Home Tags Android

Tag: android

એન્ડ્રોઇડમાં પણ થ્રી-ડી ટચ

જો તમે આઇફોનનો ઉપયોગ કરતા હો તો જાણતા હશો કે તેમાં થ્રી-ડી ટચની એક મજાની સુવિધા છે. ફોનના સ્ક્રીન પર સામાન્ય કરતાં જરા વધુ પ્રેસ કરવાથી આપણને જુદા જુદા એકશનના વિકલ્પ મળે છે. આ સુવિધા હવે એન્ડ્રોઇડમાં પણ આવી રહી છે. અલબત્ત એન્ડ્રોઇડના નવા ક્યૂ વર્ઝનથી. એન્ડ્રોઇડમાં આ સુવિધા ‘ડીપ પ્રેસ’ નામે ઓળખાય તેવી શક્યતા છે.

એપ્સ ઓટોમેટિક અપડેટ કરો

સ્માર્ટફોનમાં આપણે ઇન્સ્ટોલ કરેલી દરેક એપમાં સમયાંતરે નવાં ફીચર્સ ઉમેરાતાં હોય છે કે તેમાં ધ્યાનમાં આવેલી ખામીઓ સુધારવામાં આવતી હોય છે. આ બધું આપણને અપડેટ સ્વરૂપે મળે છે. આથી આપણે ઇન્સ્ટોલ કરી એપ્સને નિયમિત રીતે અપડેટ કરવી હિતાવહ છે. એમ કરવા માટે આપણે વારંવાર પ્લે સ્ટોરમાં આપણી એપ્સ તપાસીને તેના અપડેટ ઉપલબ્ધ છે કે નહીં તે ચકાસવાની જરૂર નથી, આ કામ ઓટોમેટિક થઈ શકે છે. અલબત આ બેધારી તલવાર છે, જો તમારા ફોનમાં અપૂરતી સ્ટોરેજ સ્પેસ હોય અને બધી એપ્સ ઓટોમેટિક અપડેટ થતી રહે તો ફોન પર...

સસ્તા એન્ડ્રોઇડ ફોનમાં પણ એન્ક્રિપ્શન સુવિધા મળવા લાગશે

એન્ડ્રોઇડ ફોનમાં એન્ક્રિપ્શનની એવી વ્યવસ્થા હોય છે કે ફોનમાંનો ડેટા એક વાર એન્ક્રિપ થયા પછી જો કોઈ બીનઅધિકૃત વ્યક્તિ તેને એક્સેસ કરવાનો પ્રયાસ કરે તો તે ડેટા વાંચી શકે નહીં. ફોનનો માલિક જ્યારે જ્યારે પોતાનો પાસવર્ડ આપીને ફોન ઓન કરે ત્યારે તેમાંનો ડેટા ડીક્રિપ્ટ થાય છે અને ફોન માલિક ડેટા વાંચી શકે છે.આ વ્યવસ્થાનો લાભ લેવા માટે એન્ડ્રોઇડ ફોનમાં વધુ પ્રોસેસિંગ પાવર જરૂરી હોવાથી પ્રમાણમાં સસ્તા એન્ડ્રોઇડ ફોનમાં અત્યાર સુધી મોટા ભાગે તે ઉપલબ્ધ નહોતી. એન્ડ્રોઇડ બહુ ઓછીથી બહુ વધુ એવી વિશાળ કિંમત રેન્જમાં...

હોમ સ્ક્રીન પર શોર્ટ કટ નથી જોઇતા?

