અવકાશ ખૂંદવાનો સરકારોનો એકાધિકાર, તેની સાથે સંકળાયેલા આસમાની ખર્ચને લીધે, ઘણા સમય સુધી જળવાયેલો હતો. આખરે, માઇક્રોસોફ્ટના સહસ્થાપક પોલ એલનની કંપનીએ બનાવેલા અંતરિક્ષયાન ‘સ્પેસશિપવન’થી એ ઇજારો તૂટ્યો. યાને ખાનગી- એટલે કે બિનસરકારી- રાહે અવકાશમાં સફળતાપૂર્વક ઉડાન ભરી. કહો કે અત્યાર લગી બંધ રહેલા અવકાશના દરવાજા ખાનગી કંપનીઓ માટે ખોલી નાખ્યા.