ગૃહિણીના બજેટથી માંડીને ગ્લોબલ બિઝનેસના ડેટાનું એનાલિસિસ એકદમ સરળ બનાવતા આ ફીચરનો ઉપયોગ બરાબર જાણી લો. કોઈ બાબત, દેખાતી હોય તેના કરતાં કેટલી ઊંડી છે એ દર્શાવવા માટે આપણી ભાષામાં ‘હીમશીલાની ટોચ બરાબર’ એવો એક શબ્દપ્રયોગ છે. કારણ કે હીમશીલાનો જેટલો ભાગ પાણીની ઉપર દેખાતો...
રોજ આપણી વિવિધ જરૂરિયાતો માટે ગૂગલને શરણે જઈએ ત્યારે ક્યારેક થોડો સમય ચોરીને, ગૂગલ પાસેથી ઇંગ્લિશ પણ શીખવા જેવું છે - જાણો એ માટેની કેટલીક રસપ્રદ રીતો! ઇંગ્લિશ ભાષા પર ખરેખરું પ્રભુત્વ કેળવવું હોય તો ગૂગલને ઇંગ્લિશ કોચ બનાવી જુઓ. જો ગૂગલનું સર્ચ એન્જિન આપણને દુનિયાની...
સ્માર્ટફોનમાંની ગૂગલ એપ અને ગૂગલ આસિસ્ટન્ટ આપણી ઘણા પ્રશ્નના ઉકેલ, બીજાં કોઈ વેબપેજ પર મોકલવાને બદલે, સીધા સર્ચ રીઝલ્ટ પેજ પર જ આપી દે છે. જાણો આવી સંખ્યાબંધ બાબતો. છેલ્લાં કેટલાંય વર્ષોથી ગૂગલના સર્ચ એન્જિનમાં સતત નોંધપાત્ર ફેરફારો થતા રહ્યા છે. અગાઉ માત્ર શબ્દો...
આઇટી એક એવું ક્ષેત્ર છે જેમાં ‘ડિગ્રી વિના નો એન્ટ્રી’ એવું નથી. અત્યારથી યોગ્ય આયોજન કરશો તો તમારી રુચિ અને આવડત અનુસાર આગળ વધવામાં મદદ કરતા અનેક રસ્તા ખૂલી શકે છે.
એક્સેલમાં એન્ટ્રી ને એનાલિસિસ, બંને બને છે વધુ સ્માર્ટ! સમયની સાથે ચાલતાં, એક્સેલમાં એવાં ફીચર્સ ઉમેરાયાં છે, જે નાના-મોટા બિઝનેસ માટે વરદાન બની શકે છે. વિદ્યાર્થીઓએ ભાવિ ઇન્ટરવ્યૂની તૈયારી માટે આ ફીચર્સ સમજવાં બહુ જરૂરી છે. દિવાળીના દિવસે ચોપડાપૂજનમાં અને લાભ પાંચમે...
‘સાયબરસફર’ માત્ર વાંચીને બાજુએ મૂકી દેવાનું મેગેઝિન ન રહે એવો અમારો હંમેશા પ્રયાસ રહે છે. તમે પ્રિન્ટ મેગેઝિન સ્વરૂપે ‘સાયબરસફર’ વાંચી રહ્યા હો કે વેબસાઇટ કે પ્રોગ્રેસિવ વેબ એપ સ્વરૂપે - એમાંના લેખોમાં એવી અઢળક સામગ્રી મળશે જેના પર તમે વાંચનની સાથોસાથ અમલ કરી શકો....
ફોનના સિમકાર્ડની ટેક્નોલોજીમાં પચીસેક વર્ષથી, તેના કદ સિવાય કોઈ મોટો ફેરફાર થયો નથી. હવે તો એનું અલગ અસ્તિત્વ જ ભૂંસાઈ જાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આખી દુનિયાના મોબાઇલ ફોન અત્યાર સુધી નાની એવી એક ચિપ, એટલે કે સિમકાર્ડના સહારે મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટ થાય છે અને...
થોડાં સમય પહેલાં ઇન્ટરનેટ અને ઈ-મેઇલને કારણે બિઝનેસ કમ્યુનિકેશનની દુનિયા બિલકુલ બદલાઈ ગઈ હોવાની વાતો થતી હતી. એ પછી ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગનો સમય આવતાં બિઝનેસની દુનિયા હજી વધુ બદલાઈ અને હવે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ વગેરેને કારણે આપણા...
ગૂગલ મેપ્સમાં નવા ફીચરથી, આ સવાલનો જવાબ વોટિંગથી મેળવી શકાશે! રજાઓમાં કોઈ સ્થળે સાથે ફરવા ગયેલા ચાર-પાંચ મિત્રોનાં ફેમિલી હોય કે પછી વીક-એન્ડ સેલિબ્રેટ કરવા માગતા સ્કૂલ-કોલેજના ફ્રેન્ડ્સ હોય, આ સવાલ ઘણી વાર સૌને સતાવતો હોય છે - લંચ કે ડીનર માટે ક્યાં જશું? હવે આપણી...
ફેસબુક મેસેન્જરમાં તમે તમારા કોન્ટેક્ટ્સ સાથે કોઈ ઇવેન્ટ પ્લાન કરી શકો છો. આ રીતે પ્લાન ક્રિએટ કરીને મિત્રો સાથે શેર કરો એ પછી તેના વિશે દરેક મિત્રને ઇવેન્ટ પહેલાં રિમાઇન્ડર મળતા રહે છે. મેસેન્જરની મોબાઇલ એપમાં આવી કોઈ ઇવેન્ટ ક્રિએટ કરવા માટે... 1. જે કન્વર્સેશનમાં...
ફોટોગ્રાફ્સમાં જીવ લાવવો હોય તો પ્રોફેશનલ જેવો અનુભવ અને ફોટોશોપ જેવી ફીચર રીચ પ્રોગ્રામ જોઈએ એ વાત સાચી, પણ હવે સ્નેપસીડ જેવી એપ આપણું કામ ઘણું સહેલું બનાવી શકે છે. પ્રવાસ અને ફોટોગ્રાફી - આ બંને વાતના શોખીનો દિવાળી વેકેશન પૂરું થાય એટલે ક્રિસમસના વેકેશનની રાહ જોવા...
સ્પોર્ટ્સ મેચનું જીવંત પ્રસારણ જોવા માટે લોકો ટીવીને બદલે ઇન્ટરનેટ તરફ વળી રહ્યા છે, ત્યારે આવો જાણીએ સ્ટેડિયમથી આપણા સ્ક્રીન સુધીની સફરના વિવિધ તબક્કા. વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ સ્ટેડિયમમાં રમાતી ક્રિકેટ મેચ કે ફૂટબોલ મેચનું લાઇવ ટીવી બ્રોડકાસ્ટિંગ આપણે ઘેર બેઠાં જોઈ...
સોશિયલ સર્વિસીઝમાં છોડેલું તીર પાછું વાળવાની સગવડ ફેલાઈ રહી છે. આમ તો, સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરતી વખતે મોટા ભાગના લોકો તેની સંભવિત અસર વિશે ખાસ વિચાર કરતા નથી. પોતે જાતે કંઈક લખીને, પોતાના નામે પોસ્ટ કરવાનું હોય તો હજી કંઈક વિચાર કરવામાં આવે, પણ જો બીજાના...
આગળ શું વાંચશો? વધુ એક પેમેન્ટ્સ બેન્ક હવે સાદી શોપિંગ ટ્રોલી પણ સ્માર્ટ બનશે વિશ્વનો પહેલો એન્ડ્રોઇડ સેટેલાઇટ ફોન આઇફોનમાં ઇઝી ટાઇપિંગ વધુ એક પેમેન્ટ્સ બેન્ક એનએસડીએલ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ કંપનીના નામે વધુ એક પેમેન્ટ્સ બેન્કે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. ઓગસ્ટ...
એકસેલ એટલે કોરા, નકરા આંકડા એવું તમે માનતા હો તો તમારી ભૂલ થાય છે! એક્સેલ અને આર્ટનો આમ તો કોઈ રીતે મેળ બેસે તેમ નથી પણ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહેતી, એમ્મા સ્ટિવન્સ નામની એક યુવતીએ આ અસાધારણ કામ કરી બતાવ્યું છે. એમ્મા દિવસના ભાગે એક લેન્ડસ્કેપ આર્કિટેક્ટ તરીકે...
આપણા દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ તો વર્ષો જૂનો છે, પણ તેની અસર અને પહોંચ છેક છેવાડાં ગામો સુધી પણ પહોંચે એવું હવે બની રહ્યું છે. મોબાઇલ આવ્યા પછી ઇન્ટરનેટ અંતરિયાળ ગામો સુધી પહોંચ્યું (ભલે કવરેજ અને સ્પીડ હજી એક મોટો પ્રશ્ર્ન છે), પણ લોકોના રોજિંદા જીવન પર તેની અસર હવે...
સ્માર્ટફોનથી આપણા સૌની જિંદગી બદલાઈ રહી છે - આપણે માનીએ છીએ એના કરતાં ઘણી જુદી જુદી રીતે. આજે એક જ પરિવારના લોકો, એક જ રૂમમાં બેઠા હોય, પણ સૌ પોતપોતાના મોબાઇલમાં પરોવાયેલા હોય એવાં દૃશ્યોની નવાઈ નથી. થોડા સમય પહેલાં, દાદા-દાદીઓને પરિવાર તેમના તરફ પૂરતું ધ્યાન આપતો નથી...
આપણે હજી અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છીએ ત્યારે તેનાથી ચાર ગણી, હા, ચાર ગણી સ્પીડ ધરાવતી મુંબઈ-પૂણે વચ્ચે ‘હાયપરલૂપ’ નામની બિલકુલ નવા પ્રકારની પરિવહન વ્યવસ્થાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં છેલ્લા ઘણા સમયથી આખી દુનિયાને હાયપરલૂપના આ વિચારે...
શું થયું અને કેવી રીતે થયું? તમે જાણતા હશો કે ફેસબુકમાં તમે લોગઇન હો ત્યારે તમારા પેજને જ્યારે બીજા કોઈ મુલાકાતીઓ જોઈ રહ્યા હોય ત્યારે તેમને એ પેજ કેવું દેખાશે તે તમે પોતે જોઈ શકો છો. આ માટે ફેસબુક "વ્યૂ એઝ નામની સગવડ આપે છે. આ ફીચર પાછળની ટેકનોલોજી સાદા શબ્દોમાં...
દિવાળીની રજાઓમાં ટ્રેન, બસ કે પ્લેનની ટિકિટ મેળવવી જેટલી મુશ્કેલ છે, એનાથી કદાચ વધુ મુશ્કેલ કામ આપણા સ્માર્ટફોન માટે પ્લે સ્ટોરમાંથી સારી એપ શોધવાનું છે! સ્ટોરમાં એપ્સની સંખ્યા તો લાખોમાં છે, પણ એમાંથી ખરેખર સારી અને ઉપયોગી એપ શોધવી મુશ્કેલ છે કારણ કે યુટ્યૂબના...
પહેલાંના જમાનામાં, નવરાત્રિ નજીક આવે અને દિવાળીના દિવસોનો ઉમંગ મન પર છવાવા લાગે ત્યારથી, કાયમી કરિયાણાવાળાને ત્યાં કરિયાણું લેવા જઈએ ત્યારે આપણા મનમાં છાને ખૂણે એક આશા રહેતી - કરિયાણાવાળો નવા વર્ષનું કેલેન્ડર આપશે! કરિયાણાવાળો એ આશા પૂરી કરે તો વળી બીજા ઓળખીતા-પાળખીતા...
ગૂગલ, ફેસબુક વગેરે સર્વિસમાં આપણા એકાઉન્ટને વધુ સલામત બનાવતી ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશનની સગવડનો તમે જાણો છો તેમ વિવિધ રીતે લાભ લઈ શકાય છે. એક પદ્ધતિ એવી છે જેમાં, જે તે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપીને, આપણે જ્યારે પણ એ સર્વિસમાં લોગઇન થવું હોય ત્યારે આપણો પાસવર્ડ આપ્યા પછી...
આ અંકમાં દિવાળી વેકેશન ધ્યાનમાં રાખ્યું છે તો તેનાથી જ સમાપન કરીએ! કોઈ પણ પ્રવાસે ગયા હોઈએ ત્યારે ‘ધરતીનો છેડો ઘર’ એ કહેવત બરાબર સાર્થક થતી લાગે. એક તરફ મનમાં પ્રવાસ પૂરો થઈ રહ્યાનું દુ:ખ હોય તો બીજી તરફ, ફરી ઘરની હૂંફ અને ઘરનું જમવાનું મળશે એ વાતનો આનંદ પણ હોય! તમે...
પીસી કે સ્માર્ટફોનમાં તમારા ફેવરિટ બ્રાઉઝરમાં તમે અમુક સાઇટ્સની અવારનવાર મુલાકાત લેતા હશો. લોકોની આ આદત ધ્યાનમાં રાખીને બ્રાઉઝર્સ આપણને સ્પીડ ડાયલની સગવડ આપે છે. તમે જાણતા હશો તેમ ફોનની કોન્ટેક્ટસ એપમાં પણ સ્પીડ ડાયલની સગવડ હોય છે. બ્રાઉઝરની સ્પીડ ડાયલ સગવડ પણ આવી જ...
સ્માર્ટફોનમાં યુટ્યૂબ એપનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આ એપમાં તમે જોયું હશે તેમ કોઈ વીડિયો પ્લે કરવાનું શરૂ કરો એ પછી બીજા કોઈ વીડિયો શોધવાનું મન થાય તો એપના મથાળે ચાલતા વીડિયોને આંગળીના લસરકે નીચે લાવતાં તે વીડિયો સ્ક્રીન પર નીચેની તરફ ગોઠવાઈ જાય છે. એ વીડિયો ત્યાં પ્લે...
એવું ચોક્કસ બની શકે કે એન્ડ્રોઇડના શેર મેનુનો તમે રોજેરોજ ઉપયોગ કરતા હો, છતાં તેના તરફ ખાસ આપ્યું ન હોય! આગળ વધતાં પહેલાં, જેમના માટે આ ‘એન્ડ્રોઇડનું શેર મેનુ’ પ્રમાણમાં અજાણ્યો મુદ્દો છે એમના માટે પહેલાં કેટલીક સ્પષ્ટતા... એન્ડ્રોઇડમાં તમે તમારા મોબાઇલમાં વોટ્સએપમાં...
ક્રિકેટમાં અત્યારે કોઈ બોલર બોલિંગ કરતો હોય ત્યારે તેના દરેક બોલની સ્પીડ કેટલી હતી અને પીચ પર બોલે ક્યાં ટપ્પો ખાધો અને ત્યાંથી ઉછળીને કેટલે ઊંચે ગયો તે આપણે સ્ક્રીન પર સચોટ રીતે જોઈ શકીએ છીએ. એલબીડબલ્યુની અપીલ વખતે જજમેન્ટ થર્ડ અમ્પાયરને સોંપવામાં આવે ત્યારે બોલ પીચ...
સવાલ મોકલનાર : દીપિકા જોશી, રાજકોટ જેમ વોટ્સએપમાં સતત આવતા રહેતા મેસેજીસ (ટેક્સ્ટ, ઇમેજીસ, જિફ, વીડિયો વગેરે) આપણા ફોન પર ભાર વધારતા રહે છે અને તેની સાફસૂફી આપણા માટે એક મોટું કામ બની જાય છે, એ જ રીતે ફેસબુકની મેસેન્જર સર્વિસમાં પણ, જો તમે ખાસ્સા સક્રિય હો તો તેની...
‘સાયબરસફર’નું લવાજમ ભર્યું ત્યારની અપેક્ષા કરતાં વધુ માહિતી અને જ્ઞાન આપવા બદલ આભાર. વધુમાં ત્વરિત અને ગ્રાહક પર વિશ્વાસ કરતી સેવા પણ પ્રશંસનીય છે. આપની સાથે જોડાયાનો આનંદ અને સંતોષ છે અને ભવિષ્યમાં જોડાયેલા રહેવાની ઈચ્છા છે. - મોબિન ટેલર, મહેસાણા ‘સાયબરસફર’નો અંક...
અગિયાર વર્ષ પહેલાં, સ્ટીવ જોબ્સ અને તેની એપલ કંપનીએ દુનિયાને આઇફોનની ભેટ આપી. ત્યારથી આજ સુધીમાં આઇફોન અને તેની ઓપરેટિંગ સિસ્ટમ્સમાં નોંધપાત્ર ફેરફારો આવ્યા છે અને આ સમય દરમિયાન આઇફોને સ્માર્ટફોન ટેકનોલોજીમાં કેટલાય એવા નવા માઇલસ્ટોન રચ્યા, જેની આપણે ક્યારેય કલ્પના પણ...
તમારા સ્માર્ટફોનમાંની ફેસબુકની એપમાં, તમારા કોઈ ફ્રેન્ડે મોકલેલી કોઈ લિંક પર તમે ક્લિક કરો તો શું થાય છે? અથવા, જીમેઇલ એપમાં મેઈલમાં આવેલી કોઈ લિંક પર તમે ક્લિક કરો તો શું થાય છે? આમ તો, એ લિંક ઇન્ટરનેટ પરના કોઈ પણ વેબપેજની હોય તો દેખીતું છે કે એ લિંક પર ક્લિક કરતાં,...
નવી દુનિયામાં ‘ઓનલાઇન કોલાબોરેશન’ની બોલબાલા રહેવાની છે. એક જ પ્રોજેક્ટ પર દુનિયાના જુદા જુદા ખૂણેથી કામ કરતા લોકો પોતપોતાની રીતે કામ કરે ત્યારે પ્રોજેક્ટનું અસરકારક મેનેજમેન્ટ બહુ મહત્ત્વનો મુદ્દો બની જાય છે. આ લેખમાં આવા એક ઓનલાઇન ટૂલની વિગતવાર વાત કરી છે.
એપ્સ વિના સ્માર્ટફોન સ્માર્ટ રહેતા નથી એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ વિવિધ એપ્સ હવે આપણી એટલી બધી ઇન્ફર્મેશન માગવા લાગી છે કે આપણે ફોનમાં નવી એપ ઇન્સ્ટોલ કરતાં પહેલાં ખરેખર ચાર વાર વિચાર કરવો પડે. સામાન્ય રીતે આપણને નવી એપનો ઉપયોગ કરવાની એટલી બધી તાલાવેલી હોય છે કે એ એપ...
સવાલ મોકલનાર : વિનોદ પૂજારા, રાજકોટ વોટ્સએપમાં તમને કોઈ વ્યક્તિ ઇમેજ અને તેની સાથે કેપ્શન વોટ્સએપ કરે, જે તમને ગમી જાય અને તમે અન્ય લોકો સાથે શેર કરવા ઇચ્છો તો તમે શું કરશો? દેખીતું છે કે અન્ય મેસેજની જેમ એ મેસેજ જરા લાંબો સમય પ્રેસ કરીને સ્ક્રીનના મથાળે જમણી તરફ જતા...
આજના સમયમાં, લગભગ દરેક ઘરની આ વાત છે - ઘરમાં બાળકો હોય તો મમ્મી-પપ્પા કે દાદાના સ્માર્ટફોન મોટા ભાગે બાળકોના જ હાથમાં જોવા મળે! કદાચ તમારા ઘરમાં પણ આ સ્થિતિ હશે અને પરિવારનાં બાળકો કે કિશોરોને સતત સ્માર્ટફોનમાંની ગેમ્સમાં ખૂંપેલાં જોઈને, એમની આ લત કેવી રીતે ઓછી કરવી...
ઇન્ટરનેટની ઉજળી બાજુ પર ફોકસ કરવું એ ‘સાયબરસફર’માં અમારો હંમેશનો પ્રયાસ છે. છેલ્લા કેટલાય સમયથી વિવિધ ટેક જાયન્ટ્સ કંપનીઝ અનેકવિધ રીતે આપણી વિગતો મેળવવાની ભરચક કોશિશ કરી રહી છે આપણી પ્રાઇવસી ઘણે અંશે જોખમાઈ ગઈ છે એવા સંજોગમાં, તેને સંબંધિત જરૂરી માહિતીનો સાયબરસફરમાં...
માની લો કે કોઈ શિક્ષક વર્ગના વિદ્યાર્થીઓની એકવિષયની એક નાની પરીક્ષા લેવા માગે છે. એ માટે તેમણે માઇક્રોસોફ્ટ વર્ડમાં ૧૫ સવાલો ધરાવતું એક ડોક્યુમેન્ટ તૈયાર કર્યું. શિક્ષક વિદ્યાર્થીઓને આ ૧૫ સવાલોની પ્રિન્ટ કાઢીને પ્રશ્વપત્ર તરીકે આપવા માગે છે, પરંતુ પરીક્ષા પત્યા પછી,...
સામાન્ય રીતે, વોટ્સએપ પર આપણે સૌ બિનજરૂરી કે બિનઉપયોગી મેસેજીની ફેંકાફેંક કરવામાં એકદમ પાવરધા છીએ, એટલે વોટ્સએપ સંબંધિત એક મહત્ત્વના સમાચાર તમને વોટ્સએપ દ્વારા, કોઈ ગ્રૂપમાં મળ્યા હોય એવી શક્યતા ઓછી છે. તમે પોતે વિવિધ સાઇટ્સ પર ટેક્નોલોજી ન્યૂઝ જોવા-વાંચવામાં રસ...
સામાન્ય રીતે આપણે માઇક્રોસોફ્ટ ઓફિસના કોઈ પણ પ્રોગ્રામની ફાઇલની સાઇઝ વિશે ખાસ ચિંતા કરવાની જરૂર હોતી નથી. ખાસ કરીને વર્ડ અને એક્સેલમાં વધુમાં વધુ ટેક્સ્ટનો જ ઉપયોગ થતો હોવાથી આ પ્રકારની ફાઇલની સાઇઝ પ્રમાણમાં ઘણી નાની રહેતી હોય છે. પરંતુ જો કોઈ કારણસર તમારે એમએસ ઓફિસ...
ઘણી વાર એવું બને છે કે આપણા શરીરમાં કોઈ રોગના વાઇરસ ઘૂસી જાય, પણ આપણને રોગનાં લક્ષણો ન દેખાય એટલે આપણે રોગ વિશે અંધારામાં જ રહીએ. વાત કમ્પ્યુટરના વાઇરસની હોય ત્યારે આ મુદ્દો જરા જુદો વળાંક લે છે. આવા વાઇરસ ફક્ત કમ્પ્યુટરની અંદર રહીને કમ્પ્યુટરને હાનિ પહોંચાડીને અટકતા...
ટેલિ-મેડિસિન - આ શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ એ વાસ્તવમાં કામ કેવી રીતે કરે છે એ સમજવું હોય તો આપણે કચ્છના નાના રણની કાંધીએ આપેલા ખારાઘોડા અને તેના જેવાં બીજાં ગામોમાં જવું પડે. આ ગામોમાં, અમદાવાદના કેટલાક સેવાભાવી લોકો અને ડોકટર્સે શરૂ કરેલી ‘સેતુ ચેરિટેબલ...
સવાલ મોકલનાર : કૃષ્ણવીર દિક્ષિત, વડોદરા આખું ઇન્ટરનેટ કેવી રીતે ચાલે છે એ સમજવું હોય તો ફક્ત યુટ્યૂબનું ઉદાહરણ કાફી થઈ પડે. તમે પીસીમાં અથવા સ્માર્ટફોનમાં યુટ્યૂબ ઓપન કરીને કોઈ પણ વીડિયો જુઓ, ધારો કે ક્રિકેટનો કોઈ વીડિયો, તો પછી જ્યારે પણ તમે ફરી યુટ્યૂબમાં જાઓ ત્યારે...
આપણે રોજબરોજની સામાન્ય ગણતરીઓ કરવાની હોય તો કોઈ પણ સામાન્ય કેલ્ક્યુલેટરથી કામ ચાલી જાય અને હવે મોટાભાગના લોકો પોતાના સ્માર્ટફોનમાંના કેલ્ક્યુલેટરથી ગણતરીની જરૂરિયાતો પૂરી કરી લેતા હોય છે, પરંતુ તમે સાયન્સના વિદ્યાર્થી હો કે અલગ અલગ પ્રકારની ગણતરીઓની તમારે જરૂર રહેતી...
સવાલ મોકલનાર : નરેશ પંચાલ, ગોધરા આપણે જ્યારે પણ વર્ડમાં કોઈ ફાઇલમાં કામ કરતા હોઈએ અને કોઈ કારણસર એ ફાઇલ કરપ્ટ થાય ત્યારે જ આપણને તેનું બેકઅપ લેવાનું મહત્ત્વ યાદ આવતું હોય છે. વર્ડમાં ફાઇલનો ઓટોમેટિક બેકઅપ લેવાની સુવિધા હોય છે, પણ આપણે તેનો લાભ લેવાનું ભૂલી જતા હોઈએ...
આપણે જ્યારે પણ વોટ્સએપમાં ફોટો કે વીડિયો બીજાને મોકલીએ ત્યારે સામેવાળી વ્યક્તિને એ ફોટા કે વીડિયોની ઓરિજનલ ક્વોલિટી કરતાં ઊતરતી ક્વોલિટી મળે છે. એ ફોટોઝ મોબાઇલમાં સામાન્ય જોવામાં એટલા ખરાબ લાગતા નથી પણ એ ફોટોને ઝૂમ કરીને જુઓ અથવા તો પ્રિન્ટ લેવી હોય તો સારા આવશે નહીં....
ભારતમાં ચોમાસું હંમેશા અણધારી મુસીબતો લાવતું હોય છે. કેરળમાં ભારે પૂર પછી વિદાય લઈ રહેલાં ચોમાસા દરમિયાન કેરળ અને ઉત્તર ભારતમાં ફરી પૂર પ્રકોપ સર્જાયો છે. પૂરને કારણે વધુ નુકસાન થવાનું કારણ એ છે કે પૂરની સચોટ આગાહી થઈ શકતી નથી. વિશ્વમાં દર વર્ષે અંદાજે ૨૫ કરોડ લોકોને...
માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે ટેબલ બનાવતા હોઈએ અને ઘણી વાર એ જ ટેબલને ફરી ટેક્સ્ટમાં કન્વર્ટ કરવાની જરૂર પડતી હોય છે. સામાન્ય ટેક્સ્ટને ટેબલમાં અને ટેબલને ટેક્સ્ટમાં ફેરવવાનું કામ વર્ડમાં સહેલું છે. એ માટે... ટેક્સ્ટ ટુ ટેબલ : સૌથી પહેલાં તમે જે ટેક્સ્ટને ટેબલમાં કન્વર્ટ...
મોટા ભાગના કમ્પ્યુટર યૂઝર કામ કરે ત્યારે હંમેશા બને એટલા શોર્ટકટનો ઉપયોગ કરવા માગતા હોય છે, પરંતુ સામે એવા પણ ઘણા લોકો હોય છે, જેમને માઉસથી કામ કરવામાં જ સરળતા રહે છે. આવા લોકોને કાં તો બધા શોર્ટકટ યાદ રહેતા નથી અથવા જેટલું નજર સામે હોય તેનો જ તેઓ ઉપયોગ કરી શકે. આવા...
આગળ શું વાંચશો? જીમેઇલ હજી પણ થર્ડ પાર્ટી વાંચી શકે છે સરકારી ઉમંગ એપમાં વર્ચ્ચુઅલ આસિસ્ટન્ટ ઉમેરાશે શઝામ એડ ફ્રી બનશે ભારતમાં ડ્રોનના ઉપયોગ માટે નિશ્ચિત કાયદા ઘડાયા મોબાઇલમાં પેટા બ્રાન્ડનો નવો ટ્રેન્ડ અને હવે ત્રણ કેમેરાવાળા ફોન! ઇનબોક્સ બંધ થશે વોટ્સએપે ફરિયાદ...
કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢતી વખતે તમે ક્યારેક ને ક્યારેક પ્રિન્ટરમાં કાગળ ફસાઈ જવાની સમસ્યાનો સામનો કર્યો હશે. એ સિવાય અન્ય કોઈ કારણસર પણ આપણે આપેલી પ્રિન્ટ, પ્રિન્ટર પ્રિન્ટ કરે નહીં એવું બની શકે. તકલીફ ત્યારે સર્જાય જ્યારે આપણે એ જ પ્રિન્ટ ફરી મેળવવી હોય અથવા તો...
દિવાળી નજીક આવતી જાય છે અને તમે પરિવાર માટે કોઈ મોટી ખરીદી કરવાનું વિચારી રહ્યા છો? મોટા ભાગના મધ્યમ વર્ગના પરિવારો માટે આ દિવસો ખુશાલી અને ચિંતા બંનેનું કારણ બનતા હોય છે કારણ કે ખરીદીના વિચારો તો આવે, પણ સામે ખિસ્સું એટલું જોર કરતું હોય નહીં! જોકે હવે ઓનલાઇન શોપિંગ...
આ અમારું અહોભાગ્ય છે કે આ મેગેઝિનમાં ગુજરાતી ભાષામાં કમ્પ્યુટર તથા ઇન્ટરનેટ જેવા ભારેખમ, જટિલ વિષયનું જ્ઞાન પીરસવામાં આવે છે. માસિકની જગ્યાએ પખવાડિક કરવામાં આવે તો વધારે આવકાર્ય રહેશે કારણ કે આજે ઓનલાઈનના સમયમાં રોજ કંઈ નવું ને નવું આવતું રહે છે. આમ કરવાથી લોકો વધારે...
ઘણી વાર આપણે કોઈ ફાઇલ કે ફોટો કોઈ જગ્યાએ અપલોડ અથવા તો ઈ-મેઇલ કરવાનો હોય ત્યારે આપણે પહેલાં તો એ ફાઇલ કે ફોટો કમ્પ્યુટરમાં જે તે ડ્રાઇવમાં (ફોલ્ડરની અંદર ફોલ્ડર અને એમાં પણ ફોલ્ડર!) જ્યાં હોય ત્યાં તેને શોધવાની જરૂર પડે. પછી જ્યાં અપલોડ કરવો હોય કે કોઈને ઈ-મેઇલ કરવો...
સવાલ મોકલનાર : મુકેશગીરી ગોસ્વામી, વડોદરા આ પ્રશ્ન ખરેખર સ્માર્ટફોનના હેન્ડસેટ બનાવતી ચાઇનીઝ કંપની ઝાયોમીના ફોનના સંદર્ભે પૂછાયો છે. ઇન્ટરનેટનું સમગ્ર અર્થતંત્ર જાહેરાતો પર આધારિત છે એ આપણે સૌ જાણીએ છીએ. ઇન્ટરનેટ પર જુદા જુદા પ્રકારની સર્વિસ કે કન્ટેન્ટ આપતી કંપનીઝ,...
ઇશ્વર અને ઇન્ટરનેટ. બંને અત્ર, તત્ર, સર્વત્ર હોવા છતાં આપણે કોઈ ઠેકાણે આંગળી મૂકીને બેમાંથી કોઈની હાજરી બતાવી શકીએ નહીં! જોકે જેમ મંદિરમાં મૂર્તિ બતાવીને આપણે કહી શકીએ કે અહીં ઇશ્વર વસે છે, એમ ઇન્ટરનેટની ક્યાંય હાજરી બતાવવી હોય તો આપણે ડેટા સેન્ટર તરફ આંગળી ચીંધી...
ઘણી વાર એવું બને કે આપણે કોઈ વર્ડ ડોક્યુમેન્ટમાં લાંબા સમયની મહેનત પછી મહત્ત્વનો રિપોર્ટ તૈયાર કર્યો હોય અને પછી ક્યારેક એ ફાઇલ ફરી ઓપન કરવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણું હૃદય એક-બે ધબકાર ચૂકી જાય એવો મેસેજ વાંચવા મળે : વર્ડ આ ડોક્યુમેન્ટ વાંચી શક્યું નથી, ફાઇલ કરપ્ટ થઈ...
હોલીવૂડ કે બોલીવૂડની કોઈ ક્રાઇમ થ્રિલર, સસ્પેન્સ ફિલ્મમાં જ જોવા મળે એવું કંઈક ગયા મહિને, મહારાષ્ટ્રના પૂણેમાં વડું મથક ધરાવતી ભારતની ૧૧૨ વર્ષ જૂની સહકારી બેન્ક કોસમોસ બેન્ક સાથે બની ગયું. બેન્કની સિસ્ટમમાં છીંડાં શોધીને આંતરરાષ્ટ્રીય હેકર્સની એક ગેંગે બેન્કના કુલ...
ભારત સરકાર અને વોટ્સએપ હવે આમનેસામને છે. સરકારનો આગ્રહ છે કે વોટ્સએપ તેના મેસેજીસ ટ્રેસ કરીને વાંધાજનક મેસેજીસનાં મૂળ શોધી આપે, જ્યારે વોટ્સએપ પોતાના યૂઝર્સની પ્રાઇવસીનો મુદ્દો આગળ ધરીને, એન્ક્રિપ્ટેડ મેસેજીસમાં એ શક્ય નથી એમ કહે છે. હકીકત શું છે? હમણાં બહાર આવેલી...
ઇન્ટરનેટ પર ગૂગલ પર થતી દરેક સર્ચ ક્વેરીની પૃથ્વી ભારે કિંમત ચૂકવે છે. આપણી સર્ચને ગૂગલનાં સર્વર સુધી પહોંચાડવામાં અને પછી તેનો જવાબ શોધીને આપણા સુધી પહોંચાડવામાં બહુ મોટા પ્રમાણમાં વીજળી કર્ચાય છે અને વાતાવણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે. એ પણ જાણી લો કે ગૂગલ પર...
એમેઝોનના કાંઠે આવેલાં ગાઢ વરસાદી જંગલો અને જૂના સ્માર્ટ ફોન્સ. આ બંને વચ્ચે કંઈ કનેક્શન ખરું? હા, દુનિયાની બીજા નંબરની વિશાળ નદી એમેઝોનના કિનારે આવેલાં રેઇનફોરેસ્ટ એટલે કે વરસાદી જંગલો વિશ્વનાં સૌથી મોટાં જંગલો અને ધરતી પરની સૌથી જૂની જીવસૃષ્ટિ છે. હવે ચિંતાનો વિષય એ...
‘સાયબરસફર’ના પ્રારંભથી તેનું ધ્યેય ઇન્ટરનેટની ઉજળી બાજુ પર ફોકસ કરીને આપણા સૌની ક્યુરોસિટી, ક્રિએટીવિટી અને પ્રોડક્ટિવિટી વિસ્તારવાનું રહ્યું છે. સમય જતાં તેમાં સાયબર સેફ્ટીનું ચોથું પરિમાણ પણ ઉમેરાયું. અફસોસની વાત એ છે કે આપણે સાયબર સેફટીના પાસા પર વધુ ને વધુ ધ્યાન...
આપણે ‘જૂના જીમેઇલમાં જબરા ફેરફાર’ એવી જૂન ૨૦૧૮ના અંકની કવરસ્ટોરીમાં અછડતી વાત કરી હતી કે જીમેઇલમાં સિક્યોરિટી સંબંધિત નવાં ફીચર્સ પણ આવી રહ્યાં છે. એ મુજબ હવે જીમેઇલમાં આપણને ‘કોન્ફિડેન્શિયલ મોડ’માં મેઇલ મોકલવાની સગવડ મળી છે. આ મોડ ઓન કરીને આપણે મોકલેલો મેઇલ નિશ્ચિત...
