ચેકોસ્લોવાકિયાના પાટનગર પ્રાગના ‘નેશનલ થિયેટર’માં ઊઘડેલા ચાપેકના નાટક ‘આર.યુ.આર.’નો વિષય વિચિત્ર રીતે રસપ્રદ હતો : રાસાયણિક પ્રક્રિયાથી બનેલા અને હૂબહૂ માણસ જેવો દેખાવ ધરાવતા ‘રોબોટ’ (ચેક ભાષામાં ‘રોબોટા’ એટલે ‘મજૂરી’). તેમને કામ સોંપીને નિશ્ચિંત બનેલી માનવજાતને ખતમ કરવા સુધી રોબોટ આવી જાય, એવી કથા હતી.