નવી શરતોના મામલે ભારતમાં લોકો મોટા પાયે અન્ય એપ્સ તરફ વળવા લાગ્યા એ પછી વોટ્સએપે તેનું વલણ ખાસ્સું નરમ કર્યું છે (જોકે સરકારના નવા નિયમોના મુદ્દે કંપનીએ એકદમ આક્રમક વલણ અપનાવ્યું છે). વોટ્સએપના આપણા ઉપયોગ દરમિયાન તે આપણી કઈ વિગતો ફેસબુક સાથે શેર કરે છે અને કઈ બાબતો...
ઇન્ટરનેટ સહકારી મંડળી વિકીનાં મંડાણ: ૨૫ માર્ચ, ૧૯૯૫ વેબસાઇટનું નામ હતું વિકીવિકીવેબ. તેનો હેતુ ફક્ત લોકો માટે નહીં, પણ લોકો દ્વારાની ભાવના અમલી બનાવવાનો હતો. વેબસાઇટ પર ગણ્યાગાંઠ્યા લોકો લખે ને બાકીના ફક્ત વાંચે એવું નહીં. અમુક મયર્દિામાં રહીને સૌ સાઇટ પરની સામગ્રીમાં...
ચંદ્રયાત્રાનાં દ્વાર ખોલતી રોકેટ-ઉડાન : ૧૬ માર્ચ, ૧૯૨૬ ૧૯૨૦ના દાયકામાં અમેરિકાના વિજ્ઞાની રોબર્ટ ગોડર્ડે રોકેટના જોરે ચંદ્ર સુધી પહોંચવાની વાત કરી ત્યારે ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ જેવા પ્રતિષ્ઠિત અખબારે તેમની હાંસી ઉડાવી હતી, પણ ‘એપોલો ૧૧’ યાનની સફળ ચંદ્રયાત્રા પછી ૧૭,...
ટેલિફોનનો સફળ પ્રયોગ : ૧૦ માર્ચ, ૧૮૭૬ ડેશ અને ડોટના મોર્સ કોડ થકી મોકલાતા ટેલિગ્રાફ સંદેશાની બોલબાલા હતી, ત્યારે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ અને એલિશા રે પોતપોતાની રીતે અવાજને મોજાં સ્વરૂપે એક છેડેથી બીજા છેડે મોકલવાના પ્રયોગ કરી રહ્યા હતા. બન્નેનું કામ લગભગ સાથે પૂરું...
આપણે તો સોશિયલ નેટવર્કિંગે નામે આજકાલા ઓર્કૂટ (હવે ભુલાઈ પણ ગયું!), ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ કે નવાસવા પિન્ટરેસ્ટને જ જાણી છીએ, પણ ‘માનવ એક સામાજિક પ્રાણી છે’ એ વાત ફરી યાદ અપાવી દેનારા આ સોશિયલ નેટવર્કિંગના મૂળ છેક વર્ષ ૧૯૭૮માં નખાયાં હતાં. દુનિયા વધુ ને વધુ નાની ને...
ફેસબુક આજની ‘યંગ’ અને ‘હેપ’ જનરેશન માટે છે એવું માનતા હો તો તમે ભૂલ કરો છો. ગુજરાતીઓને સાત્વિક વાંચન તરફ વાળનારા મહેન્દ્રદાદા ૮૯ વર્ષે પણ ફેસબુકને ‘લાઇક’ કરે છે! એમના અનુભવો ઉર્વીશ કોઠારીની કલમે. "પહેલાં મને એવું હતું કે ફેસબુક એટલે એવી જગ્યા જ્યાં નવરા લોકો અરસપરસ...
ગયા મહિને ફેસબુકે આઇપીઓની અરજી ફાઈલ કર્યા પછી આ સોશિયલ નેટવર્ક જાયન્ટનાં આર્થિક પાસાંની કેટલીય રસપ્રદ વાતો પ્રકાશમાં આવી છે... સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક્ટિવ સભ્યો બીજી સાઇટ્સ પર કેટલો ટ્રાફિક મોકલી શકે છે અને અંતે એની કંપનીને કેટલો બિઝનેસ મળે છે એના આધારે સોશિયલ...
અહીં બાજુમાં જે આપ્તોયું છે એ તો ફક્ત હળવાશભરી કલ્પના છે, પણ સોશિયલ મીડિયા છે જબરજસ્ત પાવરફુલ. તેની તાકાત સમાયેલી છે આંખના પલકારામાં એક સાથે અનેક લોકો સુધી પહોંચવાની તેની ક્ષમતામાં. હમણાં ટીવી પર પેલી ‘જજસા’બ, એક નહીં, અનેક ચશ્મદીદ ગવાહ હૈં’ વાળી જાહેરાત જોતા જ હશો!...
સન ૨૦૨૦માં ઇન્ટરનેટ વાપરનારા કેટલા હશે તેના કરતાં તે કઇ રીતે અને ક્યાં ક્યાં વપરાશે તે જાણવું રસપ્રદ છે. એક ચક્કર લગાવીએ આંકડા અને અનુમાનોની દુનિયામાં! આપણે કેવા રસપ્રદ સમયમાં જીવીએ છીએ! જીવનના છ-સાત દાયકા પૂરા કરી લેનારા લોકોને પૂછો તો એ કહેશે કે "એક જમાનામાં અમે...
ઇન્ટરનેટનો કોઈ એક માલિક નથી એટલે, પરીકથાના રાજકુમારની જેમ સતત વધતા આ જીનનો ફેલાવો કેટલો એ ચોક્કસ કહેવું મુશ્કેલ છે, પણ ઇન્ટરનેટની પાયાની જરિયાત સમાન ડોમેઇન રજિસ્ટ્રેશન સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓની વિગતો પરથી કંઈક અંદાજ મળી શકે છે. એક અગ્રગણ્ય સાઇટ મેશેબલ પર એકઠી...
દરેક વાત માટે ગૂગલમાં સર્ચ કરી લેવું આસાન છે, પણ જો ધાર્યાં પરિણામ ઝડપી જોઈતાં હોય તો ગૂગલના સર્ચ એન્જિનમાં સમાયેલી કેટલીક ખાસ ખૂબીઓ જાણી લેવા જેવી છે. (સ્રોત...
અંગ્રેજી ભાષા પર તમારી પકડ કેવીક છે? તમે જે સ્તર પર હો તેનાથી ઊંચે પહોંચવું હોય તો ઇન્ટરનેટ પર તમને મદદરૂપ થાય તેવી સંખ્યાબંધ સાઇટ્સ અને ફ્રી-ઈ-બુક્સ ઉપલબ્ધ છે. અહીં પહેલા ડોઝ તરીકે, ફક્ત ત્રણ ફ્રી ઈ-બુક્સની માહિતી આપી છે. ડાઉનલોડ કરો, વાંચો, વિચારો અને ગમે તો એવી...
કાગળ ને પેનથી થઈ શકે એવાં ઘણાં ખરાં કામ હવે માઇક્રોસોફ્ટ કંપનીના વર્ડ પ્રોગ્રામમાં થય છે. આ પ્રોગ્રામી કેટલીક પાયાની બાબતો વિશે તમે કેટલુંક જાણો છો? તપાસી જુઓ! ૧. સેવ કરેલી ફાઇલ શોધીને જોવી હોય તો ક્લોઝ કમાન્ડ પસંદ કરો ન્યૂ કમાન્ડ પસંદ કરો સેવ કમાન્ડ પસંદ કરો ઓપન...
ડોક્ટર, આ મારો દીકરો યશ છે. એ આઠમા ધોરણમાં ભણે છે. અમે અત્યારે તો એમને મોર્નિંગ સ્કૂલમાં રાખ્યો છે. હમણાંથી યશ આખો દિવસ ઇન્ટરનેટ ઉપર જ વીડિયો ગેમ્સ રમ્યા કરે છે. અમે લોકો એને જે કરવું હોય તે કરવા દઈએ છીએ. અમારા તરફથી પહેલેથી જ બધી છૂટ છે, પણ એક પ્રોબ્લેમ થયો છે અમે...
બ્લોગ એટલે શું એની જાણ એક મિત્ર દ્વારા થઈ ત્યારે આંખમાં વિસ્મય સહિતનું આશ્ચર્ય છલકાયું હતું. મોટી વયે કમ્પ્યુટર શીખી, ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશી એય ઓછું રોમાંચકારી નહોતું. બ્લોગ વિશ્વને તો ઓહોહોહો થઈ ગયું. બ્લોગ શરુ કરવાનુંયે મન થયું. એ મિત્રની મદદ તો ન મળી પણ...
ઓસ્સમ! યાદ કરો, છેલ્લે તમે ખરા દિલથી આ શબ્દ કે એનો ગમે તે પર્યાય ગુજરાતી કે હિન્દી કે ઊર્દૂ શબ્દ ક્યારે બોલી પડ્યા હતા? ‘બોલી પડ્યા હતા’ એમ કહેવું જ યોગ્ય ગણાય કેમ કે આ તો ખરાખરીનો, સાચ્ચેસાચ્ચો ઉદગારવાચક શબ્દ છે, એ બોલાય નહીં, એ તો દિલમાં ઊગે ને મોંને ખબર પડે ન પડે...
ઇન્ટરનેટ પર હવે તો કેટકેટલી જગ્યાએ આપણે ખાતાં ખોલાવીએ છીએ! જેટલી નવી સર્વિસ જાણીએ એટલી વાર નવું ખોલવવાનું અને દરેક જગ્યાએ નવો પાસવર્ડ યાદ રાખવાનો. યાદશક્તિની પછી હદ આવે કે નહીં? એક ભેજાબાજે એનો સરસ ઉપાય શોધી કાઢ્યો. એ દરેક સર્વિસમાં પાસવર્ડ રાખે છે Incorrect જ્યારે પણ...
જેની સ્થાપનાને હજી એક દાયકો પણ થયો ન હોય એ કંપની વિશ્વમાં સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી કંપની બને તેવી શક્યતા ઊભી થાય, એ કલ્પના પણ કેટલી રોમાંચક છે! આપણી દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે એનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. ફેસબુક વાસ્તવમાં, ઇન્ટરનેટ પર અત્યંત વિરાટ સ્વરૂપ ધારણ કરી...
બસ, મેગેઝિન પૂરું? બધાં પેજ વંચાઈ ગયાં? તો હવે સમય છે પેજીસ રિવાઇન્ડ કરવાનો. દરેક પેજ નીચે આપેલી લિંક જુઓ, આ લિંક્સ તમને ફોટોશેરિંગ માટેની જગપ્રસિદ્ધ સાઇટ ફ્લિકર પર લઈ જશે અને તમારી સમક્ષ ખૂલશે આપણા ભારત દેશના અનેકવિધ રંગ! ફોટોગ્રાફીનો તમને જરા સરખો પણ શોખ હશે તો...
જરા તમારો કોઠાર કે માળિયું તપાસી જુઓ. કેટલીય એવી ચીજવસ્તુઓ મળી આવશે જે તમે ક્યારેક કામ લાગશે એમ માનીને મૂકી રાખી હશે અને પછી એ ત્યાં ધૂળ ખાતી હશે. સતત અપગ્રેડ થતી ટેકનોલોજીના પ્રતાપે આઈટી વેસ્ટ હવે વધી રહ્યો છે. ત્યારે અહીં કેટલાક એવા ઉપાય આપ્યા છે જે અજમાવીને તમારી...
વાત સાવ નાની છે, ઘણી ખરી સર્વિસ પર તેનો સહેલો ઉપાય પણ છે. છતાં કેટલીક મહત્ત્વની સર્વિસમાં પાસવર્ડ રિસેટ કરવાની વિધિ અમુક ખાસ પ્રકારની માહિતી માગે છે, જે હાથવગી ન હોય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. આમ તો કમ્પ્યુટર અને ઇન્ટરનેટ બંનેની શોધ આપણી જિંદગી આસાન બનાવવા માટે થઈ છે,...
આગળ શું વાંચશો? ગમતાં ગીતો શોધો, ગૂગલ મ્યુઝિક ઈન્ડિયા પર જાણો તમામ ટીવી પ્રોગ્રામ્સનાં શિડ્યુલ તમે સીધેસીધું ગૂગલ.કોમ પર જઈને આતીફ અસલમ (કે પછી કે. એલ. સાયગલ, જેવી જેની પસંદ!) સર્ચ કરો તો રિઝલ્ટના લિસ્ટમાં પહેલવહેલી એન્ટ્રી જે તે ગાયક વિશેના વિકિપીડિયાના આર્ટિકલની...
માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે વધુ પાનાનું ડોક્યુમેન્ટ બનાવી રહ્યા હો, જેમાં શરુઆતમાં અનુક્રમ આપવાની જરુર હોય તો અહીં આપેલી પદ્ધતિ તમારું કામ અત્યંત સહેલું બનાવી શકે છે. કમ્પ્યુટર સાથે કામ કરતી વખતે બે સંભાવના હોય છે - કાં તો તમે કમ્પ્યુટરના બોસ બની જાઓ, અથવા એ તમારું બોસ...
ઘણી વાર થતું હશે, કોઈએ આપણને ઈ-મેઇલ દ્વારા કોઈ કામની ફાઈલ મોકલી, આપણે એ ડાઉનલોડ કરી અને તેને ઓપન કરવાનો પ્રયાસ કર્યો તો મેસેજ વાંચવા મળ્યો કે એ ફાઈલને ઓપન કરવા માટે જરુરી પ્રોગ્રામ તમારા કમ્પ્યુટરમાં નથી! આવી સ્થિતિમાં આપણી મદદે આવી શકે છે ફ્રી ઓપનર નામનો, નામ મુજબનો...
ફોટોએડિટિંગ એક ભારે મજાનો વિષય છે, એમાં ઊંડા ઊતરીને શીખો એટલું ઓછું. પણ, એટલો સમય કે ધીરજ તમારી પાસે ન હોય તો એક વેબસર્વિસની મદદથી તમે ફટાફટ ફોટોગ્રાફને ક્રોપ કે રીસાઇઝ કરીને ફેસબુકનું કવર સજાવી શકો છો! આગળ શું વાંચશો? પિકસલ એટલે શું? તહેવારના દિવસોમાં પરિવાર કે...
ભલે તમે વર્ષોથી ફાયરફોક્સનો તમારા ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે ઉપયોગ કરી રહ્યા હો, તેની કેટલીક ખૂબીઓ હજી પણ તમારી નજર બહાર રહી હોય એવું બની શકે છે! તમારું ફેવરિટ વેબ બ્રાઉઝર કયું? જવાબ ફાયરફોક્સ મોઝિલા હોવાની શક્યતા ઘણી છે, કેમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરને ફાયરફોક્સે જેટલી...
યુટયૂબ પર વીડિયો માણતી વખતે, બફરિંગ ત્રાસ આપે છે? તો એનો ઉપાય છે - આપણા માટે બિનજરુરી એવી યુટ્યૂબની ઘણી સુવિધાઓ જતી કરીને આપણે વધુ ઝડપથી વીડિયો લોડ થાય એવી સગવડ કરી શકીએ છીએ. યુટ્યૂબ પર વીડિયો જોવાનો તમારો અનુભવ કેવો રહે છે? મોટા ભાગે જવાબમાં જબરજસ્ત વિરોધાભાસ હશે -...
વિવિધ ભાષાઓમાં વિશ્વના અદભુત જ્ઞાનકોશનું સ્વરુપ લઈ ચૂકેલા વિકિપીડિયાની ગુજરાતી આવૃત્તિ પણ ધીમે ધીમે વેગ પકડી રહી છે. મર્યાદાઓ અને પડકારો ઘણા બધા છે, પણ ગુજરાતીઓ આગળ આવશે તો જ તેના ઉપાયો થઈ શકશે. આ વિશે વિગતવાર વાત કરે છે કમ્પ્યુટર એન્જિનીયરિંગના વિદ્યાર્થી અને...
