મેગેઝિન પૂરું? બધાં પેજ વંચાઈ ગયાં? તો હવે સમય છે પેજીસ રિવાઇન્ડ કરવાનો. દરેક પેજ નીચે આપેલા સવાલો વાંચો. ઘણા ખરા સાવ બેઝિક સવાલો છે, જેમ કે દરિયો ખારો કેમ છે? તમને એના જવાબો કદાચ ખબર પણ હશે, પણ તમે દિલથી વિચારજો – દરેક સવાલના તમને સાવ સાચા જવાબ આવડે છે? આવો સવાલ તમારા સંતાન તરફથી ઝીંકાયો હોય તો તમે એને સાચો, વૈજ્ઞાનિક જવાબ આપી શકો તેમ છો?