આગળ શું વાંચશો?
- જૂના ફોનમાંના ડેટાનો બેકઅપ કેવી રીતે લેશો?
- જૂના ફોનમાંનો ડેટા કેવી રીતે ખાલી કરશો?
- ફેક્ટરી રીસેટથી ડેટા ભૂંસાવાની ખાતરી નથી
- ફેક્ટરી રીસેટ પ્રોટેક્શન વિશે જાણો
- ફોન વેચવો જ હોય કે એક્સચેન્જમાં આપવો જ હોય તો?
- એક્સચેન્જમાં આપેલા જૂના ફોનનું શું થાય છે?
તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું નક્કી કર્યું? વાહ, સરસ, અભિનંદન! હવે જૂના સ્માર્ટફોનનું શું કરશો?
મોટા ભાગના લોકોનો આ પ્રશ્નનો જવાબ એક જ હોય છે, “સારી કિંમત મળતી હોય તો કોઈને પધરાવી દેવાનો!
નવો સ્માર્ટફોન જો તમે ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પરથી ખરીદતા હો તો તેમાં ઘણી કંપની તરફથી એક્સચેન્જ ઓફર મળતી હોય છે. ક્યારેક તો નવા સ્માર્ટફોનની કિંમત નવેક હજાર હોય અને એક્સચેન્જમાં, જૂના ફોન માટે છહજાર સુધીની રકમ પરત આપવાની ઓફર હોય, જોકે વિગતોમાં ઊંડા ઊતરીએ તો ખબર પડે કે ગૂગલ પિક્સેલ કે એપલનો આઇફોન એક્સચેન્જમાં આપીશું તો આટલો લાભ મળશે!
ઘણી વાર આપણા જૂના અને જાણીતા દુકાનદાર પણ જૂના મોબાઇલ પર આકર્ષક એક્સચેન્જ ઓફર આપતા હોય છે. અથવા કોઈ ઓળખીતા-પાળખીતા આપણો જૂનો સ્માર્ટફોન આવી એક્સચેન્જ ઓફર કરતાં પણ વધુ સારી કિંમતે ફોન ખરીદી લેવા તૈયાર હોય તો આપણે જૂનો સ્માર્ટફોન વેચી નાખવા તલપાપડ થઈ જઈએ!
પણ એક મિનિટ! તમારો જૂનો સ્માર્ટફોન કોઈ પણ વ્યક્તિને સોંપતાં પહેલાં નીચેની બાબતોની ખાતરી કરી લો :