વિકિપીડિયા વિશે થોડું ઘણું તો આપણે સૌ જાણીએ છીએ, તેનો વધુ લાભ લેતાં શીખીએ અને તેની સાથે વિકસી રહેલા કેટલાક પ્રોજેક્ટ્સ વિશે પણ જાણીએ! આગળ શું વાંચશો? વિકિપીડિયા વિકિપીડિયાનો આરંભ કઈ રીતે થયો? વિકશનરી વિકિક્વોટ વિકિપીડિયામાં લખું બધું જ સાચું માની શકાય? વિકિબુક્સ...
આખા ઇન્ટરનેટ પર જેટલી માહિતી છે એની કાગળ પર પ્રિન્ટ આઉટ કાઢીએ તો એ કેટલા વિસ્તારમાં પથરાય? આ ઇન્ટરનેટ, આમ સાઇઝની રીતે જોવા જઈએ તો કેટલુંક મોટું હશે? કંઈ અંદાજ આવે છે? લગભગ તો, આપણે આવો સવાલ થાય નહીં અને થાય તો થોડો સમય માથુ ખંજવાળી, કેટલા દેશ અને દરેકમાંની ઇન્ટરનેટ પર...
સૃષ્ટિના અંતની કલ્પનાઓ અનંતકાળથી ચાલી આવે છે, પણ ઢ૨ઊં કમ્પ્યુટર-સૃષ્ટિના અંતની ભયંકર શક્યતા હતી. યાંત્રિક બુદ્ધિ ધરાવતાં કમ્પ્યુટરમાં વર્ષ ૧૯ પછીના બે આંકડામાં વ્યક્ત થતું હતું. એટલે ૩૧ ડિસેમ્બર, ૧૯૯૯ પછીના દિવસે વર્ષ ૨૦૦૦ બેસે ત્યારે કમ્પ્યુટર તેને ૧૯૦૦ ગણી લે એવી...
‘પૃથ્વી જ સૃષ્ટિનું કેન્દ્ર છે’, ‘સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે’ એવા સદીઓ જૂના ભ્રમ ખગોળના વિકાસ પછી તૂટ્યા. પરંતુ બ્રહ્માંડનો મોટા ભાગનો તારાસમૂહ આપણી દૂધગંગામાં આવેલો છે, એવું છેક વીસમી સદી સુધી મનાતું હતું, પરંતુ ખગોળમાં પીએચ.ડી. મેળવનાર એડવિન હબલે ૧૦૦ ઇંચના...
બ્રિટનના શાહી નૌકાદળનું સર્વેક્ષણ જહાજ એચએમએસ બીગલ ઇંગ્લેન્ડના પ્લીમથ બંદરેથી નીકળ્યું. તેના કાફલામાં યુવાન જીવશાસ્ત્રી ચાર્લ્સ ડાર્વિન પણ હતા. દક્ષિણ અમેરિકાના વણખેડાયેલા દરિયાકાંઠે અજાણી સૃષ્ટિનો અભ્યાસ કરવાની આ ખેપ હતી. પાંચ વર્ષ લાંબી બીગલયાત્રા ડાર્વિનના ભવિષ્ય...
માનવશરીરમાં જનીનનું છે એવું સ્થાન ઇલેક્ટ્રોનિક્સમાં ટ્રાન્ઝિસ્ટરનું ગણી શકાય, પરંતુ બેલ લેબોરેટરીઝના સંશોધકોએ આ દિવસે પહેલી વાર ટ્રાન્ઝિસ્ટરનો ડેમો આપ્યો, ત્યારે તેમને અંદાજ નહીં હોય કે તેમણે ‘વીસમી સદીની સૌથી અગત્યની શોધ’ કરી છે. ટ્રાન્ઝિસ્ટર - યુગ પહેલાં વપરાતી...
ઇતિહાસમાં ‘જો’ અને ‘તો’નો અર્થ નથી. છતાં કેટલીક કલ્પનાઓ અદમ્ય હોય છે. જેમ કે જાપાને બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના પર્લ હાર્બર પર હવાઈ હુમલો ન કર્યો હોત, તો અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં દાખલ થાત? અને ચાર વર્ષ પછી જાપાન પર બે અણુબોમ્બ ઝીંકાયા હોત? જાપાની બોમ્બર અને લડાકુ...
વિશ્વમાં જ્ઞાન અસીમ છે. આપણે જેટલું જાણતા હોઈએ છીએ, તેના કરતાં જેટલું જાણતા નથી એનું પ્રમાણ બહુ વધુ હોય છે અને આ બંને કરતાં, જે આપણે જાણતા પણ નથી કે આપણા જાણતા નથી, એનું પ્રમાણ તો જબરજસ્ત વધુ હોય છે! બહુ અટપટું વાક્ય થઈ ગયું, પણ હકીકત એ છે કે વિકિપીડિયાને પ્રતાપે હવે...
મેગેઝિન આખેઆખું વંચાઈ ગયું? તો પેજીસ કરો રિવાઇન્ડ અને નીકળી પડો વધુ એક રોમાંચક સફર પર! આ અંકનાં કેટલાંક પાને નીચે જે છૂટાછવાયા પ્રશ્નો કે સૂચનો આપ્યાં છે એમાં જો આપનું ધ્યાન ખેંચાયું હોય કે એ બાબતોમાં આપને રસ પડ્યો હોય તો એ બધી જ વાતો અને તેનાથી વધુ કેટલીય જાતની...
ઈન્ફર્મેશન ટેકનોલોજી આપણા રોજિંદા જીવનમાં કેવી ઘૂસણખોરી કરી રહી છે તેના આ સાક્ષાત નમૂના. જે લોકોને અડધી રાત્રે પાણી પીવા ઊઠો તોય કમ્પ્યુટર ઓન કરીને પોતાનું મેઈલબોક્સ ચેક્સ કરી લેવાનું કે ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરી લેવાની ચટપટી થાય છે. કદાચ એ લોકો માટે જ બનાવાયા હશે આ...
તમે એન્ડ્રોઇડ ફોન નવો નવો લીધો હોય કે લેવાનો વિચાર કરતા હો તો અહીં આપેલો પ્રાથમિક પરિચય ખાસ કામ લાગશે આગળ શું વાંચશો? આ એન્ડ્રોઈડ એક્ઝેટલી શું છે? હોમસ્ક્રીન વિજેટ્સ એન્ડ્રોઈડ અને ગૂગલ એકાઉન્ટ નોટિફિકેશન શટર ટાસ્ક મેનેજર કોલ લોગ્સ કરામતી કીબોર્ડ ઓકે, તો તમે પણ સ્માર્ટ...
આગળ શું વાંચશો? કોણ પહેલાં નીચે પડે? હાથી કે પીછું? સોલર સેલ કેવી રીતે કામ કરે છે? માણો મૂન કેલેન્ડર એક શરીરમાં સમાયેલી અપાર વિવિધતા ફેલિક્સ સાથે યુટ્યૂબની છલાંગ કોણ પહેલાં નીચે પડે? હાથી કે પીછું? એક બહુમાળી ઇમારતની અગાશીએથી એક હાથી અને એક પીછાને એક સરખી ઊંચાઈએથી, એક...
ઇન્ટરનેટ પર રેલવે બુકિંગ વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યું છે ત્યારે એક કદમ આગળ વધીને ભારતીય રેલવેએ યાત્રીઓ વિવિધ ટ્રેનનું લાઇવ સ્ટેટસ જાણી શકે એવી સુવિધા વિકસાવી છે. આગળ શું વાંચશો? રેલરડાર સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરશો? ટ્રેનનું લાઈવ સ્ટેટસ જુઓ આ રીતે... પ્લેનનો લાઈવ...
આજના સમયમાં ઇ-મેઈલ આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો છે ત્યારે આવો જાણીએ, આપણે તેનો વધુમાં વધુ લાભ કઈ રીતે લઈ શકીએ. શરૂઆત કરીએ જીમેઈલથી. આગળ શું વાંચશો? જીમેઈલની શરુઆત થઈ આ રીતે જીમેઈલ સાથે પ્રારંભિક ઓળખાણ જનરલ સેટિંગ્સ મેઈલ લખો ગુજરાતીમાં કામ આસાન બનાવતા શોર્ટકટ્સ લેબલ્સનો...
આજે પલકવારમાં દુનિયાના બીજા છેડે બેઠેલી વ્યક્તિ સાથે આપણે લિખિત સંદેશાની આપલે કરી શકીએ છે, પણ આ શક્ય બન્યું છે હજારો વર્ષથી ચાલતી, સતત વિકસતી રહેલી માનવીની મથામણમાંથી. ઇ-મેઇલની શોધને ૪૦ વર્ષ થયાં, એને સંદર્ભ તરીકે રાખીને આપણે સંદેશાવ્યવહારનાં મૂળિયાં તપાસીએ. ગયા...
‘‘દરેકની ચોક્કસ મર્યાદા હોય છે – પણ દરેક વ્યક્તિ એ સ્વીકારી લેતી નથી.’’ ‘‘આજ સુધી જેનાથી ડરતાં શીખવવામાં આવ્યું છે, તેને પ્રેમ કરતાં શીખો…’’ આ બે વાક્યો એવી વ્યક્તિનાં છે જેણે સાબિત કર્યું કે ડર કે આગે જીત હૈ!
આગળ શું વાચશો મુક્ત ઇન્ટરનેટનો અંત આવશે? એચપી કરતાં લિનોવો આગળ તમારી આંખ એ જ તમારો પાસવર્ડ! મુક્ત ઇન્ટરનેટનો અંત આવશે? ઇન્ટરનેટ પર અંકુશ હોવો જોઈએ કે નહીં એ ચર્ચા લાંબા સમયથી ચાલે છે, ભારત જેવા કેટલાક દેશો ઇન્ટરનેટના સ્વતંત્ર મિજાજ સામે વારંવાર વિરોધ નોંધાવીને સંતોષ...
આદિકાળમાં માનવજાતિ કેવી રીતે ઉદભવી તેનો અભ્યાસ કરતા એક નિષ્ણાત ડોન જોહ્નસન અને તેમના વિદ્યાાર્થી ટોમ ગ્રે ઇથિયોપિયામાં માનવની ઉત્પત્તિના પુરાવા શોધી રહ્યા હતા, એ દરમિયાન હાથના અસ્થિના એક ટુકડા પર તેમની નજર પડી. તેની સાથે પાંસળી, પગ, ખોપરી વગેરેના ટુકડા પણ મળ્યા, જે...
આ બ્રહ્માંડમાં આપણા કોઈ પડોશી છે? યુગોથી માનવજાતને આ પ્રશ્ન સતાવતો રહ્યો છે. ‘કોઈ મિલ ગયા’ ફિલ્મમાં જેમ વિજ્ઞાની રાકેશ રોશન પરગ્રહવાસીઓને સિગ્નલ મોકલીને તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે, કંઈક એવી જ રીતે જગતભરના સંખ્યાબંધ વિજ્ઞાનીઓ અને વિજ્ઞાનસંસ્થાઓ વિવિધ...
જોહ્ન એમ્બ્રોસ ફ્લેમિંગ નામના બ્રિટિશ એન્જિનીયરે જગતની પહેલી વેક્યુમ ટ્યૂબ બનાવી અને તેના પેટન્ટ મેળવ્યા. આગળ જતાં, ફ્લેમિંગે પોતાની શોધ માટે જે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો એ તો પહેલેથી જાણીતી હતી (થોમસ એડિસને પણ તેના પ્રયોગો કર્યા હતા) એવા ચુકાદા સાથે સર્વોચ્ચ અદાલતે...
આલ્બર્ટ આઇન્સ્ટાઇને રેફ્રિજરેટર બનાવવાની દિશામાં પણ પોતાનું મગજ દોડાવ્યું હશે એ કલ્પના મુશ્કેલ લાગે છે, પણ છે હકીકત અને જેવું તેવું વિચારે એ આઇન્સ્ટાઇન નહીં. વીસમી સદીના આ સૌથી જાણીતા ભૌતિકશાસ્ત્રીએ એક અણુવિજ્ઞાનીના સાથમાં વીજળી વિના ચાલતા રેફ્રિજરેટર માટે અમેરિકન...
અમેરિકાના પેનસિલ્વેનિયાની યુનિવર્સિટીમાં, એક સિક્યુરિટી સેમિનાર દરમિયાન, દક્ષિણ કેલિફોર્નિયાની યુનિવર્સિટીના ફ્રેડ કોહેન નામના એક વિદ્યાર્થીએ એક કમ્પ્યુટર કોડનું નિદર્શન આપ્યું, એ સાથે અત્યારે આખી દુનિયાનાં કમ્પ્યુટર્સને તાવ લાવતા વાઇરસનો જન્મ થયો. ફ્રેડ કોહેને એક...
સમયના વહેણ સાથે કમ્યુનિકેશન વધુ ને વધુ ઝડપી અને સરળ બનતું જાય છે, પણ એની સાથે શબ્દોની અસર અને ઊંડાણ વધે છે ખરાં? આજે જાણીએ વિશ્વની વિવિધ સંસ્કૃતિઓની કહેવતોમાં જોવા મળતી શબ્દોનો તાગ પામવાની મથામણ... "હૃદયમાંથી નીકળેલા શબ્દો હૃદય સુધી પહોંચે છે, મોંમાંથી નીકળેલા શબ્દો...
ઈ-મેઇલની સુવિધા આપણા રોજિંદા કામકાજમાં એટલી હદે વણાઈ ગઈ છે કે હાથેથી પત્રો લખવાની વાત જ ભૂલાવા લાગી છે, તો કબૂતર કે ઘોડેસવારો દ્વારા સંદેશા મોકલવાનો જમાનો તો કેટલો દૂરનો લાગે! આ અંકમાં ઈ-મેઇલ પહેલાંનો સંદેશવ્યવહાર અને ઈ-મેઇલ આવ્યા પછી તેનો મહત્તમ લાભ લેવાની વાત, એ...
કહેવાય છે કે માણસનો ચહેરો એના મનનો અરીસો હોય છે. જે મનમાં હોય એ ચહેરા પર દેખાઈ આવે. એ રીતે, રસ્તે જતાં નજરે પડતાં સાઇનબોર્ડ આપણા સમાજનો અરીસો હોય છે. અહીં આપેલાં આવાં કેટલાંક સાઇનબોર્ડ પર નજર દોડાવો. ગમે તો દુનિયાભરનાં આવાં બોર્ડનો ખજાનો ખોલી શકો છો આ સાઇટ પર...
મેગેઝિન પૂરું? બધાં પેજ વંચાઈ ગયાં? તો હવે સમય છે પેજીસ રિવાઇન્ડ કરવાનો. દરેક પેજ નીચે આપેલા સવાલો વાંચો. ઘણા ખરા સાવ બેઝિક સવાલો છે, જેમ કે દરિયો ખારો કેમ છે? તમને એના જવાબો કદાચ ખબર પણ હશે, પણ તમે દિલથી વિચારજો - દરેક સવાલના તમને સાવ સાચા જવાબ આવડે છે? આવો સવાલ...
કીબોર્ડ પર સૌથી પહેલાં નજરે ચઢતી, છતાં સામાન્ય રીતે ઓછા ઉપયોગમાં લેવાતી ફંક્શન કીની ખૂબીઓ તપાસીએ... કમ્પ્યુટર પર કામ કરવાનું થાય એટલે આપણી આંગળી સૌથી પહેલાં પહોંચે સીપીયુના સ્ટાર્ટ બટન પર અને ત્યાંથી પહોંચે કીબોર્ડ પર. હવે આ કીબોર્ટ પર F1થી શરુ કરીને છેક F12 સુધીની...
એક્સેલમાં જો આ કામ ઓટોમેટિક થતું હોય એને માટે નવેસરથી ડેટા નાખવાની મજૂરી શા માટે કરવી? જોતમે એક્સેલનો વારંવાર ઉપયોગ કરતા હો ક્યારેક એવી સ્થિતિ આવી હશે કે તમે રો અને કોલમમાં જે ડેટા મૂક્યો હોય તેને ઇન્ટરચેન્જ કરવાની જરુર લાગે. સાદું ઉદાહરણ લઈએ, તો ધારો કે તમે રોમાં...
