ઘણી વાર એવું બને કે આપણે કોઈ મોટા વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હોઈએ ત્યારે ડોક્યુમેન્ટના એક ભાગમાં કામ કરતી વખતે એ જ ડોક્યુમેન્ટમાંના બીજા કોઈ ભાગમાંની વિગતો પર નજર દોડાવવી જરૂરી હોય. યાદ રહે કે આપણે એક જ ડોક્યુમેન્ટની વાત કરી રહ્યા છીએ - બે અલગ અલગ ડોક્યુમેન્ટની...
| Smart Working
પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં શબ્દોની સંખ્યા જાણો
તમારે ક્યારેય તમે બનાવેલા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનમાં કેટલા વર્ડ્સ છે તે તપાસવાની જરૂર પડી છે? સરેરાશ લોકોને આવી જરૂર પડે નહીં પરંતુ જો તમે ટ્રાન્સલેટર તરીકે કામ કરતા હો અને શબ્દ દીઠ અનુવાદનો ચાર્જ લેતા હો તો મૂળ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનમાં કેટલા શબ્દો છે તે જાણવાની જરૂર...
કામ સહેલું બનાવશે કાનબાન એપ્સ!
પ્રોજેક્ટ મેનેજમેન્ટથી માંડીને લગ્ન પ્રસંગનું આયોજન સહેલું બનાવવું હોય તો... સાવ સાચું કહેજો, તમે કેટલાક વ્યસ્ત રહો છો? તમારી દુઃખતી નસ દબાવવા બદલ માફ કરશો, પણ આપણી વ્યસ્તતાનો સીધો સંબંધ બે વાત સાથે છે - ટાઇમ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ. આ બંને બાબતને પણ પાછો ગાઢ સંબંધ છે...
ડોક્યુમેન્ટ્સ ફટાફટ સ્કેન-શેર કરવા માટે…
હવેના સમયમાં આપણે વારંવાર પોતાના મોબાઇલથી વિવિધ ડોક્યુમેન્ટ સ્કેન કરવાનાં થતાં હોય છે. કાગળ પરના બિલ કે રિસિપ્ટ કોઈ સાથે શેર કરવાના હોય ત્યારે તેનો ફોટોગ્રાફ લઈએ તો પણ ચાલે, પરંતુ ખાસ સ્કેનિંગ માટે ડિઝાઇન થયેલું ફીચર વધુ સારું પરિણામ આપતું હોય છે. સ્કેનિંગ ફીચરને...
પીડીએફ શેર કરવા માટે તેની ફાઇલ સાઇઝ કેવી રીતે ઘટાડવી?
તમે કોઈ મોટું ડોક્યુમેન્ટ તૈયાર કર્યું અને પછી તેને ક્લાયન્ટ સાથે કે અન્ય લોકો સાથે ઓનલાઇન શેર કરવાનું થયું? હવેના સમયમાં ખાસ્સાં હેવી ડોક્યુમેન્ટ પણ શેર કરી શકાય છે. પરંતુ સામેની વ્યક્તિ પણ આપણું ડોક્યુમેન્ટ ઝડપથી ડાઉનલોડ કરી શકે તે માટે આપણે પોતાના ડોક્યુમેન્ટને...
સમય બચાવવા વોઇસ ટાઇપિંગ કરી જુઓ
તમારે વારંવાર માઇક્રોસોફ્ટ વર્ડ કે ગૂગલ ડોક્સમાં પ્રમાણમાં લાંબી ટેકસ્ટ ટાઇપ કરવાની થાય છે? ઓફિસ ડોક્યુમેન્ટ્સ માટે જૂના સમયમાં મોટા ઓફિસર્સને સ્ટેનોગ્રાફરની મદદ મળતી. ઓફિસર્સ ડિક્ટેશન આપે એટલે તે સ્ટેનોગ્રાફર તેમની ખાસ શોર્ટ હેન્ડ લેંગ્વેજમાં નોંધ ટપકાવી લે અને પછી...
ઓફિસ પ્રોગ્રામ્સમાં ઉપયોગી સુવિધાઃ ‘ટેલ મી’ સર્ચ બોક્સ
માઇક્રોસોફ્ટ ઓફિસના બધા પ્રોગ્રામમાં પાર વગરનાં ફીચર્સ હોય છે. આ તમામ ફીચર મથાળાની રિબનમાં વિવિધ સેકશન અને ટેબ્સમાં કાળજીપૂર્વક ગોઠવવામાં આવ્યા છે. તેમાં વિઝ્યુઅલ એપ્રોચ રાખવામાં આવ્યો છે, આથી આપણે નંબર્ડ લિસ્ટ કે બુલેટેડ લિસ્ટ ઉમેરવું હોય તો મેનૂમાં તેનો આઇકન જોઈને જ...
ઓફિસ પીસીમાં પાસવર્ડ સેવ ન કરશો
ઇન્ટરનેટ પર આપણા અસંખ્ય એકાઉન્ટ્સ હોય છે. અને એ બધા માટે અલગ અલગ પાસવર્ડનો ઉપયોગ કરવો અને તેને યાદ રાખવા સૌ માટે મુશ્કેલ હોય છે. એ કારણે ઘણા લોકોને બ્રાઉઝરની પાસવર્ડ મેનેજર સર્વિસમાં પોતાના પાસવર્ડ સેવ કરી લેવાની આદત હોય છે. એમાં કંઈ ખોટું નથી. પરંતુ આવી સર્વિસમાં...
એક ગૂગલ ડોકમાં અનેક ફાઇલ્સ
માઇક્રોસોફ્ટ વર્ડ જેવી ગૂગલ ડોક સર્વિસમાં, એક ફાઇલમાં વિવિધ ફાઇલ્સને ‘ટેબ્સ’ સ્વરૂપે ઉમેરવાની સગવડ મળી.
કામ સહેલું બનાવશે કાનબાન એપ્સ!
‘કાનબાન’ કન્સેપ્ટ હવે જાપાનની ફેક્ટરીમાંથી આપણા ફોનમાં આવી ગયો છે સાવ સાચું કહેજો, તમે કેટલાક વ્યસ્ત રહો છો? તમારી દુઃખતી નસ દબાવવા બદલ માફ કરશો, પણ આપણી વ્યસ્તતાનો સીધો સંબંધ બે વાત સાથે છે - ટાઇમ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ. આ બંને બાબતને પણ પાછો ગાઢ સંબંધ છે - ટાઇમ...
માઇક્રોસોફ્ટ પ્રોગ્રામ્સની સ્માર્ટ રિબન સાથે ફ્રેન્ડશિપ
માઈક્રોસોફ્ટ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સમાં મથાળે જોવા મળતી રિબન એટલે એ પ્રોગ્રામનું મગજ. એ પ્રોગ્રામમાં આપણાં ડોક્યુમેન્ટમાં આપણે કોઈ પણ ફેરફાર કરવા હોય તો એ આ રિબનમાં જોવા મળતા વિવિધ કમાન્ડ્સની મદદથી એકદમ સહેલાઇથી કરી શકાય. માઇક્રોસોફ્ટ કંપનીએ તેના ઓફિસ પ્રોગ્રામ્સના...
સ્નિપિંગ ટૂલમાં હવે આવે છે ડેટા ટેબલ કેપ્ચર કરવાની સુવિધા
તમારે કમ્પ્યૂટરના સ્ક્રીન પર દેખાતી વિવિધ બાબતોના સ્ક્રીનશોટ લેવાના થતા હોય તો તમે ‘શેરેક્સ’ (https://getsharex.com/) જેવી ફ્રી અને ઓપનસોર્સ એપ્લિકેશનથી પરિચિત હશો (તેના વિશે આપણે ‘સાયબરસફર’માં અગાઉ વાત કરી ગયા છીએ). આ ઉપરાંત માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં...
એક્સેલમાં જુદી જુદી બાબતો હાઇડ-અનહાઇડ કરવાની રીત
એક્સેલમાં કામ કરતી વખતે તમે ખાસ્સું મોટું ડેટા ટેબલ બનાવ્યું હોય તો ક્યારેક સંખ્યાબંધ રો અને ડેટાને કારણે ડેટાને બરાબર સમજવો મુશ્કેલ બની જાય છે. એ ટેબલની પ્રિન્ટ કાઢતી વખતે પણ મોટું ટેબલ મુશ્કેલી સર્જે છે. સદભાગ્યે એકસેલમાં આપણે કોલમ્સ અને રોને આપણી મરજી મુજબ હાઇડ કે...
કમ્પ્યૂટરમાં ડાયનેમિક લોક
કમ્પ્યૂટરથી દૂર હોઈએ ત્યારે તેને લોક્ડ રાખવું જરૂરી છે – આ કામ આપોઆપ થઈ શકે.
વિન્ડોઝમાં વિવિધ ડિવાઇસમાં કોપી-પેસ્ટ
તમે ઓફિસના પીસી અને પોતાના લેપટોપમાં સહેલાઈથી જુદી જુદી બાબતો કોપી-પેસ્ટ કરી શકો છો.
વિન્ડોઝ-એન્ડ્રોઇડને નજીક લાવે છેઃ ક્વિક શેર
વિવિધ ડિવાઇસમાં ફાઇલ કે અન્ય કન્ટેન્ટ શેરિંગના ઘણા બધા રસ્તા છે, તેમાં એકનો ઉમેરો થયો છે.
વિન્ડોઝ પીસીમાં એઆઇ!
ઇન્ટરનેટ પર એઆઇ ચેટિંગે તહેલકો મચાવ્યો છે, એવી ધમાલ વિન્ડોઝ પીસીમાં પણ થશે?
સ્ટ્રેસ અને ટાસ્ક મેનેજમેન્ટ નવા વર્ષમાં બંને પર ફોકસ કરીએ
રોજ તમે સતત બિઝી બિઝી રહો, છતાં મહત્ત્વનાં કામ સમયસર પૂરાં કરી શકતા નથી? તમને ‘આઇઝનહોવર મેટ્રિક્સ’ ઉપયોગી થઈ શકે.
કોગ્નિટિવ થિંકિંગ શું છે?
આ ડાઇરેક્ટ ટેક્નોલોજીનો વિષય નથી, પણ વિદ્યાર્થીઓને બહુ કામ લાગે તેવી વાત છે. એન્જિનીયરિંગ કે બીજી કોઈ પણ વિદ્યાશાખામાં ડિગ્રી મેળવીને કારકિર્દી ઘડવા તરફ આગળ વધી રહેલા સ્ટુડન્ટ પાસેથી ઇન્ડસ્ટ્રીની મુખ્યત્વે ત્રણ અપેક્ષાઓ હોય છે ટેકનિકલ બાબતોની જાણકારી સારી કમ્યુનિકેશન...
ભૂલ સુધારવાની ઘણી તકો છે ટેકનોલોજીની દુનિયામાં
નવી ટેક્નોલોજીનાં નવાં સાધનોની યાદશક્તિ ગજબ છે, પણ અહીં કશું જ સાવ અમીટ કે અફર નથી. આપણી ભૂલો સુધારી શકાય છે. સ્માર્ટફોન અને કમ્પ્યૂટરમાં એ માટેની વિવિધ રીતો જાણીએ.
સ્માર્ટફોન અને લેપટોપ સાથેનો આપણો સંપર્ક – ટચ – અટકે તો?
સ્માર્ટફોન કે લેપટોપ સાથેનું આપણું બધું કમ્યુનિકેશન ઘણે અંશે ટચ આધારિત હોય છે, એ સ્થિતિમાં…
રોજેરોજ જેનાં દર્શન થાય છે તે ‘એટ’ સાઇનને પૂરેપૂરી ઓળખીએ
ઘણી બાબતો એવી હોય છે, જે આપણે રોજ જોતા હોઈએ છતાં એના વિશે વધુ જાણતા ન હોઈએ, આવા ‘એટ’ સિમ્બોલની વાત માંડીએ.
આ દિવાળીએ પ્લાનર કે ડાયરી ખરીદવાને બદલે…
તમારા પર્સનલ અને પ્રોફેશનલ જીવનની બધી મહત્ત્વની બાબતો એક સાથે એક જગ્યાએ સાચવી રાખવી હોય તો…
કેલેન્ડરમાં તમે કલર્સનો પૂરો ઉપયોગ કરો છો?
આપણે વિવિધ કામ પૂરાં કરવા માટે રોજના સમયને વહેંચવો હોય તો એ માટે કેલેન્ડર બહુ ઉપયોગી છે. કેલેન્ડરમાં આગળ વધીને કલર કોડિંગ કરો તો વાત ઓર જામે!
નવા સમયમાં કામ કરો નવી, સ્માર્ટ રીતે
ઇઝ, એફિશિયન્સી અને ડેટા સિક્યોરિટી – આ ત્રણેય બાબતો માટે ક્લાઉડ કમ્પ્યૂટિંગ તરફ વળવા જેવું છે – ઝીરો બજેટ સાથે.
જુદાં જુદાં ડિવાઇસમાં કોપી-પેસ્ટ
તમે સ્માર્ટફોન અને લેપટોપ બંનેમાં કામ કરો છો? હવે તમે બંને ડિવાઇસને એકમેકની ખરેખર નજીક લાવીને સ્માર્ટ રીતે કામ કરી શકો છો.
માઇક્રોસોફ્ટ એક્સેલમાંથી પેપર પર પ્રિન્ટ મેળવવાની પરફેક્ટ રીત
માઇક્રોસોફ્ટ ઓફિસ એપમાં, સ્માર્ટફોનના નાના સ્ક્રીન પર પણ, એક્સેલમાં ખાસ્સું સફાઇદાર રીતે કામ થઈ શકે છે, પણ કમ્પ્યૂટરના મોટા સ્ક્રીન પર મજા જુદી છે. ઉપરાંત, પ્રિન્ટ મેળવવાની હોય ત્યારે કમ્પ્યૂટર વધુ અનુકૂળ પડે, છતાં, એક સ્પ્રેડશીટમાં તમે ખાસ્સું એવું પહોળું અને ઊંડું...
તમે તમારી ડિજિટલ ફાઇલ્સ યોગ્ય રીતે મેનેજ કરો છો?
સ્કૂલ-કોલેજ હોય કે ઓફિસ આપણી ડિજિટલ ફાઇલ્સના મેનેજમેન્ટ પર ધ્યાન આપવું અનિવાર્ય છે.
ડિજિટલ ફાઇલ્સ ‘સારી રીતે’ મેનેજ કરવા માટે સમજવો જરૂરી છે ટેગિંગનો કન્સેપ્ટ
સાદી રીતે ફાઇલ્સ, નોટ્સ ફોટોઝ વગેરે સ્ટોર કરવાને બદલે તેમને વિવિધ ટેગ આપી જુઓ.
હવે જીમેઇલમાં પણ બ્લુ ટિક
ઇન્ટરનેટ પર આજકાલ બ્લૂ વેરિફિકેશન ટિકમાર્ક ખાસ્સો ચર્ચામાં છે. સૌથી પહેલાં ટ્વીટરે યૂઝર્સની ખરાઈ સાબિત કરવા માટે આવો ટિકમાર્ક આપવાનું શરૂ કર્યું. તેને પગલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ફોર બિઝનેસ, ગૂગલ મેસેજિસ ફોર બિઝનેસ વગેરે સર્વિસમાં પણ બ્લૂ કે ગ્રીન વેરિફિકેશન...
કમ્પ્યૂટરમાં તમારું કામ વધુ સહેલું બનાવવા ટાસ્કબારમાં ઉમેરો નવું ટૂલબાર
તમે હજી વિન્ડોઝ૧૦નો ઉપયોગ કરો છો? તેમાં તમે કોઈ એક ચોક્કસ ફોલ્ડર વારંવાર ઓપન કરો છો? જો આ બંને સવાલના જવાબ ‘હા’ હોય તો તમે કમ્પ્યૂટરમાં તમારું કામ વધુ સહેલું બનાવી શકો છો - ટાસ્કબારમાં નવું ટૂલબાર ઉમેરીને. સામાન્ય રીતે આપણે કમ્પ્યૂટરમાં કોઈ પણ ફોલ્ડર કે ફાઇલ ઓપન કરવી...