મોટા ભાગના લોકો એમ માનતા હોય કે કે તેમણે વાઇરસ કે માલવેરથી ડરવાની જરૂર નથી, તેમને નિશાન બનાવવામાં કોને રસ હોય? પરંતુ એવું નથી. આ અંકમાં આગળ આપેલ બેન્ક ફ્રોડ અંગેના લેખમાં તમે વાંચ્યું હશે તેમ, હેકર્સ આપણા પર નિશાન સાધીને, આપણે જેની સાથે સંકળાયેલા હોઈએ તે મોટી...
‘સાયબરસફર’ જેવા પ્રકાશકો આ રીતની માહિતી તેમજ ફ્રી મિનિ-ગાઇડ મોકલીને ઘણું સારું કામ કરી રહ્યા છે. આ રીતના એલર્ટ માટેના મેસેજ વાચકને દરેક મેગેઝિન, ન્યૂઝપેપરે મોકલવા જોઈએ. ખુદ પેટીએમએ પણ આ વિશે ગ્રાહકને મેસેજ મોકલીને ચેતવવા જોઈએ અને ગ્રાહકે માત્ર નજીકના કેવાયસી સેન્ટર પર...
ટેકનોલોજીની દુનિયામાં દરેક કંપની પોતપોતાના અલગ અલગ વાડા ઊભા કરતી હોય છે, જેમ કે એક સોફ્ટવેરમાં તૈયાર કરવામાં આવેલી ફાઇલ, સામાન્ય રીતે બીજા સોફ્ટવેરમાં ખૂલે નહીં. જોકે એકદમ જડબેસલાક વાડાબંધી કરવા જતાં લોકોનાં કામ ખોરવાય નહીં એટલે તેના ઉપાય પણ આ જ ટેક કંપનીઝ આપે છે. આવો...
કમ્પ્યુટરમાં એક એવી ખાસિયત હોય છે જેનો તમે અનુભવ તો કરતા હશો, તેમ છતાં તમે કદાચ એના તરફ પૂરતું ધ્યાન આપ્યું નહીં હોય. વાત છે કોપી કરેલી ટેક્સ્ટનું ફોર્મેટિંગ પણ કોપી કરવાની ખાસિયત. બાળકોના સ્કૂલના પ્રોજેક્ટ માટે વિકિપીડિયામાંથી ટેકસ્ટ કોપી-પેસ્ટ કરતી મમ્મીઓને કે...
Alt+P: વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન હોય ત્યારે કોઈ ફાઇલને સિલેક્ટ કર્યા પછી Alt+P કી પ્રેસ કરતાં જમણી તરફ એક પ્રીવ્યૂ પેનલ ખૂલશે અને તેમાં તમે સિલેક્ટ કરેલી ફાઇલ જોઈ શકાશે. ફોટોગ્રાફ, માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ, પીડીએફ વગેરે ફાઇલના પ્રીવ્યૂ તમે અહીંથી જ જોઈ શકશો. Windows Key...
સવાલ મોકલનાર : હર્ષિલ વડોદરિયા, બોટાદ પ્લે સ્ટોરમાં તમે કોઈ પણ એપ શોધીને તેને ડાઉનલોડ કરવાનો નિર્ણય કરો ત્યારે જે કેટલીક બાબતો પર ખાસ નજર દોડાવવી જોઈએ તેમાંની એક છે એપના નામ નીચે જોવા મળતા આંકડા. સામાન્ય રીતે ભારતમાં તમે કોઈ એપ ઇન્સ્ટોલ કરી રહ્યા હો ત્યારે એપના પેજ પર...
આજે આપણને જેના વગર ચાલે જ નહીં એવી કોઈ શોધ તે શોધાયા પછી પૂરાં વીસ વર્ષ સુધી ઉપયોગમાં લેવાય જ નહીં એવી તમે કલ્પના પણ કરી શકો છો? માઉસના કિસ્સામાં બરાબર એવું બન્યું હતું. ખરેખર તો, માઉસના કિસ્સામાં તેની શોધના મૂળ પણ આપણને બીજાં વીસેક વર્ષ પાછળ લઈ જાય છે! ન્યૂયોર્ક...
સવાલ મોકલનાર : હરીશ ખત્રી, અંજાર, કચ્છ ઇઆઇએસનું આખું નામ છે ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન. આમ તો ઇમેજ સ્ટેબિલાઇઝેશન એક બહોળો વિષય છે અને તે ઘણી બાબતોને લાગુ પડે છે, પરંતુ આપણે સ્માર્ટફોન પર ફોકસ રાખીએ તો તમારો અનુભવ હશે કે સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરતી વખતે કે વીડિયો...
આગળ શું વાંચશો? રીફર્બિશ્ડ પ્રોડ્ક્ટસ માટે નવી શોપિંગ સાઇટ કિમ્ભો કે બોલો? ફેસબુકમાં પણ પેમેન્ટ સુવિધા? ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કનો પ્રારંભ જીમેઇલની નવી પેનલ, અન્ય સર્વિસમાં પણ યુપીઆઇનું વર્ઝન ૨.૦ લોન્ચ થયું રીફર્બિશ્ડ પ્રોડ્ક્ટસ માટે નવી શોપિંગ સાઇટ ફ્લિપકાર્ટ...
વોટ્સએપ વિશે હમણાં ઘણી નકારાત્મકતા જોવા મળી રહી છે, ત્યારે તેના એક ઉપયોગી પાસાં તરફ પણ નજર ફેરવી લઈએ. વોટ્સએપમાં ઘણા સમયથી, આપણા મિત્રો-સ્વજનો સાથે લોકેશન શેર કરવાની સગવડ હતી. પરંતુ, ત્યારે આપણું ફક્ત સ્ટેટિક લોકેશન શેર થતું હતું એટલે કે સમય સાથે આપણે બીજે ક્યાંય...
આગળ શું વાંચશો? કેવી રીતે તૈયાર થાય છે પૃથ્વીનું ડિજિટલ સ્વરૂપ? આગળની કરામત ‘ફોટોગ્રામેટ્રી’થી ગૂગલ અર્થ ક્યારે ક્યારે અપડેટ થાય છે? પૃથ્વીનાં પરિવર્તનો ઝીલે છે અર્થ ‘સાયબરસફર’માં ગૂગલ અર્થ પ્રોગ્રામ વિશે અત્યાર સુધીમાં ઘણું બધું લખાયું છે. ૧૮ વર્ષ પહેલાં, વર્ષ...
આગળ શું વાંચશો? પ્રોગેસિવ વેબ એપ શું છે? ‘સાયબરસફર’ની પ્રોગ્રેસિવ એપ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો? ‘સાયબરસફર’ ઓફલાઇન કેવી રીતે વાંચશો? ‘સાયબરસફર’ની વેબસાઇટના ફાયદા વર્ષ ૨૦૧૨માં ‘સાયબરસફર’ની એક પ્રિન્ટેડ મેગેઝિન તરીકે શરૂઆત થઈ ત્યારે એક રીતે જુઓ તો અમે સમગ્ર દુનિયાના પ્રવાહ...
અત્યાર સુધી, મિત્રો અને સ્વજનો સાથે સંપર્કમાં રહેવા માટે વોટ્સએપ એક મજાની સર્વિસ હતી, પણ છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપની આસપાસ એવી ઘટનાઓ આકાર લઈ રહી છે કે આપણે તેના વિશે નવેસરથી વિચાર કરવો પડે. એક તરફ વોટ્સએપ પર ફેલાયેલી અફવાઓને કારણે ભારતમાં ટોળાં લોકોની હત્યા કરવા...
‘સાયબરસફર’માં અવારનવાર સ્પષ્ટ રીતે અથવા તો એ પ્રકારના લેખોના માધ્યમથી કહેવામાં આવે છે કે આજની સ્માર્ટ ટેક્નોલોજી એક એવી લીટી છે, જેને આપણે ક્યારેય ભૂંસીને નાની કરી શકવાના નથી. એની આપણા જીવન પર વિપરિત અસરો ઓછી કરવી હશે, તો આપણે પોતે તેનાથી મોટી લીટી દોરવી પડશે! આ...
લેખક ઇન્ફર્મેશન ટેકનોલોજીના ફિલ્ડમાં ૧૯૯૨થી કાર્યરત છે. ૨૦૦૮ સુધી નોકરી કર્યા પછી એમણે સ્વતંત્ર કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરવાનું શરૂ કરેલ છે. દેશ-વિદેશનાં વિવિધ સ્થળો પર રહીને કાર્ય કરવાનો અનુભવ મેળવ્યા પછી હાલ તેઓ અમદાવાદ સ્થાયી થઈને દેશ અને દુનિયામાં મુખ્યત્વે...
૧૧ જુલાઈ ૨૦૧૮ના ન્યૂઝમાં જાણવા મળ્યું, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે ફ્રોડ કોલ કરીને ગ્રાહકોને છેતરતી એક ગેંગ ઝડપાઈ. આપણને અવારનવાર બેન્ક દ્વારા આવા કોઈ પણ ફોન કોલ્સના જવાબમાં આપણા એટીએમ પિન કે અન્ય કોઈ માહિતી ન આપવાની સૂચના અપાય છે, એ વિશે સમજ કેળવવા ટીવીમાં જાહેરાતો...
આગળ શું વાંચશો? કમાણીના નવા રસ્તા શોધો ઓનલાઇન શોપિંગ સાઇટના ડિલિવરી પાર્ટનર બનો ભારતનાં નાનાં-મોટાં શહેરોમાં આજકાલ જાણીતાં રેસ્ટોરાં બહાર બે પ્રકારની ભીડ જોવા મળે છે. એક, રેસ્ટોરાંમાં ટેબલ મળે તેની રાહ જોતા લોકો અને બીજા, રેસ્ટોરાંના કિચનમાંથી ડિલિવરી માટેનાં પાર્સલ...
ચોતરફથી ધોધમાર વરસાદ અને ઘોડાપૂરના સમાચાર આવી રહ્યા છે. આમ જ કુદરતની કૃપા રહી, તો થોડા સમય પહેલાં જેમાંનું પાણી ખૂટવા લાગ્યું હોવાની આપણે ચિંતા કરતા હતા એ સરદાર સરોવર ડેમ છલકાઈ જવાના સમાચાર અને તસવીર પણ આપણે અખબાર કે ન્યૂઝ ચેનલ પર જોઈશું! એ જોઈને, સરદાર સરોવર બંધની...
ભારતમાં મોબાઇલ ટેકનોલોજીમાં સ્પીડની સાથોસાથ બીજો મોટો મુદ્દો કવરેજનો છે. જ્યાં ફોર-જી સિગ્નલ મળે ત્યાં પૂરતી સ્પીડ ન મળે અને અમુક વિસ્તારમાં તો નેટનાં સિગ્નલ જ ન મળે. એ જ કારણે જુદી જુદી ઇન્ટરનેટ કંપની યૂઝર્સને તેઓ ઓફલાઇન હોય ત્યારે પણ તેમને વિવિધ સર્વિસિઝનો લાભ મળતો...
માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા હો અને પછી તેમાં જુદી જુદી જગ્યાએ એડિટ્સ કર્યા હોય એટલે કે ફેરફાર કર્યા હોય, પછી છેલ્લે જે ફેરફાર કર્યો હોય ત્યાં પહોંચવું હોય તો? જો ડોક્યુમેન્ટ બહુ મોટુડ્ઢ હોય તો આપણે કરેલા ફેરફારો સુધી ફરી પહોંચવું મુશ્કેલ...
ભારતીય રેલવેએ મેકમાયટ્રીપ કંપની સાથે જોડાણ કરીને વોટ્સએપ પર જુદી જુદી ટ્રેન માટે લાઇવ સ્ટેટ્સ અપડેટ્સ આપવાની શરૂઆત કરી છે. આ સુવિધાનો લાભ લેવા માટે આપણે પોતાના મોબાઇલમાં ૭૩૪૯૩૮૯૧૦૪ (મેકમાયટ્રીપનો નંબર) સેવ કરવાનો રહેશે અને ત્યારપછી જ્યારે આપણે કોઈ અપડેટની જરૂર હોય...
અઢી અક્ષરનો શબ્દ. આટલું વાંચીને તમારા મનમાં ક્યો શબ્દ ઉગ્યો? પ્રેમ? તો સરસ. જો તમે ડિજિટલ દુનિયામાં સારા એવા ખૂંપેલા હશો તો કદાચ આ બીજો શબ્દ ઉગ્યો હશે - એપ્સ! સ્માર્ટફોનને પ્રતાપે એપ્સને તો આપણે સારી રીતે જાણીએ છીએ. પરંતુ છેલ્લા થોડા મહિનાથી એપ્સને સંબંધિત એક નવો શબ્દ...
‘સાયબરસફર’નો છેલ્લાં બે વર્ષથી ફેન છું. ગુજરાતી ભાષામાં આઇટી અંગેનું જ્ઞાન આપવાની સરસ પહેલ છે. ગુજરાતી ભાષામાં આવું કદાચ આ એકમાત્ર મેગઝિન હશે. કીપ ઇટ અપ! - વિરલ અશોકકુમાર માંડવીવાલા, સુરત ‘સફારી’ની સાયબર આવૃત્તિ ‘સાયબરસફર’ છે! કૂળ એક ના હોવા છતાં ગોત્ર એક જ છે તેવું...
ધારો કે તમે પરિવાર સાથે સોમનાથ મંદિરના પ્રવાસે જવાનું નક્કી કર્યું. પરિવારમાં એક વડીલ એવા છે, જેમને પગની તકલીફ છે, ચાલી શકતા કે સીડી ચઢી શકતા નથી. સોમનાથ મંદિરમાં વ્હીલચેરની સગવડ છે કે નહીં અને હોય, તો છેક મંદિર સુધી પહોંચવા માટે રેમ્પ કે લિફ્ટની વ્યવસ્થા છે કે નહીં એ...
વોટ્સએપમાં તમને અન્ય લોકો તરફથી જે કોઈ ઇમેજ કે વીડિયો મળે તે સામાન્ય રીતે તમારા ફોનની ઇમેજ ગેલેરીમાં અલગ ફોલ્ડરમાં જોઈ શકાય છે. તમારો ફોન બીજા કોઈના હાથમાં આવે તો તે આ બધી ઇમેજિસ સહેલાઇથી જોઈ શકે છે. વોટ્સએપના નવા વર્ઝનથી આપણને હવે એવી સગવડ મળશે જેને કારણે આપણને...
સવાલ મોકલનાર : અદ્વેત જોશી, મુંબઈ એક સમયે જ્યારે આપણે બધું કામકાજ પીસી પર કરતા હતા ત્યારે ઇન્ટરનેટથી ડાઉનલોડ કરેલી ફાઇલ શોધવાનું કામ ઘણું સહેલું હતું. ક્રોમ કે ફાયરફોક્સ મોઝિલા જેવા કોઈ પણ બ્રાઉઝર આપણે ડાઉનલોડ કરેલી ફાઇલ્સ એક ઝાટકે શોધીને ઓપન કરવાની સગવડ આપે છે. આ...
ભારતમાં ફક્ત એક આધાર નંબરને આધારે અનેક પ્રકારની સુવિધાઓ શરૂ કરવાનાં ભારત સરકારનાં સ્વપ્નો સાકાર કરવામાં એક પછી એક અડચણો આવી રહી છે. આવો એક લેટેસ્ટ અવરોધ આવ્યો છે, ફક્ત આધાર નંબરને આધારે રકમની આપલે શક્ય બનાવવાની સુવિધા આડેનો અવરોધ. જો તમે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ...
આપણી પૃથ્વીની સપાટીનો ૭૦ ટકાથી વધુ ભાગ મહાસાગરો આવરી લે છે. પૃથ્વી પરનું લગભગ ૯૭ ટકા પાણી મહાસાગરોમાં જ છે. પૃથ્વી પર જેટલી પણ જીવસૃષ્ટિ છે, એમાંથી ૫૦ થી ૮૦ ટકા મહાસાગરોમાં સમાયેલ છે. ૫૦ થી ૮૦ ટકા એ બહુ મોટા ગેપવાળો અંદાજ કહી શકાય, પરંતુ એમ લખ્યા વગર છૂટકો નથી કારણ કે...
ઇન્ટરનેટ પર તમે કોઈ પણ વેબસાઇટ પર ખાબકો ત્યારે તમારી નજર અર્જુનની જેમ એ વેબપેજના કન્ટેન્ટ પર જ હોય છે કે બ્રાઉઝરની સમગ્ર વિન્ડો પર, જુદી જુદી બાજુ પણ તમારી નજર ફરે છે? દરેક બાબતમાં અર્જુન થવામાં લાભ નથી, ખાસ કરીને વાત જ્યારે ઇન્ટરનેટ પર સલામતીની હોય. હવે પછી તમે કોઈ...
ઇન્ટરનેટ પર આપણે જે કોઈ વેબસાઇટની મુલાકાત લઈએ લગભગ એ દરેક વેબસાઇટ આપણા બ્રાઉઝર મારફત કમ્પ્યુટરમાં કૂકિઝ ઇન્સ્ટોલ કરતી હોય છે. દરેક કૂકી ખરાબ નથી હોતી પરંતુ જો તમે ઇન્ટરનેટ પર સતત તમારું પગેરું દબાવવામાં ન આવે તેવું ઇચ્છતા હો તો બ્રાઉઝરના ઇનકોગ્નિટો મોડનો ઉપયોગ કરી...
આગળ શું વાંચશો? એપલ-ટ્રાઇ વચ્ચે ખેંચતાણ ટેસ્લા કંપની સ્માર્ટફોન વિક્સાવે છે જીમેઇલના કોન્ફિડેન્શિયલ મોડમાં ખામી ગૂગલની વિવિધ સર્વિસની ડિઝાઇનમાં ફેરફાર આવી રહ્યા છે ઓનલાઇન પેમેન્ટમાં ડેટા સ્ટોરેજની મડાગાંઠ સિંગાપોરમાં પબ્લિક હૉસ્પિટલ્સમાં નેટબંધી યુટ્યૂબમાં નવી સુવિધા...