ક્યારેય ઇમેજ સ્વરુપે રહેલા લખાણને એડિટ થઈ શકે એવા સ્વરૂપમાં ફેરવવાની જરુર ઊભી થઈ છે? આ કામ હવે તમે સહેલાઈથી કરી શકો છો. ઇંગ્લિશમાં એક જાણીતી કહેવત છે, ‘ઇગ્નોરન્સ ઇઝ બ્લીસ!’ અજ્ઞાનતા આશીર્વાદ છે! આમ તો ‘તમે કશુંક જાણતા જ ન હોત તો એ વાત તમને દુ:ખ પહોંચાડી ન શકે’ એવા...
સાવ અજાણ્યા નહીં, પણ થોડા પરિચિત એવા કોઈ તરફથી વારંવાર આવતા મેઇલથી કંટાળી ગયા છો? એ વ્યક્તિના ભવિષ્યના બધા મેઇલ સીધા ડિલીટ થાય એવું ફિલ્ટર તમે સેટ કરી શકો છો. પણ યાદ રહે, ફિલ્ટરના બીજા પણ અનેક ઉપયોગ છે! આગળ શું વાંચશો? જીમેઈલમાં ફિલ્ટર કેવી રીતે કરશો? થોડા સમય પહેલાં...
તમે ક્યારેય બાળકો સાથે એમનાં રમકડાં જાતે બનાવીને પછી રમવાની મજા માણી છે? ‘આઇડિયા અચ્છા હૈ’ એવું તું હોય તો તમે એક હજારથી વધુ આઇડિયા આપે છે અને વીડિયોની મદદથી સમજાવે છે આ મસ્ત વીડિયો બ્લોગ... હવે તો મૂળ મેળાની મજા જ ઓસરવા લાગી છે એટલે એમાં જોવા મળતાં દેશી રમકડાંની...
તમે કમ્પ્યુટરનો નવો નવો ઉપયોગ શરુ કર્યો હોય કે વર્ષોથી એના પર કામ કરી રહ્યા હો, જો કમ્પ્યુટર તમારા કામનો મુખ્ય ભાગ ન હોય એવું બની શકે છે કે કમ્પ્યુટરની ઘણી ખામીઓ અને ખૂબીઓથી તમે અજાણ હો. આવું થવું સ્વાભાવિક પણ છે કેમ કે તમારું મુખ્ય ધ્યાન તો કમ્પ્યુટર પાસેથી તમારે...
ઇન્ટરનેટ પર આપણી માહિતી સલામત નથી એ તો આપણે જાણીએ છીએ, પણ આ સલામતી કેટલી વ્યાપક છે એ બતાવે છે આ ઇન્ફોગ્રાફિક ઇન્ટરનેટ પર તમે ગૂગલની અલગ અલગ સર્વિસનો ઉપયોગ કરો કે ફેસબુકમાં મિત્રો સાથે સંપર્ક રહો કે જુદી જુદી વેબસર્વિસ તેનો લાભ લો ત્યારે ઘણું ખરું સૌથી પહેલું પગલું હોય...
આપણે ઈ-મેઇલ લખ્યો અને મેઇલ મેળવનારે વાંચ્યો - વાત ફક્ત આટલી ટૂંકી છે, પણ આ બે તબક્કા વચ્ચે શું થાય છે? તમે તમારા કમ્પ્યુટરમાંનો આઉલૂક કે મોઝિલા થંડરબર્ડ જેવો કોઈ ઈ-મેઇલ પ્રોગ્રામ ખોલ્યો અથવા સીધા ઇન્ટરનેટ પર જઈને યાહૂ કે જીમેઇલમાં લોગ-ઇન થયા, કમ્પોઝ મેઇલ પર ક્લિક કરી,...
મોબાઇલનો વપરાશ સખત વધી રહ્યો છે અને સામે તેના આધાર સમા સ્પેક્ટ્રમની ઉપલબ્ધિ સતત ઘટતી જાય છે - અમેરિકાની સ્થિતિ દર્શાવતં આ બે ઇન્ફોગ્રાફિક આવી રહેલા સમયનો ચિતાર આપે છે. આ બધું ક્યાં જઈને અટકશે? મોંઘવારી અને ભ્રષ્ટાચારના આંકડા સતત વધતા જોઈને લોકો આવા નિસાસા નાખે એ તો...
આવી ગયો છે આઇફોન-ફાઇવ એપલના દાવા પ્રમાણે, આઇફોન પછી આઇફોનમાં બનેલી સૌથી ઘટના એટલે આઇફોન-ફાઇવ. વધુ પાતળી, વધુ હળવી ડિઝાઇન. ૪-ઇંચનો રેટિના ડિસ્પ્લે, અલ્ટ્રાફાસ્ટ વાયરલેસ, ફોનનું પરર્ફોર્મન્સ અને ગ્રાફિકસને લગભગ બમણી સ્પીડ આપતી એ-સિક્સ ચીપ, પેનોરમા ફોટોગ્રાફીની સગવડ આપતો...
વાતચીત ઇન્ટરનેટના માધ્યમથી થતી હોવાથી તેની ગુણવત્તાનો આધાર તમારા કમ્પ્યુટરની ક્ષમતા, ઇન્ટરનેટ કનેક્શન વગેરે પર આધારિત રહે છે, જીમેઇલમાં તમે વીડિયો ચેટનો લાભ લેતા હો તો તમારા માટે આનંદના સમાચાર એ છે. ગૂગલ પ્લસની લેટેસ્ટ ટેક્નોલોજીવાળી હેન્ગઆઉટ સર્વિસ હવે જીમેઇલમાં આવી...
વિશ્વભરનું જ્ઞાન સહિયારી શક્તિથી સૌને તદ્દન સુલભ બનાવી દેનાર વિકિપીડિયાએ હવે વિશ્વના સાંસ્કૃતિક વારસાને પણ જાળવી લેવાનું અભિયાન આદર્યું છે. વર્ષ ૨૦૧૦માં વિકિપીડિયાએ વિવિધ પાર્ટનર્સના સહયોગમાં ‘વિકિ લવ્ઝ મોન્યુમેન્ટ્સ’ નામે એક સ્પર્ધાની શરુઆત કરી. પહેલવહેલી આ સ્પર્ધા...
ઉરુગ્વેની ફૂટબોલ ટીમને ચીલીના પાટનગર સાન્તિઆગો લઈ જતું ફેરચાઇલ્ડ એફએચ-૨૨૭ વિમાન એન્ડીઝ પર્વતમાળાઓમાં તૂટી પડ્યું, એ સાથે જ શરૂ થયો એક એવો સિલસિલો, જે માનવ સભ્યતાના ઇતિહાસમાં વિશિષ્ટ કારણોસર યાદગાર બની રહેવાનો હતો. કેમ કે, અકસ્માતમાંથી બચી ગયેલા લોકોએ જીવન ટકાવી રાખવા...
એક ખાનગી કંપનીની પેટન્ટ ઓફિસમાં નોકરી કરતા અમેરિકન સંશોધક ચેસ્ટર કાર્લસનને દસ્તાવેજોની નકલનું કામ ભારે કૂથાભરેલું લાગતું હતું. બીજાના દસ્તાવેજોની નકલ માટે કાર્બન પેપર કામ ન લાગે, એટલે લાંબી મગજમારી પછી તેણે સલ્ફરનું આવરણ ધરાવતી ઝિન્કની પ્લેટ તૈયાર કરી. તેની પર...
અંધજનોને લખવાની સરળતા પડે એ માટેના પ્રયાસમાં બ્રિટનના રાલ્ફ વેજવૂડે અનાયાસે કાર્બન પેપરની શોધ કરી અને આ દિવસે તેના પેટન્ટ મેળવ્યા. તેણે તૈયાર કરેલું ‘સ્ટાઇલોગ્રાફિક મેનિફોલ્ડ રાઇટર’ હકીકતે ટિશ્યુપેપરનો મોટો ચોપડો હતો. તેની પર રહેલી, લીટીના માપની આડી દોરીઓને લીધે,...
ફિલ્મની પટ્ટી પર દૃશ્યોની સાથોસાથ ધ્વનિના રેકોર્ડિંગની શરૂઆત ૧૯૨૦ના દાયકામાં થઈ ચૂકી હતી. તેની સમાંતરે, સાઉન્ડ-ઓન-ડિસ્ક તરીકે ઓળખાતી પદ્ધતિ પણ ચલણમાં હતી. તેમાં અલગ અલગ રીતે રેકોર્ડ થયેલાં દૃશ્યો અને ગીત-સંગીત વચ્ચે યાંત્રિક રીતે તાલમેળ બેસાડવામાં આવતો હતો. અલબત્ત, આ...
આજે કમ્પ્યુટર વિનાની જિંદગીની કલ્પના મુશ્કેલ છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે આ ક્ષેત્રના કેટલાક દિગ્ગજો પણ કમ્પ્યુટરની ક્ષમતા પારખવામાં થાપ ખાઈ ગયા હતા, તો કેટલાક સચોટ ભવિષ્ય પણ ભાખી શક્યા. આવાં કેટલાંક જાણીતાં અને પાછળથી જેમની ખરાઈ વિશે વિવાદો પણ થયા એવાં અવતરણો,...
તમારા કમ્પ્યુટરમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે - વિન્ડોઝ એક્સપી કે વિન્ડોઝ-૭? જવાબમાં બે શક્યતા છે, કાં તો તમે માથું ખંજવાળશો અથવા કહેશો કે હવે તો વિન્ડોઝ-૮ની વાત કરો! કમ્પ્યુટરનો ઉપયોગ કરતા લોકો આ બે અંતિમ છેડામાં વહેંચાયેલા છે, એક જે નવો નવો પરિચય કેળવી રહ્યા છે અને બીજા...
ગયા મહિને, થેન્ક્સ ટુ ઓલિમ્પિક, એક ખેલાડીનું સરસ અવતરણ વાંચવા મળ્યું, "જીતવા માટે જીતવાની તમન્ના હોવી પૂરતી નથી. એ તો બધામાં હોય છે. જીતવા માટે પરસેવો પાડવાની તૈયારી જેનામાં હોય, અંતે એ જીતે છે. વાત રમતગમતના સંદર્ભે છે એટલે એમાં પરસેવો પાડવાની વાત છે. આપણા રોજબરોજના...
તમારા પરિવારના ફોટોગ્રાફ કે તમારા બિઝનેસનો અત્યંત મહત્ત્વનો ડેટા તમારે વર્ષોવર્ષ સાચવી રાખવો હોય તો કયા મીડિયા પર ભરોસો મૂકી શકાય તેમ છે? જુદા જુદા મીડિયાની રસપ્રદ સરખામણી કરે છે આ ઇન્ફોગ્રાફિક. આગળ શું વાંચશો? કમ્પ્યુટર મીડિયા ઓડિયો મીડિયા વીડિયો મીડિયા ફોટો મીડિયા...
જીમેઇલના સતત મજબૂત થતા ગઢમાં ગાબડાં પાડવા દેખીતા ઇરાદા સાથે, માઇક્રોસોફ્ટ કંપનીએ સૌથી જૂની વેબમેઇલ સર્વિસમાંની એક હોટમેઇલને હવે આઉટલૂક.કોમ નામે નવા સ્વરુપે રજૂ કરી છે. આ વખતે યુદ્ધ જામવાની શક્યતા છે! ઇન્ટરનેટના શરુઆતના સમયથી જો તમે તેનો લાભ લેવાનું શરૂ કર્યું હશે તો...
આપણે ભલે એમ માનતા હોઈએ કે ફેસબુકને સૌથી મોટી હરીફાઈ ગૂગલ પ્લસ તરફથી હશે (ફેસબુકમાં જીપ્લસ જેવાં ફીચર્સ સતત ઉમેરાતાં હોવાથી આ ધારણાને બળ પણ મળે છે), પણ હકીકત એ છે કે જાપાનમાં શરૂ થયેલી એક એપ્લિકેશન ફેસબુક કરતાંય વધુ ઝડપથી લોકપ્રિય બની રહી છે! આગળ શું વાંચશો? લાઈનનો...
પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા પછી ઇન્ટરનેટ પર ભારતવિરોધી તત્ત્વો સક્રિય થતાં, વધુ એક વાર ભારત સરકાર અને સોશિયલ મીડિયા વચ્ચેનો તણાવ સપાટી પર આવી ગયો. સવાલ એ છે કે ઇન્ટરનેટ પર અંકુશ શક્ય છે ખરો? ગયા મહિને પૂર્વોત્તર ભારતમાં થયેલાં તોફાનોનો લાભ લેવા માટે ભારતવિરોધી તત્ત્વોએ...
પીળા રંગના ગોળમટોળ હસમુખા સ્માઇલીનું પ્રતીક બહુ જાણીતું અને લોકપ્રિય છે, પણ તેને કી-બોર્ડની મદદથી અભિવ્યક્ત કરવાનું પહેલવહેલું સ્કોટ ફાલમેનને સૂઝ્યું. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ફાલમેને ટાઇપ કરેલા એક સંદેશામાં પહેલી વાર રમૂજ માટે :-) અને રમૂજ ન હોય તેના માટે :-( વાપરવાનું...
ઇન્ટરનેટનો આરંભ અમેરિકાના સંરક્ષણ વિભાગની પહેલથી થયો હોવાથી, ઘણા સમય સુધી અમેરિકાની સરકાર તેની કર્તાહર્તા હતી. છેક ૧૯૯૮માં બિનસરકારી, બિનવ્યાવસાયિક એવી ICANN સંસ્થા અસ્તિત્વમાં આવી. ‘ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર એસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ’- એવું આખું નામ ધરાવતી ICANN...
‘યુનિસેફ’ તરફથી મળેલા ૨૦ હજાર ડોલર અને ‘ફિલિપ્સ’ કંપનીના ૧૮૦ ટીવી સેટની મદદથી દિલ્હીના દૂરદર્શન કેન્દ્રની શરુઆત થઈ અને ભારત ટીવી યુગમાં પ્રવેશ્યું. લગભગ બે દાયકા સુધી એકના એક ટીવીકેન્દ્ર પરથી સરકારી ઢબના, નાગરિકજાગૃતિ અને શૈક્ષણિક બાબતોને લગતા કાર્યક્રમો આવતા રહ્યા....
ડિજિટલ અને મોબાઇલ કેમેરાના જમાનમાં ફોટોગ્રાફીની જરાય નવાઈ ન લાગે, પણ સવાસો વર્ષ પહેલાંના યુગમાં તસવીરો ખેંચવાનું કામ ભારે કડાકૂટિયું હતું. એ વખતે ઈસ્ટમેને જુદા જુદા પ્રયોગો કરીને છેવટે પ્લેટને બદલે વીંટો વાળી શકાય એવી ફિલ્મ (રોલ) અને તેને સમાવતો કેમેરા તૈયાર કર્યો અને...
જર્મન સરમુખત્યાર હિટલરના નાઝી સૈન્યે પાડોશી દેશ પોલેન્ડ પર ચઢાઈ કરી, એ સાથે જ માનવ ઇતિહાસના સૌથી વિનાશક યુદ્ધનાં મંડાણ થયાં. એક તરફ બ્રિટન અને ‘મિત્રરાષ્ટ્રો’, તો બીજી તરફ જર્મની, ઇટાલી તથા જાપાન- એવી બે છાવણીઓમાં અમેરિકા ‘તટસ્થ’ હતું, પણ જાપાને પર્લ હાર્બર પર હવાઈ...
માત્ર સોશિયલ મીડિયા જ નહીં, આખેઆખું ઇન્ટરનેટ બેધારી તલવાર છે એ આસામમાં હિંસા પછી બનેલા ઘટનાક્રમોએ ફરી એક વાર સાબિત કરી દીધું છે. અતિ સર્વત્ર વર્જ્યેત એ ન્યાયે અતિ સ્વતંત્રતા પણ સારી નથી, પણ જો ઇન્ટરનેટની કાળી બાજુને ઉજળી કરવી એ આપણા હાથની વાત ન હોય તો ઉજળી બાજુને વધુ...
મેગેઝિનના છેલ્લે પાને પહોંચી ગયા? તો હવે સમય આવી ગયો છે આખા મેગેઝિનનાં બધાં પાનાં ફરી ઉથલાવી જોવાનો! દરેક અંકની જેમ આ અંકનાં મોટા ભાગનાં પેજ પર નીચે તમને એક-એક વેબએડ્રેસ જોવા મળશે. આ બધાં એડ્રેસ ઇન્ટરનેટ પર ઓનલાઇન ફોટોએડિટિંગની સગવડ આપતી વિવિધ સાઇટ્સનાં છે. આ...
