પીસીનું બજાર ઊંચકાશે?

પીસીનું બજાર ઊંચકાશે?

તમારા ઘરમાં પહેલાં પર્સનલ કમ્પ્યુટર (એટલે કે આપણી સમજ મુજબ ડેસ્કટોપ) આવ્યું કે લેપટોપ? આપણા દેશમાં હજી લોકો પીસી લેવું કે લેપટોપ એની મૂંઝવણ અનુભવી રહ્યા છે ત્યારે બીજા વધુ વિકસિત દેશોમાં પીસી અને લેપટોપ બંને એક તરફ થઈ ગયાં છે અને ટેબલેટ્સની હરીફાઇનો સામનો કરી રહ્યા છે. વિશ્ર્વના હાર્ડવેર માર્કેટના નિષ્ણાતો માને છે કે ૨૦૧૨ના પહેલા છ મહિનામાં પીસી (ડેસ્કટોપ, લેેપટોપ, નેટબુક વગેરે સહિત)ના માર્કેટમાં નરમી રહી, પણ વર્ષના પાછલા છ મહિના લોકો ફરી પીસી તરફ વળશે. કેમ? થોડા સમયમાં માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન વિન્ડોઝ ૮ આવી રહ્યું છે. જોકે એક અનુમાન મુજબ, વિન્ડોઝ ૮ પીસીમાં ટેબલેટ જેવો યુઝર એક્સ્પિરિયન્સ આપશે એટલે લોકો ફરી અવઢવમાં રહેશે કે નવા પ્રકારનાં પીસી લેવાં કે નહીં?

૨૦૧૧માં આખી દુનિયામાં કુલ ૩૫.૩૩ કરોડ પીસી વેચાયાં હતાં, તે ૨૦૧૬માં વધીને ૫૧.૮૩ કરોડ થવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here