આજકાલ કોલેજમાં પહોંચતા વિદ્યાર્થી, ખાસ કરીને એન્જિનીયરિંગના વિદ્યાર્થી માટે લેપટોપ અનિવાર્ય થઈ ગયું છે. આવો જાણીએ તેની ખરીદી વખતે મૂંઝવતા સવાલોના જવાબો.
અગાઉના સમયમાં, પરીક્ષાઓ નજીક હોય ત્યારે છોકરાં સારી રીતે, ઉત્સાહથી ભણે એ માટે વડીલો કહેતા કે સારું પરિણામ આવશે, તો સાયકલ લાવી આપીશું! આ સાયકલ એટલે એક સરખી ડિઝાઇનની માત્ર કાળી સાયકલ મળતી એ જમાનાની વાત થઈ. પછી ઇનામમાં ઘડિયાળની લાલચ આવી, પછી મોબાઇલ-સ્માર્ટફોન આવ્યા અને હવે – જો કોલેજની વાત હોય – તો લગભગ અનિવાર્યપણે ઇનામમાં લેપટોપ મળે!
બી.એ., બી.કોમ. બી.એસસી.માં એડમિશન મળ્યું હોય તો લેપટોપ વિના ચાલી જાય, પણ ખાસ કરીને એન્જિનીયરિંગની લગભગ દરેક શાખાના વિદ્યાર્થીને હવે લેપટોપ વિના ચાલતું નથી. મોટા ભાગે તો કોલેજમાંથી, કેવું લેપટોપ લેવું જોઈશે એના સ્પેસિફિકેશન્સનું લિસ્ટ આપી દેવામાં આવે. જો મા-બાપની પહોંચ સારી હોય તો એ લિસ્ટ મુજબનું લેપટોપ ખરીદીને વાત આટોપી લઈ શકાય, પણ બજેટ જરા ટાઇટ હોય તો?
સ્ટુડન્ટની વાત બાજુએ રાખીએ તો પોતાના ઉપયોગ માટે લેપટોપ લેવાનું હોય, બજેટની બહુ ચિંતા ન હોય, પણ કોસ્ટ અને પર્ફોર્મન્સ બંનેનું બેલેન્સ થાય એવું લેપટોપ ખરીદવાનો વિચાર હોય તો?
આગળ શું વાંચશો?
- રેમ
- ગ્રાફિક કાર્ડ
- સ્ક્રીન સાઇઝ
- સ્ક્રીનની ક્વોલિટી
- વજન
- બેટરી લાઇફ
- સ્ટોરેજ
- કીબોર્ડ અને ટચપેડ
- વોઇસ ક્વોલિટી
- બૂટિંગ સ્પીડ
- સિક્યોરિટી
- કયું પ્રોસેસર પસંદ કરશો?
- પ્રોસેસરના નામની પૂરી સમજ
ક્વિક નોટ્સ
- કયું પ્રોસેસર, કેવા ઉપયોગ માટે સારું?
- પ્રોસેસરની સામાન્ય સમજ
- ઇન્ટેલ કે એએમડી?