લાંબા સમયથી જેની ખાસ્સી ચર્ચા ચાલી રહી છે એ પેમેન્ટની સુવિધા વોટ્સએપમાં આવી ગઈ છે. અલબત્ત સાવ કિનારે આવ્યા પછી આ સર્વિસ હવે થોડી વિલંબમાં મૂકાઈ ગઈ છે. આપણે લાંબા સમયથી ‘સાયબરસફર’માં વાત કરી રહ્યા છીએ કે વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી રહી છે. વોટ્સએપ...
મને એક પત્ર મળ્યો. લખ્યો હતું, "હું શું કરું, એવો રસ્તો લઉં, જે સાવ જુદો જ છે, જેના પર ચાલવામાં જોખમ છે, ડર છે? કે પછી કોઈ મનગમતો કોર્સ કરીને ડિગ્રી લઈ લઉં અને પછી આગળ જે થાય તે! પણ મારે નવથી પાંચની નોકરી નથી કરવી, મારે બધાથી કંઈક અલગ કરવું છે. દુનિયા પર છવાઈ જવું છે....
જાન્યુઆરી ૩૧, ૧૯૪૮ના દિવસે, દિલ્હીના બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના સભા માટે મહાત્મા ગાંધી આવ્યા અને તેમના દર્શનાર્થીમાંના એક નથુરામ ગોડસેએ, બરાબર ૫.૧૨ના સમયે ગાંધીજીના કૃશ શરીરમાં ગોળીઓ ધરબી દીધી. તેની પંદર-વીસ મિનિટ પછી ગાંધીજીએ અંતિમ શ્વાસ લીધા. આગળ શું વાંચશો?...
આગળ શું વાંચશો? યુપીઆઇ આધારિત પેમેન્ટ કેવી રીતે કામ કરે છે? યુપીઆઈ અને મોબાઇલ વોલેટ જુદાં છે? પહેલેથી ભીમ એપમાં યુપીઆઇ આઇડી બનાવ્યું હોય તો તેનો ઉપયોગ વોટ્સએપમાં થઈ શકે? ભીમ, તેઝ, પેટીએમ... અને હવે વોટ્સએપ... આ બધામાં યુપીઆઇનો ઉપયોગ કરવો જરૂરી છે? ભીમ, તેઝ, પેટીએમ,...
જો તમે તમારા સ્માર્ટફોનમાં જૂની ન્યૂઝ એન્ડ વેધર એપનો ઉપયોગ કરતા હશો, તો તમને નવી ન્યૂઝ એપ જોઈને આનંદનો હળવો આંચકો આવશે! નવી એપમાં ડિઝાઇનને લગતા સરસ ફેરફારો કરવામાં આવ્યા છે. ગૂગલની મૂળ ન્યૂઝ સર્વિસ ૧૫ વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી. ત્યારે માત્ર ઇન્ટરનેટ પરથી સાડા ચાર કે...
જૂની એસએમએસ સર્વિસમાં રિચ કમ્યુનિકેશન સર્વિસીઝ (આરસીએસ)ની સુવિધા ઉમેરાવાના કારણે, આપણી મિત્રો કે સ્વજનો સાથે સંપર્કમાં રહેવાની પદ્ધતિમાં કદાચ બહુ મોટાં પરિવર્તનો નહીં આવે કારણ કે એ બાબતે તો વોટ્સએપ કે ફેસબુક મેસેન્જર જેવી સર્વિસ ઘણી આગળ વધી ગઈ છે અને આપણને સૌને તે ઘણી...
સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત પેટીએમ ફાસ્ટેગ શું છે તે સમજતાં પહેલાં આ ‘ફાસ્ટેગ’ પોતે શું છે એ સમજવું જરૂરી છે! ભારતમાં કોઈ પણ નેશનલ હાઇવે પર મુસાફરી કરતી વખતે ટોલટેક્સ બૂથ પર, જે તે રોડના ઉપયોગ બદલ ટેક્સ ચૂકવવાની હવે કોઈ નવાઈ રહી નથી. આવા ટોલ બૂથ પર હજી હમણાં...
આ અંકમાં, તમને રસ પડે એવું ઘણું બધું છે, પણ મારી ભલામણ છેલ્લા પાનાથી વાંચવાનું શરૂ કરવાની છે! આપણે કેનેડા જઈને આઉટડોર પ્લેનેટોરિમની મજા ભલે માણી ન શકીએ, લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના જે રોમાંચક પ્રયાસો થઈ રહ્યા છે એના વીડિયો પરિવાર અને શાળાનાં...
ધીમે ધીમે આપણા સૌના રોજબરોજના કામકાજમાં કમ્પ્યુટરનું સ્થાન સ્માર્ટફોન લેવા લાગ્યા છે. કોઈની સાથે મેસેજની આપ-લે કરવાની હોય તો આપણે ઈ-મેઇલને બદલે વોટ્સએ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ. ઓફિસના કામકાજની ફાઇલ્સ કમ્પ્યુટરમાં રાખવાના બદલે ગૂગલ ડ્રાઇવ કે વન...
રેલવે રિઝર્વેશનની સુવિધા આપતી ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)ની સાઇટ હવે બદલાઈ ગઈ છે. નવી સાઇટમાં યૂઝર ઇન્ટરફેસની દૃષ્ટિએ તો દેખીતા સુધારા છે જ, પરંતુ સૌથી નોંધપાત્ર ફીચર પહેલી નજરે આપણા ધ્યાનમાં ન આવે તેવું છે. આ ફીચર છે આપણી વેઇટ...
ગયા મહિનાની શરૂઆતમાં બહાર આવ્યું કે મે ૨૦૧૮માં, ૧૦ દિવસ માટે, ફેસબુકના સોફ્ટવેરમાં એક ખામીને કારણે, જે લોકોએ પોતાની પોસ્ટ માત્ર મિત્રો કે એવા નાના ગ્રૂપ પૂરતી સીમિત રાખી હોય એ, સૌ કોઈ જોઈ શકે એવી પબ્લિક પોસ્ટમાં ફેરવાઈ ગઈ હતી! આ ખામીની ૧.૪ કરોડ યૂઝર્સને અસર થઈ હતી....
દરેક પ્રોડક્ટનું ‘સ્વદેશી’ વર્ઝન તૈયાર કરીને મલ્ટીનેશનલ કંપનીઝને હંફાવી દેનારા બાબા રામદેવે ટૂથપેસ્ટ અને નૂડલ્સ પછી હવે ટેક્નોલોજી તરફ પણ નજર દોડાવી છે. ગયા મહિને તેમણે દેશી વોટ્સએપ જેવી ‘કિમભો’ (‘કેમ છો?’ માટેનો સંસ્કૃત શબ્દ!) નામે એક એપ લોન્ચ કરી. જોકે ઉતાવળે લોન્ચ...
‘સાયબરસફર’ મેગેઝિન હવે મારા ધોરણ ૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓ વાંચતા થયા છે. આપની ચીવટ, સૂઝ અને મહેનત દેખાઈ આવે છે, ઉપરાંત ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ પણ લાજવાબ છે જ... - મહેશ એન. શાહ, રાજકોટ એપ્રિલ-૧૮ અંકમાં ફેસબુક ડેટા વિશેની જાણકારી આપી છે, તે ખરેખર ખૂબ જ સરસ છે....
એપલ કંપનીએ હમણાં તેની ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન આઇઓએસ-૧૨ ડેવલપર્સ માટે રજૂ કર્યું છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમ તમારા આઇફોનમાં પહોંચતાં સપ્ટેમ્બર મહિનો આવી જશે પરંતુ તેનાં ફીચર્સ જાણી લેવા જેવાં છે. સામે પક્ષે એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઇડ પી પણ સૌ માટે...
વોટ્સએપમાં પેમેન્ટ સુવિધા તમામ યૂઝર્સ માટે ગમે તે ઘડીએ શરૂ થાય તેવી સ્થિતિ છે ત્યારે પેટીએમ તેના યૂઝરબેઝને વધારવા ભરચક પ્રયાસ કરવા લાગી છે. પેટીએમમાં ઇનબોક્સ નામે, રકમની આપલેની સાથોસાથ મેસેજની આપલે કરવાની સગવડ છેલ્લા કેટલાક સમયથી ઉમેરાઈ છે અને હવે તેમાં લાઇવ ટીવી,...
ગયા મહિનાની ૧૮ તારીખે અમેરિકાના સાનફ્રાન્સિસ્કો શહેરમાં ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ કોર્પોરેશન (આઈબીએમ)ના કેમ્પસમાં એક ડીબેટ યોજાઈ. ટીવી પર ન્યૂઝ ચેનલ્સ પર આપણે રોજેરોજ બૂમાબૂમભરી ડીબેટ્સ જોઈ જોઈને ક્ંટાળી ગયા છીએ, પરંતુ આઇબીએમના કેમ્પસમાં યોજાયેલી આ ડીબેટ જુદી હતી હતી....
સવાલ મોકલનાર : અશોકભાઈ ત્રિવેદી, ધોરાજી શાળાનું લેટરહેડ વર્ડમાં એક ટેમ્પ્લેટ તરીકે સેવ કરી લેવાના સંદર્ભે આ પ્રશ્ન પૂછાયો છે. જમાનો હવે ડિજીટલ કમ્યુનિકેશનનો છે એટલે આપણે લેટરહેડ પ્રિન્ટ કરાવ્યા હોય તો પણ સામેની પાર્ટીને પીડીએફ ફાઇલ સ્વરૂપે આપણી કંપની કે સ્કૂલના...
ફેસબુકમાં ડેટા ચોરીના હોબાળા પછી, યુએસ સેનેટ કમિટી ઓન જ્યુડિસિયરીએ ફેસબુકને ૨૦૦૦ સવાલો પૂછ્યા હતા અને તેના ફેસબુકે ૨૨૫ જેટલાં પાનાં ભરીને જવાબ આપ્યા છે. આમાં ફેસબુકે સ્વીકાર્યું છે કે તે આપણા કમ્પ્યુટર્સ, ફોન્સ, કનેક્ટેડ ડિવાઇસીઝ વગેરે વિશે અને તેમાંથી જુદી જુદી અનેક...
માની લો કે તમારે કોઈ એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે અને તેના વિશે જુદી જુદી માહિતી એકઠી કરવા તમે ઇન્ટરનેટ પર જુદી જુદી સાઇટ્સ ફેંદી રહ્યા છો. તમે નોંધ્યું હશે કે હવે ઘણી સાઇટ્સ પર આવું થાય છે... જેવા તમે બીજી કોઈ વેબસાઇટ પર જવા માટે બ્રાઉઝરમાં નવી ટેબ પર માઉસ લઈ જાઓ,...
ડ્રાઇવરલેસ કાર હજી બહુ દૂરનું ભવિષ્ય છે પરંતુ પર્યાવરણ માટે સાનુકૂળ ઇલેક્ટ્રિક વાહનોનું સ્વપ્ન હવે હાથવેંતમાં હોય તેવું લાગી રહ્યું છે. ભારત સરકાર દેશની ઓટો ઇન્ડટ્રીઝને ઇલેક્ટ્રિકલ વાહનો તરફ વાળવા ભરપૂર કોશિશ કરી રહી છે ત્યારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ...
ફેસબુક થોડા સમયમાં તેની પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરે તેવી શકયતા છે. ફેસબુકે તેના ચેટ પ્લેટફોર્મ મેસેન્જરમાં વીડિયો એડ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં કદાચ તેનો અમલ શરૂ થઈ ગયો હશે. અલબત્ત, આપણે અમુક એડ્સ હાઇડ કરી શકીશું અને તે વાંધાજનક...
આપણાં શહેરો હવા, પાણી, જમીન અને અવાજની રીતે તો ઠીક, પ્રકાશની રીતે પણ અત્યંત પ્રદૂષિત થઈ ગયાં છે. રાત્રિના સમયે શહેરોમાં અગાશીએ ચઢીએ અને આકાશ વાદળા વિનાનું, ચોખ્ખું હોય તોય આપણને ગણ્યાગાંઠ્યા તારા દેખાય કારણ કે આપણી આંખ અને અસીમ તારાઓ વચ્ચે પ્રકાશનું જબરજસ્ત આવરણ આડું...
કમ્પ્યુટરમાં માઉસથી ડબલ ક્લિક કરવાના ઘણા બધા ફાયદા છે તે આપણે રોજબરોજના ઉપયોગમાં અનુભવીએ છીએ. એક્સેલ જેવા સ્પ્રેડશીટ પ્રોગ્રામમાં પણ માઉસથી ડબલ ક્લિક કરવાના કેટલાક ખાસ ફાયદા છે. આવો જાણીએ. ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ કરવા માટે વર્કશીટમાં ડેટા એન્ટર કર્યા પછી તેના જુદા...
સવાલ મોકલનાર : નવનીત એસ. રાઠોડ, ભાવનગર ચોક્કસ કરી શકાય. સામાન્ય રીતે યુટ્યૂબ પરના દરેક વીડિયોને અન્ય કોઈ પણ બ્લોગ કે વેબસાઇટ પર એમ્બેડ કરવા માટેની સુવિધા આપવામાં આવતી હોય છે. તેમાં નિશ્ચિત સાઇઝના બોક્સમાં વીડિયો દર્શાવવા માટે તેનો કોડ આપવામાં આવે છે. આપણે તે કોડ કોપી...
[vc_row][vc_column][vc_column_text]ગયા મહિને તમે અખબારોમાં વાંચ્યું હશે કે હવે ગૂગલે ભારતમાં નોકરી શોધી આપવાનું કામ શરૂ કર્યું છે. આ પહેલાં ફેસબુક પર શરૂ થયેલી આવી સર્વિસ વિશે આપણે વાત કરી ગયા છીએ. જો તમે નવી કે સારી નોકરીની શોધમાં હશો તો તમને ગૂગલની આ વાતમાં પણ રસ...
સ્નેપચેટથી શરૂ થયેલી ‘સ્ટોરી’ની સફર ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક અને હવે મેસેન્જરમાં પણ ઉમેરાઈ ગઈ છે. સ્ટોરીઝને મળી રહેલો પ્રતિસાદ જોઈને, ફેસબુકમાં તેમાં વધુ ફીચર્સ આવી રહ્યાં છે. હવ તેમાં ફેસબુક એપમાં કેમેરાથી લીધેલા ફોટોઝ અને વીડિયો ડાયરેક્ટ ફેસબુકમાં સેવ થઈ શકશે...
તમે સ્પામ મેઇલ મોકલ્યા ન હોય તો પણ તમારા સેન્ટ ફોલ્ડરમાં એવા મેઇલ જોવા મળી શકે છે તમે તમારા ઈ-મેઇલ પ્રોગ્રામનાં વિવિધ ફોલ્ડર્સ થોડા થોડા સમયે તપાસો છો? ન તપાસતા હો તો એ ટેવ રાખવા જેવી છે. ગયા મહિને એવું બન્યું કે જીમેઇલના સંખ્યાબંધ યૂઝર્સે પોતાનું સેન્ટ મેઇલ્સનું...
આગળ શું વાંચશો? મોબાઇલ વોલેટ્સમાં છેતરપીંડીની નવી રીત ઇન્ટરનેટ વિના સ્માર્ટ પેમેન્ટ! ભારતમાં આર્થિક લેવડદેવડના ક્ષેત્રે હમણાં ખાસ્સી એવી ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ રોકડ નાણાંની તીવ્રી તંગી સર્જાતાં બેન્કનાં એટીએમ ખાલીખમ રહેવા લાગ્યાં અને લોકોને નોટબંધી પછીના...
ફોનમાં વણજોઇતા ફોન તમને પરેશાન કરે છે? એક સમયે ભારતના નાણામંત્રીએ પણ સંસદમાં કહ્યું હતું કે લોન કે ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાની ઓફર કરતા ફોન એમને પણ સતાવે છે. સામાન્ય રીતે બહુ મોટા પાયે માર્કેટિંગ કોલ્સ કરનારી કંપની જુદા જુદા નંબર પરથી કોલ કરતી હોય છે. એટલે તેનો પીછો...
એવું કહેવાય છે ભારતમાં લગભગ જેટલા પણ લોકો સ્માર્ટફોન ધરાવે છે એ તમામ વોટ્સએપ પર સક્રિય છે! સ્માર્ટફોન સસ્તા થવાને કારણે ઓછી આવક ધરાવતા લોકો પણ એ લેવા લાગ્યા છે અને બીજી તરફ ડિજિટલ જાણકારી વધવાને કારણે મોટી ઉંમરના લોકો પણ સ્માર્ટફોન લેવા લાગ્યા છે. એ બધા જ છેવટે વળે છે...
ઘણી વાર આપણો મોબાઇલ હેંગ થઈ જાય એટલે કે સ્ક્રીન પર એક પણ ઓપ્શન કામ ન કરતા હોય ત્યારે આપણે તેને રિસ્ટાર્ટ કરવાની જરૂર પડતી હોય છે. મોટા ભાગનાયૂઝર્સ ફોન રિસ્ટાર્ટ કેમ કરવો તે જાણતા હોય છે (એમાં શું મોટી વાત છે, છેલ્લો રસ્તો, બેટરી કાઢો અને ફરી ફિટ કરો, એટલે રિસ્ટાર્ટ થઈ...
છેલ્લા એક વર્ષથી હું આપનું આ મેગેઝિન વાંચી રહ્યો છું. નવી નવી ટેક્નોલોજી (આઇટી, મોબાઇલ, કમ્પ્યુટર) આપણી ગુજરાતી ભાષામાં જેટલી સમજી શક્યો એવું અંગ્રેજીમાં ક્યારેય પણ ન બની શક્યું હોત. આજે દુનિયાની લેટેસ્ટ ટેક સમજી શકું છું, તો એનો શ્રેય ફક્ત ને ફક્ત ‘સાયબરસફર’ને જ જાય...
