલ તેઝ! બીજા અસંખ્ય લોકોની જેમ તમે આ એપ ડાઉનલોડ તો કરશો, પરંતુ તેનો ઉપયોગ કરશો ખરા?!

પહેલાં આ સવાલ થવાના કારણમાં થોડા ઊંડા ઊતરીએ!

ગયા વર્ષે નોટબંધી પછી ઓનલાઇન પેમેન્ટને વેગ આપવા માટે ભારત સરકારે ઉતાવળે ઉતાવળે ભારત ઇન્ટરેફસ ફોર મની (ભીમ) એપ લોન્ચ કરી હતી. ત્યારે આ એપ ધડાધડ ડાઉનલોડ થવા લાગી પરંતુ જેટલી સંખ્યામાં ભીમ એપ ડાઉનલોડ થઈ એનાથી ક્યાંય ઓછી સંખ્યામાં લોકોએ તેનો ઉપયોગ શરૂ કર્યો.

કેમ? ભીમ એપ પોતે ઉપયોગમાં અત્યંત સરળ છે પરંતુ તેનું પહેલું કદમ – આપણા બેન્ક એકાઉન્ટને ભીમ એપ સાથે કનેક્ટ કરવાનું પહેલું પગથિયું એટલું ઊંચું છે કે મોટા ભાગના લોકો અહીંથી જ અટકી જાય છે.

ભીમ એપ લોન્ચ થઈ લગભગ ત્યારથી જ ગૂગલને ખાસ ભારત માટે ઓનલાઇન પેમેન્ટ પદ્ધતિ વિકસાવવાનો વિચાર આવ્યો હતો, જે હવે ગૂગલ તેઝ સ્વરૂપે સાકાર થયો છે. ગૂગલ તેઝ ભારતની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) પર આધારિત એપ છે.

જો તમને ઓનલાઇન પેમેન્ટમાં રસ હોય તો આ યુપીઆઇ વ્યવસ્થા બરાબર સમજી લેવા જેવી છે.

અત્યારે ભારતમાં ઓનલાઇન પેમેન્ટ માટેના ચાર-પાંચ રસ્તા છે. બેન્કના ડેબિટ/ક્રેડિટ કાર્ડસ, નેટબેન્કિંગ, મોબાઇલ વોલેટ, સેમસંગ પે જેવી સિસ્ટમ આધારિત વ્યવસ્થા અને યુપીઆઈ આધારિત એપ્સ.

પહેલાં બે રસ્તા તો ઘણા જૂના થઇ ગયા છે અને આપણને બરાબર સમજાઈ ગયા છે. મોબાઇલ વોલેટનો ઉપયોગ પણ નોટબંધી પછી પેટીએમના જબરદસ્ત માર્કેટિંગને કારણે સારો એવો વધી ગયો છે. આપણે તેનો ઉપયોગ પણ હવે ખાસ્સો સમજીએ છીએ – બેન્ક એકાઉન્ટમાંથી મોબાઇલ વોલેટમાં ‚પિયા ઉમેરો અને જ્યાં જ્યારે જરૂર પડે અને ત્યાં અને ત્યારે મોબાઇલથી પેમેન્ટ કરો. વોલેટમાં રૂપિયા ખૂટે ફરી બેન્ક ખાતામાંથી વોલેટમાં ઉમેરો. અથવા વોલેટમાં રૂપિયા વપરાયા વિના પડી રહેતા હોય તો બેન્ક ખાતામાં પરત લઈ જાઓ.

પ્રમાણમાં નાની રકમની આમને-સામને અથવા દૂર બેઠેલી વ્યક્તિ સાથે આપલે માટે, આ બધા રસ્તામાંથી યુપીઆઈ આધારિત એપ્સ સૌથી વધુ સરળ છે અને તે જ વધુ વિસ્તરે તેવી શક્યતા છે. પરંતુ તેના વિશે ઘણી ગૂંચવણો જોવા મળે છે.

એટલે જ ભીમ કે ગૂગલ તેઝ જેવી એપ ડાઉનલોડ થાય છે એટલી ઉપયોગમાં લેવાતી નથી.

આપણે આ યુપીઆઈ વિશે બરાબર સમજવું જ રહ્યું કારણ કે અત્યારે હાઇક જેવી મેસેન્જર એપમાં યુપીઆઈ વ્યવસ્થા આવી ગઈ છે, વોટ્સએપમાં તે આવવાની તૈયારીમાં છે અને ઓનલાઇન પેમેન્ટમાં યુપીઆઈથી પેમેન્ટ સ્વીકારે તેવાં પ્લેટફોર્મ વધી રહ્યાં છે. થોડા સમયમાં ઓફલાઇન એટલે કે આપણી જૂની ને જાણીતી દુકાનોમાં પણ પણ યુપીઆઈનો ઉપયોગ ખાસ્સો વધે તેવી શક્યતા છે.

વાત ભીમ એપની હોય, ગૂગલ તેઝની હોય કે પછી હાઇક કે વોટ્સએપ જેવી એપની હોય, યુપીઆઈની વ્યવસ્થા બધે જ એકસરખી છે અને એક વાર એ સમજાય પછી તો આખી વાત એકદમ સહેલી છે.

આ પૂર્વભૂમિકા સાથે, આપણે યુપીઆઈનો ઉપયોગ કરવાનાં સ્ટેપ્સ બરાબર સમજીએ. આ પછી તમે ગમે એપ અપનાવી, ગમે ત્યાં તેનો સરળતાથી ઉપયોગ કરી શકશો એની ગેરંટી!

આગળ વાંચોઃ યુપીઆઇ વિશે ગૂંચવતા સવાલોના સરળ જવાબ

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!