સવાલ લખી મોકલનારઃ નિરંજન વ્યાસ, બિલિમોરા
પહેલી વાત તો કે ૨જી, ૩જી કે ૪જીમાંનો જી ‘જનરેશન’ શબ્દ પરથી આવ્યો છે. આપણો ફોન તેા મોડેલ મુજબ વિવિધ પ્રકારની ટેકનોલોજીથી કોઈ વાયર વિના ઇન્ટરેટ સાથે કનેક્ટ થઈ શકે છે. આ ટેકનોલોજી જે રીતે તબક્કાવાર વિકસતી જાય છે તે અનુસાર તેે સેકન્ડ, થર્ડ કે ફોર્થ જનરેશનની ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે.