માઇક્રોસોફ્ટ કંપની ‘વિન્ડોઝ’ સિરીઝની ઓપરેટિંગ સિસ્ટમ (OS) બનાવી ચૂકી હતી, પણ અગાઉની ઘજ કરતાં વિન્ડોઝ ૯૫ ટેક્નોલોજીની રીતે હનુમાનકૂદકા જેવી હતી. તેમાં પહેલી વાર MS-DOSના શુષ્ક, શાબ્દિક કમાન્ડને બદલે, અત્યારે જોવા મળે છે એવી ડેસ્કટોપ, વિન્ડોઝ એક્સપ્લોરર અને ટાસ્ક બાર જેવી સરળ સુવિધાઓ આવી. સાથે ‘પ્લગ એન્ડ પ્લે’ (કમ્પ્યુટર સાથે સહેલાઇથી બીજાં સાધન જોડી શકવાની સુવિધા) અને ગેમ્સ માટે જરી મલ્ટિમીડિયા સગવડો આવી.