વર્ડમાં સર્ચ કરી જુઓ ચોક્કસ ફીચર્સ
માઇક્રોસોફ્ટના દરેક પ્રોગ્રામની જેમ તેના વર્ડ પ્રોગ્રામમાં પણ અનેક ફીચર છે, પરંતુ એ શોધવાં મુશ્કેલ બની શકે છે. આમ તો લાંબા સમયથી માઇક્રોસોફ્ટ કંપનીએ તેના પ્રોગ્રામ્સમાં સાદા મેનૂને વિદાય આપીને ‘વિઝ્યુઅલ રિબન’ અપનાવી લીધી છે. રિબનમાં વિવિધ ફીચર અલગ અલગ ટેબમાં ગોઠવવામાં...
ટીમ વચ્ચે સ્માર્ટ કમ્યુનિકેશન માટે ઉપયોગી સ્માર્ટ ચિપ્સ
આખી દુનિયા હવે નવી રીતે કામ કરી રહી છે, સાથે મળીને કામ કરવાની આ નવી ટેકનિક્સ સ્ટુડન્ટ અને ઓફિસ એક્ઝિક્યુટિવ્સે સમજવી જ રહી.
ઓફિસનાં કામ હવે એઆઇ સંભાળશે?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટની ટેક્નોલોજી હવે સર્ચ એન્જિનથી ઘણી આગળ વધી ગઈ છે.
ChatGPTની અજમાયશઃ હવે શક્ય છે નવી નવી ઘણી રીતે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટિંગ ધીમી પણ મક્કમ ગતિએ આપણા રોજિંદા જીવનમાં પ્રવેશવા લાગ્યું છે ત્યારે…
લેપટોપઃ થોડી સંભાળથી વધે આવરદા
આપણે લેપટોપનો ઉપયોગ કરવામાં જેટલા સ્માર્ટ છીએ, એટલા કદાચ તેના હેન્ડલિંગમાં નથી.
હાર્ડ ડિસ્કમાં પાર્ટિશન કેવી રીતે કરાય?
તમે નવુંનકોર લેપટોપ ખરીદો, ત્યારે તેમાં માત્ર એક ‘સી’ ડ્રાઇવ જોવા મળી શકે છે. તમે ઇચ્છો તો જાતે જ વધુ ડ્રાઇવ બનાવી શકો છો.
બ્રાઉઝરને સ્માર્ટ બનાવતાં અનોખાં એક્સ્ટેન્શન
સ્માર્ટફોનમાંની એપ્સની જેમ, પીસીના બ્રાઉઝરમાં પણ ટચૂકડા, પણ ઉપયોગી પ્રોગ્રામ્સ ઉમેરીને બ્રાઉઝરને વધુ સ્માર્ટ બનાવી શકાય.
જીમેઇલમાં 1 TB મફત સ્ટોરેજ? સમાચાર પાછળની સચ્ચાઈ
ગૂગલ હવે 15 GBને બદલે 1 TB (100 GB) ફ્રી સ્ટોરેજ આપે છે એ સમાચાર અર્ધસત્ય છે, આપણને આ લાભ મળશે નહીં.
સ્માર્ટ સોફ્ટવેરમાં કામ કરો, સ્માર્ટ રીતે
ટેમ્પ્લેટ એટલે કોઈ પણ સોફ્ટવેર પાસેથી કામ લેવાનો એક સ્માર્ટ રસ્તો. વાત કરીએ જુદા જુદા સોફ્ટવેરમાં ટેમ્પ્લેટ્સની.
વ્યક્તિગત કે કંપની/સંસ્થાના કામકાજ માટે ઉપયોગી બિલકુલ મફત ઓફિસ પ્રોગ્રામ્સ!
ઘરનું સામાન્ય કામકાજ કરવું હોય કે નાની કંપની માટે કોસ્ટ કટિંગ કરવું હોય – બંને પ્રકારના કામ માટે ફ્રી ઓફિસ પ્રોગ્રામ્સ છે.
વર્ડ ફાઇલમાં વાક્ય કે પરેગ્રાફને બોક્સમાં કેવી રીતે મૂકી શકાય?
ઘણી વાર એવું બને કે વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરતી વખતે આપણે કોઈ વાક્ય કે પેરેગ્રાફને હાઇલાઇટ કરવાનો હોય. આ કામ આમ તો ઘણી જુદી જુદી રીતે થઈ શકે. આપણે તેને બોલ્ડ કરી શકીએ, અલગ કલર આપી શકીએ, જુદા કલરના હાઇલાઇટરથી હાઇલાઇટ કરી શકીએ કે એ ટેકસ્ટને બોક્સમાં મૂકી શકીએ. વર્ડમાં...
પીસી કે લેપટોપમાં ઓફિસ એપ્સનો ઉપયોગ સહેલો બનાવતી કી
આપણા પીસી કે લેપટોપના કી-બોર્ડ પર છેક નીચેની તરફ ડાબી અને જમણી બંને બાજુએ વિન્ડોઝ-કી જોવા આપણે વર્ષોથી ટેવાયેલા છીએ. જો તમે નવું નવું લેપટોપ ખરીદ્યું હોય કે બિલકુલ નવું કી-બોર્ડ ખરીદ્યું હોય તો કી-બોર્ડ પર એક તરફ વિન્ડોઝ-કીની જગ્યાએ ઓફિસ કી જોવા મળી શકે છે. તમે...
જૂના લેપટોપમાં નવો જીવ ઉમેરો – જુદી જુદી રીતે!
તમારું લેપટોપ ખાસ્સું જૂનું થયું હોય એવું લાગે છે? ધીમા લેપટોપ પર કામ કરીને કંટાળ્યા છો? બીજી તરફ કોરોના પછી લેપટોપના ભાવ ખાસ્સા ઊંચકાયા છે તેથી નવું લેપટોપ તમારા બજેટમાં નથી?
ચિંતા ન કરશો! જૂના લેપટોપને હજી થોડું વધુ દોડાવવું અશક્ય નથી.
જૂના વિન્ડોઝ લેપટોપને ફેરવી શકાશે નવી ક્રોમબુકમાં!
વિચાર સરસ છે, પણ ઘણી શરતો લાગુ છે.
માઇક્રોસોફ્ટ કંપનીએ મોબાઇલમાં પણ સિક્કો જમાવ્યો આપણને આપી બિઝનેસ ઇઝી બનાવતી એપ્સ
માઇક્રોસોફ્ટના ચેરમેન બનેલા સત્યા નડેલાએ કંપનીને તારી દીધી છે, તેમ આપણને પણ ખુશ થવાનાં અનેક કારણો આપ્યાં છે.
આપણી ઓફિસને ક્લાઉડમાં લઈ જવાનું હવે સહેલું છે: તમે ગૂગલ ડોક્સમાં કામ શરૂ કર્યું?
ગૂગલ ડોક્સને પંદર વર્ષ થયાં – એ નિમિત્તે માઇક્રોસોફ્ટ વર્ડના આ મજબૂત હરીફનો થોડો નજીકનો પરિચય કેળવીએ.
આપણું બ્રાઉઝર મેનેજમેન્ટ સહેલું બનાવવા માટે ક્રોમમાં ઉમેરાયાં છે ક્વિક બટન્સ
અહીં જણાવેલી બાબતો પીસીમાં કામ લાગશે, પણ એમાં જે વાત છે તે સ્માર્ટફોનમાં બ્રાઉઝરના ઉપયોગ માટે પણ મહત્ત્વની છે.
ઓફિસમાં વર્ક એફિશિયન્સી વધારવી છે? પીડીએફ ફાઇલ્સ એડિટ કરવાના નવા રસ્તા જાણી લો!
કોરોના પછીના દુનિયાનું ફોક્સ હવે ક્લાઉડ પર વધતું જાય છે, પીડીએફ સંબંધિત કેટલીક સગવડો પણ હવે ક્લાઉડમાં ઉમેરાઈ છે.
સ્માર્ટફોન અને લેપટોપ કનેક્ટ કરો!
નવા સમયમાં તમારે લેપટોપ અને સ્માર્ટફોન બંનેનો ભરપૂર ઉપયોગ કરવાનો થતો હોય, તો હવે બંનેને નજીક લાવી શકો છો.
ઓપન બધી ટેબ્સ એક સાથે બુકમાર્ક તરીકે સાચવી લો
તમારા દીકરા કે દીકરીએ પોતાના કોઈ સ્કૂલ પ્રોજેક્ટ માટે રિસર્ચ કરવા લેપટોપમાં એક સાથે સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરી અને પછી ટ્યૂશન ક્લાસ માટે જવાનો સમય થઈ જતાં, તમને કહ્યું કે લેપટોપમાં આ બધી ટેબ્સ આમ જ ઓપન રાખજો, મારે કામ અધૂરું છે! એ સાથે તમે ફિક્સમાં આવી ગયા! આવું ક્યારેક,...
કમ્પ્યૂટર, સ્માર્ટફોનમાં કામ કરવાની સ્માર્ટ રીતો
કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં એક જ કામ કરવાના જુદા જુદા ઘણા રસ્તા હોઈ શકે છે.
આપણે ટૂંકામાં ટૂંકા રસ્તા જાણતા હોઈએ તો કામ રોકેટગતિએ આગળ ધપાવી શકીએ!
ઓફિસનું કામકાજ ઝડપી બનાવો, સ્માર્ટ એક્શન્સથી!
ડોક્યુમેન્ટમાં મેઝરમેન્ટમાં યુનિટ કન્વર્ટ કરવા, એડ્રેસ ઉમેરવાં, કેલેન્ડરમાં ઇવેન્ટ ઉમેરવી વગેરે કામ કરવાની રીત જાણો.
ઓનલાઇન સર્વે ફોર્મ સર્વિસ : ઉપયોગી સગવડના જોખમી દુરુપયોગ
જુદા જુદા અનેક બિઝનેસ-સંસ્થા માટે સર્વેક્ષણ કરવું હવે બહુ સહેલું છે, પણ હેકર્સ તેનોય ગેરલાભ લેવા લાગ્યા છે.
તમે લેપટોપના ટચપેડનો સ્માર્ટ ઉપયોગ કરો છો?
લેપટોપ ગમે ત્યારે, ગમે ત્યાંથી કામ કરવા માટે છે, એ માટે હવે માઉસને પણ બધે સાથે ફેરવવું જરૂરી નથી.
બ્રાઉઝરનાં ટેબ્સને રાખો તમારા અંકુશમાં
સંખ્યાબંધ ટેબ્સ ખોલતાં બ્રાઉઝર ને કમ્પ્યૂટર બંને ધીમાં પડી જાય એ સમસ્યા સૌંને સતાવે છે – એનો એક નવો ઉપાય મળ્યો છે.
માઇક્રોસોફ્ટ ઓફિસનો ઉપયોગ, મફતમાં!
ગૂગલની હરીફાઈ ખાળવા હવે માઇક્રોસોફ્ટે પણ તેના વર્ષોથી લોકપ્રિય ઓફિસ પ્રોગ્રામ્સ મફત આપવાનું શરૂ કર્યું છે.
ક્લાઉડ વર્કિંગના આ ફાયદાઓ તમે જાણો છો?
પાછલા એક વર્ષથી આપણે સૌ ‘વર્ક-ફ્રોમ-એનીવ્હેર’ના કન્સેપ્ટ તરફ વળવા લાગ્યા છીએ. એ ધ્યાનમાં રાખીને હવે ગૂગલ કે માઇક્રોસોફ્ટના ફ્રી વર્ઝનથી ક્લાઉડ કમ્પ્યૂટિંગ તરફ વળવાનો સમય પાકી ગયો છે.
મહત્ત્વના મેઇલ્સનો બેકઅપ કેવી રીતે લઈ શકાય?
આખા ઇનબોક્સનો બેકઅપ લેવાને બદલે માત્ર અમુક મેઇલ્સનો બેકઅપ પણ લઈ શકાય.
ક્રોમ બ્રાઉઝર ધીમું થઈ જાય છે?
કમ્પ્યૂટરની જેમ ક્રોમનું આગવું ટાસ્ક મેનેજર પણ હોય છે, જેની મદદથી તમે વધુ રેમ ખાતી અને ક્રોમ હેંગ કરતી ટેબ કે પ્રોસેસ પારખી તેને બંધ કરી શકો.
સ્કેનિંગ માટે કામની એપ
કોરોનાના પ્રસાર પછીના સમયગાળામાં ઓનલાઇન સ્કૂલિંગ અને ઓનલાઇન ઓફિસ વર્કને કારણે નોટબૂક કે ડોક્યૂમેન્ટને સ્કેન કરીને અન્યોને મોકલવાની જરૂરિયાત વધી ગઈ છે. વિદ્યાર્થીઓએ (કે તેમનાં મમ્મી-પપ્પાએ!) નોટબૂકમાં કરેલા હોમવર્કનાં પેજીસ સ્કેન કરીને ટીચરને મોકલવાનાં હોય છે. તો...
પીસીમાં બહુ કામની સુવિધા એટલે ફેવરિટ ફોલ્ડર્સ!
કમ્પ્યુટરનો સ્માર્ટ ઉપયોગ ત્યારે કર્યો કહેવાય, જ્યારે એ આપણને ગૂંચવે નહીં, પણ બિલકુલ આપણા કહ્યામાં રહે. આજના સમયમાં આપણામાંના મોટા ભાગના લોકો માટે બે સાધન બહુ મહત્ત્વનાં છે - સ્માર્ટફોન અને પીસી કે લેપટોપ. બંનેનો ઉપયોગ હવે એકબીજાની ઘણો નજીક આવતો જાય છે, પરંતુ હજી પણ...
ફાઇલને પાસવર્ડથી પ્રોટેક્ટ કરવી છે?
સૌથી પહેલા એક ચેતવણી - આપણી માઇક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલ જેવી ફાઇલને પાસવર્ડથી પ્રોટેક્ટ કરવાનું કામ ઘણું સહેલું છે પરંતુ જો આ પાસવર્ડ ભૂલાઈ ગયો તો ફાઇલને ઓપન કરવી અત્યંત મુશ્કેલ બની જશે એ બરાબર યાદ રાખશો! આપણે ધારી લઈએ કે તમારે કોઈ વર્ડ ફાઇલને પાસવર્ડ પ્રોટેકશન આપવું...
વર્ડમાં ડીફોલ્ટ કોપી-પેસ્ટ નક્કી કરો
વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરતી વખતે ઘણી વાર એવું બને કે આપણે અન્ય કોઈ ફાઇલ કે ઇન્ટરનેટ પરથી કન્ટેન્ટ કોપી કરીને તેને આપણા વર્ડ ડોક્યુમેન્ટમાં પેસ્ટ કરવાનું થાય. તમારો અનુભવ હશે કે આવે સમયે મોટે ભાગે એવું બનતું હોય છે કે આપણે નવું કન્ટેન્ટ જ્યાંથી કોપી કર્યું હોય...
લેપટોપને બનાવો ઓફિસ અને લ્હેરથી કરો વર્ક-ફ્રોમ-એનીવ્હેર!
લોકડાઉન હોય કે ન હોય, નવી દુનિયામાં હવે સૌએ ગમે ત્યાંથી, ગમે ત્યારે કામ કરવાની આદત કેળવવી પડશે. કેટલીક ખાસ પદ્ધતિ અને ટૂલ્સ જાણી લીધા પછી એ મુશ્કેલ નથી. એક સમય એવો હતો, જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે ‘આઇ એમ વર્કિંગ ફ્રોમ હોમ! હું ઘરેથી કામ કરું છું’’ ત્યારે સાંભળનારા...
લેપટોપમાં જીમેઇલનો ઓફલાઇન ઉપયોગ કેવી રીતે કરી શકાય?
તમે લેપટોપને જ તમારી ઓફિસ બનાવી લીધી હોય અને તમારું બધું કામકાજ જીમેઇલ આધારિત હોય તો લેપટોપમાં જીમેઇલના ઓફલાઇન ઉપયોગ માટેનાં સેટિંગ્સ જાણી લો. કોરોના તથા લોકડાઉનને પગલે હવે ઓફિસ તથા હોમ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ હોવાને કારણે આપણા ઓફિસ સંબંધિત કામકાજની પદ્ધતિઓમાં પણ...
