હમણાં એવું બન્યું કે એક કમ્પ્યુટરમાંનો ચાર જીબી જેટલો ડેટા બીજા કમ્પ્યુટરની હાર્ડડિસ્કમાં ટ્રાન્સફર કરવાની જરુર ઊભી થઈ. બંને કમ્પ્યુટર લેનથી જોડાયેલાં હતાં એટલે પેનડ્રાઇવમાં કોપી કરી, બીજામાં પેસ્ટ કરવાનો તો સવાલ નહોતો, પણ થયું એવું કે બીજા કમ્પ્યુટરની એક ડ્રાઇવમાં આ ડેટા પેસ્ટ કર્યો અને અડધી-પોણી કલાકે મેસેજ મળ્યો કે ડ્રાઇવ ફૂલ છે! પછી શું? ફરી બધો ડેટા બીજી ખાલી ડ્રાઇવમાં નવેસરથી ટ્રાન્સફર કરવાની કસરત!