જયમીન અને માધવ બેસ્ટ ફ્રેન્ડઝ. બંનેનાં માતાપિતા પણ નજીકના મિત્રો. ખૂબ સારા રિઝલ્ટ સાથે હવે બંને જણા છઠ્ઠા ધોરણમાં આવી ગયા છે. જયમીન અને માધવ બંને કમ્પ્યુટરના રસિયા. ઇન્ટરનેટથી કમ્પ્લિટલી વાકેફ. લગભગ બધી જ એપ્લિકેશન ખૂબ સરસ રીતે જાણે અને ઉપયોગ પણ કરે. એક વખત બંનેને સાથે જ એક પ્રોજેક્ટ મળેલો. અમદાવાદના કોટ વિસ્તારની અંદર કેટલાં પુરાતન મકાનો છે કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા અપાવી શકાય તે શોધવાનું હતું.