ટેબલ પર દૂધ કે કોફી ઢોળાય તો તમે શું કરો? પોતાનું ઘર હોય તો પોતું મારો અને રેસ્ટોરાં હોય તો વેઈટર પાસે પોતું મરાવો રાઇટ? ફ્રેન્ચ આર્ટિસ્ટ વીવી મેક આથી જુદું કંઈક કરી શકે છે. એ સ્ટ્રોને પેઇન્ટ બ્રશ તરીકે વાપરીને ઢોળાયેલા દૂધ કે અન્ય પીણાંમાંથી અદ્ભુત કલાકૃતિઓ સર્જી શકે છે! અહીં આપેલાં ચિત્રો જોઈને તમે માની નહીં શકો, માનવા માટે તમારે આ વીડિયો જોવો રહ્યો!