ગૂગલ ડ્રાઇવમાં તમારી ફાઇલનું સેવ સ્ટેટસ સહેલાઈથી જાણો
અગાઉ ફાઇલ ક્લાઉડમાં સેવ થઈ રહી છે કે નહીં તેની ગૂંચવણ રહેતી હતી, હવે વાત સહેલી બની છે. નવી સુવિધાથી, ફાઇલનો ઓફલાઇન ઉપયોગ પણ સહેલો બન્યો છે. ‘સાયબરસફર’માં આપણે અવારનવાર ગૂગલ ડ્રાઇવ કે વનડ્રાઇવ જેવી ક્લાઉડ સ્ટોરેજ + પ્રોડક્ટિવિટી સર્વિસની વાત કરી છે. તમે તેનો ઉપયોગ...
જીમેઇલમાં સ્માર્ટ રીતે સર્ચ કરો
વોટ્સએપ કે મેસેન્જર જેવી ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ એપની સરખામણીમાં ઈ-મેઇલ સર્વિસનો મોટો ફાયદો એ છે કે તેમાં આપણને ખાસ્સી સ્પેસ મળતી હોવાને કારણે કશું જ ડિલીટ કરવાની જરૂર હોતી નથી. પરિણામે આપણે વર્ષો જૂના ઈ-મેઇલ ફરી જોવાની જરૂર પડે તો તેને પણ આપણે પ્રમાણમાં સહેલાઈથી સર્ચ...
માઇક્રોસોફ્ટ વર્ડમાં ઇમેજ અને શેપ્સનો મજેદાર ઉપયોગ
આપણા વર્ડ ડોક્યુમેન્ટમાં વિવિધ ઇમેજ અને સ્માર્ટ આર્ટ ઉમેરીને આપણે તેને વધુ અસરકારક અને આકર્ષક બનાવી શકીએ છીએ. જાણો તેની આસપાસની કેટલીક વાતો. માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવીએ ત્યારે તેમાં ટેક્સ્ટ ઉપરાંત જુદી જુદી ઇમેજીસ અને શેપ્સ સ્વરૂપે ગ્રાફિક્સ પણ...
વર્ડમાં ઇટાલિક શબ્દો શોધો
માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ પણ શબ્દ શોધવા માટે ફાઇન્ડ અને એ શબ્દ શોધીને બીજો શબ્દ મૂકવા માટે ‘ફાઇન્ડ એન્ડ રિપ્લેસ’ની સુવિધા છે એ તો આપણે જાણીએ છીએ, પણ ફાઇન્ડ એન્ડ રિપ્લેસની સુવિધા ચોક્કસ શબ્દ ઉપરાંત બીજી ઘણી બાબતો ફાઇન્ડ કરીને રિપ્લેસ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે એ કદાચ...
વર્ડમાં ‘રીડેબિલિટી સ્કોર’ તપાસો
જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં ઇંગ્લિશમાં વારંવાર ટાઇપ કરવાનું થતું હોય તો વર્ડમાં કંઈ પણ લખ્યા પછી આપણે તેને સ્પેલિંગ અને ગ્રામરની રીતે ચેક કરી શકીએ છીએ એ તો તમે જાણતા જ હશો. આ ઉપરાંત ભાષા સંબંધિત માઇક્રોસોફ્ટ વર્ડનું વધુ એક પાસું કદાચ તમારાથી અજાણ હશે. આ પાસું છે,...
ઈ-મેઇલમાં ઈ-મેઇલનું એટેચમેન્ટ
હવે ઈ-મેઇલ પણ એટેચમેન્ટ તરીકે મોકલી શકાશે.ઘણી સુવિધાઓ એવી હોય છે, જેની ઉણપ આપણને સામાન્ય રીતે સાલતી ન હોય, એની ગેરહાજરી વર્તાતી પણ ન હોય, છતાં ક્યારેક એવી જરૂર ઊભી થાય કે તેની ખોટ જબરજસ્ત સાલે! આવી સુવિધા મળે ત્યારે એવો વિચાર પણ આવે કે અત્યાર સુધી એના વિના કેમ...
માઇક્રોસોફ્ટની નવી ઓફિસ એપ
આવું તમારી સાથે ક્યારેક બન્યું હશે - તમે તમારા પીસીમાં વર્ડ કે એક્સેલમાં કોઈ ફાઇલ પર કામ કર્યું, તેને જે તે અન્ય વ્યક્તિ કે ક્લાયન્ટને મેઇલ કરી આપી, પછી તમે ઓફિસ બહાર ગયા અને ત્યાં જ પેલી વ્યક્તિનો ફોન આવ્યો કે મોકલેલી ફાઇલમાં થોડા ફેરફાર કરવાના છે, તાબડતોબ કરી આપો તો...
એક્સેલમાં ડેટાનો બહેતર ઉપયોગ, ટેબલથી!
એક્સેલમાં ડેટાને સામાન્ય રીતે એન્ટર કર્યા પછી, તેને ‘એક્સેલ સમજી શકે તેવા’ ટેબલમાં ફેરવવામાં આવે તો આપણા ડેટાનો આપણે જુદી જુદી ઘણી રીતે, સહેલાઈથી ઉપયોગ કરી શકીએ છીએ. આગળ શું વાંચશો? એક્સેલમાં ડેટાને ટેબલમાં ફેરવવાના ફાયદા એક્સેલમાં ડેટા રેન્જને ટેબલમાં કેવી રીતે ફેરવી...
માઇક્રોસોફ્ટ વર્ડમાં ચાર્ટ તૈયાર કરો
કોઈ પણ ટેબલમાંની આંકડાકીય માહિતીને ચાર્ટ કે ગ્રાફ સ્વરૂપે દર્શાવવામાં આવે તો તે માહિતી સમજવી ઘણી સરળ બની જાય છે. એક્સેલમાં ટેબલમાંના ડેટાને ચાર્ટ કે ગ્રાફ સ્વરૂપે દર્શાવવો બહુ સરળ છે, પરંતુ ઘણી વાર એવું પણ બને કે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરતી...
બનો ઈ-મેઇલના સ્માર્ટ યૂઝર!
આજના ઇન્સ્ટન્ટ મેસેજિંગના યુગમાં પણ પ્રોફેશનલ કામકાજની બાબતે ઈ-મેઇલ હજી લોકપ્રિય છે. તમે જીમેઇલનો ઉપયોગ કરતા હો કે અન્ય કોઈ મેઇલ સર્વિસનો, તેની નાની નાની વાતોની કાળજી તમારો અને બીજાનો કિંમતી સમય બચાવશે! સ્માર્ટ સોર્ટિંગ તમે જીમેઇલમાં સ્માર્ટ સોર્ટિંગ સુવિધાનો ઉપયોગ...
જીમેઇલમાં તમારી નોંધ ઉમેરો
જો તમે તમારા કામકાજ માટે જીમેઇલનો ભરપૂર ઉપયોગ કરતા હો તો તમારો અનુભવ હશે કે આપણને આવેલા ઈ-મેઇલ પર આપણે આગળ શું કામ કરવાનું છે તેની ટૂંકી નોંધ કરવાની સગવડ મળે તો બહુ ઉપયોગી થાય. કારણ સાદું છે. કોઈ આપણને ઈ-મેઇલ મોકલે ત્યારે જો તેમાં એ વિશેની પૂરતી ચોખવટ ન કરી હોય તો...
એક્સેલમાં ડેટા વેલિડેશન માટે ડ્રોપ-ડાઉન મેનુ કેવી રીતે ઉમેરી શકાય?
આગળ શું વાંચશો? ગૂગલ સ્પ્રેડશીટમાં ડ્રોપડાઉન લિસ્ટ કેવી રીતે ઉમેરી શકાય? ઘણી વેબસાઇટ પર કોઈ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તમારો અનુભવ હશે કે અમુક પ્રશ્નોના જવાબ માટેના બોક્સમાં એક ડ્રોપ-ડાઉન એરો જોવા મળે છે. તેને ક્લિક કરતાં આપણને સંભવિત જવાબોની એક યાદી જોવા મળે છે, જેમાંથી...
એક્સેલમાં ડેટા એન્ટ્રી સમયની ભૂલો કેવી રીતે ઘટાડશો?
એક્સેલમાં ડેટા એન્ટ્રીની ઝડપ અને ચોક્સાઇ બંને વધારવાં હોય તો આપણી ભૂલો સુધારવાની જવાબદારી પ્રોગ્રામના શિરે નાખી દો! સ્માર્ટફોન કે કમ્પ્યુટરના ઉપયોગમાં જો આપણે બે વાતનું ધ્યાન રાખી શકીએ તો આપણે ખરેખર તેના ‘પાવર યૂઝર’ કે ‘સ્માર્ટ યૂઝર’ બન્યા કહેવાઈએ. પહેલું ધ્યાન એ...
ઈ-મેઇલ ટ્રેક થતાં કેવી રીતે રોકશો?
ઘણા લોકો આપણને મોકલેલો ઈ-મેઇલ આપણે ઓપન કર્યો કે નહીં તેનું ટ્રેકિંગ કરતી સર્વિસની મદદ લેતા હોય છે. તમે ઇચ્છો તો તેમને એમ કરતાં રોકી શકો, આ રીતે… આગળ શું વાંચશો? ઈ-મેઇલ ટ્રેકિંગ કેવી રીતે કામ કરે છે? ટ્રેક થતા ઈ-મેઇલ કેવી રીતે પારખવા? ઈ-મેઇલ ટ્રેકિંગ રોકવાનો સહેલો...
કામની નોંધ, બનાવો સહેલી
રોજબરોજના કામને એકમેક સાથે સાંકળતા જીમેઇલના સાઇડબારનો તમે ઉપયોગ કરો છો? તમે કદાચ નોંધ્યું હશે કે આપણા સૌના હાથમાં સ્માર્ટફોન આવી ગયા પછી આપણે અગાઉના સમય કરતાં વધુ વ્યસ્ત થઇ ગયા છીએ! કારણ દેખીતું છે - હવે આપણે ગમે ત્યાંથી ગમે ત્યારે અને ગમે તે કામ કરી શકીએ છીએ. કરવા...
જાણો વર્ડનાં કેટલાંક એવાં સ્માર્ટ ફીચર્સ, જે આપણને અકળાવી શકે છે!
માઇક્રોસોફ્ટ વર્ડની ઘણી બધી ખૂબી એવી છે જે આપણું કામ સરળ અને ઝડપી બનાવે છે, પરંતુ અમુક સંજોગોમાં તે આપણને નડી પણ શકે છે. આવી કેટલીક બાબતો અને તેના ઉપાય જાણી લો! માઈક્રોસોફ્ટ વર્ડ ઘણા બધા પ્રકારની ખૂબીઓ ધરાવતો પ્રોગ્રામ છે. તેમ છતાં તેમાં કામ કરતી વખતે ઘણીવાર અકળામણ...
વર્ડ ડોક્યુમેન્ટને અલગ અલગ રીતે જોવાની પદ્ધતિઓ જાણો
માઇક્રોસોફ્ટ વર્ડ આપણને એક કે તેથી વધુ ડોક્યુમેન્ટને જુદી જુદી ઘણી રીતે જોવાની સુવિધા આપે છે, જે આપણું કામ સરળ અને ઝડપી બનાવી શકે છે. માઈક્રોસોફ્ટ વર્ડમાં તમે કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હો ત્યારે તમારું કામ સરળ બનાવવા માટે તમે ડોક્યુમેન્ટને જુદી જુદી ઘણી રીતે...
હવે જીમેઇલની બહાર ગયા વિના, મેઇલમાંથી જ એક્શન!
ઇન્સ્ટન્ટ મેસેજિંગ સામેની હરીફાઇમાં ટકી રહેવા જીમેઇલમાં એક પછી એક નવાં ફીચર ઉમેરાઈ રહ્યાં છે, આ લેટેસ્ટ ફીચર ઇ-માર્કેટિંગ કરતી કંપનીઝને વધુ કામ લાગે તેમ છે. પાંચ-દસ વર્ષ પહેલાં આપણે જે રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા અને આજે જે રીતે કરીએ છીએ એ બંનેમાં બહુ મોટાં...
જીમેઇલમાં મેઇલ શિડ્યુલ કરો
જીમેઇલમાં જુદા જુદા અનેક ઉપયોગી ફીચર્સ હોવા છતાં એક ખોટ લાંબા સમયથી હતી - મેઇલને શિડ્યુલ કરવાની સુવિધા. અત્યાર સુધી જીમેઇલમાં મેઇલ કંપોઝ કર્યા પછી આપણે તેને કાં તો તરત ને તરત સેન્ડ કરી શકીએ છીએ અથવા ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકીએ છીએ. પરંતુ ડ્રાફ્ટ તરીકે સેવ કર્યા પછી કોઈ...
ડોક્યુમેન્ટમાં સ્માર્ટ રીતે ફાઇન્ડ-રિપ્લેસ કરો
તમારો અનુભવ હશે કે તમને કોઈએ માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ મોકલ્યું હોય અને તેને તમારે એડિટ કરવાનું હોય, ત્યારે જો તમને ડોક્યુમેન્ટ મોકલનારી વ્યક્તિ પરફેકશનની આગ્રહી ન હોય તો બની શકે કે તેણે ટાઇપિંગમાં સંખ્યાબંધ અને ખાસ તો, એક જ પ્રકારની ભૂલો વારંવાર કરી હોય. જેમ કે...
જીમેઇલ એપમાં મોટા ફેરફાર
જીમેઇલની એપમાં હમણાં આવેલા ફેરફાર મેઇલ્સના આપણા ઉપયોગ અને ઈ-મેઇલ માર્કેટિંગ, બંને પર મોટી અસર કરશે. છેલ્લા ઘણા સમયથી ગૂગલ તેની વિવિધ સર્વિસના વેબવર્ઝન (એટલે કે પીસી/લેપટોપ કે મોબાઇલમાં બ્રાઉઝરમાં આપણે જેનો ઉપયોગ કરીએ તે) અને સ્માર્ટફોન માટેની એપ્સમાં એક સરખો અનુભવ...
વર્ડમાં બે ટેક્સ્ટ એક સાથે ખસેડો
તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હો ત્યારે કંઈક આવું બની શકે... તમારે ડોક્યુમેન્ટમાંની કોઈ ટેક્સ્ટને તેની જગ્યાએથી હટાવીને બીજી જગ્યાએ ખસેડવી છે. એટલે કે તમે એ ભાગને સિલેક્ટ કરી, Ctrl+Xથી કટ કરશો અને પછી Ctrl+Vથી બીજી જગ્યાએ પેસ્ટ કરશો. પણ આવી...
એક્સેલમાં ફોર્મ્યુલા અને ફંકશન વચ્ચે શું ફેર છે?
એકદમ ટૂંકો જવાબ એવો હોઈ શકે કે ફોર્મ્યુલા એટલે એક્સેલમાં આપણે પોતે નક્કી કરેલું સમીકરણ કે ગણતરી. જ્યારે ફંકશન એટલે એક્સેલે પોતે વિકસાવેલી ગણતરી. ફંક્શનને કારણે, આપણે પોતે ફોર્મ્યુલા વિચારવાની કે તૈયાર કરવાની ઝંઝટમાં પડવું ન પડે, ફક્ત એક-બે ક્લિકમાં રેડીમેડ ફંક્શનનો...
એકડે એકથી સમજીએ વર્ડ ડોક્યુમેન્ટમાં પેજ નંબરિંગ
[vc_row][vc_column][vc_column_text]વર્ડમાં સાદા ડોક્યુમેન્ટમાં તો પેજને નંબર આપવાનું કામ સહેલું છે, પણ મોટા અને અલગ અલગ સેક્શન્સ ધરાવતા ડોક્યુમેન્ટમાં આ કામ થોડું મુશ્કેલ બની શકે છે. જાણો તેની એ-ટુ-ઝેડ માહિતી. માઇક્રોસોફટ વર્ડનો તમે તમારા કામકાજમાં ઠીક ઠીક ઉપયોગ કરતા...
એક્સેલમાં ગ્રિડનો રંગ કેવી રીતે બદલી શકાય?
