ભારત દુનિયાના એવા કેટલાક અજબ દેશોમાંનો એક છે, જ્યાં ઇન્ટરનેટના યુઝર્સમાં પુરુષોનું પ્રમાણ ઘણું વધુ છે, ભારતમાં ઇન્ટરનેટ પર એક્ટિવ યુઝર્સમાં મહિલાઓનું પ્રમાણ માત્ર ૩૦ ટકા છે! ગૂગલે આ સ્થિતિ સુધારવા કમર કસી છે કેમ કે ગૂગલના મતે જો મહિલાઓ ઓનલાઇન સક્રિય થાય તો તેમના જીવન અને સરવાળે આખા સમાજ પર ઘણી હકારાત્મક અસર થાય.