વિકિ લવ્ઝ મોન્યુમેન્ટ્સ, ડુ યુ?

  વિશ્વભરનું જ્ઞાન સહિયારી શક્તિથી સૌને તદ્દન સુલભ બનાવી દેનાર વિકિપીડિયાએ હવે વિશ્વના સાંસ્કૃતિક વારસાને પણ જાળવી લેવાનું અભિયાન આદર્યું  છે.

  વર્ષ ૨૦૧૦માં વિકિપીડિયાએ વિવિધ પાર્ટનર્સના સહયોગમાં ‘વિકિ લવ્ઝ મોન્યુમેન્ટ્સ’ નામે એક સ્પર્ધાની શરુઆત કરી. પહેલવહેલી આ સ્પર્ધા નેધરલેન્ડ્ઝ માટે યોજાઈ, ૨૦૧૧માં યુરોપને આવરી લેવાયું અને હવે ૨૦૧૨થી આ સ્પર્ધાનું ફલક વિસ્તારીને આખા વિશ્વનું કરી દેવાયું છે.

  આ સ્પર્ધામાં, દર વર્ષે સપ્ટેમ્બર મહિના દરમિયાન લોકોને તેમના પોતાના દેશની ઐતિહાસિક ઇમારતોની તસવીરો ખેંચીને વિકિમીડિયા કોમન્સ (http://en.wikipedia.org/wiki/Wikimedia_Commons) પર અપલોડ કરવાનું કહેવામાં આવે છે. આ ફોટોગ્રાફ આગળ જતાં વિકિપીડિયાના લેખોમાં સમાવવામાં આવે છે.

  આ સ્પર્ધાના ભાગરુપે સપ્ટેમ્બર મહિનાની ૨૨મી તારીખે મુંબઈમાં એક ફોટોવોકનું આયોજન થયું, સ્પર્ધામાં સામેલ થવા માગતા લોકો સવારના ૮ વાગ્યે એક સ્થળે એકત્ર થયા અને નીકળી પડ્યા મુંબઈની ઐતિહાસિક ઇમારતોની તસવીરો ખેંચવા!

  વિકિપીડિયા કહે છે કે ડિજિટલ કેમેરા ધરાવતી અને ઐતિહાસિક વારસાને પ્રેમ કરતી કોઈ પણ વ્યક્તિ આ અભિયાનમાં જોડાઈ શકે છે. આ માટે ઉત્સાહી લોકોને મદદરુપ થવા એક એન્ડ્રોઇડ એપ પણ બનાવવામાં આવી છે. સપ્ટેમ્બર તો વીતી ગયો છે, પણ દુનિયાભરની ઇમારતોની સુંદર તસવીરો જોવાનો આનંદ તમે ઉઠાવી શકો છો!

  વિશ્વની આ સૌથી મોટી ફોટો કોન્ટેસ્ટ વિશે વધુ જાણો અહીંથીઃ

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here