મિત્રો, આજે દરેકના હાથમાં ક્લિક અને કમ્પ્યુટર છે. હવે તો ‘ટચ’નો જમાનો છે પણ આપણે હૃાુમન ટચ ગુમાવતાં જઇએ છીએ. ક્યારેક અહંકારના કે શરમના ભાર તળે ગૂંગળાઈએ છીએ. મોઢું બંધ રાખીને જાતે જ પોતાના નાકને દબાવીએ છીએ અને ખોખલી સક્સેસ અને હેપ્પિનેસનો દેખાડો કરીએ છીએ. ટેક્નોલોજીમાં મોડર્ન ટચ દેખાડવામાં ગૌરવ અનુભવીએ છીએ, પણ પોતાની જાત સાથે હૃાુમન ટચ છૂટતો જાય છે. ચાલો, આવા જ એક કિસ્સા વડે પોતાની જાતમાં પ્રકાશ પાડવાની કોશિશ કરીએ.
એક કિસ્સો જોઈએ. કુંજલ અને અર્જુન એમની પહેલી જ એનિવર્સરીએ એક બ્યુટીફૂલ રિસોર્ટમાં સેલિબ્રેટ કરી રહ્યાં હતાં. આખા રસ્તામાં અર્જુન મોબાઇલ પર સતત બિઝી હતો. કુંજલે ઘણી વાર ટકોર કરી કે ‘યાર, અત્યારે તો તારું મોબાઇલ ઇન્ટરનેટ સર્ફિંગ છોડ? ધિસ ઇઝ અવર ફર્સ્ટ મેમોરેબલ એનિવર્સરી. તારે એવું તો શું અગત્યનું કામ ઇન્ટરનેટ પર હોય છે! શું તે મારાથી પણ ઇમ્પોર્ટન્ટ છે? આઈ થિંક આપણે ઘરે જ સારાં હતાં.’ જવાબમાં અર્જુન અનુત્તર રહૃાો. હોટલ પહોંચ્યા પછી પણ તેનું સર્ફિંગનું વળગણ ચાલુ જ હતું એ પોતાનું ફેસબુક સ્ટેટસ અપડેટ કરી રહૃાો હતો અને દુનિયાને જણાવી રહૃાો હતો કે એમનું હેપ્પિ કપલ અત્યારે ઇન્ડોનેશિયાના બાલીમાં એનિવર્સરી સેલિબ્રેટ કરી રહૃાું છે. જ્યારે આ વાતની કુંજલને ખબર પડી ત્યારે તેનો પિત્તો આસમાને પહોંચી ગયો અને બોલી, ‘અર્જુન, યુ રિયલી વોન્ટ હેલ્પ. મને લાગે છે તું ફેસબુક એડિક્ટ થઈ ગયો છે. તાસું ફેસબુક મારા માટે સ્ટ્રેસબુક બની ગયું છે. લેટ મી કોલ અવર સાઇકોલોજિસ્ટ.’