Home Tags Web world

Tag: web world

જીમેઇલના વેબ વર્ઝનમાં નવી સુવિધા

ઘણી વાર, ઘણી બાબતમાં એવું થતું હોય છે કે એ બાબતનો આપણને ભરપૂર લાભ મળી શકે તેમ હોય, છતાં આપણે પોતે લેતા ન હોઈએ! કમ્પ્યુટર, સ્માર્ટફોન કે આખા ઇન્ટરનેટમાં આવી પાર વગરની બાબત છે. એ જ રીતે, ઘણી બાબત એવી પણ હોય છે કે તે મળ્યા પછી આપણને લાગે કે આના વગર આટલા વખત સુધી આપણું કામ ચાલ્યું કઈ રીતે?! એક સાદું ઉદાહરણ આપીને વાત કરીએ તો, તમે કહો, તમે માઉસના રાઇટ ક્લિકનો કેટલોક ઉપયોગ કરો છો? ધ્યાન આપજો, રાઇટ ક્લિક, લેફ્ટ નહીં! લેફ્ટ ક્લિક...

જગતભરના સમાચારો જાણતા રહેવાનો એક નવો, સ્માર્ટ રસ્તો

જાન્યુઆરી ૩૧, ૧૯૪૮ના દિવસે, દિલ્હીના બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના સભા માટે મહાત્મા ગાંધી આવ્યા અને તેમના દર્શનાર્થીમાંના એક નથુરામ ગોડસેએ, બરાબર ૫.૧૨ના સમયે ગાંધીજીના કૃશ શરીરમાં ગોળીઓ ધરબી દીધી. તેની પંદર-વીસ મિનિટ પછી ગાંધીજીએ અંતિમ શ્વાસ લીધા. આગળ શું વાંચશો? સમાચાર માટે ઇન્ટરનેટ વિશ્વસનિય છે? તપાસવા જેવી નવી ન્યૂઝ સર્વિસ ગાંધીજીની હત્યાના ત્રણ-ચાર મહિના પહેલાંથી, ઓલ ઇન્ડિયા રેડિયોના કર્મચારીઓ રોજ સાંજે બિરલા હાઉસમાં હાજર રહી, પ્રાર્થનાસભા પછી ગાંધીજીના પ્રવચનને ટેલિફોન દ્વારા, ત્રણ કિલોમીટર દૂર રેડિયોના રેકોર્ડિંગ રૂમમાં ‘લાઇવ’ ટ્રાન્સમિટ કરતા હતા અને ત્યાં પ્રવચન રેકોર્ડ કરવામાં...

નવી ન્યૂઝ સર્વિસનો સંપૂર્ણ પરિચય

જો તમે તમારા સ્માર્ટફોનમાં જૂની ન્યૂઝ એન્ડ વેધર એપનો ઉપયોગ કરતા હશો, તો તમને નવી ન્યૂઝ એપ જોઈને આનંદનો હળવો આંચકો આવશે! નવી એપમાં ડિઝાઇનને લગતા સરસ ફેરફારો કરવામાં આવ્યા છે. ગૂગલની મૂળ ન્યૂઝ સર્વિસ ૧૫ વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી. ત્યારે માત્ર ઇન્ટરનેટ પરથી સાડા ચાર કે પાંચ હજાર જેટલી ન્યૂઝ સાઇટ્સ પરથી સમાચારો તારવી, તેને જુદા જુદા દેશ અને વિષય મુજબ ગોઠવીને આપણને એક જ વેબપેજ (અને પાછળથી એપ)માં બતાવવામાં આવતા હતા. જગતના આ સૌથી મોટા ‘અખબાર’માં કોઈ માણસ તંત્રી નહોતો, સમાચાર પસંદગી...

આઇઆરસીટીસીની નવી સાઇટ લોન્ચ થઈ

રેલવે રિઝર્વેશનની સુવિધા આપતી ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)ની સાઇટ હવે બદલાઈ ગઈ છે. નવી સાઇટમાં યૂઝર ઇન્ટરફેસની દૃષ્ટિએ તો દેખીતા સુધારા છે જ, પરંતુ સૌથી નોંધપાત્ર ફીચર પહેલી નજરે આપણા ધ્યાનમાં ન આવે તેવું છે. આ ફીચર છે આપણી વેઇટ લિસ્ટિંગમાંની ટિકિટ કન્ફર્મ થવાની કેટલી શક્યતા છે એ સૂચવતું સોફ્ટવેર. અન્ય ખાનગી કંપનીઓની સાઇટ પર આ ફીચર ઘણા સમયથી છે પરંતુ ભારતીય રેલવેનો દાવો છે કે આઈઆરસીટીસીની સાઇટ પરનું ફીચર વધુ સચોટ પરિણામ આપશે કેમ કે તેની પાસે સૌથી વધુ ડેટા હોય...

ફેસબુકમાં ગંભીર ખામી

ગયા મહિનાની શરૂઆતમાં બહાર આવ્યું કે મે ૨૦૧૮માં, ૧૦ દિવસ માટે, ફેસબુકના સોફ્ટવેરમાં એક ખામીને કારણે, જે લોકોએ પોતાની પોસ્ટ માત્ર  મિત્રો કે એવા નાના ગ્રૂપ પૂરતી સીમિત રાખી હોય એ, સૌ કોઈ જોઈ શકે એવી પબ્લિક પોસ્ટમાં ફેરવાઈ ગઈ હતી! આ ખામીની ૧.૪ કરોડ યૂઝર્સને અસર થઈ હતી. ફેસબુકે હવે આ દરેક યૂઝરનો વ્યક્તિગત સંપર્ક કરીને તેમની માફી માગવાનું શરૂ કર્યું છે.

બાબા રામદેવનું દેશી વોટ્સએપ ફ્લોપ

દરેક પ્રોડક્ટનું ‘સ્વદેશી’ વર્ઝન તૈયાર કરીને મલ્ટીનેશનલ કંપનીઝને હંફાવી દેનારા બાબા રામદેવે ટૂથપેસ્ટ અને નૂડલ્સ પછી હવે ટેક્નોલોજી તરફ પણ નજર દોડાવી છે. ગયા મહિને તેમણે દેશી વોટ્સએપ જેવી ‘કિમભો’ (‘કેમ છો?’ માટેનો સંસ્કૃત શબ્દ!) નામે એક એપ લોન્ચ કરી. જોકે ઉતાવળે લોન્ચ કરાયેલી આ એપમાં સિક્યોરિટીની દૃષ્ટિએ સંખ્યાબંધ ખામીઓ જણાતાં, ગણતરીના કલાકોમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી તેને દૂર કરી લેવામાં આવી.

પેટીએમમાં નવાં ફીચર્સ

વોટ્સએપમાં પેમેન્ટ સુવિધા તમામ યૂઝર્સ માટે ગમે તે ઘડીએ શરૂ થાય તેવી સ્થિતિ છે ત્યારે પેટીએમ તેના યૂઝરબેઝને વધારવા ભરચક પ્રયાસ કરવા લાગી છે. પેટીએમમાં ઇનબોક્સ નામે, રકમની આપલેની સાથોસાથ મેસેજની આપલે કરવાની સગવડ છેલ્લા કેટલાક સમયથી ઉમેરાઈ છે અને હવે તેમાં લાઇવ ટીવી, રીયલ-ટાઇમ ન્યૂઝ, ક્રિકેટ અપડેટ્સ, વીડિયો, ગેમ્સ વગેરે પણ ઉમેરાઈ રહ્યું છે. આ માટે પેટીએમ કંપનીએ આજ તક, ઇન્ડિયા ટુડે, બ્લૂમબર્ગ ક્વિન્ટ, મિરર નાઉ, ઝૂમ, ઇટીવી વગેરે મીડિયા કંપની સાથે જોડાણ કર્યું છે. પેટીએમ એપ ઓપન કર્યા પછી તદ્દન નીચે, જમણી બાજુ ઇનબોક્સનો...

કામચલાઉ ઈ-મેઇલ એડ્રેસ બનાવો

માની લો કે તમારે કોઈ એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે અને તેના વિશે જુદી જુદી માહિતી એકઠી કરવા તમે ઇન્ટરનેટ પર જુદી જુદી સાઇટ્સ ફેંદી રહ્યા છો. તમે નોંધ્યું હશે કે હવે ઘણી સાઇટ્સ પર આવું થાય છે... જેવા તમે બીજી કોઈ વેબસાઇટ પર જવા માટે બ્રાઉઝરમાં નવી ટેબ પર માઉસ લઈ જાઓ, એટલે તરત પહેલી વેબસાઇટને જાણ થઈ જાય કે તમે તેને છોડીને જઈ રહ્યા છો, એટલે એ તાબડતોબ કોઈ ફ્રી ઇ-બુક કે ફ્રી ન્યૂઝલેટર પર સાઇન-અપ થવા માટે તમને તમારું ઈ-મેઇલ એડ્રેસ...

ઇલેક્ટ્રિકલ વાહનો માટે ઇસરો પોતાની ટેક્નોલોજી આપશે

ડ્રાઇવરલેસ કાર હજી બહુ દૂરનું ભવિષ્ય છે પરંતુ પર્યાવરણ માટે સાનુકૂળ ઇલેક્ટ્રિક વાહનોનું સ્વપ્ન હવે હાથવેંતમાં હોય તેવું લાગી રહ્યું છે. ભારત સરકાર દેશની ઓટો ઇન્ડટ્રીઝને ઇલેક્ટ્રિકલ વાહનો તરફ વાળવા ભરપૂર કોશિશ કરી રહી છે ત્યારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ પોતાની સ્પેસ-ગ્રેડ લિથિયમ-આયન ટેકનોલોજી ભારતના કારમેકર્સને નોન-એક્સક્લુઝિવ ધોરણે રૂા.એક કરોડની કિંમતે આપવાની તૈયારી બતાવી છે. ઇસરોના વિજ્ઞાનીઓના મતે, આ પહેલને કારણે દેશના કાર ઉદ્યોગ માટે વ્યાપારી ધોરણે ઈલેક્ટ્રિકલ વાહનોનું ઉત્પાદન કરવું વધુ સરળ બનશે.

એરાઉન્ડ ધ વેબ

ફેસબુક થોડા સમયમાં તેની પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરે તેવી શકયતા છે. ફેસબુકે તેના ચેટ પ્લેટફોર્મ મેસેન્જરમાં વીડિયો એડ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં કદાચ તેનો અમલ શરૂ થઈ ગયો હશે. અલબત્ત, આપણે અમુક એડ્સ હાઇડ કરી શકીશું અને તે વાંધાજનક હોવાનો રિપોર્ટ કરી શકીશું. જોકે ગૂગલની જાહેરાતોમાં પણ યૂઝરને આવો કંટ્રોલ આપવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાંધાજનક એડ્સ રિપોર્ટ કરવાથી મોટા ભાગે કોઈ ફેર પડતો નથી! જીમેઇલ અને ગૂગલ ફોટોઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આધારિત ઘણી ખૂબીઓ ઉમેરાઈ ગઈ છે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.