ઇન્ટરનેટનો કોઈ એક માલિક નથી એટલે, પરીકથાના રાજકુમારની જેમ સતત વધતા આ જીનનો ફેલાવો કેટલો એ ચોક્કસ કહેવું મુશ્કેલ છે, પણ ઇન્ટરનેટની પાયાની જરિયાત સમાન ડોમેઇન રજિસ્ટ્રેશન સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓની વિગતો પરથી કંઈક અંદાજ મળી શકે છે. એક અગ્રગણ્ય સાઇટ મેશેબલ પર એકઠી કરાયેલી આ વિગતો ખરેખર રસપ્રદ છે.