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આપણે પ્લે સ્ટોરમાંથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે એન્ડ્રોઇડ આપોઆપ તેનો શોર્ટકટ આપણા ફોનના હોમ સ્ક્રીન પર મૂકી દે છે. આ સુવિધા એક રીતે કામની છે કેમ કે એપ ઇન્સ્ટોલ થયા પછી આપણે ફોનમાં તેને શોધવા જવાની જરૂર ન રહે અને હોમ સ્ક્રીન પર તે હાથવગી રહે. પરંતુ સામાન્ય રીતે હોમ સ્ક્રીન પર ઘણા બધા શોર્ટકટ્સ રાખવાથી ફોન ધીમો થઈ જતો હોય છે. ઉપરાંત આપણે માત્ર કેટલીક, સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્સના શોર્ટકટ્સ હોમ સ્ક્રીન પર મૂકીએ એ વધુ સગવડભર્યું હોય છે. આથી...

એન્ડ્રોઇડમાં ઝીપ ફોલ્ડર ઓપન કરો

એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો હવે આપણે લગભગ પીસી જેટલો જ ઉપયોગ કરવા લાગ્યા છીએ, જે ધારીએ એ એન્ડ્રોઇડમાં થઈ શકે. જોકે કેટલાંક કામ એવાં છે જે પીસીમાં સહેલાઈથી થઈ શકે, પણ એન્ડ્રોઇડમાં કરવા માટે આપણા જરા મગજ કસવું પડે. જેમ કે ઝીપ ફાઇલને અનઝીપ કરવાનું કામ! પીસીમાં સંખ્યાબંધ ફાઇલ્સને કમ્પ્રેસ કરીને એક ઝીપ ફાઇલ બનાવી શકાય છે. આપણને કોઈએ આ રીતે ઈ-મેઇલમાં ઝીપ ફાઇલ મોકલી હોય તો તેને પીસીમાં કોઈ ફોલ્ડરમાં સેવ કરીએ પછી રાઇટ ક્લિક કરી, તેને અનઝીપ કરવાનો એટલે કે તેમાંની ફાઇલ્સ બહાર કાઢવાનો વિકલ્પ...

એન્ડ્રોઇડનું શેર મેનુ કેવી રીતે કસ્ટમાઇઝ કરશો?

એવું ચોક્કસ બની શકે કે એન્ડ્રોઇડના શેર મેનુનો તમે રોજેરોજ ઉપયોગ કરતા હો, છતાં તેના તરફ ખાસ આપ્યું ન હોય! આગળ વધતાં પહેલાં, જેમના માટે આ ‘એન્ડ્રોઇડનું શેર મેનુ’ પ્રમાણમાં અજાણ્યો મુદ્દો છે એમના માટે પહેલાં કેટલીક સ્પષ્ટતા... એન્ડ્રોઇડમાં તમે તમારા મોબાઇલમાં વોટ્સએપમાં મેસેજિસ વાંચી રહ્યા હો, યુટ્યૂબમાં વીડિયો જોઈ રહ્યા હો કે ઇન્ટરનેટના બ્રાઉઝરમાં જુદી જુદી સાઇટ્સ જોઈ રહ્યા હો ત્યારે આ દરેક એપમાં એવું ઘણું મળી આવે, જે તમને મિત્રો સાથે શેર કરવાનું મન થાય. હવે લગભગ દરેક એપ અને વેબસાઇટ્સ પોતાનું કન્ટેન્ટ, જુદી...

ઇન-એપ બ્રાઉઝર : ઉપયોગી કે અવરોધરૂપ?

તમારા સ્માર્ટફોનમાંની ફેસબુકની એપમાં, તમારા કોઈ ફ્રેન્ડે મોકલેલી કોઈ લિંક પર તમે ક્લિક કરો તો શું થાય છે? અથવા, જીમેઇલ એપમાં મેઈલમાં આવેલી કોઈ લિંક પર તમે ક્લિક કરો તો શું થાય છે? આમ તો, એ લિંક ઇન્ટરનેટ પરના કોઈ પણ વેબપેજની હોય તો દેખીતું છે કે એ લિંક પર ક્લિક કરતાં, તમારા સ્માર્ટફોનમાંની ડિફોલ્ટ બ્રાઉઝર એપ (ગૂગલ ક્રોમ, ઓપેરા, મોઝિલા ફાયરફોક્સ, યુસી બ્રાઉઝર વગેરે કોઈ પણ) ખૂલે અને તમે ક્લિક કરેલી લિંકનું વેબપેજ તેમાં ઓપન થવું જોઈએ. થોડા સમય પહેલાં એવું જ થતું હતું, પરંતુ...

