ઉત્તરાયણમાં ધાબે ચઢીને પતંગ ચગાવીએ ત્યારે આપણા સૌની નજર ક્યાં હોય? આકાશ પર. ઊંચે ઊડતી પતંગો પર. પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે પતંગને આંખો હોય તો એને નીચે રહેલી ધરતી કેવી દેખાતી હશે? કાઇટ એરિયલ ફોટોગ્રાફી એ કોઈ નવી વાત નથી, પણ આ રીતે પતંગથી થતી ફોટોગ્રાફીને પોતાનું પ્રોફેશન બનાવી શકાય એવો વિચાર ચોક્કસ નવો છે. ભારતમાં જ સ્થાયી થયેલા આવા અનોખા ફોટોગ્રાફર છે નિકોલસ કોરિયર.