આપણે બે જબરજસ્ત અંતિમો વચ્ચે જીવી રહ્યા છીએ! એક તરફ, સ્માર્ટફોન અને ઇન્ટરનેટ પર અનેક પ્રકારની સુવિધાઓ – અને એ પણ મફત! – મળવાને કારણે આપણું જીવન ધરમૂળથી બદલાઈ રહ્યું છે.
તો બીજી બાજુ, આ બધાનો લાભ લેવા જતાં, આપણે આપણી મોંઘેરી પ્રાઇવસી ગુમાવી રહ્યા છીએ. ઇન્ટરનેટ કંપનીઝ આપણા વિશે સતત વધુ ને વધુ જાણે છે અને અસંખ્ય લોકોની અસંખ્ય પ્રકારની માહિતી એકમેક સાથે સાંકળીને તેમાંથી જુદા જુદા નિષ્કર્ષ તારવવાની આ કંપનીઝની શક્તિ સતત વધી રહી છે.