સ્માર્ટફોને ધીમે ધીમે કરીને કેમેરાનું સ્થાન લઈ લીધું છે. અત્યારે આપણે કેમેરા તો સાવ ભૂલી જ ગયા છીએ. પહેલાં કરતાં હવે સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી ક્લેરિટી પણ ઘણી સારી મળે છે, જોકે સ્માર્ટફોનના કેમેરામાં જેમ વધુ રેઝોલ્યુશાનના ફોટોગ્રાફ લેવાની સગવડ મળી તેમ, ફોટોની સાઇઝ પણ...
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારતમાં એક્ટિવ તમામ ડિજિટલ પેમેન્ટ કંપની માટે તેમના યૂઝર્સનો ડેટા ભારતમાં જ સ્ટોર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ અનુસાર ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં તમામ ડિજિટલ કંપનીએ ભારતની અંદર ડેટા સ્ટોરેજ ફેસિલિટી ઊભી કરવી પડશે. આ નવા નિયમ અનુસાર માત્ર વિદેશો સાથે...
પ્રખ્યાત ચેનલ ડિસ્કવરી કે નેશનલ જિયોગ્રાફિક ચેનલ પાર ઘણી વાર તમે ઝૂંડમાં, ચૂપચાપ ટાર્ગેટ શોધી, તેને ઘેરીને શિકાર કરતાં શિકારી જાનવરો જોયાં હશે. સાયબરવર્લ્ડમાં પણ ટેક્નિકલ ભેજાબાજ શિકારીઓ આ જ રીતે પોતાના ટાર્ગેટ પર ગ્રૂપમાં એટેક કરે છે. ચાલો આજે આવાં કેટલાંક હેકર્સ...
એક તરફ રિલાયન્સ જિઓ ફક્ત ૧૫૦૦ રૂપિયા ભરીને એ પણ પરત મળી જાય એવી સ્કીમ સાથે ફિચર ફોન ઓફર કરે છે અને બીજી તરફ, કંપની હવે ફોર-જી કનેક્ટિવિટી સાથેના જિઓ લેપટોપ પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. સમાચારો મુજબ કંપનીએ યુએસની ચીપ મેકર કંપની ક્વાલ્કોમ સાથે જોડાણ કર્યું છે. આ...
ભારતમાં, અને આમ તો વિશ્વમાં, છેલ્લા કેટલાય સમયથી ઇલેક્ટ્રિસિટીથી ચાલતાં વાહનોની ચર્ચા શરૂ થઈ છે. માત્ર, પેટ્રોલ અને ડિઝલથી ચાલતાં વાહનોના ઉત્પાદન માટે ગંજાવર મૂડી રોકાણ કરનારી ઓટો કંપનીઝ આ મહત્ત્વપૂર્ણ પરિવર્તન માટે ખાસ ઉત્સાહિત નથી. પરંતુ એ દિશામાં આગળ વધ્યા વિના...
ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સના મુદ્દે છેલ્લા એકાદ વર્ષથી ચાલી રહેલી મોટી ઉથલપાથલ શાંત થવાનું નામ લેતી નથી. નોટબંધીના પગલે ભારત સરકારે ઉતાવળે લોન્ચ કરેલી યુનિફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ (યુપીઆઈ) શરૂઆતનો ગૂંચવણોનો તબક્કો પાર કરીને હવે ખાસ્સી ઝડપ પકડી રહી છે. ભારત સરકારની ભીમ...
સવાલ મોકલનાર : અનિલ ખોડિદાસ પટેલ, મહેસાણા હજી હમણાં સુધી આપણે લેપટોપ કે ડેસ્કટોપ ખરીદીએ તો તેમાં સ્ટોરેજ કેપેસિટી માટે આપણને ખાસ કોઈ વિકલ્પ મળતા નહોતા. દરેક ડેસ્કટોપ કે લેપટોપમાં હાર્ડ ડિસ્ક ડ્રાઇવ (એચડીડી) નામે ઓળખાતી વ્યવસ્થાથી ડેટા સ્ટોર કરવાની સગવડ મળતી હતી. હવે...
આપણે બે જબરજસ્ત અંતિમો વચ્ચે જીવી રહ્યા છીએ! એક તરફ, સ્માર્ટફોન અને ઇન્ટરનેટ પર અનેક પ્રકારની સુવિધાઓ - અને એ પણ મફત! - મળવાને કારણે આપણું જીવન ધરમૂળથી બદલાઈ રહ્યું છે. તો બીજી બાજુ, આ બધાનો લાભ લેવા જતાં, આપણે આપણી મોંઘેરી પ્રાઇવસી ગુમાવી રહ્યા છીએ. ઇન્ટરનેટ કંપનીઝ...
અત્યાર સુધી આપણે ગૂગલમાં કોઈ ઇમેજ સર્ચ કરીને કોઈ ચોક્કસ ઇમેજ પર ક્લિક કરતા એટલે ‘View Image’ અને ‘Search by image’ના વિકલ્પ જોવા મળતા હતા. ઇમેજ સેવ કરવી હોય તો વ્યૂ ઇમેજ કરી તેને સેવ કરી શકાતી હતી, પરંતુ થોડા સમય પહેલાં ગૂગલે આ બંને વિકલ્પ આપવાનું બંધ કરી દીધું છે....
પૃથ્વીને પ્લાસ્ટિકથી કેવું નુક્સાન થઈ રહ્યું છે તે વિશ્વ સમક્ષ લાવવા ‘નેશનલ જ્યોગ્રાફિક’એ ‘પ્લાસ્ટિક કે પ્લેનેટ?’ નામે એક ઝુંબેશ ઉપાડી છે. તેના ભાગરૂપે, તેની વેબસાઇટ પર એક ઇન્ટરએક્ટિવ પેજ તૈયાર કરીને આપણા સૌના ઘર-ઘરથી મહાસાગર સુધી પહોંચતા પ્લાસ્ટિકની આંચકાજનક સફર...
સવાલ મોકલનાર : દીપસિંહ વાઘેલા, ધોરાજી આ પ્રશ્ન ઘણા લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે અને હમણાં એક બે મહિનાથી ફેસબુક પરથી યૂઝર્સના ડેટાની ચોરીનું કૌભાંડ બહાર આવ્યા પછી આ પ્રશ્ન ફરી લોકોને સતાવવા લાગ્યો છે. આવો પ્રશ્ન થવાનું મૂળ કારણ એ છે કે તમે સ્માર્ટફોનમાં ફેસબુક એપને...
હમણાં ભારતીય રેલવેએ ડિજિટલ ઇન્ડિયાની દિશામાં એક નોંધપાત્ર પહેલ કરી. રેલવેએ ૯૦ હજાર કર્મચારીઓની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે લગભગ ૨.૩ કરોડ લોકોએ અરજી કરી છે. જો રેલવે તંત્રએ આ તમામ લોકોની પરંપરાગત પદ્ધતિ મુજબ કાગળ પેન આધારિત પરીક્ષા લીધી હોત તો એ માટે અંદાજે ૭.૫...
પાવર કીથી ફોન કટ કરવાનો ઓપ્શન લગભગ દરેક એન્ડ્રોઇડ ફોનમાં હોય છે. તેની મદદથી ઇનકમિંગ અને ઓઉટગોઇંગ ફોનને પાવર કીની મદદથી આપણે કટ કરી શકીએ. ઘણી વાર આપણા ફોનનો સ્ક્રીન ખરાબ થઈ જાય અથવા ડિસ્પ્લેમાં ગરબડ થઈ હોય ત્યારે આ રીતે કામ ચલાવી શકાય છે. જો તમારા ફોનમાં પાવર કીથી ફોન...
આ અંક સાથે, આપણી આ સહિયારી સફર એક નવા, રોમાંચક પડાવે પહોંચી છે. ‘સાયબરસફર’નો આ ૭૫મો અંક છે! એક નાની અખબારી કોલમ દર મહિને ૪૮ પેજના સામયિકનું સ્વરૂપ લે એ જ મોટી વાત હતી. એમાંય વિશ્વભરમાં પ્રિન્ટેડ સામયિકોની આજે જે સ્થિતિ છે એ જોતાં, એક ચોક્કસ વિષય પર આધારિત આ મેગેઝિન ૭૫...
‘‘કયા ફિલ્ડમાં કરિયર બનાવવા માગો છે?’’ સ્કૂલના આઠમા-દસમા કે બારમા ધોરણના વિદ્યાર્થીને આ સવાલ પૂછો તો હવે મોટા ભાગે જવાબ મળે - આઇટી ફિલ્ડમાં! આજે સૌ કોઈના હાથમાં સ્માર્ટફોન છે, નાનાં ટાબરિયાંથી માંડીને દાદા-દાદી સૌ કોઈ વોટ્સએપ-ફેસબુક વાપરવા લાગ્યાં છે, દુનિયા આખી...
આપણે વારંવાર વાત કરતા હોઈએ છીએ કે કોઈ માલવેર આપણા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં ઘૂસી જાય તો એ માલવેર ઘૂસાડનારા હેકર્સ આપણા વિશે ઘણું બધું જાણી શકે. ‘સાયબરસફર’ના ડિસેમ્બર ૨૦૧૭ના અંકમાં, વોટ્સએપની એક બનાવટી એપ વિશેના લેખમાં પણ આપણે વાત કરી હતી કે આવી બનાવટી એપથી હેકર્સ...
વેકેશન એટલે મામાને ઘેર જવાની સીઝન! વોટ્સએપનાં ગ્રૂપ્સમાં અત્યારથી જ એ વિશે મજાના મેસેજ ફરતા થઈ ગયા છે. આપણે એ પરંપરાને આગળ ધપાવીએ અને પહોંચીએ આપણા સૌના મામા, ‘ચાંદામામા’ને ઘેર! અમેરિકન સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ હમણાં ચંદ્રનો ફોરકે...
સવાલ મોકલનાર : વૈશાલી કામદાર, રાજકોટ તમારું આ મુદ્દા તરફ ધ્યાન ગયું એ માટે અભિનંદન! સાદો જવાબ એ કે એ સમયે સ્માર્ટફોનનો સ્ક્રીન બરાબર અરીસા તરીકે જ કામ કરે છે, ફક્ત જ્યારે સેલ્ફી લેવાઈ જાય ત્યારે જે ઇમેજ જોવા મળે છે એ મિરર ઇમેજ રહેતી નથી! ગૂંચવાડો થયો? બાજુના...
સવાલ મોકલનાર : વિજય વડોદરીયા, બોટાદ વેબસાઇટ અને એપના ડેવલપમેન્ટમાં મૂળભૂત રીતે કેટલાક ફેરફારો છે. વેબસાઇટ સહેલાઈથી ડેવલપ કરવા માટે આપણે જુમલા અને વર્ડપ્રેસ કે દ્રુપલ જેવી કન્ટેન્ટ મેનેજમેન્ટ જેવી સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા વિબ્લી જેવી પ્રમાણમાં વધુ સરળ અને...
જીવનમાં મોટા ભાગે - અને ઇન્ટરનેટની બાબતમાં તો ખાસ - આપણે સૌ ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ જ નજર માંડતા હોઈએ છીએ. પ્રગતિ માટે એ સારું જ છે, પણ ક્યારેક ભૂતકાળમાં નજર ફેરવી લેવાથી, ભવિષ્યને વધુ ઉજાળી શકાય છે. અત્યારે ઇન્ટરનેટ આપણા સૌના જીવનનો એક અભિન્ન હિસ્સો છે. પીસી કે...
જો તમે સાયબરસફર સાથે લાંબા સમયથી જોડાયેલા હશો તો તમે જાણતા હશો કે ફેબ્રુઆરી ૨૦૧૫માં આપણે ઇન્ટરનેટ ડેટાની રસપ્રદ સફર સાત સમંદર પાર શીર્ષક હેઠળ આખી દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ઇન્ટરનેટ ડેટાની આપ-લે કરતા સબમરીન કેબલ્સની વિગતવાર વાત કરી હતી. આખી દુનિયાના મહાસાગરોમાં...
યુટ્યૂબનો તમે રોજેરોજ ઉપયોગ કરતા હો તો પણ બની શકે કે તેની કેટલીક ખૂબીઓથી તમે અજાણ હો. અહીં એવી કેટલીક ખૂબીઓની વાત કરી છે. આ બધી સગવડનોનો લાભ પીસીમાં તો છે, સ્માર્ટફોનમાંની એપમાં લાભ લેવા માટે ક્યારેક જુદા રસ્તા અજમાવવા પડે છે. એકનો એક વીડિયો ફરી ફરી પ્લે કરો યુટ્યૂબ...
એક્સેલમાં કામ કરતી વખતે, તમારી સાથે ક્યારેક એવું બન્યું છે કે તમે એરો કીની મદદથી એક્ટિવ સેલ બદલી ન શકો? એટલે કે માઉસથી બીજા કોઈ સેલ પર ક્લિક કરતાં તે એક્ટિવ થાય, પરંતુ એરો કીથી, બીજા સેલમાં જઈ જ ન શકાય, એવું બન્યું છે? એક્સેલમાં એરો કીથી ધડાધડ કામ કરવાની ટેવ હોય તો...
વાલ મોકલનાર : સુબોધ માસ્ટર, ભરૂચ આઇફોનની સરખામણીમાં એન્ડ્રોઇડનું આ સૌથી મોટું ઉધાર પાસું છે - તેનું નવું વર્ઝન યૂઝર્સ સુધી પહોંચવામાં વિલંબ (ઘણા કિસ્સામાં તે પહોંચતું જ નથી!). લગભગ દર વર્ષે એન્ડ્રોઇડનું નવું વર્ઝન લોન્ચ થતું હોવા છતાં પણે આપણી મરજી મુજબ પોતાના...
ગૂગલે જીમેઇલને બિલકુલ નવું સ્વરૂપ આપવા માટે ‘ઇનબોક્સ’ નામે નિષ્ફળ કોશિશ કર્યા પછી તેનાં ફીચર્સ જૂના જીમેઇલમાં ઉમેરવાનો નિર્ણય કર્યો છે! એપ્રિલ ૦૧, ૨૦૦૪ના દિવસે જીમેઇલ સર્વિસ લોન્ચ થઈ એ સાથે વેબ બેઝડ ઇમેઇલ સર્વિસિઝમાં ધરમૂળથી પરિવર્તનો આવ્યાં અને હવે મોટા ભાગના લોકો...
આજકાલ સવારે અખબાર હાથમાં લઈએ એટલે મોટા ભાગના સમાચાર એ જ જોવા મળે, જે આપણે આગલી સાંજે જાણી ચૂક્યા હોઈએ. અખબાર અને રેડિયો-ટીવી ઉપરાંત, સમાચારો જાણવાના હવે અનેક અનેક રસ્તા થઈ ગયા છે. દરેક મોટું મીડિયા હાઉસ હવે પોતાની વેબસાઇટ અને એપ ધરાવે છે અને ગૂગલ ન્યૂઝ...
હાલ પૂરતું ભારતમાં ગૂગલ સ્ટ્રીટ વ્યૂ સર્વિસ પર પૂર્ણવિરામ મૂકાઈ જાય તેવી શક્યતા છે. ભારત સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે ભારતમાં ગૂગલને સ્ટ્રીટ વ્યૂ મેપિંગની મંજૂરી આપવામાં આવશે નહીં. સરકાર તરફથી સલામતીનાં કારણો આગળ ધરવામાં આવ્યા છે. તમે જાણતા હશો તેમ વર્ષ ૨૦૧૧માં...
આવકની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું ઇ-કોમર્સ પોર્ટલ ક્યુ છે જાણો છો? ઇન્ડિયન રેલવેની આઇઆરસીટીસી વેબસાઇટ! આ વેબસાઇટ પરથી દર મહિને અંદાજે ૧.૨ કરોડ ટિકિટનું બુકિંગ થાય છે. અત્યાર સુધી આ સાઇટ પર આપણે ટિકિટ બુકિંગ કરાવવું હોય તો જુદી જુદી રીતે પેમેન્ટ કરી શકીએ છીએ. એટલે કે...
તમે માઇક્રોસોફ્ટ વર્ડનો નવો નવો ઉપયોગ શરૂ કર્યો હોય કે તમે તેના જૂના મહારથી હો, એક વાતે તમે હંમેશા માથું ખંજવાળ્યું હશે - કોઈ નવું વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરીને તેના પહેલા પેજમાં, આખા પેજની બરાબર વચ્ચે, તમારે અહેવાલનું શીર્ષક લખવું હોય તો? અત્યાર સુધી તમે જોયું હશે કે...
માઇક્રોસોફ્ટ વર્ડમાં ‘ફિલ્ડ કોડ્સ’ નામની એક મજાની સુવિધા છે. ફિલ્ડ કોડ્સની મદદથી, વર્ડ ડોક્યુમેન્ટમાં આપણે બદલાઈ શકે એવો ડેટા મૂકી શકીએ છીએ. જેમ કે દરેક પેજમાં નીચેના ખૂણે પેજ નંબર. અથવા મેઇલ મર્જની સુવિધા (વધુ વિગતો માટે જુઓ સપ્ટેમ્બર ૨૦૧૩નો અંક)માં જુદા જુદા લોકોનાં...
ચેન્નાઈ મહાનગરપાલિકામાં અત્યારે એક નવતર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ શહેરમાં છ ડ્રોનની મદદથી શહેરના ખૂણેખૂણાની તસવીરો લઈને એક વિશાળ ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચેન્નાઇ દેશની એવી પ્રથમ મહાનગરપાલિકા છે જેણે કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય તથા નાગરિક...
વધી રહી છે અને તેની સાથોસાથ દરેક ગેમ એપની સાઇઝ પણ વધી રહી છે! ક્લેશ રોયાલ જેવી લોકપ્રિય એપ ૯૪ એમબીની છે તો આસ્ફાલ્ટ-૮ જેવી અફલાતુન એકસ્ટ્રીમ રેસિંગ ગેમની સાઇઝ ૧.૫ જીબી સુધી પહોંચી રહી છે! તકલીફ એ છે કે ઘણી ગેમ્સ એવી પણ હોય કે તે ૪૦-૫૦ એમબીની હોવા છતાં આપણે ડાઉનલોડ...