તુલસી ઈસ સંસાર મેં, ભાત ભાત કે લોગ... સદીઓ પહેલાં કહેવાયેલી આ વાત આજના જમાનામાં લોકોનાં ટી-શર્ટ જોઈને પણ બરાબર સમજાય છે. અહીં આપેલા ટી-શર્ટ અસલી હોય કે ફોટોશોપની મદદથી બનાવેલાં, અંતે તો એ લોકોનાં દિમાગ કેવાં ને કેવી કેવી દિશામાં દોડે છે એ બતાવે છે. ટેલિકોમ કંપની હોય,...
પોતાનામાં ખરેખર જેટલી માનસિક, શારીરિક શક્તિ હોય તે મુજબ વાસ્તવિક ધ્યેયો મેળવાય તો ચોક્કસ સફળતા મળે. પ્રોફેસર પ્રિયાબહેનનું નિદાન ડિપ્રેશનના દર્દી તરીકે થયું છે. તેઓ જ્યારે મારા ક્લિનિકમાં આવ્યાં ત્યારે એ સમજ સાથે જ આવ્યાં હતાં કે મને હતાશાની બીમારી છે. છતાં પણ કેટલીક...
કમ્પ્યુટર સાથે તમારો તાજોતાજો પરિચય થયો છે? બધું બહુ અટપટું ને ગૂંચવણભર્યું લાગે છે? નો પ્રોબ્લેમ! તમારી બધી ગૂંચવણો તો એકસાથે દૂર નહીં થઈ શકે, પણ અહીં કેટલીક પાયાની વાત આપી છે, જે તમને ઉપયોગી થશે. આગળ શું વાંચશો? ફાઈલ કે વેબપેજમાંના શબ્દો સહેલાઈથી શોધી શકાય આ રીતે......
સીડી-ડીવીડીનો ઉપયોગ હવે તદ્દન સામાન્ય થઈ પડ્યો છે, પણ તેના વિવિધ પ્રકાર વિશે સામાન્ય રીતે સૌને ઓછી જાણકારી હોય છે. અહીં આપી છે આવી કેટલીક પાયાની માહિતી... આગળ શું વાંચશો? સીડી-આર (કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડર) સીડી-આરડબલ્યુ (કોમ્પેક્ટ ડિસ્ક રિરાઈટેબલ) ડીવીડી+/ આર (ડિજિટલ...
ઇન્ટરનેટ પર ફેસબુક જેવી કેટલીય સાઇટ્સ આપણા જીવનનો એક ભાગ બની ગઈ છે ત્યારે, આ સાઇટ્સ પરનાં તમારાં એકાઉન્ટ્સ હેકર્સથી સલામત કઈ રીતે રાખવાં એ જાણવું પણ જરુરી છે. આગળ શું વાંચશો? સોશિયલ એન્જિનિયરિંગ Key Loggers (કી-લોગર્સ) ફિશિંગ પ્રિય વાચકમિત્રો, ટાઇટલ વાંચીને મજા આવી ગઈ...
ઇંગ્લિશમાં કાચા હોવું એમાં શરમાવા જેવું નથી, શરમ તો એ વાતની કે ખામી જાણવા છતાં એને સુધારવા આપણે પ્રયત્ન ન કરીએ. અહીં એક એવા સોફ્ટવેરની વાત છે, જે તમારું ઇંગ્લિશ પાવરફુલ બનાવવામાં મદદ કરી શકે છે, તમે ઇચ્છો તો. એ ક હી ઉલ્લૂ કાફી હૈ બબર્દિે ગૂલિસ્તાં કરને કો, યહાં તો હર...
આપણા મોબાઇલ અને પીસી, લેપટોપ કે ટેબલેટના બ્રાઉઝર હવે જાતભાતની એપ્સથી છલકાઈ રહ્યાં છે. આપણે ધારીએ ત્યારે, ધારીએ ત્યાંથી, ધારીએ તે કરવાની સગવડ આપતી એપ્સની દુનિયામાં એક લટાર. ધારો કે હમણાં જ તમે ખબર પડી છે કે મધરાતથી ફરી પેટ્રોલના ભાવ વધવાના છે! તમે તરત જ તમારી બાઇક કે...
ગૂગલે સપ્ટેમ્બર ૨૦૦૮માં તેનું પોતાનું ફ્રી બ્રાઉઝર ગૂગલ ક્રોમનું બીટા વર્ઝન લોન્ચ કર્યું એ સમયે ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઈ) સૌથી લોકપ્રિય બ્રાઉઝર હતું, પણ મોઝિલા ફાયરફોક્સ નામે તેની સામે સૌથી મોટો પડકાર ઊભો થયો હતો. ફાયરફોક્સની બીજી અનેક ખૂબીઓ ઉપરાંત તેમાં ઉમેરી શકાતી...
ઇંગ્લિશ ઇઝ એ ફન્ની લેન્ગ્વેજ! વાત સાચી, પણ એમ હસી કાઢવાથી ચાલશે નહીં. ઇંગ્લિશમાં, ખાસ કરીને વ્યાકરણમાં થતી કેટલીય સામાન્ય ભૂલો સમજાવતું આ ઇન્ફોગ્રાફિક બ્લોગર્સ માટે તૈયાર થયું છે, પણ સૌને કામનું છે. અહીં જાણી લો તેના મુદ્દાઓ, સરળ ગુજરાતી ભાષામાં! YOUR/YOU'RE આપણે...
આપણી જિંદગીમાં એડ કે રિમૂવ કરવા માટે ફક્ત કંટ્રોલ પેનલમાં જવાની જ જરુર રહેતી હોત. ...આપણે ઇચ્છીએ ત્યારે ખુશીને સ્ટાર્ટ કરી શકતા હોત અને ગમને ડિલીટ. ...ડિસ્પ્લે સેટિંગ્સ બદલીને આપણું લાંબું નાક કે નાના કપાળને ઠીકઠાક કરી શકતા હોત. ...જિંદગીમાં ધાંધલધમાલ વધી જાય તો...
ચાલ ને સારવ આ ઓગસ્ટની રજાઓમાં કયાંક ત્રણ-ચાર દિવસ જઈ આવીએ. માનુષને પણ સ્કૂલમાં રજાઓ છે, પણ મારી એક શરત છે. સંગિનીએ ઇન્ટેરેસ્ટિંગ પણ શરતી પ્રસ્તાવ મૂક્યો. સારવ અને સંગિની બંને કમ્પ્યુટર એન્જિનિયર. એક જ ફર્મમાં કામ કરે. કોલેજમાં સાથે ભણતાં દોસ્તી થઈ પછી પ્રેમ થયો, લગ્ન...
ઇન્ડિયન રેલવે અને ચોમાસું! આ બેં અલગ અલગ હોય તો પણ આપણે એક જાતની મજાની અનુભૂતિ કરાવી શકે તેમ છે, તો બંને ભેગાં થાય તો તો અસરનું પૂછવું જ શું! તમે અમદાવાદ કે મુંબઈની કોંકણ રેલવેમાં ગોવા કે દક્ષિણ ભારતા પ્રવાસે ગયા હશો તો - થેંક્સ ટુ કોંકણ રેલવે - સહ્યાદ્રિની પર્વતમાળા...
ઇન્ટરનેટ પર વિવિધ ભાષામાં, વ્યક્તિગત કે સંસ્થાગત સ્વરુપે કેટલાય પ્રકારની નોંધપાત્ર પહેલ થઈ છે અને સતત આગળ વધી રહી છે. આ વિભાગમાં આપણે એવી વિવિધ ભાષામાં વિકસી રહેલી પ્રવૃત્તિઓ પર ઝડપભેર નજર ફેરવીશું. અહીં વાત ટૂંકમાં થશે, પણ તમે પૂરતો સમય લઈને ફુરસદે આ સાઇટ્સ જોવા જજો,...
ગયા મહિને, ૨૭ જુલાઈએ આપણી જ્યારે મધરાત હતી ત્યારે લંડનમાં ૩૦મા ઓલિમ્પિક વિશ્વ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો અને તમે આ વાંચતા હશો ત્યારે એના સમાપનની ઘડીઓ ગણાતી હશે કે સમાપન થઈ પણ ગયું હશે. અખબારોમાં તમે પાનેપાનાં ભરીને તેનું કવરેજ વાંચ્યું (કે ફક્ત જોયું!) હશે, પણ જે વાત...
આપણા જીવનમાં ઇન્ટરનેટનો પ્રભાવ અને પ્રસાર જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ તેની કાળી બાજુનાં જોખમો પણ વધતાં જાય છે. સાયબર ક્રાઇમ અને આઇટી એક્ટ વિશે કેટલીક પાયાની માહિતી. પાછલા અંકના ‘હેકર કેવી રીતે બનશો?’ લેખ અંગે આપના ફોન-કોલ્સ અને ઈ-મેઇલ્સ બદલ આપ સહુનો અભાર. આ પાનાંઓ પર...
એપિક બ્રાઉઝર, ભારતનું પોતાનું અને ખાસ ભારતીયો માટે બેંગલૂરુની એક કંપનીએ વિક્સાવેલું બ્રાઉઝર છે. મોઝિલા ફાયરફોક્સ આધારિત આ બ્રાઉઝરમાં ફાયરફોક્સનાં એડ-ઓન્સ તો ઉમેરી જ શકાય છે, ઉપરાંત એમાં આપણને ભારતીયોને કામ લાગે એવી કેટકેટલીય ખૂબીઓ ઉમેરાઈ છે. એપિકમાં ૧૫૦૦થી વધુ ભારતીય...
એક સમય એવો હતો જ્યારે આપણે સૌ કમ્પ્યુટરના ડેસ્કટોપ પરના પેલા બ્લૂ રંગના જાડાઈને જ ઇન્ટરનેટ સમજતા હતા. વાસ્તવમાં એ ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઈ) નામના બ્રાઉઝરનો આઇકન છે અને ઇન્ટરનેટ સર્ફ કરવા માટે આઇઈ સિવાય બીજાં બ્રાઉઝર પણ હોય એ તો આપણે મોઝિલા ફાયરફોક્સ લોકપ્રિય બન્યા પછી...
અમેરિકનો ફેસબુક પર રાજકીય જાહેરાતો સામે અકળાયા અમેરિકનો સર્વેક્ષણો કરવામાં પાવરધા છે અને હમણાં ત્યાં પ્રમુખપદની ચૂંટણી નજીક આવી રહી હોવાથી સર્વેક્ષણોના માર્કેટમાં તેજી આવવાની એ વાત નક્કી છે. અમેરિકામાં ચૂંટણી સમયે સોશિયલ મીડિયાનો જબરજસ્ત ઉપયોગ થાય છે એ તો જાણીતી વાત...
આગળ શું વાંચશો? પીસી વિરુદ્ધ મેક હવે આવે છે ફાયરફોક્સ ફોન પીસી વિરુદ્ધ મેક કમ્પ્યુટરના વેચાણને લગતા કેટલાક રસપ્રદ આંકડા હમણાં પ્રકાશમાં આવ્યા છે. વર્ષ ૨૦૦૪માં એપલના મેક કમ્પ્યુટર કરતાં ૫૪ ગણાં વધુ પર્સનલ કમ્પ્યુટર્સ (પીસી) વેચાતાં હતાં. હવે એપલના સોફ્ટવેરથી ચાલતાં...
માઇક્રોસોફ્ટ કંપની ‘વિન્ડોઝ’ સિરીઝની ઓપરેટિંગ સિસ્ટમ (OS) બનાવી ચૂકી હતી, પણ અગાઉની ઘજ કરતાં વિન્ડોઝ ૯૫ ટેક્નોલોજીની રીતે હનુમાનકૂદકા જેવી હતી. તેમાં પહેલી વાર MS-DOSના શુષ્ક, શાબ્દિક કમાન્ડને બદલે, અત્યારે જોવા મળે છે એવી ડેસ્કટોપ, વિન્ડોઝ એક્સપ્લોરર અને ટાસ્ક બાર...
કિંમત ૯૦ લાખ ડોલર. ચલાવવા માટે ૬૦ માણસનો સ્ટાફ અને વિશાળ વાતાનુકૂલિત વિસ્તાર- આવાં કમ્પ્યુટર બનાવનાર આઇબીએમ કંપનીએ પહેલું પીસી-પર્સનલ કમ્પ્યુટર બનાવ્યું ત્યારે શોખીન જીવડા પોતપોતાની આવડત પ્રમાણે પીસી બનાવતા થયા હતા, પણ આઇબીએમના ૫૧૫૦ મોડેલથી પીસી વ્યાપક અને વ્યાવસાયિક...
‘હિગ્સ બોસોન’ (‘ગોડ પાર્ટિકલ’)થી ફરી જાણીતી બનેલી યુરોપિયન એજન્સી ફોર ન્યુક્લીઅર રીસર્ચ CERN અસલમાં વર્લ્ડ વાઇડ વેબ wwwના જન્મસ્થળ તરીકે વિખ્યાત હતી. સંરક્ષણ અને સંશોધનના હેતુથી દૂર રહેલાં બે કમ્પ્યુટર એકબીજા સાથે સંવાદ સાધી શકે એવું જાળું-નેટવર્ક અમેરિકાએ વિકસાવ્યું...
હિટલરના નાઝી જર્મની સહિત બીજા દેશો અણુશસ્રો વિકસાવવા માટે મથતા હતા. તેમાં ‘મેનહટ્ટન પ્રોજેક્ટ’ અંતર્ગત અમેરિકા સૌથી પહેલા સફળ થયું, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના ગીચ વસ્તી ધરાવતા શહેર હીરોશીમા પર અને ત્રણ દિવસ પછી નાગાસાકી પર- અણુબોમ્બ ઝીંક્યા, ત્યારે...
‘અમેરિકાના શોધક’ જેવી ગેરમાર્ગે દોરનારી ઓળખ ધરાવનાર, શોધક-પ્રવાસીઓમાં સૌથી જાણીતા કોલંબસે સ્પેનના રાજાની સહાયથી ત્રણ જહાજ સાથે સફરનો આરંભ કર્યો : મુખ્ય (ફ્લેગશિપ) જહાજ ‘સાન્તા મારિયા’ ઉપરાંત બીજાં બે ‘નીના’ અને ‘પિન્તા’. કોલંબસનો આશય ‘ઇન્ડીઝ’ (ભારત અને એશિયા) સાથે...
હજી હમણાં સુધી આપણે જેને બીજા સાથે વાતચીત કરવાનું સાધન માનતા હતા એ ફોનનો હવે વાતચીત કરવા માટેનો ઉપયોગ છેક પાંચમા ક્રમે ધકેલાઈ ગયો છે! તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હશો તો તમારા માટે આ કોઈ નવી વાત નહીં હોય, પણ સાદો ફોન ધરાવતા લોકોને જાણીને નવાઈ લાગશે કે લોકો તેમના...
ફરી એક વાર, મેગેઝિનના છેલ્લા પાને પહોંચ્યા એટલે વાંચવાનું પૂરું થયું એમ સમજતા નહીં! પાનાં ફરી ફેરવો અને મોટા ભાગનાં પાને છેક નીચે આપેલી કેટલીક ગુજરાતી કહેવતો પર એક નજર ફેરવી જાવ! ઘણી કહેવતો તમે ઘણા સમયથી સાંભળી કે વાંચી ન હોય એવું બની શકે છે. આવી પાંચ-પંદર નહીં, પૂરી...
ગયો મહિનો ઇન્ટરનેટની દુનિયામાં ખળભળાટનો રહ્યો. અખબારોએ મથાળાં બાંધ્યાં કે "સોમવારે (૯ જુલાઈએ) દુનિયાભરનાં કમ્પ્યુટર્સ માટે ઇન્ટરનેટ ઠપ્પ થઈ જશે. અને ઠપ્પ કોણ કરશે? એફબીઆઇ! આ સમાચારે જેટલો ભય ફેલાવ્યો (માત્ર ગુજરાત કે ભારત નહીં, દુનિયાભરમાં) એટલી એની ખરેખર અસર થઈ નહીં....
