આ અમારું અહોભાગ્ય છે કે આ મેગેઝિનમાં ગુજરાતી ભાષામાં કમ્પ્યુટર તથા ઇન્ટરનેટ જેવા ભારેખમ, જટિલ વિષયનું જ્ઞાન પીરસવામાં આવે છે. માસિકની જગ્યાએ પખવાડિક કરવામાં આવે તો વધારે આવકાર્ય રહેશે કારણ કે આજે ઓનલાઈનના સમયમાં રોજ કંઈ નવું ને નવું આવતું રહે છે. આમ કરવાથી લોકો વધારે અપડેટ રહી શકે. અંતમાં આપણું ‘સાયબરસફર’ વધારે ને વધારે લોકો સુધી પહોંચે તથા સમૃદ્ધ બને એ જ શુભેચ્છા.
– સતીષ દેવેન્દ્રભાઈ પરમાર, અમદાવાદ