આજે સ્માર્ટફોન કે પીસી ધરાવતી, પણ ફેસબુકનો ઉપયોગ ન કરતી હોય એવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. ફેસબુકના પોતાના દાવા મુજબ, તેનું મિશન આખી દુનિયાના લોકોને એકમેકની નજીક લાવવાનું છે. પરંતુ આ મિશન પૂરું કરવાની ફેસબુકને એટલી ઉતાવળ છે કે તે પોતાના યૂઝર્સને લગભગ અંધારામાં રાખીને તેમના વિશેની વિગતો આખી દુનિયામાં ચોતરફ ફેલાવી રહી છે.