હું ઘણા સમયથી નિયમિત ‘સાયબરસફર’ કોલમ વાંચતો આવ્યો છું. ખરેખર ખૂબ માહિતીસભર લેખો હોય છે. આપનો આભાર. - દર્શન મારુ, વડોદરા ખરેખર ‘સાયબરસફર’ની ખૂબ જ ઈર્ષા થાય છે. કેટલો બધો જ્ઞાનનો અખૂટ ભંડાર! માર્ચનો અંક વાંચ્યો. ખૂબ જ મજા પડી ગઈ અને એક વાત યાદ આવી ગઈ! એક સારા મજાના...
તમે જાણતા હશો કે ઇન્ટરનેટ પર કોઈ વેબપેજનું એડ્રેસ બહુ લાંબું હોય અને આપણે તેને કોઈની સાથે શેર કરવા માગતા હોઇએ તો યુઆરએલ શોર્ટનર સર્વિસની મદદથી તે યુઆરએલને અત્યંત ટૂંકું સ્વરૂપ આપી શકાય છે. (સાયબરસફરના અગાઉના અંકોમાં આપણે આવી સર્વિસનો કઈ રીતે લાભ લેવો અને તેના ઉપયોગમાં...
તમારે પ્રમાણમાં અજાણ્યા શહેરમાં જવાનું હોય ત્યારે ત્યાં માટે હોટેલ બુકિંગ કરવા ઘણી સાઇટ્સ ઉપયોગી થઈ શકે. પરંતુ એ હોટેલનું લોકેશન કેવું છે અને આજુબાજુનો વિસ્તાર કેવો છે તથા તમારે એ શહેરમાં જ્યાં જ્યાં જવાનું છે એ સ્થળો હોટેલથી કેટલાંક દૂર છે એ બધું જાણવામાં ગૂગલ મેપ્સ...
ફેસબુકનો ડેટા ચોરાયાનો કૌભાંડ પછી ભારતના ૧૯ અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ફેસબુકનું ભારતીય વર્ઝન વિકસાવવાનો વિચાર રમતો મૂક્યો છે. આ વિશે તેમણે પોતાની એક ટવીટમાં લખ્યું કે "હવે કદાચ એવો સમય આવી ગયો છે કે આપણે આપણી પોતાની સોશિયલ નેટવર્કિંગ કંપની...
દુનિયાભરના લોકોમાં વિન્ડો શોપિંગ ખાસ્સી લોકપ્રિય પ્રવૃત્તિ છે. વિન્ડો શોપિંગ એટલે એવું શોપિંગ જેમાં લોકો જુદા જુદા મોલમાં ફરીને જાતભાતની વસ્તુઓ જુએ ખરા પણ ફક્ત જોઈને જ આનંદ માણે, કશું ખરીદે નહીં! તમે પણ ઉનાળાની બપોરે એસી મોલમાં પહોંચીને આવી રીતે વિન્ડો શોપિંગની મજા...
જો એક બિઝી એક્ઝિક્યુટિવ તરીકે તમારે વારંવાર ઓફિસ કામે બહારગામ જવાનું થતું હોય તો તમારા સામાનમાં બે ચીજ હંમેશા રહેતી હશે - સ્માર્ટફોન અને લેપટોપ. થોડા સમય પહેલાં, લેપટોપમાં નેટ કનેક્શન મેળવવા તેનું અલગ ડોંગલ લેવું પડતું હતું, પણ હવે એવી તકલીફ રહી નથી. જ્યારે જરૂર પડે...
છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને ફેસબુકનું ડેટાકૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી આપણા અંગત ડેટાની સલામતીનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. આવનારા સમયમાં આ મુદ્દો હજી વધુ ચર્ચામાં રહે એવી શક્યતા છે કારણ કે ભારતમાં આ બાબત હવે એક અત્યંત સંવેદનશીલ ક્ષેત્રમાં પ્રવેશી રહી છે અને તે છે...
આ વખતની ફાઇનલ ક્લિક આમ તો મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડોક્ટર્સ માટે છે, પણ જો તમને આપણા શરીરની આંતરિક વ્યવસ્થા જાણવા-સમજવામાં રસ હોય તો આ સાઇટ તમને પણ ગમશે. યુકેની એક જાણીતી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ લેઇસેસ્ટના સહયોગથી ડોક્ટર્સ, મેડિકલ સ્ટુડન્ટ્સે સાથે મળીને,...
ઇન્ટરનેટને નેટ એટલે કે ગજબની અટપટી રીતે ગૂંથાયેલું જાળું કેમ કહે છે એ વધુ એક વાર, ગયા મહિને પ્રકાશમાં આવ્યું - આ વખતે દુનિયાભરના અસંખ્ય લોકોની ફેવરિટ સોશિયલ સાઇટ ફેસબુકને કારણે! ફેસબુકના યૂઝર્સનો ડેટા ચોરી થયો અને બનાવટી, ફેક ન્યૂઝનો મારો ચલાવીને, અમેરિકાના વર્તમાન...
ફેસબુકનો તમે ઉપયોગ તો કરો છો, પણ શા માટે કરો છો? એ સવાલનો જવાબ ક્યારેક શાંતિથી વિચારો. તમે વર્ષો જૂના ને સમયના વહેણમાં ખોવાઈ ગયેલા મિત્રોને ફરી મળવા માટે ફેસબુક પર સક્રિય છો, કોઈ વ્યવસાયિક હેતુથી સક્રિય છો કે પછી ખરેખર નજીકનાં સગાસંબંધી-મિત્રો સાથે જ સંપર્કમાં રહેવા...
તમે જાણે અજાણે સંખ્યાબંધ ફેસબુક એપ્સને તમારો ફેસબુક ડેટા એક્સેસ કરવાની વર્ષોથી મંજૂરી આપી રાખી હશે અને આવી એપ્સમાં જતો આપણો ડેટા છેવટે ક્યાં જાય છે અને કેવી રીતે ઉપયોગ થાય છે તેની પરવા પણ કરી નહીં હોય. કમનસીબે ફેસબુક પોતાની પ્રાઈવસી પોલિસીમાં સતત ફેરફાર કરે છે અને...
ફેસબુકમાં જાહેરાતો એટલે ફેસબુક માટે સૌથી લાભદાયી અને આપણા માટે સૌથી નુક્સાનકારક પાસું! ફેસબુક પર આપણે આપણા વિશે જે કંઈ માહિતી મૂકી હોય, જે કંઈ પોસ્ટ કરી હોય અને બીજા લોકોની પોસ્ટ પર જે કંઈ એકશન લીધાં હોય તે બધું ધ્યાનમાં રાખીને ફેસબુક આપણને બીજા લોકોની કઈ પોસ્ટ વધુ...
ફેસબુકમાંની સંખ્યાબંધ થર્ડ પાર્ટી એપ્સ જો આપણે લોકેશન સર્વિસ ઓન રાખી હોય તો સતત આપણું પગેરૂં દબાવી શકે છે. આપણે દિવસના કોઈ ચોક્કસ સમયે ક્યાંથી ક્યાં આવ્યા, આપણે ક્યાં રહીએ છીએ, આપણે ક્યાં કામ કરીએ છીએ, કઈ રેસ્ટોરન્ટસ કે મોલમાં આપણે વારંવાર આપણે જઇએ છીએ તે બધું જ આ...
આગળ શું વાંચશો? ગૂગલ લેન્સ એક્ઝેક્ટલી શું છે? ગૂગલ લેન્સનો લાભ કેવી રીતે લેશો? ગૂગલ લેન્સથી શું શું કરી શકાય છે? આપણે કોઈ પણ બાબતે, કંઈ પણ જાણવું હોય તો એ વિશે દિમાગ કંઈ નક્કી કરે એ પહેલાં તો આપણી આંગળીઓ આપોઆપ ગૂગલ તરફ વળવા લાગે એવી સ્થિતિ આવી ગઈ છે! પરંતુ એ માટે આપણે...
આગળ શું વાંચશો? જૂના ફોનમાંના ડેટાનો બેકઅપ કેવી રીતે લેશો? જૂના ફોનમાંનો ડેટા કેવી રીતે ખાલી કરશો? ફેક્ટરી રીસેટથી ડેટા ભૂંસાવાની ખાતરી નથી ફેક્ટરી રીસેટ પ્રોટેક્શન વિશે જાણો ફોન વેચવો જ હોય કે એક્સચેન્જમાં આપવો જ હોય તો? એક્સચેન્જમાં આપેલા જૂના ફોનનું શું થાય છે? તમે...
ટૂંક સમયમાં વિવિધ ઓનલાઇન સર્વિસમાં લોગ ઇન થવાની અત્યારની પદ્ધતિ ધરમૂળથી બદલાઈ જાય તેવી શક્યતા છે. જેમ અત્યારે આપણે સ્માર્ટફોનનું લોક ઓપન કરવા માટે ફિંગર પ્રિન્ટ સ્કેનરને આપણી ફિંગર પ્રઇન્ટ આપીને અથવા ગૂગલથી વોઇસ કમાન્ડ આપીને ફોન અનલોક કરી શકીએ છીએ બરાબર એ જ રીતે વિવિધ...
એકબીજાના ફોન નંબરની આપલે કરવા માટે અત્યાર સુધી ભલે મિસ્ડ કોલની ટ્રિક વાપરી, હવે ક્યુઆર કોડની મદદથી નંબર ઉપરાંત બીજી વિગતો પણ સહેલાઈથી શેર કરી શકાશે. કોઈ બિઝનેસ મીટિંગ, પાર્ટીકે લગ્નપ્રસંગે કોઈની સાથે તમારા મોબાઇલ નંબરની આપ-લે કરવાના સંજોગ ઊભા થાય ત્યારે તમે શું કરો...
સવાલ મોકલનાર : કૈલાશકુમાર જોશી, પાલનપુર કૈલાશભાઈએ વોટ્સએપમાં, અહીં આપી છે તે નહીં પણ તેના જેવી જ એક તસવીર મોકલીને ‘સાયબરસફર’ને આ સવાલ પૂછ્યો છે - "તસવીરમાં માઇક ઉપરાંત તેના જેવું પણ કાચની પારદર્શક ફ્રેમ જેવું આ શું દેખાય છે? આ સવાલ ‘સાયબરસફર’ને પૂછાવાનું એક કારણ એ પણ...
ઉનાળાની રજાઓમાં પ્રવાસે જવાનું પ્લાનિંગ કરતી વખતે બીજા અનેક લોકોની જેમ કદાચ તમે પણ હોટેલ્સનું ઓનલાઇન બુકિંગ કરતા થઈ ગયા હશો. વિવિધ હોટેલ બુકિંગ સાઇટ્સ પર જુદી જુદી હોટેલ્સ આપણે તપાસીએ ત્યારે એક મુદ્દો હોટેલ્સ દ્વારા ગાઈ વગાડીને મોટી સુવિધા તરીકે બતાવવામાં આવે છે અને એ...
જો તમે ટવીટરનો નિયમિત ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તેમાં લગભગ દરેક ટવીટ તમને ઇન્ટરનેટ પર અવનવી અનેક પ્રકારની માહિતી તરફ દોરી જઈ શકે છે. પરંતુ દર સેક્ધડે તમારા ટવીટર એકાઉન્ટમાં સતત નવી નવી ટવીટ્સ ઉમેરાતી જ જતી હોય તો એમાંથી કામની માહિતી સાચવી લેવાનું કામ કપરું બની...
વેકેશન પડી ગયું છે. ક્યાંય ફરવા જવા માટે આયોજન ન થઈ શક્યું હોય કે રીઝર્વેશન ન મળતું હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. હજુ મોડું થયું નથી. તમે ઇચ્છો તો પરિવારને અમેરિકાના ડિઝનીલેન્ડ પાર્કસની મુલાકાતે લઈ જઈ શકો છો - એ પણ એક રૂપિયાનો ખર્ચ કર્યા વિના! ગૂગલ મેપ્સના સ્ટ્રીટ...
ટેલિપોર્ટેશન - લાંબા સમયથી વિજ્ઞાનના સંશોધકો માટે આ એક ઊંડા રસનો છતાં અત્યાર સુધી લગભગ અસંભવ રહેલો વિષય છે. ટેલિપોર્ટેશન એટલે આપણે જ્યાં હોઈએ ત્યાંથી ઊંચકાઈને ક્ષણભરમાં દુનિયાના બીજા કોઈ ખૂણે પહોંચી જઈએ! વિજ્ઞાન કથાઓ અને સાયન્સ ફિક્શન મૂવીઝ, સ્ટાર ટ્રેક જેવી ટીવી...
તમારો ઇન્ટરનેટ પરનો ઘણો ખરો સમય ફેસબુક પર પસાર થતો હોય તો તમારા માટે એક ખુશખબર છે. હવે તમે ફેસબુક પર જ નવી અથવા વધુ સારી નોકરી શોધી શકો છો. આમ તો, ઘણા લોકો પોતાના બિઝનેસ માટે ટેલેન્ટેડ લોકો શોધવા માટે ફેસબુકનો સહારો લે જ છે અને તેમની જરૂરિયાતો પોતાના બિઝનેસ પેજ પર કે...
વર્ષ ૨૦૨૦માં ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક્સ નવો વિક્રમ સર્જે તેવી શક્યતા છે, એ પણ રમતોના સ્ટેડિયમની બહાર! એક જાપાનીઝ કંપની એવી ટેક્નોલોજી વિક્સાવી રહી છે, જેના કારણે સ્ટેડિયમની બહાર રહેલા લોકો, પોતે સ્ટેડિયમની અંદર હાજર હોય એ રીતે રમતનો જીવંત અનુભવ માણી શકશે. ૩ડી...
કોઈ કારણસર તમારે વર્ડની આખી ફાઇલ કે તેના કોઈ હિસ્સાને ઇમેજ તરીકે સેવ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે? આ કામ કરી આપતાં કેટલાક ઓનલાઇન ટૂલ્સ પણ ઉપલબ્ધ છે. પરંતુ વર્ડની અંદર જ આ માટેની સુવિધા સમાયેલી છે, જે પ્રમાણમાં ઘણું સારું પરિણામ આપે છે. આ સુવિધાનો લાભ લેવા માટે : તમારું...
તમારો ફોન પિન, પાસવર્ડ, પેટર્ન કે ફિંગર પ્રિન્ટથી લોક્ડ હોય ત્યારે ફોનને અનલોક કર્યા વિના, સ્ક્રીન પર ઉપરની બાજુએથી આંગળી નીચેની તરફ સરકાવો. ફોન લોક્ડ હોય તો પણ ક્વિક સેટિંગ્સ ખૂલી જાય છે? નવાઈ લાગી? આવું હોય તો, આપણો ફોન ખોવાઈ કે ચોરાઈ જાય ત્યારે કોઈ પણ વ્યક્તિ...
આજે સ્માર્ટફોન કે પીસી ધરાવતી, પણ ફેસબુકનો ઉપયોગ ન કરતી હોય એવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. ફેસબુકના પોતાના દાવા મુજબ, તેનું મિશન આખી દુનિયાના લોકોને એકમેકની નજીક લાવવાનું છે. પરંતુ આ મિશન પૂરું કરવાની ફેસબુકને એટલી ઉતાવળ છે કે તે પોતાના યૂઝર્સને લગભગ અંધારામાં રાખીને...
‘’સિકંદર ને પોરસ સે કી થી લડાઈ, જો કી થી લડાઈ તો મેં ક્યા કરું...!’’ તમે કદાચ આ ગીત સાંભળ્યું હશે. છેક ૧૯૬૨માં રીલિઝ થયેલી ફિલ્મ અનપઢના આ ગીતના શબ્દોમાં ઇતિહાસની ઘટનાઓને ગોખવા સામેની જે અકળામણ છે, એ અત્યાર સુધી યથાવત રહી છે. અત્યારે પરીક્ષાના દિવસો ચાલી રહ્યા છે એટલે...
તમે સ્માર્ટફોનમાં પીન, પાસવર્ડ, પેટર્ન કે ફિંગર પ્રિન્ટ લોક રાખ્યું હોય તેમ છતાં વિવિધ નોટિફિકેશન્સ ફોનના લોક સ્ક્રીન પર દેખાય છે? તમે ઓફિસમાં ટેબલ પર થોડી વાર માટે ફોન મૂકીને ટેબલથી દૂર જાવ અને તમારા પતિ કે પત્નીનો મેસેજ આવે તો એ પણ, ફોન લોક્ડ હોય તો પણ, ફોન સ્ક્રીન...
આગળ શું વાંચશો? નંબર પોર્ટેબિલિટી ઝડપી બનશે હવે રેલવે મુસાફરી સાથે ટેક્સીની મુસાફરી પણ સહેલી બનશે ગૂગલ પણ હવે શોપિંગ ‘સાઇટ’ બનશે ગૂગલ આસિસ્ટન્ટ અબ હિન્દી મેં ભી! હવે ભારતની હોસ્પિટલમાં રોબોટ નંબર પોર્ટેબિલિટી ઝડપી બનશે ભારતમાં હજી થોડા સમય પહેલાં આપણો ફોન નંબર બદલ્યા...
‘સાયબરસફર’નું કવરપેજ હંમેશા આકર્ષક રહ્યું છે. તંત્રી લેખ સુપર્બ. દરેક અંકમાં કંઈક નવું શીખવા મળે છે. નવેમ્બર-૧૭ના અંકમાં મોબાઇલ દ્વારા ગમે ત્યાંથી આપણા પીસીને એક્સેસ કરી શકાય તેનો ઉપયોગ કર્યો, ખૂબ જ ઉપયોગી છે રિમોટ ડેસ્કટોપ. આવી જ રીતે વાંચકોને અપડેટ રાખતા રહો તેવી...
