આજના સમયમાં ફક્ત માર્કેટિંગ જોબ્સ માટે જ નહીં, નોકરીની અન્ય જગ્યાઓ પર પણ, કેટલીક ચોક્કસ ડિજિટલ બાબતોની સમજ તમને બીજા કરતાં ઘણા આગળ રાખી શકે છે.
આગળ શું વાંચશો?
- સોશિયલ મીડિયા
- સર્ચ એન્જિન માર્કેટિંગ
- આંકડા અને માહિતીનું વિશ્લેષણ – એનેલિટિક્સ
- કન્ટેન્ટ માર્કેટિંગ
- ઈ-મેઇલ માર્કેટિંગ
- મોબાઇલ માર્કેટિંગ
- સોશિયલ સેલિંગ ટૂલ્સ
- પે-પર-ક્લિક માર્કેટિંગ
- વીડિયો માર્કેટિંગ
- સ્ટ્રેટેજી અને પ્લાનિંગ
પાંચેક વર્ષ પહેલાં જેના વગર આપણાં બધાં કામ થઈ શકતાં, તે મોબાઇલ વગરની દુનિયાની કલ્પના હવે કરી શકીએ? ઘડીએ ઘડીએ આપણને એની જરૂર પડવા લાગી છે. આપણાં કેટલાં બધાં કામ મોબાઇલ વગર હવે શક્ય નથી. નવી પેઢી માટે તો એના વગર જીવવું જ કદાચ અશક્ય છે.