ફોટોગ્રાફમાં આપણને સૌથી વધુ જોવો ગમે આપણો કે સ્વજનનો ચહેરો. ફોટો મેેનેજમેન્ટ સોફ્ટવેર પિકાસાની મદદથી તમને પરિવારના દરેક સભ્યના ફોટોગ્રાફનાં અલગ અલગ આલબમ ક્રિયેટ કરી શકો છો, હાર્ડ ડિસ્ક પર ભાર વધાર્યા વિના તમારે શરુઆતમાં થોડા ચહેરા જ ઓળખી બતાવવાના છે, પછી પિકાસા...
ફરી ચોમાસાના આહલાદક દિવસો આવી પહોંચ્યા છે! કુદરતનાં અનેકવિધ પાસાં અને રંગ (આંખે દેખાય એ અને દિલમાં ઉતરે એ પણ!) માણવાની શ્રેષ્ઠ ઋતુ છે આ! હવે વાત મુદ્દાની. ચોમાસામાં આપણે અવારનવાર મેઘધનુષ જોઈ શકીએ છીએ એ પ્રકાશનાં કિરણો અને વરસાદનાં ફોરાંની રમત છે એ તો આપણે જાણીએ છીએ,...
જયમીન અને માધવ બેસ્ટ ફ્રેન્ડઝ. બંનેનાં માતાપિતા પણ નજીકના મિત્રો. ખૂબ સારા રિઝલ્ટ સાથે હવે બંને જણા છઠ્ઠા ધોરણમાં આવી ગયા છે. જયમીન અને માધવ બંને કમ્પ્યુટરના રસિયા. ઇન્ટરનેટથી કમ્પ્લિટલી વાકેફ. લગભગ બધી જ એપ્લિકેશન ખૂબ સરસ રીતે જાણે અને ઉપયોગ પણ કરે. એક વખત બંનેને...
ઇન્ટરનેટ પર વિવિધ ભાષામાં, વ્યક્તિગત કે સંસ્થાગત સ્વરુપે કેટલાય પ્રકારની નોંધપાત્ર પહેલ થઈ છે અને સતત આગળ વધી રહી છે. આ વિભાગમાં આપણે એવી વિવિધ ભાષામાં વિકસી રહેલી પ્રવૃત્તિઓ પર ઝડપભેર નજર ફેરવીશું. અહીં વાત ટૂંકમાં થશે, પણ તમે પૂરતો સમય લઈને ફુરસદે આ સાઇટ્સ જોવા જજો,...
માનવશરીરની અંદર ગાઇડેડ ટૂર તમે આ વાંચતા હશો ત્યારે વેકેશનનો લાભ લઈને નજીકના કે દૂરના કોઈ સ્થળનો પ્રવાસ કરી આવ્યા હશો. ક્યાંય નહીં તો પછી તમારા શહેર કે ગામની જુદી જુદી જગ્યાઓ જોઈને ક્યાંક ફરી આવ્યાનો સંતોષ માન્યો હશે. બહારનો આવો પ્રવાસ કરી આવ્યા પછી, અંદરનો પ્રવાસ પણ...
હમણાં એવું બન્યું કે એક કમ્પ્યુટરમાંનો ચાર જીબી જેટલો ડેટા બીજા કમ્પ્યુટરની હાર્ડડિસ્કમાં ટ્રાન્સફર કરવાની જરુર ઊભી થઈ. બંને કમ્પ્યુટર લેનથી જોડાયેલાં હતાં એટલે પેનડ્રાઇવમાં કોપી કરી, બીજામાં પેસ્ટ કરવાનો તો સવાલ નહોતો, પણ થયું એવું કે બીજા કમ્પ્યુટરની એક ડ્રાઇવમાં આ...
તમે પણ આકાશ ટેબલેટની રાહ જોઈ રહ્યા હો અને તેના વિશે ફેલાયેલી ગૂંચવણોથી અકળાયા હો, તો જાણી લો આ બહુ ગાજેલા ટેબલેટની કેટલીક નક્કર હકીકતો આગળ શું વાંચશો? ટેબલેટ શું છે? આકાશની હકીકત આકાશ ક્યાંથી મળશે? તો બીજા કોઈ વિકલ્પ છે સાયબરસફર કોલમમાં ડિસેમ્બર ૨૦૧૧માં ‘આકાશ’ ટેબલેટ...
સાયબર સિક્યોરિટીના અભ્યાસ પછી વડોરાની એપ્પીન ટેક્નોલોજી લેબમાં ટ્રેનર તરીકે કાર્યરત મિલાપ ઓઝાના આ લેખનો વિષય હેકિંગ છે, પણ કોઇ પણ વિષયના વિદ્યાર્થીને કામ લાગે એવા અનુભવોનું ભાથું એમાં સમાયેલું છે. મારી બે વર્ષની કારકિર્દીમાં મને કેટલાય લોકોએ, ખાસ કરીને કોલેજના...
‘‘મારા ક્લાસમાં બે બારી છે. એકમાંથી અમને જિનિવાની ઓળખ સમું ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું બિલ્ડિંગ દેખાય છે અને જરા દૂર સુધી નજર નાખીએ તો આલ્પ્સની પર્વતમાળા પણ દેખાય. બીજી બારીમાં નજર નાખીએ તો અમારી નજર દુનિયાના ખૂણેખૂણા સુધી પહોંચે છે...’’ જિનિવાની એક સ્કૂલના ટીચરે...
માણસજાતે અભિવ્યક્તિ માટે ભાષા વિક્સાવી ત્યારથી સતત પાંગરેલી ભાષાઓની સંખ્યા હવે સાત હજારે પહોંચી છે, પણ નિષ્ણાતો કહે છે કે હવે ભાષાવૈવિધ્ય ભૂંસાતું જશે. વિશ્વની ભાષાઓ ભૂંસાઈ રહી છે? શું સમય જતાં વિશ્વમાં માત્ર ગણીગાંઠી ભાષાઓ જ બોલાતી હશે? આવારા સમયી વાત તો છી, અત્યારે...
ઓક્ટોબર ૨૦૧૧માં ગૂગલ અર્થ પ્રોગ્રામ ડાઉનલોડ થવાની સંખ્યા એક અબજે પહોંચી! ભૌગૌલિક અંતર સતત ઘટાડી રહેલી ટેક્નોલોજી અને તેની શક્તિ દર્શાવતું આ ઇન્ફોગ્રાફિક ગૂગલ અર્થનો નિકટનો પરિચય કરાવે છે. આપણે ભારતીયો એક અબજી સંખ્યો ઓળંગી ગયા છીએ એટલે આમ તો આપણે એક અબજ સંખ્યા એટલે...
દર વર્ષે ગૂગલ ડેવલપર્સની એક કોન્ફરન્સ યોજે છે, નામ આપવામાં આવ્યું છે ગૂગલ આઇ-ઓ (ઇુટ-આઉટુટ). ગૂગલે પાછલા વર્ષ દરમિયાન કેવી સિદ્ધિઓ મેળવી અને આગામી વર્ષમાં ગૂગલ તરફી કેવી કેવી પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ લોન્ચ થવાની છે તેની વિગતો આપતી આ કોન્ફરન્સમાં દુનિયાભરના લોકો ઊમટી...
અત્યારની વાત જુદી છે: હજારો-લાખોની સંખ્યામાં વાઇરસ(તોડફોડિયા-નુકસાનકારક સોફ્ટવેર) ઇન્ટરનેટ થકી દુનિયાભરનાં કમ્પ્યુટરમાં મોજૂદ છે, પરંતુ ૧૯૮૯માં ધીકતો ઇન્ટરનેટયુગ બેઠો ન હતો ત્યારે ‘મોરિસ વોર્મ’ નામના વાઇરસનું સર્જન કરવા બદલ રોબર્ટ મોરિસ નામના જુવાનિયાને ત્રણ વર્ષના...
અમેરિકાનું સમાનવ અંતરિક્ષયાન ચંદ્ર પર પહોંચ્યું અને અનેક કલ્પનાઓના પાત્ર જેવા ચંદ્રની ધરતી પર નીલ આર્મસ્ટ્રોંગે ડગ માંડ્યાં. સાથોસાથ હવે અતિપ્રખ્યાત બની ચૂકેલા ઉદ્ગાર પણ કાઢ્યા, ‘વન સ્મોલ સ્ટેપ ફોર મેન, વન જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ’. પહેલો ઉપગ્રહ અને પહેલો જીવ અવકાશમાં...
અમેરિકાની અવકાશસંસ્થા ‘નાસા’એ તરતી મૂકેલી અવકાશી પ્રયોગશાળા- સ્કાય લેબોરેટરી (ટૂંકમાં ‘સ્કાયલેબ’) વર્તમાન અવકાશી મથક (સ્પેસ સ્ટેશન)ના પૂર્વજ જેવી હતી. ગોઠવણ એવી હતી કે સ્પેસશટલ થકી અવકાશયાત્રીઓ સ્કાયલેબ સુધી પહોંચે અને ત્યાં પ્રયોગોને લગતી કામગીરી કરે, પરંતુ અવકાશમાં...
હિંસા અને ત્રાસવાદના પર્યાપ્ત બની ગયેલી એસોલ્ટ રાઇફલ એ.કે.-૪૭ કદાચ એકમાત્ર એવું હથિયાર છે, જેની ઉપયોગિતા અને ઘાતકતા છ દાયકા પછી પણ જૂની-આઉટડેટેડ થઈ નથી. ત્રાસવાદી હોય કે સૈનિક, દેશનાં લશ્કર હોય કે બળવાખોર ટુકડીઓ, વ્યક્તિગત ઉપયોગ હોય કે સામૂહિક, એ.કે.-૪૭ રાઇફલનો દબદબો...
ફાટેલા દૂધ માટે બેક્ટેરિયા જવાબદાર હોવાનું શોધી કાઢનાર રસાયણશાસ્ત્રી અને જીવશાસ્ત્રી લુઇ પાસ્તરને ઊંડા ઊતરતાં સમજાયું કે માણસજાતની અનેક બીમારીઓ માટે પણ સૂક્ષ્મ જીવો જવાબદાર છે. તેમના બાહરી હલ્લાને કારણે માણસ બીમાર પડે છે. એ સમયે વાઇરસ-બેક્ટેરિયા જેવા જીવોનું અસ્તિત્વ...
આ માદા ઘેટું ઘેટાશાહી માટે નહીં, પણ જન્મની કુદરતી પ્રક્રિયાનો ચીલો ચાતરીને પેદા થવા માટે વિશ્વવિખ્યાત બન્યું. ક્લોનિંગ- એટલે કે સજીવના એક જ કોષમાંથી તેની પ્રતિકૃતિ જેવો આખેઆખો બીજો સજીવ પેદા કરવાની ટેક્નિકથી પેદા થયેલું આ પહેલું સસ્તન પ્રાણી હતું....
‘સાયબરસફર’ મેગેઝિન પાછળના તમારા પ્રયત્નોની હું દિલથી કદર કરું છું. મેગેઝિનના અંકો કાયમ સાચવી રાખવા જેવા છે. મેગેઝિન નવું જ લોન્ચ થયું હોવાથી તેનું મેનેજમેન્ટ, માર્કેટિંગ વગેરે પ્રશ્નો હું સમજી શકું છું, પણ અમે વાચકો પૂરો સહયોગ આપીશું. અમારા સૌની શુભેચ્છા છે કે...
આ અંકથી ‘સાયબરસફર’ એક નવો વળાંક વટાવી રહી છે. આપણું પ્રિન્ટ મેગેઝિન હવે પ્રથમ ગુજરાતી ઓનલાઇન મલ્ટિમીડિયા મેગેઝિન પણ બની રહ્યું છે! એવું મેગેઝિન, જે દર મહિને નિયત તારીખે તમારા સુધી પહોંચે, કલર્ડ પેજીસમાં ફોન્ટ તમે ચાહો તેટલા નાનામોટા કરવાની સગવડ હોય, તત્ક્ષણ ક્લિક...
ફરી એક વાર સમય આવી ગયો છે આખા મેગેઝિનનાં બધાં પાનાં રિવાઇન્ડ કરવાનો! આ વખતે આપણે ફોટોગ્રાફી પર ફોકસ કર્યું છે તો રિવાઇન્ડમાં પણ તેને જ ક્લિક કરીએ! મોટા ભાગે તમે આ બેમાંથી એક કેટેગરીમાં આવતા હશો - કાં તો તમે ડિજિટલ કેમેરા લેવાનું નક્કી કરી રહ્યા હશો અથવા ‘વધુ સારો’...
ઘર કે ઓફિસમાં ખૂણે ખાંચરે નજર દોડાવી જુઓ. કેટલીય જૂની સીડી મળી આવશે. એનાથી છૂટકારો મેળવવાનો એક રસ્તો ડસ્ટબીનને હવાલો કરવાનો છે અને બીજો રસ્તો થોડું દિમાગ દોડાવીને, એમાથી કંઈક અફલાતૂન કારીગરી કરવાનો છે. થોડી પ્રેરણા જોઈતી હોય તો આ તસવીરો પર નજર નાખી...
વાત એમ હતી કે આ પર્સનલ ફોટાઓ ઋજુતાની મરજી વગર મુકાયા હતા. આ વાત ઋજુતાની એક બહેનપણીએ અચાનક એક વાર રાત્રે ફોન કરીને ઋજુતાને કહી. ડોકટર, આ મારી દીકરી ઋજુતા છે. હવે અગિયારમા ધોરણમાં આવશે. એનું રિઝલ્ટ ૮૫ ટકા આવ્યું છતાં એ હમણાંથી કંઈક વિચિત્ર બિહેવિયર કરે છે. જરા વાતમાં...
આપણને પેનડ્રાઇવના ઉપયોગની જેવી આદત પડી ગઈ છે, એટલી જ ટેવ છે કામ પતે એટલે પેનડ્રાઇવને સીધી જ કમ્પ્યુટરમાંથી ખેંચી કાઢવાની. તમને પણ આવી ટેવ હોય તો આટલું જાણી લો... ધીમે ધીમે યુએસબી પેનડ્રાઇવ આપણા દૈનિક જીવનમાં એવી વણાઈ ગઈ છે કે કોઈ આપણી પાસે પેન માગે તો સાદી પેનને બદલે...
સફળતાનો ભલે કોઈ શોર્ટકટ ન હોય, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર પર શોર્ટકટ બહુ ઉપયોગી થઈ શકે છે. માન્યામાં ન આવતું હોય તો જાતે જ અજમાવી જુઓ આવા કેટલાક શોર્ટકટ! અમેરિકાનાં અત્યારનાં ફર્સ્ટ લેડી મિશેલ બરાક ઓબામા તેમના પતિને છૂટાછેડા દેવાનાં હતાં એવા અહેવાલોના પગલે સમાચારોમાં છે,...
કેટલીક વાતો એવી હોય છે જેનો જે તે સ્વરુપમાં સ્વીકાર કરવા માટે દિમાગ ના પાડે છે, પણ હૈયું એની મનમાની કરે છે. અહીં વાત છે એવા જ એક નાજૂક વિષયની. માફ કરજો, આજે કદાચ તમારી સવાર બગડશે. સવારના પહોરમાં મોજથી ચાની ચૂસકી લેવા જાવ અને કપમાં પડેલી માખી પર નજર પડે એવું કદાચ આજે...
ઇન્ટરનેટ પર વિવિધ ભાષામાં, વ્યક્તિગત કે સંસ્થાગત સ્વરુપે કેટલાય પ્રકારની નોંધપાત્ર પહેલ થઈ છે અને સતત આગળ વધી રહી છે. આ વિભાગમાં આપણે એવી વિવિધ ભાષામાં વિક્સી રહેલી પ્રવૃત્તિઓ પર ઝડપભેર નજર ફેરવીશું. અહીં વાત ટૂંકમાં થશે, પણ તમે પૂરતો સમય લઈને ફૂરસદે આ સાઇટ્સ જોવા...