એપ્સને આપેલી મંજૂરીઓ વિશે નવેસરથી વિચાર કરો

એપ્સ વિના સ્માર્ટફોન સ્માર્ટ રહેતા નથી એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ વિવિધ એપ્સ હવે આપણી એટલી બધી ઇન્ફર્મેશન માગવા લાગી છે કે આપણે ફોનમાં નવી એપ ઇન્સ્ટોલ કરતાં પહેલાં ખરેખર ચાર વાર વિચાર કરવો પડે. સામાન્ય રીતે આપણને નવી એપનો ઉપયોગ કરવાની એટલી બધી તાલાવેલી હોય છે કે એ એપ કેવા પ્રકારની મંજૂરી માંગી રહી છે એમાં ઊંડા ઉતરવાને બદલે બધાં પ્રકારની મંજૂરી માટેની વિનંતી સ્વીકારી લેતાં ‘આઇ એક્સેપ્ટ’ પર ક્લિક કરી દેતાં હોઈએ છીએ, પરંતુ આવી રીતે આંખ મીંચીને મંજૂરીઓ આપવી યોગ્ય છે? હમણાં...

પ્લે સ્ટોરમાં એપના નામ નીચેના આંકડા શું દર્શાવે છે?

સવાલ મોકલનાર : હર્ષિલ વડોદરિયા, બોટાદ પ્લે સ્ટોરમાં તમે કોઈ પણ એપ શોધીને તેને ડાઉનલોડ કરવાનો નિર્ણય કરો ત્યારે જે કેટલીક બાબતો પર ખાસ નજર દોડાવવી જોઈએ તેમાંની એક છે એપના નામ નીચે જોવા મળતા આંકડા. સામાન્ય રીતે ભારતમાં તમે કોઈ એપ ઇન્સ્ટોલ કરી રહ્યા હો ત્યારે એપના પેજ પર મથાળાની ઇમેજ કે વીડિયોની નીચે તથા ઇન્સ્ટોલ બટનની ઉપર એક બોક્સમાં ૩+, ૧૬+, કે ૧૮+ જેવી સંખ્યા જોવા મળે છે. જેમ ફિલ્મ માટે સેન્સર બોર્ડ દ્વારા, એ ફિલ્મ કયા વર્ગમાં આવતા પ્રેક્ષકો માટે અનુકૂળ છે એ દર્શાવવા...

સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલી ફાઇલ કેવી રીતે શોધી શકાય?

સવાલ મોકલનાર : અદ્વેત જોશી, મુંબઈ એક સમયે જ્યારે આપણે બધું કામકાજ પીસી પર કરતા હતા ત્યારે ઇન્ટરનેટથી ડાઉનલોડ કરેલી ફાઇલ શોધવાનું કામ ઘણું સહેલું હતું. ક્રોમ કે ફાયરફોક્સ મોઝિલા જેવા કોઈ પણ બ્રાઉઝર આપણે ડાઉનલોડ કરેલી ફાઇલ્સ એક ઝાટકે શોધીને ઓપન કરવાની સગવડ આપે છે. આ બ્રાઉઝર્સમાં આપણે એવું સેટિંગ્સ પણ કરી શકીએ કે આપણે કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરીએ ત્યારે સિસ્ટમ પહેલાં આપણને પૂછે કે આપણે તે ફાઇલ ક્યા ફોલ્ડરમાં સેવ કરવા માગીએ છીએ. પણ વાત જ્યારે સ્માર્ટફોનમાં ડાઉનલોડની આવી ત્યારે આટલી સાદી અને...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.