કલ્પના કરો, તમે કોઈ વિદેશી ટૂરિસ્ટ છો. તમે ગુજરાતા પ્રવાસે આવ્યા છો એ હરતાંફરતાં પોરબંદરમાં કીર્તિમંદિર પહોંચ્યા છો. અહીં દાખલ થતાંવેંત તમે વિચાર આવશે કે ગાંધીજી વિશે વિગતવાર માહિતી મેળવવી જોઈએ. કીર્તિમંદિરમાં તમને પૂરતી માહિતી મળવાની શક્યતા ઓછી, એટલે તમે પહેલો વિચાર વિકિપિડિયાનો આવશે, રાઇટ?