કમ્પ્યુટરમાં ઘણી વાર સાવ નાની નાની સમસ્યાઓ આપણું કામ ખોરંભે ચઢાવતી હોય છે. અહીં વાત કરીએ એવી એક નાની, પણ મોટો કંટાળો ઉપજાવતી સમસ્યા અને તેના ઉપાયની. વિન્ડોઝ એ કમ્પ્યુટર ચલાવવા માટેની સિસ્ટમ છે, જ્યારે એમએસ ઓફિસ એ કમ્પ્યુટરમાં ઉપયોગમાં લઈ શકાય એવા જુદા જુદા...
કેટલીક નાની નાની વાતી કાળજી લઈને તમે તમારા સ્માર્ટફોનની બેટરી વધુ લાંબો સમય ચલાવી શકો છો, આ રીતે... આગળ શું વાંચશો? સ્ક્રીનને ઓછા ટાઈમઆઉટ પર રાખો સ્ક્રીનની યોગ્ય બ્રાઈનેટ સેટ કરો બ્લૂટૂથ બંધ રાખો વાઈ-ફાઈ ન વાપરતા હો તો બંધ રાખો જીપીએસ પણ ઓછું વાપરો એપ્લિકેશન ઓન / ઓફ...
વિકિપીડિયાએ સહિયારા સર્જનની અનેક દિશાઓ ખોલી આપી છે. દુનિયાભરના ફોટોગ્રાફર્સ એકઠા થઈને આ જ રીતે, વિગતવાર માહિતીના સાથમાં વિશ્વનું સપ્તરંગી દર્શન કરાવે છે એક સાઇટ પર. કોઈ પણ વિષય પર વિગતવાર અને પ્રમાણમાં વિશ્વસનીય માહિતી મેળવવા માટે હવે આપણને એક વાર વિકિપીડિયા પર આંટો...
તમે અને તમારા મિત્રો જુદી જુદી અનેક સાઇટ્સ પર ફોટોગ્રાફ્સ અપલોડ કરતા હો તો તમને ક્યારેક તો એ બધા જ ફોટોઝ એક સાથે, એક જોવાની ઇચ્છા થઈ જ હશે. હવે એ શક્ય છે, આ રીતે... આગળ શું વાંચશો? કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો એકાઉન્ટ બંધ કેવી રીતે કરશો? આપણી જિંદગીમાં ઇન્ટરનેટનો...
તમારા કમ્પ્યુટરમાં ખૂણેખાંચરે કેટકેટલી ઇમેજીસ પડી છે એનો તમને અંદાજ પણ નહીં હોય. આ બધી જ ઇમેજને યોગ્ય રીતે મેનેજ કરવી હોય તો કદાચ સૌથી સરળ રસ્તા આપે છે પિકાસા સોફ્ટવેર. આગળ શું વાંચશો? પહેલાં થોડું પરિવર્તન પહેલા સમજીએ પિકાસાનો ઈન્ટરફેસ હવે શરુ કરીએ ફોલ્ડર મેનેજમેન્ટ...
જીબી સ્ટોરેજની ક્ષમતા હોય એની કોઈ નવાઈ નથી રહી અને ટચૂકડી પેનડ્રાઇવમાં પણ પાર વગરનો ડેટા સમાઈ જાય છે ત્યારે ડિજિટલ સ્ટોરેજના શરૂઆતથી આજ સુધીના પડાવો પર એક નજર. એક સમયે જ્યારે મોબાઇલના હેન્ડસેટ ઈંટની યાદ અપાવે એવા તોતિંગ હતા અને કોલના દર એથીય વધુ વજનદાર હતા એ સમયે, સાવ...
૪૦ વર્ષ જેટલો લાંબો સમયગાળો. ૩૦૦૦થી વધુ લેખકોની વિચારસૃષ્ટિ અને તેજ નિરીક્ષણોનું વૈવિધ્ય, ૨૯૦૦૦ પાનાંમાં ફેલાયેલું સમૃદ્ધિ વાંચન... અને આ બધું માત્ર પાંચ ડીવીડીમાં! ઘણું કરીને ઓસ્કર વાઇલ્ડ એવું કહી ગયા છે કે જે પુસ્તક વારંવાર વાંચવું ગમે નહીં, એ પુસ્તક એક વાર...
આપકે વેબ બ્રાઉઝરમાં ગરબડ હૈ? તમારા વેબબ્રાઉઝરમાં માલવેર છે કે નહીં એ તપાસવાનો સૌથી સહેલો રસ્તો - વિકિપીડિયાાં પેજીસ તમે જોતા હો અને કોઈ ફોર-પ્રોફિટ કંપની જાહેરાત જોવા મળે તો નક્કી માનજો કે તમારા વેબબ્રાઉઝરમાં માલવેર છે. વિકિમીડિયાના એક ઉચ્ચ અધિકારીએ હમણાં એક...
અવકાશ ખૂંદવાનો સરકારોનો એકાધિકાર, તેની સાથે સંકળાયેલા આસમાની ખર્ચને લીધે, ઘણા સમય સુધી જળવાયેલો હતો. આખરે, માઇક્રોસોફ્ટના સહસ્થાપક પોલ એલનની કંપનીએ બનાવેલા અંતરિક્ષયાન ‘સ્પેસશિપવન’થી એ ઇજારો તૂટ્યો. યાને ખાનગી- એટલે કે બિનસરકારી- રાહે અવકાશમાં સફળતાપૂર્વક ઉડાન ભરી....
માણસના લોહીનાં ચાર ગ્રૂપથી માંડીને લોહી શરીરમાં કેવી રીતે ફરે છે, તેની જાણકારી અત્યારે સાવ સામાન્ય ગણાય છે, પણ સાડા ત્રણ સદી પહેલાંના ડોક્ટર એ વિશે સદંતર અંધારામાં હતા. એ વખતે, વ્યાપક માન્યતા પ્રમાણે, ફ્રાન્સના રાજા લુઈ ચૌદમાના ડોક્ટર ડેનીસે ૧૫ વર્ષના એક છોકરાને પહેલી...
કમ્પ્યુટર ક્ષેત્રે ‘એપલ’નો દંતકથા જેવો દરજ્જો ‘આઇપેડ’ના ત્રણ દાયકા પહેલાં ઊભો થઈ ચૂક્યો હતો. તેના માટે મહદંશે કારણભૂત હતું પહેલું પર્સનલ કમ્પ્યુટર ‘એપલ-ટુ’. ‘એપલ’ના પહેલા મોડેલને હાલના પર્સનલ કમ્પ્યુટર વચ્ચે કોઈ વાતે સામ્ય ન લાગે, પણ ‘એપલ-ટુ’ રિશ્તેમેં બધાં પી.સી.નું...
ફરી એક વાર સમય આવી ગયો છે આખા મેગેઝિનનાં બધાં પાનાં રિવાઇન્ડ કરવાનો! જુદા જુદા લેખ વાંચતી વખતે જો તમારું ધ્યાન ખેંચાયું હોય તો તમે જોયું હશે કે લગભગ દરેક પેજમાં નીચે એક એક લિંક આપેલી છે. તેના છેડે લખેલી ચીજવસ્તુ આપણી રોજબરોજના ઉપયોગની છે, પણ એ કેવી રીતે બને છે એ વિશે...
ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ પરિવારના શ્રીશિવશંકરરાવ પદુકોણ એટલે ગુરુદત્ત. તેમની કાગઝ કે ફૂલ જેવી ફિલ્મ માટે સાહિર લુધિયાનવીએ લખેલા પ્રખ્યાત ગીર પરથી પ્રેરણા લઈને કોઈ સોફ્ટદિલ એન્જિનિયરે આ ગીત લખ્યું .... યે ડોક્યુમેન્ટ, યે મિટિંગ્સ, યે ફિચર્સ કી દુનિયા યે ઈનસાં કે...
દીપક સોલિયા ગુજરાતી પત્રકારત્વમાં એવું નામ છે, જે અત્યંત ઊંડી કે જબરજસ્ત ઊંચાઈ ધરાવતી વાતો પણ સાવ સહજતાથી કરી લે છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આપણા બધાની વચ્ચે રહીને, આપણી જેમ જ જીવતા દીપકભાઈ જીવનને સાવ અલગ એન્ગલથી જોઈ શકે છે અને આપણને એનો પરિચય પણ કરાવી શકે છે. આવા...
ઇન્ટરનેટનો સમજણપૂર્વકનો ઉપયોગ સિનિયર સિટીઝન્સ માટે આશીર્વાદ સમાન છે. મુકુંદરાયને ઈન્ટરનેટનું જ્ઞાન તો હતું જ. પણ હવે તેનો સદ્ઉપયોગ કરવા માંડ્યા. ડોક્ટર, મારું નામ મુકુંદરાય. હું એક નિવૃત્ત પ્રોફેસર છું. મારે એક જુદી જ બાબતે કાઉન્સેલિંગની જરુર છે. હમણાંથી મારો સ્વભાવ...
ઇન્ટરનેટ પર શું શું છે એ સવાલ નથી, સવાલ તો જે છે એ સહેલાઈથી કેમ મેળવવું એનો છે. આપણી દુનિયાની અનેક બાબતોની ટૂંકી, સરળ ને મુદ્દાસર માહિતી આપતી એક સાઇટ આ કામ સહેલું બનાવી આપે છે. તેની વારંવાર મુલાકાત લેવા જેવી છે. આગળ શું વાંચશો? કેવી રીતે થઈ કોકા-કોલાની શોધ? વર્ષોવર્ષ...
ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચી ગયેલા આ શબ્દ અને સર્વિસની મદદથી આપણે દુનિયા આખીમાં રોજેરોજ લટાર મારીએ છીએ, પણ દીવાતળે અંધારાની જેમ, બ્રોડબેન્ડ આખરે છે શું એ બરાબર જાણતા નથી. થોડી પ્રાથમિક સમજ... આગળ શું વાંચશો? શરુઆતનાં ડાયલ-અપ કનેકશન એડીએસએલ કેબલ કનેકશન સેટેલાઈટ...
‘સાયબરસફર’ના વાચકમિત્ર શ્રી અમિત પટેલના આ પ્રશ્નનો તમે પણ ઉત્તર શોધતા હો તો જવાબ જાણી લો અહીં... તમે અત્યંત વ્યસ્ત વ્યક્તિ છો, તમારે તમને આવતા ઈ-મેઇલ્સ વિશે તરત જાણવું જરુરી હોય છે, પણ તમે સતત કમ્પ્યુટર સામે જ બેઠા હોય એવું બનતું નથી. આ ત્રણેય વસ્તુનો આમ તો એકબીજા...
મિશન : ખાલી કરો જીમેઇલ તમારા જીમેઇલના ઇનબોક્સના તળિયે જોશો તો ડાબી તરફ તમારું એકાઉન્ટ કેટલું ભરાયું છે તે લખેલું હશે. જો ૭૦, ૮૦ ટકા ઉપરનો આંકડો બતાવતું હોય તો ચેતી જવું સારું. જીમેઇલ ઘણી બધી રીતે સારી સર્વિસ હોવા છતાં તેની મોટી ખામી એ છે કે તે આપણા મેઇલ્સને સાઇઝ...
એક્સેલના માસ્ટર બનો સ્પ્રેડશીટ્સનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો તમે ખાસ્સો ઉપયોગ કરતા હશો તો તમને ટેમ્પ્લેટનો પણ પરિચય હશે જ. ઇન્ટરનેટ પર આવાં ટેમ્પ્લેટ્સ ઓફર કરતી અનેક સાઇટ્સ છે, જેમાંની એક છે www.vertex42.com જોન વિટવર નામના એક સ્પ્રેડશીટના જાણકારે મિકેનિકલ...
મલ્ટિમીડિયા ‘વિકિપીડિયા’ વિકિપીડિયા આપણને કોઈ એક વિષય પર અત્યંત વિગતવાર માહિતી આપી શકે છે, પણ કદાચ એ જ કારણસર આપણે વિકિપીડિયાથી દૂર ભાગીએ એવું બની શકે છે. આપણે ઓછા સમયમાં, જરુર પૂરતું જાણી લેવું હોય તો? જવાબ આપવાનો પ્રયાસ કરે છે ક્વિકી (http://www.qwiki.com)....
આજના સમયમાં તમારું કામ એકથી વધુ કમ્પ્યુટર અને ડિવાઇસીઝમાં વહેંચાયેલું હોય ત્યારે તમારી કામની ફાઈલ્સ ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય એવી સગવડ અનિવાર્ય બની ગઈ છે. ગૂગલ ડ્રાઇવના આગમન સાથે આ ક્ષેત્રે સ્પર્ધા વધી છે. આગળ શું વાંચશો? ડ્રોપબોક્સઃલાંબા સમયથી અત્યંત લોકપ્રિય...
આજના એસએમએસ અને ઈ-મેઇલના જમાનામાં પણ પરિચિતોનાં પોસ્ટલ એડ્રેસ યોગ્ય રીતે સાચવ્યા વિના આપણે છૂટકો નથી. આ કામ બિલકુલ સરળ કરી આપે છે એક સરસ મજાની વેબસર્વિસ. વીતેલા જમાનામાં, જ્યારે વેકેશનમાં ઝાઝા બધા સમર કેમ્પ્સ નહોતા કે ચીટકી રહેવા માટે ટીવી કે કમ્પ્યુટર નહોતાં ત્યારે...
ભારતમાં એસએમએસની જબરી લોકપ્રિયતા જોઈને ચારેક વર્ષથી ગૂગલે પણ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. આ સર્વિસનો લાભ લઈને તમે અનેક વિષય પર મફતમાં એસએમએસ મેળવી શકો છો અને તમારી પોતાની ચેનલ પણ બનાવી શકો છો. એસએમએસનો તમે કેટલોક ઉપયોગ કરો છો? આંગળીનાં ટેરવાં સરવાં થયાં? ઘણા લોકોના કાન...
અર્થ વગરની, ભેજાનું ભોપાળું કાઢતી ગેમ્સ રમીને થાક્યા હો અને સાચા અર્થમાં મગજનું દહીં કરતી હલકીફૂલકી ને ઉપયોગી ગેમ્સ રમવા માગતા હો તો અચૂક માણવા જેવી છે આ સાઇટ્સ... આગળ શું વાંચશો? ચાલો દિમાગની ધાર કાઢીએ પહેલાં થોડાક સવાલોનો મારો સહન કરો - પાંચ વત્તા બે કેટલા થાય? છ...
કમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગથી આંખોને નુક્સાન પહોંચી શકે છે એ જૂની વાત છે. આ નુક્સાન આપણે કેમ ઘટાડી શકીએ અને ખાસ તો ટેક્નોલોજી પોતે આપણને આમાં કઈ રીતે મદદરૂપ થઈ રહી છે એ જાણવા જેવું છે. આગળ શું વાંચશો? કમ્પ્યુટર પર કામ કરો આ રીતે કમ્પ્યુટરના રેડિએશનથી બચો ટેકનોલોજી મદપ...
ગયા મહિને પ્રિન્ટેડ પબ્લિકેશન્સના એક યુગનો અંત આવ્યો! ૨૪૪ વર્ષથી પ્રિન્ટ થતા એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાની પ્રિન્ટેડ આવૃત્તિ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું. અંગ્રેજી ભાષામાં સૌથી વધુ લાંબા સમયથી પ્રકાશિત થતો આ એકમાત્ર સંદર્ભ ગ્રંથનો સંપુટ હતો. એવું કહેવામાં આવતું...
શું છે આ જી-૨૦ કન્ટ્રીઝ? વિશ્વના ૨૦ મહત્ત્વનાં અર્થતંત્રોના નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેન્કસના ગવર્નસનું બનેલું ગ્રુપ જી-૨૦ તરીકે ઓળખાય છે. જી-૨૦ દેશો અને યુરોપિયન યુનિયન પણ સામેલ છે. જી-૨૦ દેશોના આ ગ્રુપમાં ભારત પણ સામેલ છે. વિશ્વની કુલ જીડીપીમા ૮૦ ટકાથી વધુ ફાળો...
