દસ-બાર વર્ષ પહેલાં, અમદાવાદમાં ઇસરોમાં જ્યોગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ (જીઆઇએસ) વિશેની એક તાલીમમાં ભાગ લેવાની તક મળી ત્યારે શહેરની જુદી જુદી માહિતી નક્શા પર જુદાં જુદાં લેયર પર મૂકવાના કેવા ફાયદા છે એ ખાસ સમજાયું નહોતું. હવે આટલાં વર્ષ પછી અને સ્માર્ટ સિટી શબ્દ આટલો ગાજ્યા પછી સમજાય છે કે શહેરને ખરેખર સ્માર્ટ બનાવવામાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી કેવો ભાગ ભજવી શકે છે. આ અંકમાં સ્માર્ટ સિટીનું એક અનોખું ઉદાહરણ આપ્યું છે.