ફોનના સિમકાર્ડની ટેક્નોલોજીમાં પચીસેક વર્ષથી, તેના કદ સિવાય કોઈ મોટો ફેરફાર થયો નથી. હવે તો એનું અલગ અસ્તિત્વ જ ભૂંસાઈ જાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે.
આખી દુનિયાના મોબાઇલ ફોન અત્યાર સુધી નાની એવી એક ચિપ, એટલે કે સિમકાર્ડના સહારે મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટ થાય છે અને તેને પગલે આપણે પણ આખી દુનિયા સાથે કનેક્ટ થઇએ છીએ. પરંતુ આ સિમકાર્ડનો આપણને ખાસ પરિચય હોતો નથી. અત્યાર સિમકાર્ડની વાત ઉખેળવાનું કારણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી આ ટેકનોલોજીમાં નોંધપાત્ર ફેરફાર આવી રહ્યો છે અને હવે તેની શરૂઆત ભારતમાં પણ થઇ ગઈ છે.