‘લિસા’ પહેલાંના કમ્પ્યુટર પાસે કામ કરાવવું હોય તો સામાન્ય માણસને ટપ્પી ન પડે એવા કમાન્ડ આપવા પડે, કમ્પ્યુટરને કંઈક ‘કહેવા’ માટે ફક્ત કી-બોર્ડ હોય અને સ્ક્રીન પર ધોળાધબ્બ અક્ષરો. સ્ટીવ જોબ્સ અને તેમની ટીમે તૈયાર કરેલા ‘લોકલ ઇન્ટિગ્રેટેડ સોફ્ટવેર આર્કિટેક્ચર’ (લિસા)થી પાયાનું પરિવર્તન આવ્યું.