એક્સેલમાં કામ કરતી વખતે તેની ગ્રિડના એકના એક ભૂખરા-ગ્રે રંગથી કંટાળી ગયા છો? તમે ઇચ્છો તો ગ્રિડનો રંગ બદલી શકો છો. એ માટે... એક્સેલ ઓપન કરો. ફાઇલ પર ક્લિક કરીને ‘ઓપ્શન્સ’માં જાઓ (એક્સેલના વર્ઝન અનુસાર અહીં સુધી પહોંચવાની રીત થોડી જુદી હોઈ શકે છે). ઓપ્શન્સમાં...
મેઇલ્સનું સ્માર્ટ ફિલ્ટરિંગ જાણો
મહત્ત્વના ઇમેલ્સ ફિલ્ટર કરીને તેના પર નિશ્ચિત એક્શન સેટ કરશો તો ઘણાં કામ સરળ બની જશે. રોજબરોજના સામાન્ય કમ્યુનિકેશન માટે આપણે સૌ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીસ તરફ વળી ગયા છીએ, પરંતુ ઘર કે ઓફિસના કામકાજ સંબંધિત ઘણી બાબતો માટે લાગે છે કે ઈ-મેઇલ સદાબહાર છે. એવું કહી શકાય...
એક્સેલમાં અલાદ્દીનનો જિન પિવોટ ટેબલ
ગૃહિણીના બજેટથી માંડીને ગ્લોબલ બિઝનેસના ડેટાનું એનાલિસિસ એકદમ સરળ બનાવતા આ ફીચરનો ઉપયોગ બરાબર જાણી લો. કોઈ બાબત, દેખાતી હોય તેના કરતાં કેટલી ઊંડી છે એ દર્શાવવા માટે આપણી ભાષામાં ‘હીમશીલાની ટોચ બરાબર’ એવો એક શબ્દપ્રયોગ છે. કારણ કે હીમશીલાનો જેટલો ભાગ પાણીની ઉપર દેખાતો...
એક્સેલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
એક્સેલમાં એન્ટ્રી ને એનાલિસિસ, બંને બને છે વધુ સ્માર્ટ! સમયની સાથે ચાલતાં, એક્સેલમાં એવાં ફીચર્સ ઉમેરાયાં છે, જે નાના-મોટા બિઝનેસ માટે વરદાન બની શકે છે. વિદ્યાર્થીઓએ ભાવિ ઇન્ટરવ્યૂની તૈયારી માટે આ ફીચર્સ સમજવાં બહુ જરૂરી છે. દિવાળીના દિવસે ચોપડાપૂજનમાં અને લાભ પાંચમે...
વર્ડમાં પણ એઆઇ આધારિત ફીચર્સ
થોડાં સમય પહેલાં ઇન્ટરનેટ અને ઈ-મેઇલને કારણે બિઝનેસ કમ્યુનિકેશનની દુનિયા બિલકુલ બદલાઈ ગઈ હોવાની વાતો થતી હતી. એ પછી ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગનો સમય આવતાં બિઝનેસની દુનિયા હજી વધુ બદલાઈ અને હવે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ વગેરેને કારણે આપણા...
વર્ડ ડોક્યુમેન્ટમાં કોઈ ટેક્સ્ટ, બીજાની નજરોથી કેવી રીતે છુપાવશો?
માની લો કે કોઈ શિક્ષક વર્ગના વિદ્યાર્થીઓની એકવિષયની એક નાની પરીક્ષા લેવા માગે છે. એ માટે તેમણે માઇક્રોસોફ્ટ વર્ડમાં ૧૫ સવાલો ધરાવતું એક ડોક્યુમેન્ટ તૈયાર કર્યું. શિક્ષક વિદ્યાર્થીઓને આ ૧૫ સવાલોની પ્રિન્ટ કાઢીને પ્રશ્વપત્ર તરીકે આપવા માગે છે, પરંતુ પરીક્ષા પત્યા પછી,...
વર્ડની ફાઇલ સાઇઝ કેવી રીતે ઘટાડશો?
સામાન્ય રીતે આપણે માઇક્રોસોફ્ટ ઓફિસના કોઈ પણ પ્રોગ્રામની ફાઇલની સાઇઝ વિશે ખાસ ચિંતા કરવાની જરૂર હોતી નથી. ખાસ કરીને વર્ડ અને એક્સેલમાં વધુમાં વધુ ટેક્સ્ટનો જ ઉપયોગ થતો હોવાથી આ પ્રકારની ફાઇલની સાઇઝ પ્રમાણમાં ઘણી નાની રહેતી હોય છે. પરંતુ જો કોઈ કારણસર તમારે એમએસ ઓફિસ...
વર્ડમાં ઓટોબેકઅપ ફાઇલ કઈ રીતે બનાવી શકાય?
સવાલ મોકલનાર : નરેશ પંચાલ, ગોધરા આપણે જ્યારે પણ વર્ડમાં કોઈ ફાઇલમાં કામ કરતા હોઈએ અને કોઈ કારણસર એ ફાઇલ કરપ્ટ થાય ત્યારે જ આપણને તેનું બેકઅપ લેવાનું મહત્ત્વ યાદ આવતું હોય છે. વર્ડમાં ફાઇલનો ઓટોમેટિક બેકઅપ લેવાની સુવિધા હોય છે, પણ આપણે તેનો લાભ લેવાનું ભૂલી જતા હોઈએ...
વર્ડમાં ટેક્સ્ટ ટુ ટેબલ અને ટેબલ ટુ ટેક્સ્ટ કન્વર્ટ કેવી રીતે કરાય?
માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે ટેબલ બનાવતા હોઈએ અને ઘણી વાર એ જ ટેબલને ફરી ટેક્સ્ટમાં કન્વર્ટ કરવાની જરૂર પડતી હોય છે. સામાન્ય ટેક્સ્ટને ટેબલમાં અને ટેબલને ટેક્સ્ટમાં ફેરવવાનું કામ વર્ડમાં સહેલું છે. એ માટે... ટેક્સ્ટ ટુ ટેબલ : સૌથી પહેલાં તમે જે ટેક્સ્ટને ટેબલમાં કન્વર્ટ...
વિન્ડોઝમાં એકથી વધારે ફાઇલ સિલેક્ટ કરવા માટે ‘ચેકબોક્સ’ કેવી રીતે લવાય?
મોટા ભાગના કમ્પ્યુટર યૂઝર કામ કરે ત્યારે હંમેશા બને એટલા શોર્ટકટનો ઉપયોગ કરવા માગતા હોય છે, પરંતુ સામે એવા પણ ઘણા લોકો હોય છે, જેમને માઉસથી કામ કરવામાં જ સરળતા રહે છે. આવા લોકોને કાં તો બધા શોર્ટકટ યાદ રહેતા નથી અથવા જેટલું નજર સામે હોય તેનો જ તેઓ ઉપયોગ કરી શકે. આવા...
કરપ્ટ થયેલી વર્ડ ફાઇલનો ડેટા કેવી રીતે પરત મેળવી શકાય?
ઘણી વાર એવું બને કે આપણે કોઈ વર્ડ ડોક્યુમેન્ટમાં લાંબા સમયની મહેનત પછી મહત્ત્વનો રિપોર્ટ તૈયાર કર્યો હોય અને પછી ક્યારેક એ ફાઇલ ફરી ઓપન કરવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણું હૃદય એક-બે ધબકાર ચૂકી જાય એવો મેસેજ વાંચવા મળે : વર્ડ આ ડોક્યુમેન્ટ વાંચી શક્યું નથી, ફાઇલ કરપ્ટ થઈ...
જીમેઇલમાં આપોઆપ ડિલીટ થતા મેઇલ કેવી રીતે મોકલશો?
આપણે ‘જૂના જીમેઇલમાં જબરા ફેરફાર’ એવી જૂન ૨૦૧૮ના અંકની કવરસ્ટોરીમાં અછડતી વાત કરી હતી કે જીમેઇલમાં સિક્યોરિટી સંબંધિત નવાં ફીચર્સ પણ આવી રહ્યાં છે. એ મુજબ હવે જીમેઇલમાં આપણને ‘કોન્ફિડેન્શિયલ મોડ’માં મેઇલ મોકલવાની સગવડ મળી છે. આ મોડ ઓન કરીને આપણે મોકલેલો મેઇલ નિશ્ચિત...
વર્ડમાં જ પીડીએફને એડિટ કરો
ટેકનોલોજીની દુનિયામાં દરેક કંપની પોતપોતાના અલગ અલગ વાડા ઊભા કરતી હોય છે, જેમ કે એક સોફ્ટવેરમાં તૈયાર કરવામાં આવેલી ફાઇલ, સામાન્ય રીતે બીજા સોફ્ટવેરમાં ખૂલે નહીં. જોકે એકદમ જડબેસલાક વાડાબંધી કરવા જતાં લોકોનાં કામ ખોરવાય નહીં એટલે તેના ઉપાય પણ આ જ ટેક કંપનીઝ આપે છે. આવો...
ટેક્સ્ટનું ફોર્મેટિંગ સહેલાઈથી દૂર કરો
કમ્પ્યુટરમાં એક એવી ખાસિયત હોય છે જેનો તમે અનુભવ તો કરતા હશો, તેમ છતાં તમે કદાચ એના તરફ પૂરતું ધ્યાન આપ્યું નહીં હોય. વાત છે કોપી કરેલી ટેક્સ્ટનું ફોર્મેટિંગ પણ કોપી કરવાની ખાસિયત. બાળકોના સ્કૂલના પ્રોજેક્ટ માટે વિકિપીડિયામાંથી ટેકસ્ટ કોપી-પેસ્ટ કરતી મમ્મીઓને કે...
વિન્ડોઝમાં તમારું કામ સહેલું અને સ્માર્ટ બનાવવા માટે જાણી લો કેટલીક મજાની ટ્રીક્સ…
Alt+P: વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન હોય ત્યારે કોઈ ફાઇલને સિલેક્ટ કર્યા પછી Alt+P કી પ્રેસ કરતાં જમણી તરફ એક પ્રીવ્યૂ પેનલ ખૂલશે અને તેમાં તમે સિલેક્ટ કરેલી ફાઇલ જોઈ શકાશે. ફોટોગ્રાફ, માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ, પીડીએફ વગેરે ફાઇલના પ્રીવ્યૂ તમે અહીંથી જ જોઈ શકશો. Windows Key...
વર્ડમાં ડોક્યુમેન્ટનું એડિટિંગ સહેલું બનાવો
માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા હો અને પછી તેમાં જુદી જુદી જગ્યાએ એડિટ્સ કર્યા હોય એટલે કે ફેરફાર કર્યા હોય, પછી છેલ્લે જે ફેરફાર કર્યો હોય ત્યાં પહોંચવું હોય તો? જો ડોક્યુમેન્ટ બહુ મોટુડ્ઢ હોય તો આપણે કરેલા ફેરફારો સુધી ફરી પહોંચવું મુશ્કેલ...
તમે જે જાણો છો, તે મેપ્સમાં સૌને જણાવો
ધારો કે તમે પરિવાર સાથે સોમનાથ મંદિરના પ્રવાસે જવાનું નક્કી કર્યું. પરિવારમાં એક વડીલ એવા છે, જેમને પગની તકલીફ છે, ચાલી શકતા કે સીડી ચઢી શકતા નથી. સોમનાથ મંદિરમાં વ્હીલચેરની સગવડ છે કે નહીં અને હોય, તો છેક મંદિર સુધી પહોંચવા માટે રેમ્પ કે લિફ્ટની વ્યવસ્થા છે કે નહીં એ...
ક્રોમમાં ઇન્કોગ્નિટો મોડનો શોર્ટકટ બનાવો!
ઇન્ટરનેટ પર આપણે જે કોઈ વેબસાઇટની મુલાકાત લઈએ લગભગ એ દરેક વેબસાઇટ આપણા બ્રાઉઝર મારફત કમ્પ્યુટરમાં કૂકિઝ ઇન્સ્ટોલ કરતી હોય છે. દરેક કૂકી ખરાબ નથી હોતી પરંતુ જો તમે ઇન્ટરનેટ પર સતત તમારું પગેરું દબાવવામાં ન આવે તેવું ઇચ્છતા હો તો બ્રાઉઝરના ઇનકોગ્નિટો મોડનો ઉપયોગ કરી...
વર્ડમાં ટેમ્પલેટ કેવી રીતે બનાવાય?
સવાલ મોકલનાર : અશોકભાઈ ત્રિવેદી, ધોરાજી શાળાનું લેટરહેડ વર્ડમાં એક ટેમ્પ્લેટ તરીકે સેવ કરી લેવાના સંદર્ભે આ પ્રશ્ન પૂછાયો છે. જમાનો હવે ડિજીટલ કમ્યુનિકેશનનો છે એટલે આપણે લેટરહેડ પ્રિન્ટ કરાવ્યા હોય તો પણ સામેની પાર્ટીને પીડીએફ ફાઇલ સ્વરૂપે આપણી કંપની કે સ્કૂલના...
કામચલાઉ ઈ-મેઇલ એડ્રેસ બનાવો
માની લો કે તમારે કોઈ એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે અને તેના વિશે જુદી જુદી માહિતી એકઠી કરવા તમે ઇન્ટરનેટ પર જુદી જુદી સાઇટ્સ ફેંદી રહ્યા છો. તમે નોંધ્યું હશે કે હવે ઘણી સાઇટ્સ પર આવું થાય છે... જેવા તમે બીજી કોઈ વેબસાઇટ પર જવા માટે બ્રાઉઝરમાં નવી ટેબ પર માઉસ લઈ જાઓ,...
એક્સેલમાં ડબલ ક્લિકના ફાયદા
કમ્પ્યુટરમાં માઉસથી ડબલ ક્લિક કરવાના ઘણા બધા ફાયદા છે તે આપણે રોજબરોજના ઉપયોગમાં અનુભવીએ છીએ. એક્સેલ જેવા સ્પ્રેડશીટ પ્રોગ્રામમાં પણ માઉસથી ડબલ ક્લિક કરવાના કેટલાક ખાસ ફાયદા છે. આવો જાણીએ. ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ કરવા માટે વર્કશીટમાં ડેટા એન્ટર કર્યા પછી તેના જુદા...
જૂના જીમેઇલમાં જબરા ફેરફાર
વર્ષોથી લોકપ્રિય જીમેઇલ સર્વિસમાં આખરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. આ દરેક પરિવર્તન આપણે ઝીણી નજરે તપાસીએ!
યુટ્યૂબની પૂરી મજા લેવાના કેટલાક સ્માર્ટ રસ્તા
યુટ્યૂબનો તમે રોજેરોજ ઉપયોગ કરતા હો તો પણ બની શકે કે તેની કેટલીક ખૂબીઓથી તમે અજાણ હો. અહીં એવી કેટલીક ખૂબીઓની વાત કરી છે. આ બધી સગવડનોનો લાભ પીસીમાં તો છે, સ્માર્ટફોનમાંની એપમાં લાભ લેવા માટે ક્યારેક જુદા રસ્તા અજમાવવા પડે છે. એકનો એક વીડિયો ફરી ફરી પ્લે કરો યુટ્યૂબ...
એક્સેલમાં કામ કરતાં કરતાં એરો કી અટકી પડી?
એક્સેલમાં કામ કરતી વખતે, તમારી સાથે ક્યારેક એવું બન્યું છે કે તમે એરો કીની મદદથી એક્ટિવ સેલ બદલી ન શકો? એટલે કે માઉસથી બીજા કોઈ સેલ પર ક્લિક કરતાં તે એક્ટિવ થાય, પરંતુ એરો કીથી, બીજા સેલમાં જઈ જ ન શકાય, એવું બન્યું છે? એક્સેલમાં એરો કીથી ધડાધડ કામ કરવાની ટેવ હોય તો...
વર્ડમાં કર્સરને ઇચ્છો ત્યાં મૂકો અને લખો!
તમે માઇક્રોસોફ્ટ વર્ડનો નવો નવો ઉપયોગ શરૂ કર્યો હોય કે તમે તેના જૂના મહારથી હો, એક વાતે તમે હંમેશા માથું ખંજવાળ્યું હશે - કોઈ નવું વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરીને તેના પહેલા પેજમાં, આખા પેજની બરાબર વચ્ચે, તમારે અહેવાલનું શીર્ષક લખવું હોય તો? અત્યાર સુધી તમે જોયું હશે કે...
વર્ડમાં ફિલ્ડ કોડ્સનો લાભ અને તકલીફ
માઇક્રોસોફ્ટ વર્ડમાં ‘ફિલ્ડ કોડ્સ’ નામની એક મજાની સુવિધા છે. ફિલ્ડ કોડ્સની મદદથી, વર્ડ ડોક્યુમેન્ટમાં આપણે બદલાઈ શકે એવો ડેટા મૂકી શકીએ છીએ. જેમ કે દરેક પેજમાં નીચેના ખૂણે પેજ નંબર. અથવા મેઇલ મર્જની સુવિધા (વધુ વિગતો માટે જુઓ સપ્ટેમ્બર ૨૦૧૩નો અંક)માં જુદા જુદા લોકોનાં...
વર્ડમાંથી ઇમેજ સેવ કરવી છે?
કોઈ કારણસર તમારે વર્ડની આખી ફાઇલ કે તેના કોઈ હિસ્સાને ઇમેજ તરીકે સેવ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે? આ કામ કરી આપતાં કેટલાક ઓનલાઇન ટૂલ્સ પણ ઉપલબ્ધ છે. પરંતુ વર્ડની અંદર જ આ માટેની સુવિધા સમાયેલી છે, જે પ્રમાણમાં ઘણું સારું પરિણામ આપે છે. આ સુવિધાનો લાભ લેવા માટે : તમારું...
એક્સેલમાં કોલમ-રો હાઇડ-અનહાઇડ કેવી રીતે કરાય
એક્સેલમાં કામ કરતી વખતે તમે ખાસ્સું મોટું ડેટા ટેબલ બનાવ્યું હોય તો ક્યારેક સંખ્યાબંધ રો અને ડેટાને કારણે ડેટાને બરાબર સમજવો મુશ્કેલ બની જાય છે. એ ટેબલની પ્રિન્ટ કાઢતી વખતે પણ મોટું ટેબલ મુશ્કેલી સર્જે છે. સદભાગ્યે એકસેલમાં આપણે કોલમ્સ અને રોને આપણી મરજી મુજબ હાઇડ કે...
એક્સેલમાં એક સેલને પાસવર્ડ પ્રોટેક્ટેડ કેવી રીતે કરી શકાય?
સવાલ મોકલનાર : વિપુલકુમાર ડી.રાઠોડ, સંતરામપુર એક્સેલમાં કોઈ વર્કશીટમાં તમે લાંબી મહેનત કરીને ખાસ્સો ડેટા એન્ટર કરી, વિવિધ ફોર્મ્યુલા સેટ કરી હોય એ પછી બીજી કોઈ વ્યક્તિ સાથે એ વર્કશીટ શેર કરવાની થાય તો સ્વાભાવિક રીતે આપણને એવી ઇચ્છા થાય કે કાં તો આખી વર્કશીટ અથવા તેના...
એક્સેલમાં કર્સરને રાખો તમારા કંટ્રોલમાં
એક્સેલમાં કોઈ સ્પ્રેડશીટમાં કામ કરતી વખતે આપણું કર્સર કોઈ એક સેલમાં હોય તેમાં ડેટા એન્ટર કર્યા પછી આપણે એન્ટર કી પ્રેસ કરીએ ત્યારે કર્સર કોઈ બીજા સેલમાં આગળ વધે છે. સામાન્ય રીતે હાઇલાઇટેડ સેલ (એટલે કે જે સેલમાં કર્સર હોય) તેમાં કામ પૂરું થયા પછી એન્ટર કી પ્રેસ કરતાં એ...
કોઈ ફોલ્ડરમાંની સંખ્યાબંધ ફાઇલ એક સાથે પ્રિન્ટ કેવી રીતે કરી શકાય?
સવાલ મોકલનાર : ઘનશ્યામ દવે, મહેસાણા કમ્પ્યુટરમાંથી કોઈ પણ ફાઇલ પ્રિન્ટ કરવાના બે રસ્તા છે. જે તે ફાઇલને તેના પ્રોગ્રામમાં ઓપન કરીને પછી પ્રિન્ટ કરવી, જેમ કે વર્ડ ફાઇલ પ્રિન્ટ કરવી હોય તો માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ ઓપન કરીને તેમાંથી પ્રિન્ટ કમાન્ડ આપવો. વિન્ડોઝ...
જાણો જીમેઇલની મર્યાદાઓ
તમે એક જ મેઇલ એક સાથે ૫૦૦થી વધુ લોકોને મોકલો કે એક દિવસમાં ૫૦૦થી વધુ ઈ-મેઇલ મોકલો તો જીમેઇલ તમારા એકાઉન્ટને કામચલાઉ અટકાવી દે છે. તમે ૨૪ કલાક પછી તેનો ફરી ઉપયોગ કરી શકો. એટેચમેન્ટ મોકલવાની મર્યાદા વિશે તમે કદાચ જાણતા હશો. જીમેઇલમાં વધુમાં વધુ ૨૫ એમબીની એક ફાઇલ (કે...
એક્સેલમાં કર્સર ફેરવો-તમારી ઇચ્છા મુજબ
એક્સેલમાં કામ કરતી વખતે, એરો કીની મદદથી કે માઉસની મદદથી આપણે કર્સરને ધારીએ તે સેલમાં લઈ જઈએ છીએ, પણ તમારો અનુભવ હશે કે એક સેલમાં ડેટા એન્ટર કી પ્રેસ કર્યા પછી કર્સર આપણા કંટ્રોલમાં રહેતું નથી. તે કોઈ એક નિશ્ચિત દિશામાં જ, પહેલા સેલ પછીના સેલમાં આગળ વધે છે - ખુશીની વાત...
વર્ડ ફાઇલમાં એક્સેલ ડેટા ઉમેરવાની રીતો
માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સ એકબીજા સાથે સરસ તાલમેલ જાળવીને કામ કરવા માટે ડિઝાઇન થયેલા છે. તમારે ક્યારેય વર્ડ ડોક્યુમેન્ટમાં એક્સેલની વિગતો ઉમેરવાની જરૂરિયાત ઊભી થઈ છે? આ કામ આપણે બે-ચાર રીતે કરી શકીએ છીએ. કોપી-પેસ્ટ પદ્ધતિ એક્સેલ ફાઇલમાંની વિગતો વર્ડ...
વર્ડના ટેબલમાં ફોર્મ્યુલાનો ઉપયોગ
આપણે જાણીએ છીએ કે માઇક્રોસોફ્ટ વર્ડ એટલે ટેક્સ્ટ આધારિત ડોક્યુમેન્ટસ તૈયાર કરવા માટેનો અને માઇક્રોસોફ્ટ એક્સેલ એટલે આંકડા અને ગણતરીઓ આધારિત ડોક્યુમેન્ટસ તૈયાર કરવાનો એકદમ પાવરફૂલ પ્રોગ્રામ. વર્ડમાં કોઈ રિપોર્ટ તૈયાર કરતી વખતે આપણે તેમાં વિવિધ ડેટા ધરાવતાં ટેબલ્સ પણ...
ડબલ મોનિટર પર કામ કરવું છે?
લેપટોપ કે પીસી સાથે વધારાનો સ્ક્રીન કનેક્ટ કરશો તો એફિશિયન્સી ચોક્કસ વધશે. દીવાળી નજીક આવી રહી છે એટલે તમારે એકાદ વાર તો ઘરના માળિયે ચઢવાનું થશે જ અને તો ત્યાં કદાચ જૂના કમ્પ્યુટરનું એકાદું મોનિટર પણ મળી આવશે. હવે લગભગ તમામ લોકો ડેસ્કટોપ કમ્પ્યુટર માટે ફ્લેટ...
એસએમએસને બનાવો સ્માર્ટ!
સ્માર્ટફોનની મજા એ છે કે તેમાં જુદા જુદા કામ કરવા માટે આપણને એક નહીં અનેક એપના ઓપ્શન મળે છે. જેમ કે, એસએમએસ. સામાન્ય રીતે આપણે સ્માર્ટફોનમાં પહેલેથી જે મેસેજિંગ એપ ઇન્સ્ટોલ થયેલી હોય તેનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ અને તેના વિકલ્પ તરફ નજર દોડાવતા નથી, પરંતુ પ્લેસ્ટોરમાં...
એક્સેલમાં ડેટા વેલિડેશન કેવી રીતે કરાય?
એક્સેલમાં ડેટા વેલિડેશન સ્માર્ટ વર્કિંગનું એક ખરેખર સરસ ઉદાહરણ છે. આ એક એવી સુવિધા છે જેને કારણે એક્સેલની સ્પ્રેડશીટમાં એક ચોક્કસ સેલમાં તમે ઇચ્છો તે જ પ્રકારનો ડેટા આવી શકે, બીજા કોઈ પણ પ્રકારનો નહીં! ઉદાહરણ સાથે વાત કરીએ તો ધારો કે કોઈ સ્પ્રેડશીટમાં જુદા જુદા લોકોએ...
મેઇલ બીજી વ્યક્તિને ઓટો ફોરવર્ડ કેવી રીતે કરી શકાય?
સવાલ મોકલનાર : નયન ગણાત્રા, નખત્રાણા, કચ્છ તમારા બિઝનેસની જરૂરિયાત અનુસાર જો તમારે તમારા અમુક ઈ-મેઇલ સામેની પાર્ટી ઉપરાંત અમુક ચોક્કસ ઈ-મેઇલ એડ્રેસ પર ઓટો ફોરવર્ડ કરવાના થતા હોય (ઉદાહરણ તરીકે તમારા પોતાના બેકઅપ માટે પોતાના જ બીજા ઈ-મેઇલ આઇડી પર) તો જીમેઇલમાં થોડા...
વર્ડમાં સ્માર્ટ નંબર્ડ લિસ્ટ કેવી રીતે બનાવાય?
માઇક્રોસોફ્ટ વર્ડમાં બહુ સહેલાઇથી નંબર્ડ લિસ્ટ બનાવી શકાય છે એ આપણે સહુ જાણીએ છીએ. જે શબ્દોની યાદીને ક્રમબદ્ધ યાદીમાં ફેરવવી હોય તેને સિલેક્ટ કરીને મથાળાના હોમ ટેબમાં પેરેગ્રાફ ગ્રૂપમાં નંબરિંગ પર ક્લિક કરતાં એ શબ્દોની આગળ ૧, ૨, ૩, ૪... એવા ક્રમ ઉમેરાઇ જાય છે. નંબરિંગ...
એક્સેલમાં મોટી સ્પ્રેડશીટમાં કામ કરતી વખતે…
એક્સેલમાં જો તમારે ખાસ્સી મોટી સ્પ્રેડશીટમાં કામ કરવાનું થતું હોય તો તમારો અનુભવ હશે કે જ્યારે આપણા ડેટાની રો અને કોલમ કમ્પ્યુટરના સ્ક્રીન કરતાં આગળ નીકળી જાય ત્યારે એ સ્પ્રેડશીટમાં કામ કરવું થોડું મુશ્કેલ બનતું હોય છે. સ્પ્રેડશીટમાં ડેટા ટેબલમાં કામ કરતી વખતે સામાન્ય...
ક્રોમ બ્રાઉઝરની અજાણી ખૂબીઓ
આગળ શું વાંચશો? ક્રોમને બનાવો મીડિયા પ્લેયર ક્રોમને બનાવો ગેમિંગ ઝોન ક્રોમને બનાવો ફોન ફાઇન્ડર ક્રોમને બનાવો ઈ-મેઇલ પ્રોગ્રામ ક્રોમને બનાવો પર્સનલ સર્ચ એન્જિન ક્રોમને બનાવો મીડિયા પ્લેયર ક્રોમ બ્રાઉઝર એક સારું મીડિયા પ્લેયર પણ છે એ તમે જાણો છો? તમારા કમ્પ્યુટરમાંની...
ઈ-મેઇલ પર ગોઠવો ચોકીપહેરો
તમારા ઈ-મેઇલ એકાઉન્ટમાં રોજે રોજ પાર વગરના ઈ-મેઇલથી કંટાળો અનુભવો છો? જો તમારા કામકાજમાં ઈ-મેઇલ એક મહત્વનો હિસ્સો હોય, અને જો તમે ઈ-મેઇલને તમારા અંકુશમાં રાખી શકો તો તમારી કાર્યક્ષમતામાં દેખીતો વધારો થઇ શકે છે. આપણા ઈ-મેઇલ પ્રોગ્રામના ઇનબોક્સમાં સેંકડો કે હજારોની...
જીમેઇલનો બેકઅપ કેવી રીતે લેશો?
સવાલ લખી મોકલનારઃ ચંદ્રકાન્તભાઈ એન. દોશી, મુંબઈ આજના સમયમાં રોજિંદા કમ્યુનિકેશન માટે ઈ-મેઇલનું સ્થાન ઇન્સ્ટન્ટ મેસેજિંગે લઇ લીધું છે તેમ છતાં બિઝનેસ સંબંધી કામકાજ માટે અને પ્રમાણમાં મોટી ફાઇલ્સની આપ-લે માટે હજી પણ ઇ-મેઇલનો ઉપયોગ અનિવાર્ય છે. ઉપરાંત, વોટ્સએ જેવી...
ઇમેલ સિગ્નેચર કેવી રીતે સેટ કરાય?
સવાલ મોકલનાર : કિશોર દેસાઈ, અમદાવાદ પીસીમાંથી વેબ પર જીમેઇલમાં સિગ્નેચર સેટ કરવા માટે પીસીમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી તમારા જીમેઇલમાં લોગ-ઇન થાઓ. ઉપર જમણી તરફ આપેલા ગિયર આઇકન પર ક્લિક કરીને સેટિંગ્સમાં જાઓ. સેટિંગ્સમાં જનરલ ટેબમાં નીચેની તરફ જતાં સિગ્નેચરનો વિભાગ જોવા...
જીમેઇલમાં સ્માર્ટ સર્ચિંગ અને એપમાં મળતી સુવિધાઓ
જો તમે હજી પણ જીમેઇલનો પીસી અને સ્માર્ટફોન બંનેમાં ખાસ્સો ઉપયોગ કરતા હો, તો તેમાં સર્ચ કરવાની અને મેઇલ્સ મેનેજ કરવાની કેટલીક રીતો જાણી લેવા જેવી છે. વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સની આંધીમાં ઈ-મેઇલનો ઉપયોગ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે. અલબત્ત, તમારો હજી ઈ-મેઇલ...
લેપટોપમાં ટચપેડના પાવરયૂઝર બનો
લગભગ આપણને સૌને લેપટોપનું ટચપેડ, માઉસ જેટલું સહેલું અને સુવિધાજનક લાગતું નથી. માઇક્રોસોફ્ટ ‘પ્રિસિઝન ટચપેડ’થી આ કસર પૂરી કરવા માગે છે. જો તમારા રોજિંદા કામકાજ માટે સ્માર્ટફોન કાફી ન હોય અને તમારે ઓફિસમાં કે એરપોર્ટની લોન્જમાં કે વોલ્વો બસમાં બેઠાં બેઠાં લેપટોપ પર કામ...
જીમેઇલના જાણકાર બનાવતા શોર્ટકટ્સ
તમે રોજેરોજ જેનો ઉપયોગ કરતા હશો એ જીમેઇલમાં તમારું કામ અસાધારણ રીતે ઝડપી બનાવવું હોય તો જાણી લો તેના કેટલાક સ્માર્ટ શોર્ટકટ્સ. આગળ શું વાંચશો? ઇનબોક્સ વ્યૂમાં ઉપયોગી શોર્ટકટ્સ કન્વર્સેશન વ્યૂમાં ઉપયોગી શોર્ટકટ્સ કમ્પોઝ બોક્સમાં ઉયોગી શોર્ટકટ્સ વાસ્તવિક જીવનમાં સફળતા...