ઇન્ટરનેટનું અર્થતંત્ર ૧૯૮૫માં પહેલું ડોમેઇન રજિસ્ટર થયું ત્યારથી આજ સુધી ઇન્ટરનેટનો ફેલાવો અનેક ચડતીપડતી (અને ડોટ.કોમ બબલ્સ)ને પાર કરીને આગળ વધી રહ્યો છે. બોસ્ટન ક્ધસલ્ટિંગ ગ્રુપ (બીસીજી) નામની એક ગ્લોબલ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સી ફર્મના તારણ મુજબ ૨૦૧૬ સુધીમાં આખા...
પીસીનું બજાર ઊંચકાશે? તમારા ઘરમાં પહેલાં પર્સનલ કમ્પ્યુટર (એટલે કે આપણી સમજ મુજબ ડેસ્કટોપ) આવ્યું કે લેપટોપ? આપણા દેશમાં હજી લોકો પીસી લેવું કે લેપટોપ એની મૂંઝવણ અનુભવી રહ્યા છે ત્યારે બીજા વધુ વિકસિત દેશોમાં પીસી અને લેપટોપ બંને એક તરફ થઈ ગયાં છે અને ટેબલેટ્સની...
ઇન્ટરનેટ પર અત્યારે એક રસપ્રદ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પોતાના સર્ચ એન્જિનની મદદથી વેબજગત પર રાજ કરતા ગૂગલને પોતાની પહોંચથી સંતોષ નથી એટલે એ થોડા થોડા સમયે સોશિયલ મીડિયામાં પોતાનો સિક્કો જમાવવાની કોશિશ કરે છે. ગૂગલ બઝના નિષ્ફળ પ્રયાસ પછી ગૂગલ પ્લસને સારી એવી સફળતા મળતાં...
પગ તળે માઉન્ટ એવરેસ્ટ : ૨૯ મે, ૧૯૫૩ ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી અને નેપાળના શેરપા તેનસિંગ નોર્ગે- આ બન્ને નામ આ તારીખ પહેલાં થોડા પર્વતારોહકો સિવાય ભાગ્યે જ કોઈ જાણતું હતું, પરંતુ આ તારીખે, સવારના સાડા અગિયાર વાગ્યાથી બન્ને નામ માનવજાતના ઇતિહાસમાં બીજા અનેક સાહસિકોની...
પહેલવહેલું છતાં અજાણ્યું રહેલું કમ્પ્યુટર : ૧૨ મે, ૧૯૪૧ બધા શોધકોના ભાગે એકસરખો જશ હોતો નથી. બાકી જર્મન ઇજનેર કોનરાડ ઝુસ પ્રોગ્રામિંગ કરી શકાય એવું પહેલું કમ્પ્યુટર બનાવવા બદલ આઇટીના ઇતિહાસમાં જાણીતો થઈ ગયો હોત. પણ બીજા વિશ્વયુદ્ધનો સમય, તેમાં ઝુસનું નાઝી જર્મનીમાં...
આઇ.સી. દ્વારા ઇલેક્ટ્રોનિક ક્રાંતિનો શંખનાદ : ૭ મે, ૧૯૫૨ જુદી જુદી કામગીરી ધરાવતા પૂરજાને એક જ બોર્ડ પર જોડતું સર્કિટનું જાળું- ઇન્ટિગ્રેટેડ સર્કિટ (આઇ.સી.) વીસમી સદીની ક્રાંતિકારી શોધોમાંનું એક ગણાય છે. આ વિચાર બ્રિટિશ સૈન્ય સાથે સંકળાયેલા ઇજનેર જ્યોફ્રી ડમરે રજૂ...
‘સાયબરસફર’ના એક હિતેચ્છુએ લાગણીથી પ્રેરાઈને હમણાં એક પાયાનો સવાલ કર્યો, "આમાં અંગ્રેજી શબ્દો બહુ આવે છે, બધાને સમજાશે? આનો સાવ ટૂંકો જવાબ એટલો જ હોઈ શકે કે "સમજવા જ પડશે. આ મેગેઝિન શરુ કર્યું એ પહેલાં અંગ્રેજી અને ગુજરાતી વચ્ચેના અંતરનો અણસાર તો હતો, પણ મેગેઝિનને...
સામાન્ય રીતે, વેકેશન પડતાં જ છોકરાં (નાનાં હોય કે મોટાં) ટીવી અને કમ્પ્યુટર સામે ચીટકી જાય અને મા-બાપ થોડો સમય તો એ ચલાવી લે, પણ પછી એમને વાંધો પડે એ સ્વાભાવિક છે. કિડ્ઝની ચેનલ પર વારંવાર જોવા મળતી પેલી જાહેરખબરમાં કહે છે તેમ ‘હટા ટીવી, હટા કમ્પ્યુટર, દમ હૈ તો બાહર...
ગણિતું નામ પડતાં કેટકેટલાય લોકો નાકનું ટીચકું ચઢાવતા હોચ છે, પણ દુનિયામાં એવા વિરલા પણ પડ્યા છે જે ગણિતને ખરેખર રમત વાત બનાવી શકે છે. આવા એક પ્રોફેસરની નિઃસ્વાર્થ મહેનતની વાત... આગળ શું વાંચશો? નાનામોટા સૌને ચકરાવે ચઢાવે એવી ટ્રાફિકજામ ગેમ જાતે બનાવો ગેમ રમવા શું...
નાખી નજર પહોંચે એવાં દૃશ્યોે બરાબર એ જ રીતે તસવીરમાં કેદ કરવાની કલા એટલે પેનોરમિક ફોટોગ્રાફી. સાદા કેમેરાની મદદથી તમે પણ આવી ફોટોગ્રાફી કરી શકો છો, જોકે આવી તસવીરોને ઓનલાઇન જોવાની મજા અલગ જ છે! તમે તાજમહાલ તો જોયો હશે. પણ ક્યાંથી? નેચરલી, તેની સામે ઊભા રહીને અથવા તો...
ઇન્ટરનેટનો જેમને ખાસ અનુભવ નથી, એવા લોકોએ ગાંઠે બાંધી રાખવા જેવી કેટલીક વાતો દરેક સર્વિસીસ માટે જુદા જુદા પાસવર્ડ વાપરો. જો તમે દરેક સાઇટ માટે જુદા જુદા પાસવર્ડનો ઉપયોગ કર્યો હશે અને જો તમારું સોશિયલ નેટવર્ક એકાઉન્ટ હેક થાય તો તમે એક જ એકાઉન્ટ ગુમાવશો, તમારા બાકીની...
અક્કલ બડી કે ભેંસ? અત્યાર સુધી મજાકમાં પુછાતા આ પ્રશ્નનો હવે ગંભીરતાથી લેવો પડે તેમ છે કેમ કે આપણી અક્કલને ભેંસ તો નહીં, પણ કમ્પ્યુટર તરફથી ખરેખર જબરી સ્પર્ધા મળી રહી છે, વાંચો માણસ અને કમ્પ્યુટરની જુદી જુદી બાબતોમાં ક્ષમતાની સરખામણી. મૂળ નામ એમનું હરજી લવજી દામાણી,...
આ આપણા સૌની લગભગ કાયમી ફરિયાદ હોય છે. કમ્પ્યુટરની નિયમિત - બધી રીતે - સાફસફાઈ કરીને આ પ્રશ્ન નિવારી શકાય છે. ઘરની સફાઈમાં મોડું કરીએ તો કદાચ ચાલી જાય, પણ કમ્પ્યુટરની સફાઈ નિયમિત થવી જરૂરી છે, એમાં એક તરફ ‘નિર્મળ ગુજરાત’નાં સૂત્રો પોકારીએ અને બીજી તરફ પોતાના જ...
મિત્રો, વેકેશનની પડઘમ સંભળાઈ રહી છે. કેટલાંક ગેજેટ - સેવી માતાપિતાઓ પોતાના સંતાનોને નવી ગેમ્સ અપાવશે. પી.એસ.પી. એક્સ બોક્સ, ‘વી’ કે પછી ઓનલાઇન ગેઈમ્સની વ્યવસ્થા થશે. આ ડાયલોગ સાંભળો... ‘જો અંશબેટા, આ વખતે ચોથા ધોરણની તારી ફાઇનલ એક્ઝામમાં ૮૫ ટકા આવશે તો તે પ્લે સ્ટેશન...
વ્યવસાયે એન્જિીયર જીજ્ઞેશ અધ્યારુએ તેમા સાહિત્યપ્રેમને બ્લોગના માધ્યમથી એક નવો વળાંક આપ્યો છે. હોંશ જેટલી જ ચીવટથી ગમતાનો ગુલાલ કરતા જીજ્ઞેષ પોતે કલમ ચલાવે છે ત્યારે મોટા ભાગે કોઈ ઉમદા હેતુથી જ લખે છે. તમને બ્લોગ બનાવવાની ઇચ્છા થતી હોય તો આ લેખ ઘણી નવી દિશા આપશે....
ટાઇટેનિક ડૂબ્યું : ૧૪ એપ્રિલ, ૧૯૧૨ ભવ્યતાના અવતાર સમા અને અનસિન્કેબલ અડૂબનીય- ગણાતા બ્રિટનના વૈભવશાળી જહાજ ટાઇટેનિકની પહેલી સફર ૧૦ એપ્રિલ, ૧૯૧૨ના રોજ શરૂ થઈ ત્યારે તેના દબદબાનો પાર ન હતો. તેના ફર્સ્ટ ક્લાસની ટિકિટ આજથી ૧૦૦ વર્ષ પહેલાં ૮૭૦ પાઉન્ડ હતી. ૮૮૨ ફીટ લાંબી અને...
માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે, પણ તેથી કાંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી. વિચાર કરવામાં વાંચન સહાયક નીવડે છે. વાંચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતી વધે છે, જીવન વિશેની આપણી સમજને વાંચન વધારે છે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય એ વિશેનું...
નીચેની આ તસવીર જરા ધ્યાનથી જુઓ. શું દેખાય છે? બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટિગનો દોષ ના કાઢશો, પણ અવકાશમાં ફરતા સેટેલાઈટે લીધેલી આ તસવીર છે. જરા ફરી ધ્યાનથી જુઓ, કહી શકશો કે આ શું છે? આ ખરેખર છે શું એ તમે આગળના પાને, અને ખાસ તો ગૂગલ અર્થના સથવારે સ્ક્રીન પર જોશો ત્યારે...
કોલંબસે અમેરિકા ખંડ (ભલે ભૂલથી) શોધ્યો ત્યાર તેણે સાત સમંદરની સફર ખેડવી પડી હતી. હવે તમે માઉસને જરા અમથો ઈશારો કરીને આખી પૃથ્વીના ખૂણેખૂણા તપાસી શકો છો, ગૂગલ અર્થની મદદથી. ઉપરની તસવીર અમેરિકાના એક એર ફોર્સ બેઝની છે, જે હવે જૂનાં યુદ્ધવિમાનોનો ભંગારવાડો છે, અહીં ચાર...
પહેલું વેબ બ્રાઉઝર: ૨૨ એપ્રિલ, ૧૯૯૩ ચિત્રો-તસવીરો અને ઓડિયો-વીડિયો વગરના વેબ પેજની કલ્પના અત્યારે ન થઈ શકે, પણ ૧૯૯૩ સુધી ઇન્ટરનેટનાં વેબપેજનું સ્વરૂપ એવું જ હતુ- સીધુંસાદું, બેરંગ, ચમકદમક વગરનું. વેબપેજ પર ફોટો મૂકી શકાય ખરો, પણ લિન્ક સ્વરૂપે. ફોટો વેબપેજના ભાગ તરીકે...
બહુ મોટો પ્રોબ્લેમ છે અતિરેક. માહિતીનો રીતસર વિસ્ફોટ સર્જ્યો છે ઇન્ટરનેટે ને પાછો એવો, જે સતત ચાલતો જ રહે છે! બધું વાંચવું કે જોવું બિલકુલ જરૂરી નથી, તેમ બિલકુલ ન વાંચવાથી કે જોવાથી પણ ચાલે તેવું નથી. તો કરવું શું? ઇન્ટરનેટ જ એનો ઉપાય આપે છે - રિયલી સિમ્પલ...
માહિતીનો તો તમે નાયગરા ધોધ વહાવી દીધો... ખૂબ ખૂબ શુભેચ્છા ‘સાયબરસફર’ના આગલા અંકો માટે. માહિતીભૂખ તમારા લેખો થકી આ વિષયમાં એટલી બધી હવે વધી ગઈ છે કે માસિક ને પખવાડિક બનાવો તો મોજ પડે. વાચક તરીકે અમારો સાથ સદાય તમારી જોડે છે જ. બસ આવી જ રીતે આંગળી પકડીને સાયબર જગતની...
માઉસનો જન્મ: ૨૭ એપ્રિલ, ૧૯૮૧ ચોક્કસ સ્થળ ચીંધવા માટેના પોઇન્ટર ડિવાઇસ તરીકે માઉસનો જન્મ છેક ૧૯૬૪માં થઈ ચૂક્યો હતો. સ્ટેનફર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂના ડગ્લાસ એન્જલબર્ટની એ શોધ હકીકતે સમય કરતાં વહેલી હતી. ૧૯૮૧માં ઝેરોક્સ કંપનીના ઝેરોક્સ સ્ટાર વર્કસ્ટેશન સાથે વર્તમાન માઉસના...
જીમેઇલનો આરંભ: ૧ એપ્રિલ, ૨૦૦૪ સર્ચએન્જિન ક્ષેત્રે સિક્કો જમાવનાર ગૂગલે જીમેઇલ દ્વારા ઈ-મેઇલ સર્વિસનો આરંભ કર્યો ત્યારે મેઇલ બોક્સની સ્ટોરેજ કેપેસિટી મર્યાદિત (મેગાબાઇટમાં) હતી. વધારે જગ્યા જોઈતી હોય તો ડોલર ભરવા પડે. મેઇલબોક્સમાં પાનું લોડ થતાં પણ વાર લાગતી હતી....
આગળ શું વાંચશો? આવી ગયું છે નવું આઇપેડ આકાશના ખબરઅંતર પોસ્ટરસ હવે ટ્વીટર સાથે સ્ટીવ જોબ્સે તો આ જગતમાંથી વહેલી વિદાય લઈ લીધી, પણ એ માણસે પોતાની સર્જકતાને એવી ઊંચાઈએ પહોંચાડી કે તેની કંપનીની પ્રોડક્ટ્સ ખરીદવા લોકો રીતસર લાઇન લગાવે છે. ગયા મહિને, ૧૬ માર્ચે દુનિયાભરના...
તમને કોમિક્સ એટલે કે ચિત્રવાર્તાઓ વાંચવાનો શોખ હોય કે ન હોય, તમે અમર ચિત્રકથાનું નામ તો અચૂક સાંભળ્યું જ હશે. ભારતનાં બાળકોને અત્યંત રસપ્રદ રીતે ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવનારા અનંત પાઈ તો આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સ્વર્ગવાસી થયા, પણ એમની ચિત્રકથાઓનો અમૂલ્ય વારસો...
આગળ શું વાંચશો? તમારો મેઈલ બીજું કોઈ વાંચી શકે? તારી ક્લિકનો બંધાણી.... ગૂગલ સર્ચ સમજાવતો વીડિયો તમારો મેઈલ બીજું કોઈ વાંચી શકે? હમણાં આવી એડ્સનું પ્રમાણ થોડું ઘટ્યું છે, પણ થોડા સમય પહેલાં હરીફ કંપનીઓ એકબીજાની પ્રોડક્ટસ અને બ્રાન્ડ એમ્બેસેડરી ઠેકડી ઉડાવતી જાહેરાતોના...
સોશિયલ મીડિયામાં અત્યારે સૌથી વધુ ગાજતું નામ છે પિન્ટરેસ્ટ. શું છે આ સર્વિસમાં? જાણીએ વિગતવાર. આગળ શું વાંચશો? પિન્ટરેસ્ટનો ધમાકેદાર પ્રવેશ પિન્ટરેસ્ટ એક્ઝેટલી શું છે? પિન્ટરેસ્ટમાં એકાઉન્ટ કેવીરીતે ખોલાવશો? ફોટોઝ કેવી રીતે એડ કરશો? આ રીતે પણ થઈ શકાય પિન્ટરેસ્ટ પર...