એક્સેલમાં કામ કરતી વખતે તમે ખાસ્સું મોટું ડેટા ટેબલ બનાવ્યું હોય તો ક્યારેક સંખ્યાબંધ રો અને ડેટાને કારણે ડેટાને બરાબર સમજવો મુશ્કેલ બની જાય છે. એ ટેબલની પ્રિન્ટ કાઢતી વખતે પણ મોટું ટેબલ મુશ્કેલી સર્જે છે. સદભાગ્યે એકસેલમાં આપણે કોલમ્સ અને રોને આપણી મરજી મુજબ હાઇડ કે...
જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડ અથવા પબ્લિશર, કોરલ ડ્રો, પેજમેકર કે ઇનડિઝાઇન જેવા ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેરમાં કામ કરવાનું થતું હોય કે બીજા પાસે કરાવવાનું થતું હોય તો જાણી લો કેટલાક ખાસ શબ્દોના અર્થ! આગળ શું વાંચશો? માર્જિન લીડિંગ કર્નિંગ/ટ્રેકિંગ બ્લીડ પોઇન્ટ પાયકા ગટર...
તમે cybersafar.com જેવી સાઇટની મુલાકાત લેવા માગતા હો અને વેબબ્રાઉઝરના એડ્રેસ બારમાં ફ્કત cybersafar લખશો તો એ શબ્દ ધરાવતી બધી સાઇટનું સર્ચ રિઝલ્ટ જોવા મળશે અને તમારે તેમાંથી cybersafar.com શોધીને તેના પર ક્લિક કરવું પડશે. આ કામ ઝડપી બનાવવા માટે તમે એડ્રેસ બારમાં ફક્ત...
વોટ્સએપ પર રૂપિયાની આપલે તો હજી હમણાં શરૂ થઈ, તેના પર હોમવર્કની આપલે તો કેટલાય સમયથી શરૂ થઈ ગઈ છે! વિદ્યાર્થીઓ પોતાનું હોમવર્ક કરવામાં જ્યાં અટકે ત્યાં મિત્રો પાસેથી, તેમણે કરેલા વર્કની ઇમેજ મંગાવીને બેઠ્ઠી કોપી કરે છે અથવા ગૂગલ પર જવાબ શોધવા જાય છે. છેવટે હોમવર્કમાં...
આગળ શું વાંચશો? એમેઝોનમાં પણ યુપીઆઇથી પેમેન્ટની સગવડ રેલવેના રિઝર્વેશન ચાર્ટ હવે ડિજિટલ બનશે આ મહિને જિઓફાઇબર લોન્ચ થવાની શક્યતા હવે સાયબરસેફ્ટી માટે પણ વીમો! એમેઝોનમાં પણ યુપીઆઇથી પેમેન્ટની સગવડ એમેઝોન કંપનીએ રૂ. ૧૦,૦૦૦ થી ઓછી કિંમતની ચીજવસ્તુઓ ખરીદવા માટે યુપીઆઈથી...
જો તમે વિદ્યાર્થી, શિક્ષક, સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા ઇચ્છતાં મમ્મી-પપ્પા કે નવા જમાનાનાં દાદા-દાદી હો તો આ લેખ ધ્યાનથી વાંચજો. રોજેરોજ વિદ્યાર્થીઓના છથી સાત કલાક સ્કૂલમાં પસાર થતા હોય છે. ઘરે આવ્યા પછી થોડો સમય રમવામાં કે ઇત્તર પ્રવૃત્તિમાં જાય અને ત્રણેક કલાક...
‘સાયબરસફર’ના જૂના વાચકોને યાદ હશે કે એપ્રિલ ૨૦૧૫ની કવર સ્ટોરીમાં આપણે ગૂગલ પરની આપણી કર્મકુંડળી તપાસવામાં મદદ કરે એવા, ગૂગલના પોતાના એક વેબપેજની વાત કરી હતી. ગૂગલ વિશે એવું કહેવાય છે કે તે આપણા વિશે આપણા જીવનસાથી કરતાં પણ વધુ જાણે છે. આ વાત કેટલી હદે સાચી છે એ જાણવું...
તારીખ પે તારીખ, ઔર ફિર એક તારીખ... ૧૯૯૩માં આવેલી ‘દામિની’ ફિલ્મમાં સની દેઓલનો આ ડાયલોગ યાદ છે? આજકાલ તમે પોતે કદાચ સની પાજી કરતાંય વધુ આક્રોશ સાથે આ જ ડાયલોગ અવારનવાર બોલતા હશો, ફેર ફક્ત એટલો કે તમે તારીખને બદલે ‘પાસવર્ડ’ શબ્દ બોલતા હશો! આપણને ગુસ્સો આવે એમાં નવાઈ...
તમારા પીસી કે સ્માર્ટફોનને વાઇરસથી સલામત રાખવાનો અને તમારી મહત્ત્વની માહિતી પણ સલામત રાખવાનો એક સાદો ઉપાય આટલો જ છે - કોઈ પણ લિંક પર ક્લિક કરતાં પહેલાં ચાર વાર વિચાર કરવો! પણ સવાલ એ થાય કે લિંક ક્લિક કરવા યોગ્ય છે કે નહીં એ નક્કી કેવી રીતે કરવું? ઇન્ટરનેટનું આખું જગત...
જાન્યુઆરી-૧૮નો અંક વાંચ્યા પછી મેં યુડેસિટીમાં સ્કોલરશીપ માટે એપ્લાય કરેલું હતું. આજે મને સિલેક્ટ થયાનો ઇ-મેલ યુડેસિટી તરફથી મળી ગયો છે. આ મારો પહેલો એવો કોર્સ હશે કે જેનું મને પ્રમાણપત્ર મળશે! બાકી મેં અત્યાર સુધી પ્રમાણપત્ર વગરના જ કોર્સ કર્યા છે. હું બી.એસ.સી....
એરપોર્ટના વિશાળ પાર્કિંગ પ્લોટ્સ જેવી કોઈ જગ્યાએ તમે કાર પાર્ક કરો પછી કાર એક્ઝેટલી ક્યાં પાર્ક કરી હતી તે યાદ રાખવું મુશ્કેલ બની જતું હોય તો ગૂગલ મેપ્સ તમારી મદદ કરી શકે છે. જોકે એ માટે તમારા ફોનમાં લોકેશનનું સેટિંગ ઓન હોવું જરૂરી છે. કાર પાર્ક કર્યા પછી...
સવાલ મોકલનાર : વિપુલકુમાર ડી.રાઠોડ, સંતરામપુર એક્સેલમાં કોઈ વર્કશીટમાં તમે લાંબી મહેનત કરીને ખાસ્સો ડેટા એન્ટર કરી, વિવિધ ફોર્મ્યુલા સેટ કરી હોય એ પછી બીજી કોઈ વ્યક્તિ સાથે એ વર્કશીટ શેર કરવાની થાય તો સ્વાભાવિક રીતે આપણને એવી ઇચ્છા થાય કે કાં તો આખી વર્કશીટ અથવા તેના...
આગળ શું વાંચશો? નવી રીતે ડેટા કનેક્ટિવિટી વાઇ-ફાઇમાં શું ખામી છે? પ્રકાશ કેવી રીતે ડેટા વહન કરે? અત્યારે કેટલી પ્રગતિ થઈ છે? કલ્પના કરો કે તમે કોઈ શહેરના બીઝી રોડ પરથી પસાર થઈ રહ્યા છો. તમારી ચારેય બાજુ જુદી જુદી બ્રાન્ડનાં મસમોટાં હોર્ડિંગ દેખાઈ રહ્યાં છે. માની લો કે...
રોજ સવારે અનેક ભારતીય લોકોની જેમ તમે પણ તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ ઓપન કરીને ઢગલાબંધ મિત્રો અને ગ્રૂપ્સમાં ગુડમોર્નિંગના મેસેજીસ મોકલતા હશો. તમારા આ મેસેજ અને મજાની ઇમેજીસ વોટ્સએપના ગ્રૂપ્સમાં અનેક લોકોની સવાર કદાચ સુધારી દેતી હશે પણ તમને જાણીને નવાઈ લાગશે કે આપણી આ...
એક્સેલમાં કોઈ સ્પ્રેડશીટમાં કામ કરતી વખતે આપણું કર્સર કોઈ એક સેલમાં હોય તેમાં ડેટા એન્ટર કર્યા પછી આપણે એન્ટર કી પ્રેસ કરીએ ત્યારે કર્સર કોઈ બીજા સેલમાં આગળ વધે છે. સામાન્ય રીતે હાઇલાઇટેડ સેલ (એટલે કે જે સેલમાં કર્સર હોય) તેમાં કામ પૂરું થયા પછી એન્ટર કી પ્રેસ કરતાં એ...
‘સાયબરસફર’ના આ અંતિમ પેજ પરથી જ મોટા ભાગે તમારી સાયબરસફરની શરૂઆત થતી હશે કેમ કે આ પેજ પર હંમેશા કોઈ અજાણી, અનોખી વાત કહેતા વેબપેજનો પરિચય કરાવવામાં આવે છે, પણ આજે આ પેજ પર કોઈ ક્લિકની વાત કરવી નથી! કારણ છે, વોટ્સએપ પર ફરતી થયેલી આ મજાક... "આવનારી પેઢીમાં મમ્મી બાળકોને...
સવાલ મોકલનાર : જીતેશ પટેલ વાચકમિત્રે મોકલેલો મૂળ પ્રશ્ન ઘણો લાંબો છે, પણ અન્ય વાચકો પણ એમના જેવી જ કે જરા જુદી જરૂરિયાત અનુભવી રહ્યા હોય એવું બની શકે છે. જીતેશભાઈએ પૂછ્યું છે કે "ન્યૂઝ પેપરમાંથી વિવિધ લેખો, ઉપયોગી જાહેરાતો કટ કરીને તેને અલગ અલગ વિષય પ્રમાણે સાચવવામાં...
સવાલ મોકલનાર : ઘનશ્યામ દવે, મહેસાણા કમ્પ્યુટરમાંથી કોઈ પણ ફાઇલ પ્રિન્ટ કરવાના બે રસ્તા છે. જે તે ફાઇલને તેના પ્રોગ્રામમાં ઓપન કરીને પછી પ્રિન્ટ કરવી, જેમ કે વર્ડ ફાઇલ પ્રિન્ટ કરવી હોય તો માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ ઓપન કરીને તેમાંથી પ્રિન્ટ કમાન્ડ આપવો. વિન્ડોઝ...
ફ્રી વાઇ-ફાઇ! જુદી જુદી વ્યક્તિના મનમાં આ ત્રણ શબ્દ જુદી જુદી જાદુઈ અસર ઊભી કરે છે. આપણા જેવા સરેરાશ યૂઝરને મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા પ્લાન ઘણો સસ્તો થયા પછી પણ મોંઘો લાગતો હોય એમને ફ્રી વાઇ-ફાઇનો લાભ લૂંટવામાં મજા પડે છે. બીજી તરફ ગૂગલ અને ફેસબુક જેવી મોટી ટેક્નોલોજી...
ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઘણા લોકોનો હંમેશા એક સવાલ હોય છે - કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી? આ સવાલનો આખા આઇટી ક્ષેત્રના સંદર્ભમાં એક જવાબ આપવો મુશ્કેલ છે, પણ જો તમે એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ પર ફોકસ કર્યું હોય તો જવાબ સહેલો છે - અત્યાર...
સવાલ મોકલનાર : ગોપાલભાઈ ગોવિંદભાઈ શાહ, નડિયાદ સાદા શબ્દોમાં ડેટા માઇનિંગ એટલે બહુ મોટા પ્રમાણમાં અને કંઇક અંશે વિખરાયેલા ડેટામાંથી જરૂરી અને ઉપયોગી ડેટા અલગ તારવવાની પ્રક્રિયા એટલે ડેટા માઇનિંગ. ડેટા માઇનિંગમાં વિવિધ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડેટામાંથી ચોક્કસ...
આગળ શું વાંચશો? રેડિયો સિગ્નલમાં અંતરાય રાઉટરથી ડિવાઇસનું અંતર રાઉટર પર વધુ પડતું ભારણ ખોટા વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડાણ રાઉટર કે અન્ય સાધનને અપગ્રેડ કરવાની જરૂર જો તમે ઘરમાં રાઉટર વસાવ્યું હોય અને તેની મદદથી તમારા ઘરમાં પીસી, લેપટોપ અને મોબાઇલ ફોનમાં વાઇ-ફાઇ સિગ્નલથી...
એક સમયે ઇન્ટરનેટ પર ફક્ત એક તરફી કમ્યુનિકેશન હતું. જુદી જુદી વેબસાઇટ પર ઢગલાબંધ કન્ટેન્ટ જ હોય, જે જુદા જુદા યૂઝર્સ એટલે કે આપણે ફક્ત વાંચી શકીએ. તેનાથી આગળ કંઈ કરી ન શકીએ. એ પછી જમાનો બદલાયો અને ઇન્ટરનેટ એક જબરદસ્ત ઇન્ટરએક્ટિવ માધ્યમ બની ગયું. આ નવા પ્રકારના...
તમે રોજ સવારે પૂરી લગનથી અખબારનો ખૂણેખૂણો વાંચતા હશો કે રોજ ન્યૂઝ ચેનલ્સ, સાઇટ્સ બરાબર ફોલો કરતા હશો, પણ એ કહો કે તમે ક્યારેય અખબારમાં મોટી હેડલાઇન તરીકે કે ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ તરીકે આ સમાચાર વાંચ્યા-જાણ્યા છે - "આપણી દુનિયામાં ૧૯૯૦માં કારમી ગરીબી નીચે જીવતા લોકોની...
ફેસબુક પર યૂઝર્સ જે કંઈ પોસ્ટ મૂકે છે તે ડેટાને આધારે એ વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ પ્રેરાઈ રહી છે તેવાં કોઈ ચિહ્નોની એક પેટર્ન પારખવા વિશે ફેસબુકે અમેરિકામાં કેટલાક પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગોમાં સફળતા મળ્યા પછી ફેસબુક આ નવી વ્યવસ્થાને અન્ય દેશોમાં અમલમાં મૂકવાનું...
સવાલ મોકલનાર : માધવ જે. ધ્રુવ - જામનગર આ સવાલના જવાબમાં ઊંડા ઊતરતા પહેલાં એસએઆર વેલ્યૂ શું છે એ બરાબર જાણી લઈએ. એસએઆર શબ્દનું આખું સ્વરૂપ છે સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ. આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ ત્યારે સ્માર્ટફોન અને મોબાઇલ ટાવર વચ્ચે રેડિયો સિગ્નલ્સની આપ-લે થાય છે...
સવાલ મોકલનાર : સંધ્યા જોશી, ગાંધીનગર જરૂર આપવો જોઈએ. આપણા એકાઉન્સની સલામતી માટે આ જરૂરી છે. ગૂગલ, ફેસબુક અને તેના જેવી મોટા ભાગની ઇન્ટરનેટ પરની સર્વિસીસમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ ત્યારે આ સર્વિસ આપણી પાસેથી આપણું ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર માગે છે. જ્યારે આપણે આ કોઈ...
ભારતમાં સ્માર્ટફોનનું સેકટર સતત બદલાઈ રહ્યું છે અને ગયા મહિને ભારતમાં વોટ્સએપની હરીફ હાઇક કંપનીએ એક બિલકુલ નવા પ્રકારની પહેલ કરી, કંપનીએ તેને નામ આપ્યું છે - ટોટલ. આ કંપનીએ એન્ડ્રોઇડના નોગટ વર્ઝનમાં ફેરફાર કરીને એક એવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવી છે, જેની મદદથી...
આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે અને તેના વિના લગભગ કોઈને એક ઘડી ચાલતુ નથી. પરંતુ સ્માર્ટફોનનું ચાર્જિંગ હજી પણ એક મોટી પળોજણનો વિષય છે. વિશ્વ આખાને આ એટલી મોટી સમસ્યા લાગે છે કે એક કંપનીએ તેનો કંઈક ઉપાય શોધ્યો અને તેને એ દિશામાં આગળ વધવા જરૂરી મંજૂરી મળી તો એ...
સવાલ મોકલનાર : ભાવેશ મકવાણા, ગારિયાધાર આજનો સમય ઇન્સ્ટન્ટ કમ્યુનિકેશનનો છે અને મોટા ભાગે એવું બનતું હોય છે કે, વિશ્વના કોઈ ખૂણે બેઠેલી વ્યક્તિ વિશ્વના બીજા ખૂણે બેઠેલી વ્યક્તિ ઈ-મેઇલ મોકલવા માટે સેન્ડ બટન પર ક્લિક કરે તેની થોડી જ ક્ષણોમાં તે સામેની વ્યક્તિના સ્ક્રીન...
માઇક્રોસોફ્ટ કામ કરતી વખતે ટાઇપ થયેલા લખાણમાં આપણે એક એક અક્ષરને સિલેક્ટ કરવો હોય કે ડિલીટ કરવો હોય ત્યારે આપણે એરો, બેકસ્પેસ અને ડિલીટ કીનો ઉપયોગ કરવા વિશે તો જાણીએ છીએ પરંતુ કંટ્રોલ કીની મદદથી આપણે આખા શબ્દ કે પેરેગ્રાફમાં એક સાથે જોઇતા ફેરફાર કરી શકીએ છીએ. જેમ...
દરેક ભારતીયને એક અજોડ ઓળખ આપતી આધાર વ્યવસ્થા તેનાં અનેક જમા પાસાં હોવા છતાં ગૂંચવણોની રીતે પણ અજોડ બનવા લાગી છે. આપણા આધાર ડેટાની સલામતી અંગે વારંવાર પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે ત્યારે સરકારે વર્ચ્યુઅલ આઇડેન્ટિટી (વીઆઇડી) નામે આપણા આધાર ડેટા પર સલામતીનું એક નવું સ્તર...
