એક સફરજન ઝાડની ડાળી પરથી નીચે પડે અને એ ઘટના માણસને છેક અવકાશમાં પહોંચાડી શકે એ આપણે માની શકીએ? આપણે સૌ સ્કૂલમાં પેલી જાણીતી વાત ભણી ગયા છીએ કે વિજ્ઞાની આઇઝેક ન્યૂટન ઝાડ નીચે સૂતા હતા, ઉપરથી સફરજન નીચે પડ્યું અને એમાંથી એમને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સ્ફુર્યો (જોકે આ વાતો સખત વિરોધ કરીે ઘણા એમ ણ કહે છે કે એમને આમ સાવ અચાનક આખો સિદ્ધાંત સ્ફુર્યો નહોતો). એ ઘટના સાચી હોય કે ન હોય, વિકિપીડિયા કહે છે કે માનવજાતની અવકાશયાત્રાનાં મૂળ વર્ષ ૧૬૮૬માં રજૂ યેલા સર આઇઝેક ન્યૂટનના એક સંશોધનપત્રમાં રહેલાં છે.