કમ્પ્યુટર ટેક્નોલોજીમાં કારકિર્દીના આટાપાટા અને સરળ માર્ગદર્શન

By Himanshu Kikani

3

‘‘કયા ફિલ્ડમાં કરિયર બનાવવા માગો છે?’’ સ્કૂલના આઠમા-દસમા કે બારમા ધોરણના વિદ્યાર્થીને આ સવાલ પૂછો તો હવે મોટા ભાગે જવાબ મળે – આઇટી ફિલ્ડમાં!

આજે સૌ કોઈના હાથમાં સ્માર્ટફોન છે, નાનાં ટાબરિયાંથી માંડીને દાદા-દાદી સૌ કોઈ વોટ્સએપ-ફેસબુક વાપરવા લાગ્યાં છે, દુનિયા આખી ઇન્ટરનેટના જોરે જ ચાલતી હોય એવું લાગે છે એટલે સ્વાભાવિક છે કે સૌ કોઈને આઇટી એટલે કે ઇન્ટર્મેશન ટેક્નોલોજીમાં ઉજ્જવળ ભાવિ દેખાય.

“અચ્છા, આઇટીમાં આગળ શું કરવાની ઇચ્છા છે?’’ એવું પૂછતાં આજકાલ જેની સૌથી વધુ ચર્ચા ચાલે છે એ જવાબ મળે – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા મશીન લર્નિંગ!

પરંતુ જ્યારે આ દિશામાં ખરેખર આગળ વધવાની વાત આવે ત્યારે મૂંઝવણ શરૂ થાય.

કોલેજમાં એડમિશન લેવાની વાત આવે ત્યારે તો ઇન્ફર્મેશન ટેક્નોલોજી (આઇટી) ઉપરાંત કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનીયરિંગ, સોફ્ટવેર એન્જિનીયરિંગ, કમ્પ્યુટર એપ્લિકેશન, ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી વગેરે જાત જાતના કોર્સના વિકલ્પો દેખાય. વિદ્યાર્થી તો ઠીક, વાલીને ખાસ મૂંઝવણ થાય અને વિચાર આવે કે આપણે તો અત્યાર સુધી આ બધું એક જ માનતા હતા!

કમ્પ્યુટર ટેક્નોલોજીનું ક્ષેત્ર એટલું ઊંડું, અટપટું અને જુદા જુદા ફાંટાવાળું છે કે એમાંથી શું કરવું, શું આજે ડિમાન્ડમાં છે અને શું આવતી કાલે ડિમાન્ડમાં રહેશે એ સમજવું કોઈને પણ માટે મુશ્કેલ છે.

સૌથી અગત્યની વાત એ છે કે જે ડીગ્રી માટે આપણે જીવનનાં અમૂલ્ય ૩-૪ કે વધુ વર્ષ આપવાના છીએ, એ ડીગ્રીના કોર્સમાં આપણને કઈ કઈ વાત શીખવા મળવાની છે અને આજની તથા આવતી કાલની દુનિયામાં એની ઉપયોગિતા કેટલી છે એ જાણવું અત્યંત જરૂરી છે. માત્ર આઇટી ફિલ્ડ સારું એવું વિચારીને અને આગળ બતાવ્યા એમાંથી જેમાં એડમિશન મળે એમાં ઘૂસી જવાથી તેજસ્વી કારકિર્દી ઘડી શકાય નહીં.

વિદ્યાર્થી માટે આખી વાત વધુ મુશ્કેલ એટલા માટે બને કે અત્યાર સુધીની જિંદગીમાં બધી વાતમાં જેમનું માર્ગદર્શન મળ્યું હોય, એ માતાપિતા આ વાતમાં લગભગ કશું જ કહી શકે નહીં. દીકરા-દીકરીની ઉજ્જવળ કારકિર્દીની ચિંતામાં અને પોતાની ફરજ પૂરી કરવા માટે એ જુદી જુદી કોલેજ દ્વારા એડમિશનની સિઝનમાં યોજાતી ફ્રી સેમિનાર્સમાં દોડદોડી કરે, કોઈ ઓળખીતાના અભિપ્રાય મેળવે અને કાં પછી છેવટે જેમાં એડમિશન મળે એ ઝડપી લઈને તેઓ સંતોષ માને.

પરંતુ કારકિર્દી ઘડવાની આ સાચી રીત છે ખરી?

અહીંથી આગળ, આપણે જેને આઇટી માનીએ છીએ એમાં જુદા જુદા કેટલા અને કયા પ્રકારના ફાંટા છે, એ બધા કઈ રીતે એકબીજાથી જુદા છે અને કઈ બાબતે એકબીજા સાથે સંકળાયેલા છે એ જાણીએ.

[alert-announce]

આ લેખમાં તમે વાંચશો

  • પહેલી વાત, માત્ર કોલેજ કે ડીગ્રીને આધારે રહેશો નહીં
  • કમ્પ્યુટર ટેક્નોલોજીમાં કારકિર્દી માટે આપણી શિક્ષણ વ્યવસ્થા
    • જો બારમા ધોરણમાં એ ગ્રૂપ રાખ્યું હોય તો
    • જો બારમા ધોરણમાં સાયન્સ ન રાખ્યું હોય તો અથવા સાયન્સમાં એ ગ્રૂપ ન રાખ્યું હોય તો
    • જો એન્જિનીયરિંગમાં એડમિશન ન મળે તો
    • જો તમને ડીગ્રી કોર્સમાં એડમિશન ન જ મળે તો
    • આગળની દિશા
  • વિશ્વમાં કમ્પ્યુટર ટેક્નોલોજી કેવી રીતે વિસ્તરી રહી છે?
    • રિસર્ચ
    • સોલ્યુશન્સ
    • એપ્લિકેશન

[/alert-announce]

પહેલી વાત, માત્ર કોલેજ કે ડીગ્રીને આધારે રહેશો નહીં

સૌથી પહેલાં તો આપણે એ સમજવું જરૂરી છે કમ્પ્યુટર ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ વધવું હોય, ખરેખર તેજસ્વી કારકિર્દી બનાવવી હોય તો માત્ર કોલેજના આધારે રહેવાથી ચાલશે નહીં.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નાડેલા કે સેમસંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ મિસ્ત્રી જેવાં ભારતીય નામ અત્યારે ટેક્નોલોજીની દુનિયામાં ટોચ પર છે અને એમના ઉપરાંત બીજા અનેક ભારતીયો, ભલે આપણા માટે અજાણ્યા છે પરંતુ ગ્લોબલ ટેક કંપનીઝમાં પ્રથમ હરોળમાં છે. એ સૌ ભારતની કોલેજ અને ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ્સમાં જ ભણીને આજના સ્થાને પહોંચ્યા છે, એટલે આપણી શિક્ષણ વ્યવસ્થાને ઊતરતી આંકવાની વાત નથી.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop