તમારા ખિસ્સામાં એક સ્માર્ટફોન હોય પછી તમારે કાંડાઘડિયાળ, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, કેલેન્ડર વગેરે અલગ અલગ ઘણી ચીજોની જરૂર રહેતી નથી.
ફોન સાદો હોય કે સ્માર્ટ, દરેકમાં કેલ્ક્યુલેટર અચૂક હોય છે, પણ એ હોય છે તદ્દન બેઝિક. તમને થશે કે કેલ્ક્યુલેટરમાં ગણતરીની સગવડથી વધુ હોય પણ શું? સાદા લાગતા કેલ્ક્યુલેટરમાં કેવી કેવી ખાસિયતો ઉમેરી શકાય એ જોવું હોય તો તમારા સ્માર્ટફોનમાં ‘કેલ્ક્યુ’ નામની એપ ઉમેરવા જેવી છે. આ પણ અંતે તો કેલ્ક્યુલેટર જ છે, પણ એક વાર તેને ઉપયોગ શરૂ કરશો પછી સાદા કેલ્સીને આંગળી અડાડવાનું ગમશે નહીં!