૧૯૪૫માં જાપાનના નાગાસાકી પર ઝીંકાયેલા, ‘ફેટ મેન’ કોડનેમ ધરાવતા અને એક ધડાકે ૩૯,૦૦૦ લોકોના જીવ લેનારા અણુબોમ્બમાં જેની શક્તિ હતી એ વેપન્સ-ગ્રેડના પ્લુટોનિયમનું પહેલી વાર ૧૯૪૪માં અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટમાં હેન્ફોર્ડ ન્યુક્લિયર રીઝર્વેશનમાં ઉત્પાદન શ થયું. બરાબર સત્યાવીસ વર્ષ પછી ૧૯૭૧માં, અમેરિકાએ અલાસ્કામાં તેનો સૌથી મોટો ભૂગર્ભ હાઇડ્રોજન ધડાકો કર્યો.