કિંમત ૯૦ લાખ ડોલર. ચલાવવા માટે ૬૦ માણસનો સ્ટાફ અને વિશાળ વાતાનુકૂલિત વિસ્તાર- આવાં કમ્પ્યુટર બનાવનાર આઇબીએમ કંપનીએ પહેલું પીસી-પર્સનલ કમ્પ્યુટર બનાવ્યું ત્યારે શોખીન જીવડા પોતપોતાની આવડત પ્રમાણે પીસી બનાવતા થયા હતા, પણ આઇબીએમના ૫૧૫૦ મોડેલથી પીસી વ્યાપક અને વ્યાવસાયિક ઉપયોગ માટે ઉપલબ્ધ બન્યું.