આંગળી ચીંધ્યાનું પુણ્ય!

ઇન્ટરનેટ પર વિવિધ ભાષામાં, વ્યક્તિગત કે સંસ્થાગત સ્વરુપે કેટલાય પ્રકારની નોંધપાત્ર પહેલ થઈ છે અને સતત આગળ વધી રહી છે. આ વિભાગમાં આપણે એવી વિવિધ ભાષામાં વિક્સી રહેલી પ્રવૃત્તિઓ પર ઝડપભેર નજર ફેરવીશું. અહીં વાત ટૂંકમાં થશે, પણ તમે પૂરતો સમય લઈને ફૂરસદે આ સાઇટ્સ જોવા જજો, કેમ કે અહીં તો મોટા ભાગે એ સાઇટના એકાદ પાસાની જ વાત થશે, પણ સાઇટની મુલાકાત લેશો તો બીજાં અનેક પ્રકારનાં પાસાં ખૂલશે!

આપણી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાની કેટલીક યાદગાર અને ગુજરાતીઓને કંઠસ્થની સાથોસાથ હૃદયસ્થ થયેલી કૃષ્ણભક્તિથી ભરપૂર રચનાઓ… રેડિયોના સ્વ‚રુપમાં માણી શકો છો અહીં : http://tahuko.com/?p=75

ગુજરાતી કહેવતો તમે કેટલીક જાણો છો? આંગળીના વેઢે ગણી શકાય એટલી કે વધુ? એક હજારથી વધુ ગુજરાતી કહેવતો ઉપરાંત, ગુજરાતી ભાષા વિશે બીજું ઘણું બધું જાણવા-માણવા ને સાંભળવા મળશે અહીં : http://www.mavjibhai.com/kahevat.htm

અખબારોમાં તો લગભગ રોજ તમે આડી-ઊભી ચાવીની શબ્દરમત રમતા હશો, ઇન્ટરનેટ પર ક્રોસવર્ડ – એ પણ ગુજરાતીમાં – માણવી હોય તો પહોંચો અહીં : http://gujaratilexicon.com/game/crossword/

ઇન્ટરનેટ પર ગુજરાતીમાં લખવાનું ગૂગલની ટ્રાન્સલિટરેશન સેવાથી સુલભ થઈ ગયું છે એ તો તમે જાણો જ છો.  આ સેવા તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા વિશે એકદમ વિગતવાર માર્ગદર્શન મળશે ‘અલગારીની દુનિયા’ બ્લોગ પર :http://algari.blogspot.in/p/blog-page.html

કિડનીના રોગો વિશે વિગતવાર માહિતી ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, મરાઠી અને તામિલ ભાષામાં!http://www.kidneyingujarati.com

ગુજરાતી ભાષાને ઇન્ટરનેટ પર જીવંત બનાવીને જેમ ગુજરાતી લેક્સિકન ટીમે બહુ મોટું પ્રદાન આપ્યું છે, તેમ થોડા નાના ફલક પર હિન્દી ભાષામાં પણ કામ થઈ રહ્યું છે. ઇંગ્લિશ-હિન્દી અને હિન્દી-ઇંગ્લિશ ડિક્શનરી ઉપરાંત ભાષાના શિક્ષકોને ગમે એવું ઘણું મળશે અહીં : http://www.shabdkosh.com/

હિન્દી સાહિત્યજગતમાં બહુ મોટું નામ છે મુન્શી પ્રેમચંદનું. તેમની ૧૫૦ જેટલી ટૂંકી વાતર્ઓિ, હિન્દીમાં, વાંચી શકો છો આ સાઇટ પર : http://premchand.kahaani.org

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here