અત્યારની વાત જુદી છે: હજારો-લાખોની સંખ્યામાં વાઇરસ(તોડફોડિયા-નુકસાનકારક સોફ્ટવેર) ઇન્ટરનેટ થકી દુનિયાભરનાં કમ્પ્યુટરમાં મોજૂદ છે, પરંતુ ૧૯૮૯માં ધીકતો ઇન્ટરનેટયુગ બેઠો ન હતો ત્યારે ‘મોરિસ વોર્મ’ નામના વાઇરસનું સર્જન કરવા બદલ રોબર્ટ મોરિસ નામના જુવાનિયાને ત્રણ વર્ષના પ્રોબેશન અને ૧૦ હજાર ડોલરના દંડની સજા પડી હતી.