ઘરમાં કમ્પ્યુટર હોય એ તેની ઠીક ઠીક સારસંભાળ રાખી શકે એવું કોઈ હોય તો તો વાંધો નહીં, પણ ઘણા પરિવારોમાં સંતાનો પરદેશ હોય અને વતનમાં માતા-પિતા એકલાં હોય ત્યારે તેમા માટે કમ્પ્યુટરના મેઇન્ટેન્સની કેટલીક પાયાની વાતો જાણી લેવી જરુરી છે.
ખાસ તો એટલા માટે કે તમે જેની પાસેથી કમ્પ્યુટર લીધું હોય એ રુપિયા આપવા તૈયાર હોવા છતાં પણ નાની નાની વાત માટે તમારી મદદે આવશે નહીં. તો જાતે જ કમ્પ્યુટરને સ્વસ્થ-તંદુરસ્ત રાખતાં શીખી લેવામાં શો વાંધો? અહીં આવી કેટલીક બિલકુલ પાયાની વાતો આપી છે :
આગળ શું વાંચશો?
- હંમેશાં તમારું કમ્પ્યુટર યોગ્ય રીતે બંધ કરવાનું રાખો
- કમ્પ્યુટર સાથે જોડેલાં સાધનોને પાવર ચાલુ હોય ત્યારે દૂર કરશો નહીં.
- કમ્પ્યુટરને નિયમિત સ્કેન કરો
- એન્ટિવાઈરસ પ્રોગ્રામ નિયમિત રીતે અપડેટ કરો
- કમ્પ્યુટરમાં પાયાની એન્ટિવાઈરસ પ્રોગ્રામ તો જરૃર વાપરો.
- યુએસબી પેનડ્રાઈવ વાપરજો સાચવી સંભાળીને