એન્ડ્રોઇડનો દસમો અવતારઃ ફરી બદલશે આપણી દુનિયા?

x
Bookmark

આ વર્ષમાં એન્ડ્રોઇડનું ૧૦મું વર્ઝન (ક્યુ) આવી રહ્યું છે અને એ સાથે, વિશ્વમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનની સંખ્યા અઢી અબજ કરતાં વધી જવાની શક્યતા છે!

હાલમાં જ તમે નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદ્યો હશે તો મોટા ભાગે તમને એન્ડ્રોઇડના નવમા વર્ઝન ‘પાઈ’નો લાભ મળ્યો હશે. જો તમે એકાદ વર્ષ પહેલાં ફોન ખરીદ્યો હશે તો તેમાં એન્ડ્રોઇડનું આઠમું કે તેનાથી જૂનું વર્ઝન હશે.

અલબત્ત એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની એક મોટી તકલીફ એ છે કે તેમાં નવું વર્ઝન મેળવવા માટે આપણે આપણા ફોનની મેન્યુફેકચરિંગ કંપની પર આધાર રાખવો પડે છે. જો આપણે પ્રમાણમાં સસ્તો ફોન ખરીદ્યો હોય તો આવા ફોનમાં લગભગ ક્યારેય એન્ડ્રોઇડનું વર્ઝન અપગ્રેડ કરવાનો મોકો મળતો નથી.

એટલે જ હવે ધીમે ધીમે એન્ડ્રોઇડનું સ્ટોક વર્ઝન કે એન્ડ્રોઇડ વન પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોન ખરીદવાનું ચલણ વધતું જાય છે. આ પ્રકારના ફોનમાં નવું વર્ઝન મળવાની અને ઝડપથી મળવાની શક્યતા વધી જાય છે.

એપલના આઇફોનમાં સ્થિતિ જુદી છે. તેમાં એપલ કંપની પોતે જ ફોનના મેન્યુફેકચરિંગ પર પણ અંકુશ ધરાવતી હોવાથી આઇફોનની ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન રજૂ થાય એ સાથે લોકોને પોતાના ફોનમાંની ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ કરવાની તક મળે છે. એન્ડ્રોઇડ અને એપલ વચ્ચે આ બહુ મોટો તફાવત છે અને ગૂગલ આ સ્થિતિ બદલવા માટે લાંબા સમયથી પ્રયાસ કરે છે.

એવું લાગે છે કે એન્ડ્રોઇડના ૧૦મા વર્ઝનથી છેવટે આ સ્થિતિ ઘણે અંશે બદલાશે.

જો તમે નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદવાનું વિચારતા હો અને થોડા મહિના રાહ જોઈ શકો તેમ હો તો આ વર્ષના અંત સુધીમાં આપણી પહોંચમાંના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનું ૧૦મું વર્ઝન આવી જાય તેવી શક્યતા છે. એન્ડ્રોઇડના દરેક વર્ઝનમાં આગલા વર્ઝન કરતાં ઘણી નવી ખૂબીઓ હોય તે સ્વાભાવિક છે પરંતુ ૧૦મા વર્ઝનમાં બહુ મોટા ફેરફારો આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here