શીર્ષક વાંચીને ગૂંચવાયા? બજારમાં તો અત્યારે જ નોકિયા લુમિયા નામનાં ટેબલેટ મળે છે, તો શીર્ષકમાં ‘આવે છે’ કેમ લખ્યું? જવાબ એ છે કે અત્યારે બજારમાં વેચાતાં નોકિયા ટેબલેટ ટેકનિકલી માઇક્રોસોફ્ટ કંપનીનાં છે કેમ કે મૂળ ફિનલેન્ડની કંપની નોકિયાએ માંડ સાત મહિના પહેલાં પોતાનો મોબાઇલ હેન્ડસેટ્સનો બિઝનેસ માઇક્રોસોફ્ટ કંપનીને ૭.૨ અબજ ડોલરમાં વેચી નાખ્યો છે. બંને કંપની વચ્ચેના કરાર મુજબ નોકિયા કંપની ૨૦૧૬ના અંત સુધી નોકિયા બ્રાન્ડનો સ્માર્ટફોન વેચી નહીં શકે અને આવતાં ૧૦ વર્ષ સુધી ફીચર ફોન વેચી શકે તેમ નથી.