કમ્પ્યુટરમાં કોપી-પેસ્ટની કળા
આપણે સૌ રોજબરોજ કમ્પ્યુટરમાં કેટલીય વાર કોપી-પેસ્ટ કરીએ છીએ, પણ આ સુવિધાની ખૂબીઓમાં આપણે ખાસ ઊંડા ઊતરતા નથી. જાણીએ કોપી-પેસ્ટીની જાણી-અજાણી વાતો. કમ્પ્યુટરની સૌથી ઉપયોગી સુવિધાઓનું સર્વેક્ષણ થાય તો ટોપ સુવિધાઓમાં કોપી-પેસ્ટનો નંબર અચૂક આવે! આ સગવડ આપણી કેટલી બધી મહેનત...
પીડીએફ ફાઇલ ઓપન કરો બ્રાઉઝરમાં
કોઈ વ્યક્તિએ પોતાના કમ્પ્યુટરમાં ધારો કે કોરલડ્રો પ્રોગ્રામમાં કોઈ ફાઇલ તૈયાર કરી. એ ફાઇલ એમણે તમને જોવા માટે મોકલવી છે. તમારા કમ્પ્યુટરમાં કોરલડ્રો પ્રોગ્રામ નથી. તો? તો પેલી વ્યક્તિ પોતાની કોરલડ્રો ફાઇલમાંથી પીડીએફ ફાઇલ તૈયાર કરશે અને પછી તમને મેઇલ દ્વારા કે...
ફોલ્ડરની બધી ફાઇલ્સનું લિસ્ટ કેવી રીતે પ્રિન્ટ કરી શકાય?
સવાલ મોકલનારઃ ચિંતન પુરોહિત, સુરત કમ્પ્યુટરનો બહોળો ઉપયોગ કરતા લોકોને જ થઈ શકે એવો પ્રશ્ન! આપણા કમ્પ્યુટરમાં ફોલ્ડરની અંદર ઘણી બધી ફાઇલ્સ અને ફોલ્ડર હોય છે તેનું લિસ્ટ પ્રિન્ટ કરવા માટે... (૧) સૌ પહેલા નોટપેડ ઓપન કરો અને તેમાં નીચે આપેલ કોડ પેસ્ટ કરો. @echo off dir %1...
ઇન્ટરનેટ કનેક્શનને ઓન-ઓફ કરવાનો સહેલો રસ્તો!
ઇન્ટરનેટ કનેક્શન આજે દરેક કમ્પ્યુટરની જરૂરિયાત છે. મોટા ભાગે આપણે સારી સ્પીડ માટે બ્રોડબેન્ડ કનેક્શનનો ઉપયોગ કરીએ છીએ. જેમાં ઇન્ટરનેટ ડેટાની લિમિટ હોય છે અને અનલિમિટેડ પ્લાન હોય તો પણ હાઇસ્પિડ ડેટા પ્લાનની લિમિટ પૂરી થઈ જાય એટલે સ્પિડ ધીમી થઈ જતી હોય છે. આવી સ્થિતિમાં...
હવે પીડીએફ ફાઇલનાં પાનાં ફેરવવાની જરૂર નથી!
તમે પીડીએફ ફાઇલ્સનો કેટલોક ઉપયોગ કરો છો? ઇન્ટરનેટ પર પાર વગરનું કન્ટેન્ટ - પુસ્તકો, મેગેઝિન્સ, રીપોર્ટ્સ, પ્રેઝન્ટેશન્સ વગેરે - પીડીએફ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે અને આપણે તેને ડાઉનલોડ કરી લીધા પછી ગમે ત્યારે ઓફલાઇન જોઈ શકીએ છીએ. આ ફાઇલ્સ વાંચવા એડોબ રીડર (કે બીજા કોઈ...
ઇમેજમાંથી ટેક્સ્ટ કોપી કરી એડિટ કરો, ઓફલાઇન!
જ્યારે પણ આપણે ઇમેજમાંથી કોઈ ટેક્સ્ટ કોપી કરવી હોય ત્યારે આપણે ઇન્ટરનેટ પર ખાબકીએ અને ગૂગલમાં ‘ઇમેજ ટુ ટેક્સ્ટ કન્વર્ટર’ સર્ચ કરી જે ઓનલાઇન સર્વિસ મળે તેની મદદ લેવાની કોશિશ કરીએ. તમને ઇન્ટરનેટ સરળતાથી ઉપલબ્ધ હોય અને ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ થોડો ફાવતો હોય તો તેમાં જરૂરી...
શોર્ટકટ ફાઇલથી ઓરિજિનલ ફાઇલ સુધી પહોંચો
ડેસ્કટોપ શોર્ટકટ આપણે આપણી સુવિધા માટે બનાવીએ છીએ. આ ઓરિજિનલ ફાઇલ હોતી નથી, પણ ઓરિજિનલ ફાઇલને ઓપન કરવાનો શોર્ટકટ રસ્તો છે, પણ જ્યારે આપણે કોઈ ફાઇલ કોઈને પેનડ્રાઇવ, સીડી કે ઇ-મેઇલ દ્વારા મોકલવાની હોય ત્યારે ઓરિજિનલ ફાઇલની જરૂર પડતી હોય છે. ત્યારે આપણે ઓરિજિનલ ફાઇલ...
જાણો વિન્ડોઝ ‘રન’ કમાન્ડ અને તેનો ઉપયોગ
વિન્ડોઝમાંની સંખ્યાબંધ ખૂબીઓમાંની એક, જેનો તમે કદાચ લાભ લેતા નહીં હો. વિન્ડોઝમાં જેટલા અલગ અલગ પ્રકારની સુવિધાઓ છે, એટલી જ વિવિધતા આ સુવિધાઓ સુધી પહોંચવામાં છે! સામાન્ય રીતે આપણે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી, જુદા જુદા પ્રોગ્રામ્સના લિસ્ટમાં જઈ, જે તે પ્રોગ્રામ કે સુવિધા...
વિન્ડોઝ એક્સ્પ્લોરરમાં ટેબ બનાવો, વેબ બ્રાઉઝરની જેમ!
વેબ બ્રાઉઝરમાં નવું પેજ ઓપન કરવા માટે આપણે ટેબનો ઉપયોગ કરી છીએ. આ ટેબ આપણા બ્રાઉઝિંગને બહુ સહેલું બનાવી દે છે. તમે ઇચ્છો તો તમારા કમ્પ્યુટરમાં પણ આવાં ટેબ્સ ઉમેરી શકો છો. Clover 3 એક એવું એક્સટેન્શન છે જેની મદદથી આપણે વિન્ડોઝ એક્સ્પ્લોરરમાં પણ ટેબનો ઉપયોગ કરી શકીએ....
એક્સેલમાં ઉપયોગી શોર્ટકટ્સ!
વર્ડમાં આખા ડોક્યુમેન્ટની તમામ ટેક્સ્ટ સિલેક્ટ કરવી હોય તો આપણે Ctrl+A કીની મદદ લઈ શકીએ છીએ. એ જ રીતે એક્સેલમાં પણ Ctrl+Aનો ઉપયોગ થઈ શકે છે. જો તમે ડેટાનું ટેબલ બનાવ્યું હોય તો તેમાં કર્સર રાખી Ctrl+A પ્રેસ કરતાં ડેટા સિલેક્ટ થશે, બીજી વાર Ctrl+A કરતાં ટેબલનાં હેડર્સ...
માઇક્રોસોફ્ટમાં સ્માર્ટ ઓફિસ વર્કિંગ
તમારા રોજિંદા બિઝનેસના કામકાજમાં તમારો અનુભવ હશે કે ક્યારેક કોઈ ઈ-મેઈલ કે ફાઈલનો અમુક હિસ્સો આપણે આપણાં સહ કર્મચારી સાથે શેર કરવો જરૂરી હોય પરંતુ આખેઆખો ઈ-મેઈલ કે ફાઈલ આપણે તેને મોકલી શકીએ થેમ ન હોઈએ કારણ કે તેમાં અમુક માહિતી ખાનગી રાખવી જરૂરી હોય. અત્યાર સુધી આવી...
‘ઊભા’ વીડિયોની સમસ્યાનો ‘સીધો’ ઉપાય!
તમારી સાથે આવું ઘણી વાર બન્યું હશે, કોઈ સમયે સ્માર્ટફોનથી વીડિયો લેવાના ઉત્સાહમાં, ફોન આડો રાખવાનું ભૂલાઈ જાય અને આપણે વર્ટિકલ પોઝિશનમાં વીડિયો કેપ્ચર કરી લઈએ! આવો વીડિયો ‘દેખીતી’ રીતે મજા પડે એવો ન હોય. હોરાઇઝન કેમેરા (Horizon Camera) નામની એક એપ આ પ્રોબ્લેમ ઉકેલી...
કમ્પ્યુટરમાં ન જોઈતા પ્રોગ્રામો અનઇન્સ્ટોલ કરવાની સહેલી રીત
ઘણી વાર તમારું કમ્પ્યુટર ધીમું થઈ ગયું હોય અને તમને ખબર હોય કે તમારા કમ્પ્યુટરમાં ઘણા ન જોઈતા પ્રોગ્રામ છે, તો તેને કમ્પ્યુટરની કંટ્રોલ પેનલમાં જઈને અનઇન્સ્ટોલ કરી શકાય. પણ આ કામ તમને મુશ્કેલ લાગતું હોય તો તેનો એક સહેલો રસ્તો છે. સ્ટાર્ટ મેનુમાં ‘રન’ ઓપ્શનમાં કે સર્ચ...
પીસી પર કામ સહેલું બનાવતાં સેટિંગ્સ
વિન્ડોઝની ખરી ખૂબી એ છે કે આપણે આપણી જરૂર મુજબ તેને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. એક વાર તમે વિન્ડોઝના ટાસ્કબારને તમારી મરજી મુજબ સેટ કરી લેશો, તો તમારું રોજિંદું કામ ઘણું સરળ બની જશે. ‘સાયબરસફર’ના લગભગ દરેક લેખ એ પ્રકારના હોય છે કે તમારે કમ્પ્યુટર અથવા સ્માર્ટફોન સાથે લઈને...
વેકેશનમાં ઈ-મેઇલ ઓટોરીપ્લાય કરો આ રીતે…
કોઈ કારણસર તમે અમુક દિવસ ઈ-મેઇલના જવાબ આપી શકવાના ન હો, તો તમને મળેલા ઈ-મેઇલ્સના ઓટોમેટિક જવાબ મોકલવાનું સેટિંગ કરી શકાય છે. ઉનાળાના વેકેશન દરમિયાન તમે થોડા દિવસ ફરવા જવાના હો અને એ દિવસોમાં સતત તમે તમારું ઈ-મેઇલ એકાઉન્ટ ચેક કરી શકો તેમ ન હો એવું બની શકે. અથવા એવું પણ...
‘માય કમ્પ્યુટર’માં ડાબી બાજુ દેખાતી પેનલને ગાયબ કરો
તમે હજી પણ વિન્ડોઝ એક્સપીમાં કામ કરતા હો તો જ્યારે પણ તમે માય કમ્પ્યુટરમાં જાઓ ત્યારે એક તરફ તમારી બધી ડ્રાઇવ (C, D, E) વગેરે જોવા મળે છે અને તેની ડાબી બાજુ, બ્લુ રંગમાં તમને System Task¡, Other Places, Details જેવા ઓપ્શન જોવા મળે છે. જો તમે ફોલ્ડર બ્રાઉઝ કરતી વખતે...
બડે કામ કી ચીજ ‘સ્ટાર’
રોજબરોજના કામમાં ક્યારેક તમે આ પ્રશ્નનો સામનો જરૂર કર્યો હશે કે કમ્પ્યુટરની અંદર તો ફોલ્ડરની અંદર ફોલ્ડર એમ અનેક ફોલ્ડરો છે, એમાંની ફાઇલ શોધવી કઈ રીતે? ક્યારેક કોઈ કામની ફાઇલ કે ઇમેજ અથવા તો ગમતા વીડિયો શોધવા હોય, પણ ફાઇલનું નામ યાદ ન હોય અથવા તો ક્યા ફોલ્ડરમાં એ સેવ...
જીમેઇલમાં કામના મેઇલ્સ શોધો સહેલાઈથી!
જીમેઇલમાં આપણે લગભગ કોઈ ઈ-મેઇલ ડિલીટ કરતા નથી, પણ એટલે જ તેમાં એટલા બધા ઈ-મેઇલ્સનો ભરાવો થતો જાય છે કે કામના મેઇલ્સ શોધવાનું કામ ક્યારેક થોડું મુશ્કેલ બને છે. જીમેઇલમાં સામાન્ય રીતે આપણે જોઈતો મેઇલ શોધવાનાં ત્રણ પગલાં છે : ઇનબોક્સ પરના સર્ચબોક્સમાં કોઈ પણ કીવર્ડ...
એક સાથે સંખ્યાબંધ ફાઇલ્સનાં નામ બદલવાં છે?
કોઈ કારણસર તમારે કમ્પ્યુટરમાંની સંખ્યાબંધ ફાઇલ્સનાં નામ બદલવાનાં થાય એવું બન્યું છે? સામાન્ય રીતે, કોઈ પ્રવાસે ગયા પછી તેના ફોટોગ્રાફ્સ કમ્પ્યુટરમાં અપલોડ કરીએ ત્યારે બધાનાં નામ એક સરખાં કરવાં હોય તો આવી જરૂરિયાત ઊભી થઈ શકે છે. વિન્ડોઝમાં આ કામ સહેલું છે, આ રીતે......
કી-બોર્ડમાંની કામઢી ટેબ કી
કમ્પ્યુટરના રોજિંદા ઉપયોગમાં કી-બોર્ડના એક ખૂણે રહેલી ટેબ કી આપણને ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે છે, જો તેના ઉપયોગ બરાબર જાણતા હોઈએ તો. સૌથી પહેલાં એ કહો કે તમે તમારા કમ્પ્યુટરના કી-બોર્ડ પર ક્યારેય ધ્યાનથી નજર ફેરવી છે? ચોક્કસપણે તમને એવી ઘણી બધી કી મળી આવશે, જેનો તમે...
એક્સેલમાં પરફેક્ટ પ્રિન્ટિંગ
કમ્પ્યુટર પર જુદી જુદી અનેક જાતની ગણતરીઓ કરવા માટેનો સૌથી સારો પ્રોગ્રામ એટલે એક્સેલ. એક્સેલ ઉપરાંત ઓપન ઓફિસ, લાઇબર ઓફિસ, કિંગસોફ્ટ ઓફિસ, ગૂગલ શીટ વગેરે મફત કે પ્રમાણમાં સસ્તા અન્ય સ્પ્રેડશીપ પ્રોગ્રામ પણ છે, પરંતુ ગણતરી માટે આપણો એક્સેલ સાથે પ્રેમભર્યો નાતો બંધાઈ ગયો...
કી-બોર્ડનો પાયો તૂટી જાય ત્યારે…
કમ્પ્યુટરના કી-બોર્ડમાં પાછળની બાજુએ બે નાના પાયા જેવી સગવડ હોય છે, જેના આધાર પર આપણે કી-બોર્ડને આગળની બાજુએ થોડું ઊંચું રાખી શકીએ છીએ, જેથી ટાઇપિંગ સરળ થઈ શકે. લાંબા ઉપયોગ પછી આમાંનો કોઈ પાયો તૂટી જાય તો આપણે કી-બોર્ડ પાછળ કોઈ આધાર મૂકવો પડે છે. એના બદલે, બીજો પાયો...
એક્સેલમાં વર્કશીટ કોપી કે મૂવ કરો આ રીતે…
જો તમે એક્સેલનો પ્રમાણમાં ઠીકઠીક ઉપયોગ કરતા હશો તો તમે જાણતા જ હશો કે એક્સેલની ફાઇલને સામાન્ય રીતે ‘વર્કબુક’ કહેવામાં આવે છે અને એક વર્કબુકમાં એકથી વધુ ‘વર્કશીટ’ હોય છે (આપણે કોરી એક્સેલ ફાઇલ - વર્કબુક ઓપન કરીએ એટલે બાય ડિફોલ્ટ તેમાં ત્રણ કોરી વર્કશીટ જોવા મળે છે,...
વિન્ડોઝમાં ફોટો મેનેજમેન્ટ
જો તમે તમારા ફોટોગ્રાફ્સની ઓનલાઇન લાઇબ્રેરી બનાવવા ન ઇચ્છતા હો તો પીસીમાં, વિન્ડોઝની મદદથી પણ લાઇબ્રેરીને વધુ સઘન બનાવી શકો છો. અલબત્ત, એ માટે તમારે ઘણી મગજમારી કરવાની તૈયારી રાખવી પડશે. તમે તમારા ડિજિટલ ફોટોગ્રાફ્સ કેવી રીતે સાચવો છો? દુ:ખતી નસ દબાવી દીધી હોય તો...
વિન્ડોઝ ૭ની અજાણી ખૂબીઓ
ઘણાં બધાં કારણોસર, તમે વિન્ડોઝ ૧૦ ન અપનાવો તેવું બની શકે છે. તો જેનો ઉપયોગ અત્યારે ચાલુ છે એના જ માસ્ટર શા માટે ન બનવું? આખરે વિન્ડોઝ ૧૦ની પધરામણી થઈ ગઈ છે. કમ્પ્યુટર સાથે તમારે સામાન્ય કરતાં જરા વધુ ઘરોબો હશે તો તમને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જે ફેરફારો થઈ રહ્યા છે...
વિન્ડોઝ ૧૦ હાજિર હૈ!
આખી દુનિયાને સ્માર્ટફોન તરફ વળતી જોઈને, માઇક્રોસોફ્ટે વિન્ડોઝના નવા વર્ઝનને તમામ પ્રકારના ડિવાઇસમાં એક સરખો અનુભવ આપે તેવું બનાવવાની કોશિશ કરી છે. જોકે અત્યારે તેની ખૂબીઓ કરતાં પ્રાઇવસીની ચિંતા વધુ ચર્ચાઈ રહી છે. લાંબો સમય રાહ જોવડાવ્યા પછી, ખાસ તો એ ‘બિલકુલ મફતમાં...
વર્ડમાં સુવિધાસભર સ્ટેટસબાર
દીવા તળે અંધારું - એ આપણી જાણીતી કહેવત અમસ્તી નહીં પડી હોય! માઇક્રોસોફ્ટ વર્ડનો જ દાખલો લઈએ તો લગભગ રોજેરોજ આપણે આ પ્રોગ્રામ ઓપન કરીને તેમાં કરતા હોઈશું, તેની કેટલીક સ્માર્ટ ટેકનિક પણ બરાબર જાણી લીધી હશે, છતાં, તેના તળિયે રહેલા સ્ટેટસબારની ખૂબીઓ આપણાથી અજાણી રહી હોય...
તૈયાર કરો રોજબરોજના કામકાજનું વન્ડરલિસ્ટ!
આજે સૌના જીવનમાં તણાવ વધ્યો છે, તેનું મુખ્ય કારણ એ છે કે આપણે જ્યારે જે કામ કરવાનું હોય તેને બદલે બીજી ઓછી મહત્વની બાબતો પર ધ્યાન આપીએ છીએે. દૈનિક જીવનમાં શિસ્ત લાવવી હોય તો અપનાવી લો એક સિમ્પલ ટુ-ડુ લિસ્ટ! વર્ષો પહેલાં, અમદાવાદના એક વકીલની ચેમ્બરમાં, એમના ટેબલ પર એક...
વર્ડ ડોક્યુમેન્ટમાં હેડર અને ફૂટર કેવી રીતે ઉમેરાય?
સવાલ લખી મોકલનાર - હરીશભાઈ વસાવા, વડોદરા માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સ વર્ષોથી લોકપ્રિય રહ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે આ પ્રોગ્રામ્સની પાર વગરની ખૂબીઓનો ઉપયોગ વધુ ને વધુ સરળ બનાવવામાં આવી રહ્યો છે. પરિણામે, વર્ડ કે એક્સેલ કે પાવરપોઇન્ટ જેવા પ્રોગ્રામમાં આપણે કંઈ પણ...
વિચાર કરતાં ઝડપથી ટાઇપ કરો
કમ્પ્યુટરનો રોજબરોજ ઠીકઠીક ઉપયોગ કરવા છતાં મોટા ભાગે આપણે ઝડપી ટાઇપિંગ શીખવા પર ખાસ ધ્યાન આપતા નથી. અહીં આપેલી એક વેબસાઇટ તમને આ કામમાં ઘણી ઉપયોગી થઈ શકે છે. જેમને કમ્પ્યુટર પર થોડું ઘણું પણ કામ કરવાનું રહે છે એવા મોટા ભાગના લોકો, કમ્પ્યુટર પરની સફરના પહેલા કદમ જેવા...
કમ્પ્યુટરની અંદર સર્ચ
તમે કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ સેવ કરી હતી, પણ પછી એ ક્યાંક ગાયબ થઈ ગઈ! હકીકતમાં તો આપણે એ ક્યાં સેવ કરી એ ભૂલાઈ ગયું હોય. આવી સ્થિતિ ઊભી થાય ત્યારે, કમ્પ્યુટરની અંદર સર્ચ કરવાની કેટલીક રીત જાણી રાખવા જેવી છે. હમણાં એક વાચકમિત્રના પ્રશ્નને, આજના હિસાબ પ્રમાણે બહુ જૂના ગણાય...
એક્સેલમાં ફંક્શન કીના વિવિધ ઉપયોગ
એક્સેલનો પ્રાથમિક પરિચય મેળવવાની આપણી પ્રવૃત્તિને આગળ વધારીને આ વખતે ફોકસ કરીને ફંક્શન કીનાં ફંક્શન્સ પર. કમ્પ્યુટરના કી-બોર્ડમાં સૌથી ઉપર જોવા મળતી એફ૧થી એફ૧૨ સુધીની ફંક્શન કી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને બીજા કેટલાક પ્રોગ્રામમાં કઈ રીતે કામની છે એ વાત તો આપણે અગાઉ...
વર્ડમાં કોપી-પેસ્ટ, જરા જુદી રીતે
માઇક્રોસોફ્ટ વર્ડમાં કોપી-પેસ્ટ કરતાં તો આપણને સૌને આવડે છે અને વારંવાર કોપી-પેસ્ટ કરતી વખતે ખૂબ કામ લાગતી ક્લિપબોર્ડની સુવિધા વિશે પણ આપણે અગાઉ વિગતવાર વાત કરી ગયા છીએ. હવે વાત કરીએ, જરા જુદી રીતે થતા કોપી-પેસ્ટની. આ સુવિધાનું નામ છે સ્પાઇક. જૂના જમાનાની જેમ હજી પણ...
જીમેઇલમાં કામે લગાડો સ્ટાર્સને!
તમારા ઇનબોક્સમાં અનેક પ્રકારના ઈ-મેઇલને સતત ઉમેરો થતો હોય તો તમે વિવિધ રંગના સ્ટારનો ઉપયોગ કરીને મેઇલ્સનું તમારી જરુરિયાત અનુસાર સોર્ટિંગ કરી શકો છો, આ રીતે... આજકાલ જીમેઇલ આપણા સૌના કામકાજનું કેન્દ્ર બની રહેલ છે. મિત્રો કે સ્વજનો તરફથી આવતી ‘ટપાલ’, ઓફિસના કામ સંબંધિત...
એક્સેલમાં ડબલ ક્લિકનો જાદુ
ઓફિસમાંના દરેક પ્રોગ્રામ ખૂબીઓની ખાણ છે, પણ એ બધામાં શિરમોર હશે એક્સેલ. આ એક જ પ્રોગ્રામમાં એટલી બધી ખાસિયતો છે કે આપણે ધારીએ તો રોજેરોજ કંઈક નવું જાણી શકીએ. આગળ શું વાંચશો? ઓફિસ બટન /એક્સેલ બંધ કરવાના લોગો પર ડબલ ક્લિક સેપરેટર્સ પર ડબલ ક્લિક કરીને કોલમની પહોળાઈને...
એમએસ ઓફિસમાં કમાલની કી એફ૪
એફ૪ કીની મદદથી આપણે વર્ડ, પાવરપોઇન્ટ અને એક્સેલમાં એકસરખા કમાન્ડ સહેલાઈથી રીપીટ કરી શકીએ છીએ. આગળ શું વાંચશો? પહેલાં વાત કરીએ વર્ડની એકસેલમાં એફ ૪નો ઉપયોગ પાવર પોઈન્ટમાં એફ ૪નો ઉપયોગ માઇક્રોસોફ્ટ ઓફિસમાં વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ડ જેવા મુખ્ય પ્રોગ્રામનો વારંવાર ઉપયોગ...
જીમેઇલની સાફસૂફ, સહેલાઈથી!
એક સમયે જીમેઇલની સ્ટોરેજ કેપેસિટી ‘અધધધ’ ગણાતી હતી, પણ હવે ૧૫ જીબી પણ આપણને ઓછી પડે છે. તમારા જીમેઇલમાં મેઇલ્સનો ભરાવો થવા લાગ્યો હોય તો જાણી લો સફાઈની સ્માર્ટ રીતો. આપણને જીમેઇલની ભેટ મળી એ વાતને ૧૧ વર્ષ અને માથે ૧ મહિનો થઈ ગયો છે. આટલાં વર્ષોમાં જીમેઇલની લોકપ્રિયતા...
એક્સેલનો પહેલો પરિચય
એક્સેલ વિશે તમે બિલકુલ આછી-પાતળી જાણકારી ધરાવો છો અને બીજા લોકોને તદ્દન પાયાના સવાલો પૂછતાં અચકાવ છો? અહીં જાણી લઈએ એક્સેલની સાદી એ, બી, સી, ડી. આગળ શું વાંચશો? રિબન શું છે? વર્કબુક શું છે? વર્કશીટ્સ શું છે? સેલ, રો અને કોલમ શું છે? રેન્જ શું છે? ફોર્મ્યુલા અને...
શબ્દોને ફટાફટ ડિલીટ કેવી રીતે કરાય?
માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ પણ પ્રકારનું લખાણ - પછી તે નાનો પત્ર હોય કે લાંબો રીપોર્ટ - તૈયાર કરતી વખતે વારંવાર એવું તો બનવાનું જ કે આપણે લખાણમાંના કોઈ શબ્દ ડિલીટ કરવાના થાય. તમે જાણતા જ હશો કે કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામમાં આપણે ટાઇપ કરેલું કંઈ પણ ડિલીટ કરવા માટે બે...
વર્ડમાં પેરેગ્રાફ સાથે રમત
માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગ્રાફને ઉપર-નીચે કરવા હોય કે જુદા-જુદા પેરેગ્રાફના ક્રમ બદલવા હોય તો આ સહેલું બની શકે છે, આ રીતે... વર્ડમાં પેરેગ્રાફ ઉપર-નીચે કરવા હોય તો... ઘણી વાર આપણે વર્ડમાં કોઈ રીપોર્ટ કે ડોક્યુમેન્ટ તૈયાર કરીએ ત્યાર પછી આખું લખાણ ફરી વાર તપાસી રહ્યા...
પાવરપોઇન્ટમાં ઇમેજ સાથે રમત
પાવરપોઇન્ટમાં લાંબી લાંબી ટેક્સ્ટ મૂકવાને બદલે યોગ્ય ઈમેજીસથી સજાવવામાં આવે તો પ્રેઝન્ટેશનને પ્રોફેશનલ ટચ આપી શકાય. અલબત્ત, આમાં કેટલાક અવરોધ આવી શકે છે. જાણીએ તેના ઉપાય. ઓફિસમાં કોઈ નવા પ્રોજેક્ટ માટે પ્રેઝન્ટેશન બનાવવાની જવાબદારી માથે આવી? અથવા, સ્કૂલમાં ભણતી...
પ્રિન્ટ કાઢતી વખતે એક પેજ બચાવવું છે?
માઇક્રોસોફ્ટ વર્ડમાં તૈયાર કરેલા પત્ર જેવા કોઈ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢતી વખતે છેલ્લા પેજમાં બહુ થોડું લખાણ હોય, તો થોડી બાંધછોડ કરીને એ પેજનું લખાણ આગલા પેજમાં સમાવી શકાય. આગળ શું વાંચશો શ્રીંક વન પેજ સુવિધાનો ઉપયોગ કરીને પેરેગ્રાફ એન્ડ લાઈન સ્પેસિંગનો ઉપયોગ કરીને...
કમ્પ્યુટરના કેલ્ક્યુલેટરની અજાણી કરામતો
આજના સમયમાં સાદી ગણતરીઓ કરવા માટે આપણને કેલ્ક્યુલેટર વિના ચાલતું નથી, પરંતુ તેના વારંવારના ઉપયોગ છતાં, તેની ઘણી ખાસિયતો આપણી નજર બહાર રહે છે. જાણી લો કેલ્ક્યુલેટરમાં તારીખોની ગણતરી કરવાની રીત! આગળ શું વાંચશો? તો હવે ઝંપલાવીએ કમ્પ્યુટરના કેલ્ક્યુલેટરમાં બે તારીખ...
એક સરખા મેઇલ વારંવાર મોકલવાના હોય ત્યારે…
તમારે એક સરખા ઇ-મેઇલ જુદા જુદા લોકોને વારંવાર મોકલવાના થાય છે? એક રસ્તો આપણો ઈ-મેઇલ કમ્પોઝ કરીને તેને આપણને પોતાને ઈ-મેઇલ કરીએ અને બાકીના લોકોનાં ઈ-મેઇલ એડ્રેસ બીસીસી (બ્લેન્ક કાર્બન કોપી)માં લખવાનો છે, પણ આપણે એક જ મેઇલ એક વાર નહીં, વારંવાર જુદા જુદા લોકોને મોકલવાની...
માઇક્રોસોફ્ટ વર્ડમાં કામ આસાન બનાવતા કેટલાક રસ્તા…
માઇક્રોસોફ્ટ વર્ડ દુનિયાનો કદાચ સૌથી વધુ વપરાતો પ્રોગ્રામ હશે, છતાં તેની કેટલીય ખૂબીઓ આપણી જાણ બહાર રહે છે. અહીં જાણી લો વર્ડમાં તમારું કામ વધુ ઝડપી અને સરળ કેવી રીતે બની શકે? આગળ શું વાંચશો? શબ્દ, વાક્ય કે ફકરાને ખસેડો, સહેલાઈથી ટેકસ્ટને ડબલ અન્ડરલાઈન કરો...
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ
પ્રેઝન્ટેશન તૈયાર કરવું અને તેને રજૂ કરવું એ એક કળા છે. નાની નાની વાતની કાળજી લઈને તમે પણ તેમાં માસ્ટર બની શકો છો. આજના યુગમાં "જો દિખતા હૈ વો બિકતા હૈના નાતે તમે જે પ્રેઝન્ટ કરો તે વધુ ફેલાય છે, વધુ અપીલ કરે છે - તો પ્રસ્તુત છે આદર્શ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કેવું...
વર્ડમાં બે લાઇન વચ્ચેની જગ્યા કેવી રીતે બદલાય?
સવાલ લખી મોકલનારઃ નિરંજન વ્યાસ, બિલિમોરા વર્ડ ૨૦૦૭ અને ૨૦૧૦માં બે લાઇન વચ્ચે ૧.૧૫ લાઇનનું સ્પેસિંગ હોય છે. આપણે તેને જરુરિયાત મુજબ બદલી શકીએ છીએ, આ રીતે : રીબનમાં હોમ ટેબમાં, પેેરેગ્રાફ વિભાગમાં સૌથી નીચે જમણી એરો પર ક્લિક કરી, પેરેગ્રાફનાં સેટિંગ્સનું ડાયલોગ બોક્સ...
એક્સેલની જેમ વર્ડમાં કોલમ અને રોની હાઇટ તેમ જ વીડ્થ આપણી મુજબ કેમ રાખી શકાય?
સવાલ લખી મોકલનાઃ મહેશ જાદવ વર્ડથી અનેક ખૂબીઓથી ઓછા પરિચિત મિત્રોને પણ આ સવાલના જવાબનો લાભ મળે એ માટે પહેલાં તો વર્ડમાં ટેબલ કેવી રીતે ઇન્સર્ટ કરાય એ જાણી લીએ. વર્ડમાં આપણે જ્યાં કોષ્ટક બનાવવું હોય તે જગ્યાએ કર્સર રાખીને ઉપરની રીબનમાં ઇન્સર્ટ ટેબમાં જઈ, ટેબલ પર ક્લિક...
