આશરે છસો વર્ષના ઘડિયાળના ઇતિહાસમાં ‘ચાવી ભરવાની જરૂર ન પડે એવા’ બેટરીથી સજ્જ કાંડાઘડિયાળની જાહેરાત થઇ. પેન્સિલ્વેનિયા (અમેરિકા)ની ‘હેમિલ્ટન ઇલેક્ટ્રિક’ના આ ઘડિયાળનું કામ હજુ ચાલુ હતું, પરંતુ હરીફોને માત કરવા માટે કંપનીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને, નવા ક્રાંતિકારી ઘડિયાળના નિમર્તિા તરીકે ઇતિહાસમાં પોતાનું નામ લખાવી દીધું. તેના પહેલા મોડલનું નામ હતું ‘વેન્ચુરા’.