રોજ આપણી વિવિધ જરૂરિયાતો માટે ગૂગલને શરણે જઈએ ત્યારે ક્યારેક થોડો સમય ચોરીને, ગૂગલ પાસેથી ઇંગ્લિશ પણ શીખવા જેવું છે – જાણો એ માટેની કેટલીક રસપ્રદ રીતો!
ઇંગ્લિશ ભાષા પર ખરેખરું પ્રભુત્વ કેળવવું હોય તો ગૂગલને ઇંગ્લિશ કોચ બનાવી જુઓ.
જો ગૂગલનું સર્ચ એન્જિન આપણને દુનિયાની કોઈ પણ બાબત શીખવામાં મદદ કરી શકતું હોય તો આજના સમયની ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ શીખવવામાં એ શા માટે પાછળ રહે?
ઇંગ્લિશનું શબ્દભંડોળ વધારવામાં અને ઇંગ્લિશના વિવિધ શબ્દોની ઊંડી સમજ કેળવવામાં ગૂગલ સર્ચ આપણને વિવિધ રીતે મદદરૂપ થઇ શકે છે. અહીં આવા ત્રણ ઉપાયની વાત કરીએ. આમાંની કેટલીક બાબતો આપણે સાયબરસફરના અગાઉના અંકોમાં જાણી ગયા છીએ.
આગળ શું વાંચશો?
- ગૂગલ વર્ડ કોચ
- ગૂગલ ડિક્શનરી
- ક્રોમમાં ગૂગલ ડિક્શનરી
- સ્માર્ટફોનમાં ડિક્શનરી