આપણે ગૂગલના સર્ચ બોક્સમાં કંઈક લખીએ અને તરત જ ગૂગલ એ શબ્દ ધરાવતાં અસંખ્ય પેજીસની યાદી આપણી સામે મૂકે છે, જે મોટા ભાગે આપણે ઇચ્છતા હોઈએ એ જ બતાવે. અવું કઈ રીતે થાય છે? વેજ પેજીસમાં શોધ : ગૂગલ સર્ચ એન્જિન તેની આગવી ટેક્નોલોજીથી ઇન્ટરનેટ પરનાં અબજો પેજીસનો ઇન્ડેક્સ કરતું...
જે એક સમયે ચોરે, ઓટલે, ગલ્લે કે કિટલીએ થતી તે ચર્ચાનો દોર હવે ઇન્ટનેટ પર આખી દુનિયા સુધી વિસ્તર્યો છે. પરંતુ સોશિયલ મીડિયાની આ સમાંતર દુનિયા ટેક્નોલોજીથી એટલી સમૃદ્ધ છે કે તે વ્યક્તિગત સંબંધો અને બિઝનેસનાં સમીકરણો બદલી રહી છે આગળ શું વાંચશો? જમા પાસા ઉધાર પાસા સોશિયલ...
ઇટાલિયન ખગોળશાસ્ત્રી ગેલિલિયો ગેલિલીએ પોતાના ટેલિસ્કોપ વડે આકાશમાં મીટ માંડીને ગુરુના ગ્રહની ફરતે ચકરાવો લેતા તેના ત્રણ કુદરતી ઉપગ્રહ (ચંદ્ર) શોધી કાઢ્યા. શરૂઆતમાં ગેલિલિયોને લાગ્યું કે એ ત્રણ સ્થિર તારા છે, પણ વધુ બે મહિના અવલોકન કર્યા પછી તેમણે તારવ્યું કે એ અવિચળ...
વંશપરંપરાગત લક્ષણોના વાહક તરીકે ડીએનએ-ડિઓક્સિરીબો ન્યુક્લિક એસિડ-ની ઓળખપરેડ દાયકાઓ પહેલાં થઈ ચૂકી હતી, પણ તેના બંધારણનો ભેદ ઉકેલવાનો બાકી હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીના જેમ્સ વોટસન અને ફ્રાન્સીસ ક્રીકે આ દિશામાં અગાઉ થયેલા કામને આગળ વધાર્યું અને ડીએનએનું માળખું ડબલ...
કસ્ટમર : હલ્લો, મારે મારી સિસ્ટમમાં એક એવો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો છે, જેનાથી કોઈ ટેન્શન વિના આખી સિસ્ટમ સરસ રીતે ચાલે. મને મદદ કરશો? મને ટેકનિકલ બાબતો બહુ સમજાતી નથી. કસ્ટમર કેર સર્વિસ : નો પ્રોબ્લેમ! હું કહું એમ કરતા જાવ. સૌથી પહેલાં તો ‘માય હાર્ટ’ ડ્રાઇવ ઓન કરો....
જમીન નીચે બોગદાં ખોદીને ટ્રેન- એ પણ સ્ટીમ એન્જિનવાળી ધુમાડિયા ટ્રેન દોડાવવાનું અશક્ય લાગતું કામ પહેલી વાર લંડનમાં સંપન્ન થયું. આ દિવસે સાડા પાંચ કિલોમીટર લાંબી ‘ટ્યૂબ’-ભૂગર્ભ રેલની સેવાનો આરંભ થયો. પહેલા જ દિવસે ૪૦ હજાર લંડનવાસીઓ આ અજાયબીનો લહાવો લેવા ઊમટી પડ્યા....
લાઇટ, રેડિયો, ટીવી, આપણું પોતાનું મગજ... આ બધાંનો આપણે રોજેરોજ ઉપયોગ કરીએ છીએ અને છતાં એ બધાં વિશે ખરેખર કેટલું ઓછું જાણીએ છીએ! ઇન્ટરનેટનું પણ એવું જ છે - ઈમેઇલ, ફેસબુક, સર્ફિંગ આ બધું આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે, પણ એ ખરેખર કઈ રીતે કામ કરે છે એ વિશે...
‘લિસા’ પહેલાંના કમ્પ્યુટર પાસે કામ કરાવવું હોય તો સામાન્ય માણસને ટપ્પી ન પડે એવા કમાન્ડ આપવા પડે, કમ્પ્યુટરને કંઈક ‘કહેવા’ માટે ફક્ત કી-બોર્ડ હોય અને સ્ક્રીન પર ધોળાધબ્બ અક્ષરો. સ્ટીવ જોબ્સ અને તેમની ટીમે તૈયાર કરેલા ‘લોકલ ઇન્ટિગ્રેટેડ સોફ્ટવેર આર્કિટેક્ચર’ (લિસા)થી...
આપણી પૃથ્વીની સપાટી પર આપણે ઊભા હોઈએ ત્યાંથી ૩૫,૦૦૦ ફૂટ ઊંચે આકાશમાં એ એટલા જ અંતરે મહાસાગરોના પેટાળમાં શું છે એનો તાગ મેળવવો હોય તો? તો આપણે અવર અમેઝિંગ પ્લેેટ.કોમ સાઇટ પરના એક અદભુત ઇન્ફોગ્રાફિક જોવું રહ્યું. ઊંચાઈ એ ઊંડાઈનો સ્કેલ જાળવીને તૈયાર થયેલું આ ૧૪૦ ઇંચ...
છેક છેલ્લે પાને આવી ગયા? મતલબ સફર પૂરી? ના! તમે જોયું હશે એમ, આ સફર એમ તરત પૂરી થાય એવી નથી. સાવ શરૂઆતમાં લખ્યું છે એમ અહીં તો લગભગ દરેક પાને તમને તમારી ઇચ્છા અનુસાર સફરને આગળ ધપાવવાનાં અનેક કારણો મળશે. એટલે જ આ છેલ્લું પાનું પણ છેલ્લું નથી. અહીં તમને એક કારણ...
એક સફરજન ઝાડની ડાળી પરથી નીચે પડે અને એ ઘટના માણસને છેક અવકાશમાં પહોંચાડી શકે એ આપણે માની શકીએ? આપણે સૌ સ્કૂલમાં પેલી જાણીતી વાત ભણી ગયા છીએ કે વિજ્ઞાની આઇઝેક ન્યૂટન ઝાડ નીચે સૂતા હતા, ઉપરથી સફરજન નીચે પડ્યું અને એમાંથી એમને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સ્ફુર્યો (જોકે આ...
"મમ્મી, સોલર ઇક્લિપ્સ કેમ થાય? સમજાવને! સંતાનો શાળાએ જતાં થાય ત્યારથી લગભગ દસમું ધોરણ પસાર કરે ત્યાં સુધી વારંવાર આવા અનેક સવાલોનો મારો માતા-પિતા પર થતો હોય છે. શાળામાં શિક્ષકો પર નિશ્ચિત સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂરો કરવાનું દબાણ હોય અને ઘરમાં માબાપ બીજા પ્રકારના...
પ્રશ્ન : શું ૨૦૧૨માં પૃથ્વીને કોઇ ખતરો છે? ઘણી ઇન્ટરનેટ વેબસાઇટ કહે છે કે ડિસેમ્બર ૨૦૧૨માં દુનિયાનો અંત આવી જશે. ઉત્તર : ૨૦૧૨માં પૃથ્વી સાથે કશું ખરાબ થવાનું નથી. આપણો ગ્રહ છેલ્લાં ૪ અબજ વર્ષોથી સ્વસ્થ છે અને વિશ્વના વિશ્વનીય વૈજ્ઞાનિકો ૨૦૧૨માં પૃથ્વી સામે કોઈ જોખમ...
અંગ્રેજી ભાષા, શબ્દો, તેના ઉચ્ચારો, લખાણોમાં તેના ઉપયોગ અને ઇતિહાસ માટે સૌથી અધિકૃત અને સૌથી પ્રમાણભૂત ગણાતી ઓક્સફર્ડ ડિક્શનરીનો પહેલો ભાગ- ફેસિકલ- પ્રકાશિત થયો. ત્યાં સુધી અંગ્રેજી ભાષાા આધારભૂત અને સર્વસમાવેશક શબ્દકોશનો અભાવ હતો. લંડનની ફિલોલોજિકલ (ભાષાશાસ્ત્રને...
ફેમિલી એક્ટિવિટીની આ સિરીઝમાં આપણે પરિવાર સાથે મળીને કમ્પ્યુટર પર કે ઇન્ટરનેટ પર અથવા એ બંનેનો લાભ લઈને, બંને વિના કંઈક પ્રવૃત્તિનો આનંદ લઈ શકે એવી વાતો કરવાના છીએ. શરૂઆત કરીએ પરિવારના ફોટોગ્રાફ્સનું મેનેજમેન્ટ કરતાં શીખીને. માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક...
વિશ્વભરમાં કુલ ૮૦ કરોડથી પણ વધુ યુઝર્સ ધરાવતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને હજુ માંડ આઠ વર્ષ થયાં, પણ તેનો વ્યાપ અને પ્રભાવ એવો છે, જાણે તે આઠ દાયકાથી ચાલતી હોય. માર્ક ઝકરબર્ગ અને મિત્રોનું આ સર્જન શરૂઆતમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પૂરતું સીમિત હતું. ધીમે...
‘સાયબરસફર’ની દેખીતી શરુઆત ચાર વર્ષ પહેલાં, જાન્યુઆરી ૨૦૦૮માં ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની બુધવારની ‘કળશ’ પૂર્તિમાં થઈ, પણ એનું વિચારબીજ એથી ઘણાં વર્ષ પહેલાં રોપાયું હતું. કમ્પ્યુટર સાથે પહેલવહેલી નિકટની ઓળખાણ ૧૯૯૩માં થઈ. નવી દિલ્હીમાં ઇન્ડિયા ટુડે (ગુજરાતી)ની ઓફિસમાં પંજાબી...
તમારાં બનાવેલાં તમને બનાવે છે એવું ઇશ્વર અને માણસો માટે કહેવાય છે, પણ માણસ અને કમ્પ્યુટર માટે કહી શકાય? હા, આઈ.બી.એમ.ના ડીપ બ્લુ કમ્પ્યુટરને અમુક અંશે એ લાગુ પાડી શકાય. ચેસની જાણકારીથી સજ્જ ડીપ બ્લુ અને ચેસના વિશ્વવિખ્યાત ગ્રાન્ડમાસ્ટર ગેરી કાસ્પારોવ વચ્ચે અમેરિકામાં...
સાચું કહેજો, અનેક લોકોનાં મોંએ બ્લોગ કે તેમના પોતાના બ્લોગની વાતો સાંભળીને તમને પોતાને પણ બ્લોગ બનાવવાનું મન થયું છે કે નહીં? મન તો થયું હોય, પણ પહેલો સવાલ થાય કે બ્લોગ બનાવવો કેમ? થોડી માથાઝીંક કરીને બનાવી પણ નાખ્યો, પણ પછી એમાં મૂકવું શું? આ બધા સવાલના પાયામાં મૂકી...
વાચકોની રુચિને અનુસરવું એ નહીં, પણ બદલાતા સમયની જરૂરિયાત મુજબ વાચકોની રુચિ કેળવવી એ અખબારનો પાયાનો ધર્મ છે. વર્ષ ૨૦૦૭ સુધીમાં ખાસ્સી લોકપ્રિય થઈ ગયેલી ‘દિવ્ય ભાસ્કર’ની બુધવારની ‘કળશ’ પૂર્તિને નવું સ્વરૂપ આપવાનું નક્કી થયું અને નવું સ્વરૂપ કેવું હોવું જોઈએ એનાં...
તમને વાંચનનો કેવોક શોખ છે? મોટા ભાગે જવાબ એવો ઢીલોઢીલો હશે કે ‘શોખ તો ખરો, પણ સમય ક્યાં મળે છે.’ ઘણા ખરા કેસમાં આ બહાનું જ હોય છે, સમય તો હોય છે, આપણે એનો કસ કાઢતા નથી. તમે કોઈ મલ્ટિનેશનલ કંપનીના એક્ઝિક્યુટિવ હો તો વાત કંઈક બરાબર, એટલે કદાચ આવા લોકોને જ સમય ચોરી શકાય...
દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારની રંગભેદી નીતિ સામે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરનાર આફ્રિકન નેશનલ કોંગ્રેસના નેતા નેલ્સન મંડેલા ૨૭ વર્ષ લાંબો કારાવાસ વેઠ્યા પછી આખરે જેલમાંથી છૂટ્યા. સજાનાં પહેલાં ૧૮ વર્ષ તેમણે પથારી કે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ વગરની ખોલીમાં કાળી મજૂરી...
ઘરમાં કમ્પ્યુટર હોય એ તેની ઠીક ઠીક સારસંભાળ રાખી શકે એવું કોઈ હોય તો તો વાંધો નહીં, પણ ઘણા પરિવારોમાં સંતાનો પરદેશ હોય અને વતનમાં માતા-પિતા એકલાં હોય ત્યારે તેમા માટે કમ્પ્યુટરના મેઇન્ટેન્સની કેટલીક પાયાની વાતો જાણી લેવી જરુરી છે. ખાસ તો એટલા માટે કે તમે જેની પાસેથી...
આશરે છસો વર્ષના ઘડિયાળના ઇતિહાસમાં ‘ચાવી ભરવાની જરૂર ન પડે એવા’ બેટરીથી સજ્જ કાંડાઘડિયાળની જાહેરાત થઇ. પેન્સિલ્વેનિયા (અમેરિકા)ની ‘હેમિલ્ટન ઇલેક્ટ્રિક’ના આ ઘડિયાળનું કામ હજુ ચાલુ હતું, પરંતુ હરીફોને માત કરવા માટે કંપનીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને, નવા ક્રાંતિકારી...
સદીઓ સુધી દેશ-પ્રદેશ પ્રમાણે કાળગણનાનાં માપ અને ધોરણ જુદાં હતાં. તેના કારણે વહેવારમાં -અને તહેવારમાં પણ -સારી એવી અરાજકતા રહેતી હતી. બધાં ચર્ચ એક જ દિવસે ઇસ્ટરનો તહેવાર ઉજવે, એ હેતુથી ઇટાલીના એક ડોક્ટરે કાળગણનાની નવી પદ્ધતિ નક્કી કરી: વર્ષનો નાનામાં નાનો એકમ દિવસ, ૩૬૫...
મિત્રો, આજે દરેકના હાથમાં ક્લિક અને કમ્પ્યુટર છે. હવે તો ‘ટચ’નો જમાનો છે પણ આપણે હૃાુમન ટચ ગુમાવતાં જઇએ છીએ. ક્યારેક અહંકારના કે શરમના ભાર તળે ગૂંગળાઈએ છીએ. મોઢું બંધ રાખીને જાતે જ પોતાના નાકને દબાવીએ છીએ અને ખોખલી સક્સેસ અને હેપ્પિનેસનો દેખાડો કરીએ છીએ. ટેક્નોલોજીમાં...
યુરોપના ૧૧ દેશોએ પરસ્પર વેપારધંધાના વિકાસ માટે અડચણરૂપ બનતી સરહદો ઓગાળી અને નવું સહિયારું ચલણ ‘યુરો’ અપનાવ્યું. આ દેશોમાં બ્રિટનનો સમાવેશ થતો ન હતો. પહેલા જ દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં ૧ યુરો બરાબર ૧.૧૭ અમેરિકન ડોલરનો ભાવ પડતાં એવી અપેક્ષા ઊભી થઇ હતી કે નવું ચલણ સૌથી...
ધોધ બનીને એકધારું પડતું પાણી પર્વતને કોતરીને સરોવર રચી દે છે. મારા જીવનનો એક અનિવાર્ય અને અદ્વૈત હિસ્સો બની ગયેલા મારા બે બ્લોગ્સ મારા જીવનમાં આવું જ વહેણ, આવો જ ધોધ બનીને આવ્યા છે. આપણી આસપાસ ઘટતી નાની-મોટી બધી જ ઘટનાઓ આપણી જિંદગી પર નાની-મોટી છતાં અમીટ છાપ છોડી જાય...