સવાલ મોકલનાર : મિતેશ ગજ્જર, મહેસાણા સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ફોન ચાર્જ થતો હોય ત્યારે તે ફાટવાની શક્યતા હોવાથી ચાર્જિંગ સાથે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ વાસ્તવમાં આપણે ખામીવાળું ચાર્જર ઉપયોગ કરીએ કે સેમસંગ નોટ-૭ના કિસ્સામાં જોવા મળ્યું તેમ ફોનના...
આજના સ્માર્ટફોન ધીમે ધીમે પર્સનલ કમ્પ્યુટર જેટલા જ પાવરફૂલ બનવા લાગ્યા છે. ઘણા લોકો ઇન્ટરનેટનો પહેલો પરિચય પોતાના સ્માર્ટફોનમાં જ મેળવે છે. તેમ છતાં, પર્સનલ કમ્પ્યુટરની ઉપયોગિતા હજી પણ બહુ ઓછી થઈ નથી. સ્માર્ટફોન અને પીસી બંનેમાં એક સ્પષ્ટ તફાવત છે. વિવિધ કન્ટેન્ટ...
સ્માર્ટફોનમાં, વોટ્સએપમાં કે અન્ય જગ્યાએ ટાઇપિંગ કરતી વખતે કંઈક ભૂલ થતા કે લખાણમાં કોઈ ફેરફાર કરવા માટે તમારે કર્સરને આમતેમ ફેરવવાની જરૂર પડે છે? ટચ સ્ક્રીન પર આંગળીથી કર્સરને ફેરવવું બહુ સગવડભર્યું નથી, પરંતુ જીબોર્ડ કીબોર્ડ તેનો બહુ સરળ ઉપાય આપે છે. તેનો લાભ લેવા...
‘સાયબરસફર’ના ગયા મહિના (જાન્યુઆરી ૨૦૧૮)ના અંકમાં આપણે, ઇન્ટરનેટને ગુરુ બનાવનાર એકલવ્ય જેવા જિમિત જયસ્વાલની અનોખી જ્ઞાનસફરની વિગતવાર વાત કરી હતી. એ જ બધી વાતો હવે ટૂંક સમયમાં યુટ્યૂબ પર જોવા મળશે! જિમિતે જે રીતે અનેક ઊતાર-ચઢાવ અને પડકારોનો સામનો કરીને આઇટી ક્ષેત્રમાં...
આમ તો ગૂગલમાં નેવિગેશનમાં બે સ્થળ લખીએ એ સાથે ગૂગલ મેપ એક સ્થળથી બીજા સ્થળ સુધીના જુદા જુદા રસ્તા બતાવીને આપણે જે રસ્તો પસંદ કરીએ તે રસ્તો કેટલો લાંબો છે અને કારમાં કે ચાલતા કેટલો સમય લાગશે તે આપણને જણાવે છે. પરંતુ આપણે એવું રસ્તાનું અંતર માપવાને બદલે કોઈ પંખી એક સીધી...
અત્યારે તમારી આસપાસ કોઈ પેન પડી છે? સાવ સાદી, યૂઝ એન્ડ થ્રો પેન કે ઢાંકણવાળી નહીં, પણ ક્લિક પેન. જેમાં નીચેની બાજુએ સ્પ્રિંગ હોય અને ઉપરની તરફ આપેલા બટનને પ્રેસ કરી ક્લિક કરતાં અંદરથી રીફિલ બહાર નીકળે અને ફરી ક્લિક કરતાં રીફિલ અંદર ચાલી જાય એવી ક્લિક પેન. તમારો સ્વભાવ...
ગયા મહિને અખબારમાં ‘સાયબરસફર’ કોલમે ૧૦ વર્ષ અને આ મહિને, આ મેગેઝિને ૬ વર્ષ પૂરાં કર્યાં! વેબસાઇટ પર લેખોની સંખ્યા બે હજાર સુધી પહોંચી છે. કોલમનો બિલકુલ પહેલો લેખ ગૂગલ સર્ચ વિશે હતો. એ સમયે પહેલો આઇફોન લોન્ચ થયાને હજી એક જ વર્ષ થયું હતું અને એન્ડ્રોઇડવાળા સ્માર્ટફોન...
આજે જ મેં ‘સાયબરસફર’ વેબસાઇટ વિશે જાણ્યું! આખી સાઇટ જોતાં થોડો સમય લાગશે, પરંતુ વેબસાઇટ ખરેખર બહુ ઉપયોગી છે, અદભુત છે. આપનો ખૂબ ખૂબ આભાર!! - વર્ષાબેન દોશી, મુંબઈ અદભુત મેગેઝિન બદલ આપનો ખૂબ ખૂબ આભાર. - કૌશિક રાદડિયા, ગોંડલ આપની વેબસાઇટ ખરેખર ખૂબ જ સરસ છે. - તેજસ ચૌધરી,...
કલ્પના કરો કે તમે મિત્રો સાથે પિકનિક કે પાર્ટીમાં ગયા છો. તમારા ગ્રૂપે રાબેતા મુજબ સંખ્યાબંધ ગ્રૂપ સેલ્ફી લીધી અને ગ્રૂપમાંના બેચાર મિત્રોએ એ ફોટોગ્રાફ ફેસબુક પર શેર કર્યા. અત્યાર સુધી એવું થતું હતું કે ફેસબુક પર ફોટોઝ અપલોડ કરનાર વ્યક્તિ એ ફોટોમાંના અન્ય મિત્રોને ટેગ...
[vc_row][vc_column width="2/3"][vc_column_text]ઇન્ટરનેટથી શિક્ષણ વ્યવસ્થામાં આવેલું પરિવર્તન સમજવું હોય તો આપણે એક શબ્દ સમજવો પડે - માસિવ ઓપન ઓનલાઇન કોર્સ (એમઓઓસી). ઇન્ટરનેટનો હાલ જેટલો વ્યાપ નહોતો ત્યારે પણ ‘ડિસ્ટન્સ એજ્યુકેશન’ કે ‘કોરસપોન્ડન્સ કોર્સ’નો કન્સેપ્ટ તો...
ગયું વર્ષ પૂરું વામાં હતું ત્યારે અમેરિકામાં નાસાની ‘જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી’માં એક અનોખી રેસ યોજાઈ. આ લેબોરેટરીમાં સ્પેસક્રાફ્ટ માટે વિઝન-બેઝ્ડ નેવિગેશન વિક્સાવવા પર કામ ચાલી રહ્યું છે. ગૂગલનું આ રિસર્ચ તરફ ધ્યાન ગયું અને તેને લાગ્યું કે આ ટેક્નોલોજી સ્પેસક્રાફ્ટની...
અનેક આઇફોન યૂઝર્સની શંકા સાચી ઠરી છે - એપલ કંપની જૂના આઇફોનને ધીમા કરી દે છે, અલબત્ત, નવા ફોન વેચવા નહીં પણ જૂની બેટરીનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે! ભારતમાં યુટ્યૂબ પછી જિઓ પ્લે સૌથી વધુ જોવાતી વીડિયો સર્વિસ છે. આ સર્વિસ હવે મીડિયા કંપનીઝના સાથમાં ખાસ જિઓ યૂઝર્સ માટે...
બરાબર દસ વર્ષ પહેલાં, જાન્યુઆરી ૨૦૦૮માં ‘સાયબરસફર’ની એક સાપ્તાહિક અખબારી કોલમ તરીકે શરૂઆત થઈ ત્યારે એટલું નક્કી કર્યું હતું કે તેમાં માત્ર અત્યારે, અબઘડી કામની હોય એવી ટેક્નોલોજીની જ વાત કરીશું, "રસોડામાં રોબોટ શાક સમારી આપશે એવી વાતોને ‘સાયબરસફર’માં નહીં જ મળે. પરંતુ...
તમારા ફોનમાં વી-ચેટ, યુસી બ્રાઉઝર, ટ્રુકોલર, શેરઇટ, ક્લિન માસ્ટર જેવી કોઈ એપ હોય તો આ લેખ ધ્યાનથી વાંચજો. વિવિધ અહેવાલો મુજબ, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ભારતીય સશસ્ત્ર દળોના તમામ અધિકારીઓ અને જવાનોને એક આદેશ જારી કરીને ઉપર લખેલી એપ્સ સહિત કુલ ૪૨ એપ તાત્કાલિક...
[vc_row][vc_column][vc_column_text]ગુજરાતની ચૂંટણીનાં પરિણામોમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ કેવો ભાગ ભજવ્યો અને જીએસટી વિશે લોકોમાં ખરેખર આક્રોશ છે કે નહીં એ વિશે મતમતાંતર હોઈ શકે, પણ એક સ્પષ્ટ હકીકત છે કે જીએસટી વિશે લોકોમાં હજી પણ પૂરતી જાણકારી નથી! ખાસ કરીને...
તમે એક જ મેઇલ એક સાથે ૫૦૦થી વધુ લોકોને મોકલો કે એક દિવસમાં ૫૦૦થી વધુ ઈ-મેઇલ મોકલો તો જીમેઇલ તમારા એકાઉન્ટને કામચલાઉ અટકાવી દે છે. તમે ૨૪ કલાક પછી તેનો ફરી ઉપયોગ કરી શકો. એટેચમેન્ટ મોકલવાની મર્યાદા વિશે તમે કદાચ જાણતા હશો. જીમેઇલમાં વધુમાં વધુ ૨૫ એમબીની એક ફાઇલ (કે...
તમારા કોઈ નજીકના સ્વજનને આકસ્મિક સ્થિતિમાં લોહીની જરૂર ઊભી થાય અને હોસ્પિટલમાં એમને જરૂરી બ્લડ ગ્રૂપનું લોહી ઉપલબ્ધ ન હોય ત્યારે એ ગ્રૂપના રક્તદાતા શોધવાનું કામ આપણી ઉપર આવી પડે છે. આવા સંજોગમાં સોશિયલ મીડિયા બહુ ઉપયોગી થઈ શકે છે. સામાન્ય રીતે ફેસબુક પર આપણા ફ્રેન્ડઝ...
અત્યારે ભારતનાં ૨૨૭ સ્ટેશન પર ગૂગલ દ્વારા પબ્લિક વાઇ-ફાઇનો લાભ મળે છે (જુઓ અંક માર્ચ-૨૦૧૭). ૨૦૧૮માં આ સુવિધા હેઠળ ૪૦૦ જેટલાં સ્ટેશન્સને આવરી લેવામાં આવશે. ગયા વર્ષના અંત ભાગમાં યોજાયેલી ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં ગૂગલના ‘નેકસ્ટ બિલિયન યૂઝર્સ’ પ્રોજેક્ટના વાઇસ...
મુકેશ અંબાણી જ્યારે રિલાયન્સ જિઓના લોન્ચિંગ વખતે એમ કહે કે ‘ડેટા એ નવા વિશ્વ માટે ઓઇલ સમાન છે’ ત્યારે આપણે આપણી સગવડતા મુજબ ડેટા શબ્દનો અર્થ ‘મોબાઇલમાં ઇન્ટરનેટ સર્ફ કરવાની સુવિધા’ એટલો સીમિત કરી લઇએ છીએ. પરંતુ યૂઝર કરતાં બિઝનેસીઝ માટે ડેટાનો અર્થ ઘણો વ્યાપક છે....
[vc_row][vc_column][vc_column_text]છેલ્લા કેટલાય સમયથી વિશ્વની તમામ મોટી ટેકનોલોજી કંપનીઝને ભારતમાં ઊંડો રસ પડ્યો છે. દેખીતું છે, ભારત તેમના માટે એક બહુ મોટું માર્કેટ છે અને અહીં તેમનો વ્યાપ વિસ્તારવા માટે પૂરતી તકો છે. આમાં મહત્ત્વનું - અને આપણા સૌ માટે ફાયદાનું -...
આજે જ મેં ‘સાયબરસફર’ વેબસાઇટ વિશે જાણ્યું! આખી સાઇટ જોતાં થોડો સમય લાગશે, પરંતુ વેબસાઇટ ખરેખર બહુ ઉપયોગી છે, અદભુત છે. આપનો ખૂબ ખૂબ આભાર!! - વર્ષાબેન દોશી, મુંબઈ અદભુત મેગેઝિન બદલ આપનો ખૂબ ખૂબ આભાર. - કૌશિક રાદડિયા, ગોંડલ આપની વેબસાઇટ ખરેખર ખૂબ જ સરસ છે. - તેજસ ચૌધરી,...
જાન્યુઆરી ૨૦૧૭ના આંકડા મુજબ ભારતમાં ૧.૨ અબજ મોબાઇલ છે અને આ આંકડા હવે એક વર્ષ જૂના છે! ભારતમાં ૧૦૦થી વધુ બ્રાન્ડના દર વર્ષે ૨૫ કરોડ મોબાઇલ નવા ઉમેરાય છે અને જૂના મોબાઇલ નકામા થતા હાય છે. આમાં હજી કમ્પ્યુટર્સ, ટેબ્લેટ્સ, પ્રિન્ટર્સ વગેરેનો ઉમેરો કરીએ તો ભારતમાં જૂની...
લાંબા સમયથી જેની શક્યતાઓ દેખાઈ રહી હતી એ વાત હવે અમલમાં મૂકાઈ ગઈ છે. ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે ઇન્ડિયન રેલવેઝમાં ભીમ યુપીઆઈ એપથી બુકિંગ કરી શકાય એવી સુવિધા પહેલી ડિસેમ્બર ૨૦૧૭થી શરૂ થઈ ગઈ છે. આઇઆરસીટીસીની વેબસાઇટ પર ઇ-ટિકિટનું બુકિંગ કરાવતી વખતે ઓનલાઇન પેમેન્ટના...
સૌથી પહેલાં તો એ જાણી લો કે તમારું ફેસબુકનું એકાઉન્ટ હેક થાય અને તમને તેની જાણ પણ ન થાય એવું બની શકે છે! કોઈ વ્યક્તિ, કોઈ પણ રીતે તમારું ફેસબુક એકાઉન્ટ એક્સેસ કરી લે અને પછી તેમાં કોઈ દેખીતા ફેરફાર ન કરે ત્યાં સુધી, બીજી કોઈ વ્યક્તિ આપણા એકાઉન્ટમાં લોગ-ઇન થઈ શકે છે...
ગણિત કાચું. ઇંગ્લિશ એથીય વધુ કાચું. પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ. પણ અભ્યાસ? મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો! હેં, હોય નહીં! અચ્છા, ક્યાંથી? જવાબ છે - ટેક્નોલોજી માટે જગવિખ્યાત અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)માંથી! અમદાવાદનો...
ઇન્સ્ટન્ટ મેસેજિંગના જમાનામાં હવે લોન પણ ઇન્સ્ટન્ટ થવા લાગી છે! આમ તો, જો તમે તમારા બેન્ક ખાતામાં ઠીક ઠીક રકમ જમા રાખતા હો તો મોટા ભાગની બેન્ક લગભગ કોઈ પ્રકારના ડોક્યુમેન્ટેશનની જરૂરિયાત વગર લોન ઓફર કરતી હોય છે. એ દિશામાં એક ડગલું આગળ વધતાં પેટીએમ અને આઇસીઆઇસીઆઇ...
છેલ્લાં કેટલાંક વર્ષથી, અખબારોમાં અને બિઝનેસ સર્કલ્સમાં એક શબ્દ બહુ ગાજે છે - સ્ટાર્ટ-અપ! ‘ફલાણી કંપનીની શરૂઆત સાવ નાના પાયે થઈ હતી અને આજે એ કરોડો રૂપિયામાં વેચાઈ’ એવી વાતો પણ સ્ટાર્ટ-અપના સંદર્ભમાં આપણે ઘણી વાર સાંભળીએ છીએ. અત્યાર સુધી આપણે જે ઉદ્યોગપતિઓ કે...
[vc_row][vc_column][vc_column_text]આખી દુનિયામાં લગભગ બે અબજ લોકો પોતાના ખિસ્સામાં કેમેરા લઇને ફરે છે! એટલે જ તો હવે અગાઉ કરતાં ક્યાંય વધુ પ્રમાણમાં આપણી જિંદગીનું ફોટો ડોક્યુમેન્ટેશ વા લાગ્યું છે! આજકાલ નાની નાની વાતમાં સ્માર્ટફોનમાં કેમેરા એપ ઓપન કરીને ક્લિક ક્લિક...
ડ્રાઈવરલેસ કાર આવી રહી હોવાની વાતો ઘણા સમયથી ચર્ચાઈ રહી છે, પરંતુ આવી કાર વાસ્તવિકતાથી હજી દૂર હોવાનું માનવામાં આવે છે. ડ્રાઇવરલેસ કારના માર્ગમાં સૌથી મોટો અવરોધ ધુમ્મસથી ઊભો થઈ રહ્યો હોવાનું મનાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સેલ્ફડ્રાઇવિંગ કાર મૂળભૂત રીતે વિવિધ પ્રકારના...
આપણા દેશમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની કિંમત રોજે રોજ ઘટી રહી છે અને તેનું મૂલ્ય રોજે રોજ વધી રહ્યું છે! રિલાયન્સ જિઓના આગમન પહેલાં આપણે ૧-૨ જીબીના ડેટા પ્લાનમાં આખો મહિનો ખેંચી નાખતા હતા અને હવે લગભગ એટલા જ ખર્ચમાં રોજના ૧-૨ જીબી જેટલો ડેટા મળે છે તોય ઓછો પડવા લાગ્યો છે....
ઇન્ટરનેટથી શિક્ષણ વ્યવસ્થામાં આવેલું પરિવર્તન સમજવું હોય તો આપણે એક શબ્દ સમજવો પડે - માસિવ ઓપન ઓનલાઇન કોર્સ (એમઓઓસી). ઇન્ટરનેટનો હાલ જેટલો વ્યાપ નહોતો ત્યારે પણ ‘ડિસ્ટન્સ એજ્યુકેશન’ કે ‘કોરસપોન્ડન્સ કોર્સ’નો કન્સેપ્ટ તો હતો, જેમાં કોલેજમાં ગયા વિના શિક્ષણ અને ડીગ્રી...