વિન્ડોઝમાં ફાઇલ્સ સાથે કામકાજ
જાણી લઈએ વિન્ડોઝ એક્સપ્લોરરમાં જુદી જુદી ફાઇલ્સ સિલેક્ટ કરીને તેની બીજા ફોલ્ડરમાં લઈ જવાના સહેલા રસ્તા સાચું કહેજો, તમે તમારા કમ્પ્યુટરમાં ક્યારેય વિન્ડોઝ એક્સપ્લોરર વિન્ડોને ધ્યાનથી તપાસી છે? મોટા ભાગે, વિન્ડોઝ એક્સપ્લોરર વિન્ડોનો આપણે જમ્પબોર્ડ તરીકે જ ઉપયોગ કરતા...
વર્ડ અને એક્સેલમાં પેજની સાઇઝ ડીફોલ્ટ એ-૪ કેવી રીતે સેટ કરાય?
સવાલ લખી મોકલનાર- અલકેશ દવે, અમદાવાદ માઇક્રોસોફ્ટ વર્ડમાં સામાન્ય રીતે ડીફોલ્ટ પેજસાઇઝ લીગલ અથવા લેટર હોય છે. લેટર (૮.૫ x ૧૧ ઇંચ) અને એ૪ (૮.૨૭ x ૧૧.૬૯)ના માપમાં નજીવો તફાવત છે, પણ લીગલ પેજની સાઇઝ (૮.૫ x ૧૪ ઇંચ) હોય છે, એટલે કે ઊંચાઈમાં તે ખાસ્સું વધુ હોય છે. આપણે...
વર્ડમાં ટેક્સ્ટ સિલેક્ટ કરતાં દેખાતો મિનિ ટૂલબાર બંધ કરી શકાય?
સવાલ લખી મોકલનારઃ ભરત ગણાત્રા, ભૂજ આમ તો, મિનિ ટૂલબાર એક કામની સગવડ છે કેમ કે માઇક્રોસોફ્ટ વર્ડમાં ટેક્સ્ટ સાથે કામ કરતી વખતે, ટેક્સ્ટ સિલેક્ટ કરતાં અલ્લાદિનના જીનની જેમ, આપણે સિલેક્ટ કરેલી ટેક્સ્’ની બાજુમાં જ આ મિનિ ટૂલબાર હાજર થાય છે અને ટેક્સ્ટમાં આપણે જે...
એક સાથે એકથી વધુ લોકોને ઈ-મેઇલ કેવી રીતે કરાય?
સવાલ લખી મોકલનાર - અમિત પટેલ, વીસનગર સાદો જવાબ સૌ ખબર છે - તમારા ઈ-મેઇલ પ્રોગ્રામમાં કમ્પોઝ બટન પર ક્લિક કરો, ‘ટુના ખાનામાં તમારે જે લોકોને એક સરખો ઈ-મેઇલ મોકલવાનો છે તેમાં ઈ-મેઇલ એડ્રેસ લખો, વિષય લખી મેઇલ કમ્પોઝ કરી સેન્ડ પર ક્લિક કરો. પરંતુ, આ પ્રશ્નના ભાવાર્થ કંઈક...
એક્સેલમાં ગણતરીની આગેકૂચ!
ગયા અંકમાં આપણે એક્સેલમાં સરવાળાની વિવિધ રીત સમજ્યા. હવે સમજીએ, આંકડાનો અને વિવિધ શરતો મુજબ તારવવાની પદ્ધતિઓ, જેમાં આપણે સરેરાશ અને અન્ય બાબતોને પણ આવરી લઈશું. આગળ શું વાંચશો? શરતી સ્થિતિ મુજબની ગણતરી શરતી સરેરાશને લગતી ગણતરીઓ માઈક્રોસોફ્ટ વર્ડમાં ક્વિક ફોર્મેટિંગ...
માઇક્રોસોફ્ટ વર્ડમાં ક્વિક ફોર્મેટિંગ
સ્માર્ટવર્કિંગનો પહેલો નિયમ આ છે - આપણે કમ્પ્યુટરના નહીં પણ કમ્પ્યુટર આપણું ગુલામ હોવું જોઈએ! એટલે કે જે કામ કમ્પ્યુટર સારી રીતે કરી શકે તેમ હોય તેની જવાબદારી તેના શિરે જ નાખવી અને આપણે આપણા પોતાના મૂળ કામ પર ધ્યાન આપવું. માઇક્રોસોફ્ટ વર્ડમાં આવું કરવા માટેની એક...
ઓટોમેટિક એન્વેલપ પ્રિન્ટિંગ
ધારો કે તમે વર્ડમાં કોઈને પત્ર લખ્યો. હવે પત્ર પ્રિન્ટ કરીને, એન્વેલપમાં પેક કરીને પોસ્ટ કે કુરિયર કરવાનો છે. સામાન્ય રીતે, આપણે કવર પર હાથેથી એડ્રેસ લખવા બેસીએ, પણ એકથી વધુ પત્રો હોય, અલગ અલગ એડ્રેસ હોય અને મદદ કરવાવાળું કોઈ ન હોય તો? તો વર્ડના ઓટોમેટિક એન્વેલપ...
એક્સેલમાં કરો સરવાળો!
ઓફિસના રોજબરોજના હિસાબ-કિતાબમાં આપણે સ્પ્રેડશીટ અને તેમાં સરવાળા-બાદબાકીનો વારંવાર ઉપયોગ કરીએ છીએ. કેટલાક ખાસ સંજોગોમાં, ખાસ રીતે સરવાળા કરવાના થાય ત્યારે ગૂંચવણો ઊભી થાય છે. અહીં બતાવ્યા છે તેના ઉપાય... આ જે આપણે ‘સાયબર એક્સલ - સફર’માં સરવાળા અને સરવાળાની ખૂબીઓ વિષે...
જમ્પ લિસ્ટ : એક કામની સગવડ
જો તમે વિન્ડોઝ ૭ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હો તો તમારે જાણવા જેવી એક સુવિધા છે ટાસ્કબારમાંનાં જમ્પ લિસ્ટ્સ. કમ્પ્યુટર ઓન થયા પછી, મોનિટર પર સૌથી નીચે દેખાતી પટ્ટીને ટાસ્કબાર કહે છે એ તો તમે જાણતા જ હશો. આપણે જે પ્રોગ્રામ કે ફોલ્ડર ઓપન કરીએ તેના આઇકન આ ટાસ્કબારમાં...
કામની ફાઇલ અણધારી ક્રેશ થાય તો?
કમ્પ્યુટર પણ માણસ જેવું છે, ક્યારે આડું ફંટાય તે કહેવાય નહીં. પરંતુ માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણું કામ ચાલુ હોય ત્યારે અધવચ્ચે પ્રોગ્રામ ક્રેશ થાય તો પણ આપણે મહેનત બચાવી શકીએ છીએ - ઓટોસેવ સુવિધાની મદદથી. આગળ શું વાંચશો? ફાઇલ ઓટોસેવ કરવાનાં સ્ટેપ્સ ઓટોસેવ્ડ ફાઇલ રીકવર કરી,...
ખૂબીઓના અપાર ખજાના જેવા માઇક્રોસોફ્ટ વર્ડની ખાસિયતો સમજીએ
કમ્પ્યુટરના કોઈ પણ પ્રોગ્રામની ખપ પૂરતી સુવિધાઓ જાણી લેવી એ એક વાત છે અને આ પ્રોગ્રામ કઈ રીતે ડિઝાઈન થયો છે એ સમજીને તેની બધી ખૂબીઓ ઉપયોગમાં લેવી એ બીજી વાત છે. જો તમે વર્ડના પાવરફૂલ યુઝર બનવા માગતા હો તો આ પ્રોગ્રામના પાયામાં રહેલા કન્સેપ્ટને સમજી લો અને પછી જુઓ,...
બાયો-ડેટા કેવી રીતે બનાવશો?
ઘણા વાચક મિત્રોની માગણી હતી કે Resume, CV and Bio- Data નો તફાવત શું? તે ઝડપથી માઇક્રોસોફ્ટ વર્ડમાં કેવી રીતે તૈયાર કરવું તે જણાવો તથા તેનું આદર્શ ફોર્મેટ કયું કહેવાય તે જણાવો. તો આવા રોજબરોજના જીવનને સ્પર્શતા માઇક્રોસોફ્ટ વર્ડના ઉપયોગોને આજની સફરમાં વણી લઈએ છીએ....
મેઇલ મર્જ કેવી રીતે કરાય?
કમ્પ્યુટર આપણને આટલું બધું ઉપયોગી શા માટે લાગે છે? સૌથી મોટું કારણ એ કે કમ્પ્યુટર આપણું કામ સહેલું બનાવે છે. કેટકેટલાંય કામ એવાં છે જે કરતાં સામાન્ય રીતે કલાકો વીતે, એ કામ કમ્પ્યુટર ચપટી વગાડતાં કરી આપે છે. પરંતુ એ માટે, કમ્પ્યુટરના વિવિધ પ્રોગ્રામ્સની પાયાની ખૂબીઓની...
એક્સેલમાં બનાવો ફોન ડિરેક્ટરી
કમ્પ્યુટર અને ઇન્ટરનેટની ટેક્નોલોજી ગજબની વિકસી હોવા છતાં એ હકીકત છે કે આપણા કામકાજને લગતા કે સામાજિક સંપર્કોની માહિતી યોગ્ય રીતે જાળવવાનો, બધી રીતે પરિપૂર્ણ હોય એવો એક પણ ઉપાય ઉપલબ્ધ નથી! તમે જીમેઇલ કે યાહૂનો ઉપયોગ કરતા હો તો તેમાં કોન્ટેક્ટ્સ જાળવવાની ઘણી સારી...
ઈમેઇલમાં ફક્ત એક મેઇલ કેવી રીતે પ્રિન્ટ કરશો?
તમે જીમેઇલનો ઉપયોગ કરતા હો અને તેમાં ‘કન્ઝર્વેશન વ્યૂ’ સેટ કર્યો હોય તો એક જ વિષય ધરાવતા મેઇલ્સ એક સાથે ગ્રુપ થાય છે અને વિષય પછી કૌંસમાં, એ વિષય હેઠળ જેટલા મેઇલ્સની આપલે થઈ હોય તો તેની સંખ્યા દેખાય છે. મેઇલનો સંદર્ભ ધ્યાનમાં રાખવા માટે આ સગવડ બહુ કામની છે, પણ ક્યારેક...
જાણો વર્ડની નિતનવી ખૂબીઓ
કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર કોઈ વ્યક્તિ માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સથી અજાણ હોય એવું બની શકે નહીં. બીજી બાજુ, એમએસ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સનો પૂરેપૂરો ઉપયોગ કરતી શકતી કોઈ વ્યક્તિ મળે એવું પણ બને નહીં! આવો જાણીએ વર્ડ ૨૦૦૭ની કેટલીક ખાસ વાત - પાશેરમાં પૂણીની જેમ! આગળ શું...
ફાઇલ્સ-ફોલ્ડર્સની સરળ હેરફેર
કમ્પ્યુટરમાં એક ડ્રાઇવ કે ફોલ્ડરમાંની ફાઇલ્સ કે પેટા ફોલ્ડરની હેરફેર કરવી હોય તો કંટ્રોલ અને શિફ્ટ કી વત્તા માઉસનું ડાબું બટન ભારે મદદરુપ થાય છે, આ રીતે... અાગળ શું વાંચશો ? Ctrl + Left Click Shift +Left Click Shift + Left Click Ctrl + Drag Ctrl + Drag કામઢું માઉસ...
જામ થયેલી સીડી ડ્રાઇવ કઈ રીતે ખોલી શકાય?
કમ્પ્યુટર સાથે દિવસરાતનો સંબંધ હોય તોય તેની કેટલીક વાતો અને ખૂબીઓ આપણા સાવ ધ્યાન બહાર હોય એવું બની શકે છે. અહીં જાણો એવી અજાણી ખૂબી. કમ્પ્યુટર કે લેપટોપની સીડી કે ડીવીડી ડ્રાઇવ સામાન્ય રીતે તેનું ઇજેક્ટ બટન પ્રેસ કરીને ઓપન કરી શકાય છે. પણ સમય જતાં તેનું મિકેનિઝમ થોડું...
શોર્ટકટ શીખવતું સોફ્ટવેર
કી-બોર્ડના શોર્ટકટ આપણું કામ ઝડપી બનાવે છે એમાં બેમત નથી, પણ અઢળક શોર્ટકટ્સ યાદ કેવી રીતે રહે? આગળ શું વાંચશો? જીમેઈલના શોર્ટકટ્સ શીખો કીરોકેટથી આ સવાલનો જવાબ આપે છે કીરોકેટ - તે આપણી જરુર પૂરતા જ શોર્ટકટ આપણને શીખવે છે! શોર્ટકટ્સનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ....
તમારી ફાઈલને પાસવર્ડ પ્રોટેક્શન આપવું છે?
જેમ આપણું ઈ-મેઇલ્સ એકાઉન્ટ પાસવર્ડથી સુરક્ષિત રહે છે એ જ રીતે, આપણે માઇક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલની કોઈ પણ ફાઈલને પાસવર્ડથી સુરક્ષિત રાખી શકીએ છીએ. તમે તમારા જુદા જુદા એકાઉન્ટના પાસવર્ડ, બેન્કનાં ખાતાંની વિગતો, રોજબરોજના દૈનિક ખર્ચ કે કોઈ અગત્યના બિઝનેસ ડોક્યુમેન્ટને...
વર્ડ ડોક્યુમેન્ટમાં લિસ્ટિંગ
આમ તો માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ એટલો બધો યુઝર-ફ્રેન્ડલી છે કે થોડો સમય લઈને તેમાં કામ કરવાનું શરુ કરો અને જુદા જુદા ઓપ્શન્સ પર બેધડક ક્લિક્સ કરતા જાઓ તો થોડા સમયમાં તો ઘણું બધું શીખી જાઓ. આમ છતાં, આ પ્રોગ્રામ એટલો ફીચર રીચ પણ છે કે તેમાં જેટલું શીખો એટલું ઓછું પડે....
જાણી છતાં અજાણી ફંક્શન કી
કીબોર્ડ પર સૌથી પહેલાં નજરે ચઢતી, છતાં સામાન્ય રીતે ઓછા ઉપયોગમાં લેવાતી ફંક્શન કીની ખૂબીઓ તપાસીએ... કમ્પ્યુટર પર કામ કરવાનું થાય એટલે આપણી આંગળી સૌથી પહેલાં પહોંચે સીપીયુના સ્ટાર્ટ બટન પર અને ત્યાંથી પહોંચે કીબોર્ડ પર. હવે આ કીબોર્ટ પર F1થી શરુ કરીને છેક F12 સુધીની...
ઇમેજમાંના લખાણને ટેક્સ્ટમાં ફેરવો
ક્યારેય ઇમેજ સ્વરુપે રહેલા લખાણને એડિટ થઈ શકે એવા સ્વરૂપમાં ફેરવવાની જરુર ઊભી થઈ છે? આ કામ હવે તમે સહેલાઈથી કરી શકો છો. ઇંગ્લિશમાં એક જાણીતી કહેવત છે, ‘ઇગ્નોરન્સ ઇઝ બ્લીસ!’ અજ્ઞાનતા આશીર્વાદ છે! આમ તો ‘તમે કશુંક જાણતા જ ન હોત તો એ વાત તમને દુ:ખ પહોંચાડી ન શકે’ એવા...
કારકિર્દીમાં ઊંચે જવા જાણી લો સ્માર્ટ વર્કિંગનાં ૧૬ સ્ટેપ્સ
ગયા મહિને, થેન્ક્સ ટુ ઓલિમ્પિક, એક ખેલાડીનું સરસ અવતરણ વાંચવા મળ્યું, "જીતવા માટે જીતવાની તમન્ના હોવી પૂરતી નથી. એ તો બધામાં હોય છે. જીતવા માટે પરસેવો પાડવાની તૈયારી જેનામાં હોય, અંતે એ જીતે છે. વાત રમતગમતના સંદર્ભે છે એટલે એમાં પરસેવો પાડવાની વાત છે. આપણા રોજબરોજના...