જાન્યુઆરી ૨૦૧૭ના આંકડા મુજબ ભારતમાં ૧.૨ અબજ મોબાઇલ છે અને આ આંકડા હવે એક વર્ષ જૂના છે! ભારતમાં ૧૦૦થી વધુ બ્રાન્ડના દર વર્ષે ૨૫ કરોડ મોબાઇલ નવા ઉમેરાય છે અને જૂના મોબાઇલ નકામા થતા હાય છે. આમાં હજી કમ્પ્યુટર્સ, ટેબ્લેટ્સ, પ્રિન્ટર્સ વગેરેનો ઉમેરો કરીએ તો ભારતમાં જૂની ઇલેકટ્રોનિક વસ્તુઓનો પ્રશ્ન વધુ ને વધુ ગંભીર બનતો જાય છે.