બનાવીએ ચંદ્રનું પરિભ્રમણ સમજાવતું મોડલ

By Content Editor

3

“મમ્મી, સોલર ઇક્લિપ્સ કેમ થાય? સમજાવને! સંતાનો શાળાએ જતાં થાય ત્યારથી લગભગ દસમું ધોરણ પસાર કરે ત્યાં સુધી વારંવાર આવા અનેક સવાલોનો મારો માતા-પિતા પર થતો હોય છે. શાળામાં શિક્ષકો પર નિશ્ચિત સમયમર્યાદામાં  અભ્યાસક્રમ પૂરો કરવાનું દબાણ હોય અને ઘરમાં માબાપ બીજા પ્રકારના તનાવોમાં જીવતાં હોય. જે ન સમજાય એ બાળક પૂછે તો ખરું જ! એનો સંતોષકારક જવાબ ન મળે એટલે ધીમે ધીમે એના પ્રશ્નો જ ઓછા થતા જાય, જે લાંબા ગાળે એનો વિકાસ અચૂક રુંધે.

સજાગ માતાપિતા કે શિક્ષક તરીકે તમે પણ આવી સ્થિતિ ટાળવા ઇચ્છતાં હશો, પણ જ્ઞાનવિજ્ઞાનનાં બધાં પાસાંની બારીક બાબતોની પૂરતી સમજણ દરેકને હોય એવું શક્ય જ નથી. તમે કોમર્સ ભણ્યા હો અને સાયન્સના સવાલો ઝીંકાય તો શું કરો? પણ, આવો કોઈ સવાલ આવે ત્યારે તમે ફરી ટીચર કે પપ્પા કે મમ્મી પર ખો આપવાને બદલે એમ કહો કે “મને પણ ખબર તો નથી, પણ ચાલો સમજવાની ટ્રાય કરીએ… તો એય પૂરતું છે! ઇન્ટરનેટ પર એવા અનેક રિસોર્સીઝ છે જેની મદદથી, તમે એટ લિસ્ટ, સંતાનની જિજ્ઞાસા સંતોષવા જેટલી અને ખાસ તો એને વધુ પ્રશ્ર્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરવા જેટલી જાણકારી તો મેળવી જ શકો.

વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો પર આધારિત અને ઘરમાં કે શાળામાં હાથવગાં સાધનોની મદદથી કરી એવા વિવિધ પ્રયોગોની વાત કરતો આ વિભાગ એવાં દાદા-દાદી, માતા-પિતા કે શિક્ષકોને સમર્પિત છે, જે પોતે વિદ્યાર્થી બનવા તૈયાર છે!

આગળ શું વાંચશો?

  • ચંદ્રનો આકાર દરરોજ રાત્રે બદલાતો કેમ હોય એવું લાગે છે?
  • પાયાની સમજ
  • મોડલ બનાવવા માટે શું શું જોઈશે?
  • પ્રયોગની પધ્ધતિ
  • આ પ્રયોગમાં તમે શું જોયું?
  • માઉસનો આપો પાંખ

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop