ઇન્ટરનેટની ઉજળી બાજુ પર ફોકસ કરવું એ ‘સાયબરસફર’માં અમારો હંમેશનો પ્રયાસ છે.
છેલ્લા કેટલાય સમયથી વિવિધ ટેક જાયન્ટ્સ કંપનીઝ અનેકવિધ રીતે આપણી વિગતો મેળવવાની ભરચક કોશિશ કરી રહી છે આપણી પ્રાઇવસી ઘણે અંશે જોખમાઈ ગઈ છે એવા સંજોગમાં, તેને સંબંધિત જરૂરી માહિતીનો સાયબરસફરમાં જરૂર સમાવેશ થાય છે, પરંતુ અમારી વિશેષ ખોજ એવા વિષયોની રહે છે જે આપણને જુદી જુદી રીતે, રોજબરોજના જીવનમાં ઉપયોગી થઈ શકે.