સોશિયલ સર્વિસીઝમાં છોડેલું તીર પાછું વાળવાની સગવડ ફેલાઈ રહી છે.
આમ તો, સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરતી વખતે મોટા ભાગના લોકો તેની સંભવિત અસર વિશે ખાસ વિચાર કરતા નથી. પોતે જાતે કંઈક લખીને, પોતાના નામે પોસ્ટ કરવાનું હોય તો હજી કંઈક વિચાર કરવામાં આવે, પણ જો બીજાના રેડીમેડ મેસેજીસ ફોરવર્ડ કરવાની વાત હોય તો ઘણા લોકોની આંગળી તે મેસેજ વાંચ્યા પહેલાં જ ફોરવર્ડના બટન પર પહોંચી જતી હોય છે!